(જી.એન.એસ) તા. 5
દેહરાદુન,
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મુખવામાં મા ગંગાના શિયાળુ સ્થાન પર પૂજા-અર્ચના કરશે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 6 માર્ચે ઉત્તરાખંડની મુલાકાત લેશે. સવારે લગભગ 9:30 વાગ્યે તેઓ મુખવામાં મા ગંગાના શિયાળુ નિવાસ સ્થાન પર પૂજા-અર્ચના અને દર્શન કરશે. લગભગ 10:40 વાગ્યે તેઓ એક ટ્રેક અને બાઇક રેલીને લીલી ઝંડી આપશે અને હરસિલમાં એક જાહેર કાર્યક્રમમાં સભાને સંબોધિત કરશે.
ઉત્તરાખંડ સરકારે આ વર્ષે શિયાળુ પ્રવાસન કાર્યક્રમ શરૂ કર્યો છે. હજારો શ્રદ્ધાળુઓ પહેલા જ ગંગોત્રી, યમુનોત્રી, કેદારનાથ અને બદ્રીનાથના શિયાળુ નિવાસ સ્થાનોની મુલાકાત લઈ ચૂક્યા છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન આપવાનો અને સ્થાનિક અર્થતંત્ર, હોમસ્ટે, પર્યટન વ્યવસાય વગેરેને વેગ આપવાનો છે.

