Author: devarshi

આઈપીએલના ભૂતપૂર્વ પ્રમુખ લલિત મોદીને વધુ એક મોટો ઝટકો (જી.એન.એસ) તા. 10 આઈપીએલ શરૂ કરનાર લલિત મોદી 15 વર્ષ પહેલા ભારતથી બ્રિટન ભાગી ગયો હતો. ભારત સતત તેના પ્રત્યાર્પણની માંગ કરી રહ્યું છે, અને કાનૂની લડાઈ પણ ચાલી રહી છે, પરંતુ હવે તેણે ભારતીય નાગરિકતાનો ત્યાગ કરવાનો નિર્ણય લીધો છે, અને જે દેશનું નાગરિકત્વ તેણે લીધું છે તે વનુઆતુની વસ્તી પુડુચેરી કરતા ઓછી છે, જેના કારણે કેસમાં નવો વળાંક આવ્યો છે. જોકે, તેઓ તેમના પર લાગેલા મની લોન્ડરિંગ અને કરચોરીના તમામ આરોપોને નકારે છે. તમને જણાવી દઈએ કે લલિત મોદીએ 7 માર્ચે લંડન સ્થિત ભારતીય હાઈ કમિશનમાં પોતાનો પાસપોર્ટ સરેન્ડર…

Read More

(જી.એન.એસ) તા. 9 ખેડા, સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે આગામી દિવસોમાં ફાગણસુદ પુનમનો મેળો યોજાનાર છે. ત્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા ચાલીને ડાકોર દર્શનાર્થે જતા હોય છે. મેળામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને ટ્રાફિકની સમસ્યા ઊભી ન થાય તેને લઈને શહેર ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જ્યારે હોળી પૂનમના મેળાને લઈ ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા રણછોડરાયજી મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ડાકોર રણછોડરાયજી મંદિર ખાતે ફાગણી પૂનમના મેળા દરમિયાન મોટી સંખ્યામાં ભાવિકો આવશે, ત્યારે ડાકોર મંદિર કમિટી દ્વારા આગામી હોળી-ધૂળેટી એટલે કે, 12થી 15 માર્ચને લઈને ભગવાનના દર્શન માટેના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં…

Read More

(જી.એન.એસ) તા. 9 વડોદરા, વડોદરાવાસીઓ માટે વરસાદી પાણી થી થતી તકલીફો નહિ ભોગવવો પડે, વિશ્વામિત્રી નદીના રીવાઇવલ માટેના પ્રોજેક્ટનો શુભારંભ કરવામાં આવ્યો છે. આગામી 100 દિવસ સુધી વિશ્વામિત્રી નદીને ઉંડી-પહોળી અને સ્વચ્છ કરવાનું કાર્ય ચાલશે. જેમાં વિશ્વામિત્રી નદીની ક્ષમતા 200 કરોડ લીટર પાણી વહી જાય તેટલે સુધીની વધશે, તેવો દાવો શાસકો દ્વારા કરવામાં આવ્યો છે. ગુજરાત વિધાનસભાના દંડક અને રાવપુરા વિધાનસભા બેઠકના ધારાસભ્ય બાળુ શુક્લએ મીડિયાને જણાવ્યું કે, વડોદરાવાસીઓને પૂરની તકલીફ દુર થાય તે માટે 2010 માં ગુજરાત રાજ્યના સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થયા તે અનુસંધાને વડોદરાના તમામ સ્ટેક હોલ્ડર્સ, તમામ પાર્ટીના નેતાઓ તથા અન્યને સાથે રાખીને વિશ્વામિત્રી નદીના નવસર્જનનો…

Read More

(જી.એન.એસ, જિતેન્દ્ર ઉપાધ્યાય) તા. 9 સાબરકાંઠા, વહેલી સવારે સાબરકાંઠામાં ભયાનક અકસ્માતની ઘટના બની હતી જેમાં ચાર યુવાનોના મોત થયા છે. બે બાઈક સામસામે અથડાતાં ત્રણ યુવકોના ઘટનાસ્થળે કરૂણ મોત નિપજ્યા હતા. આ અકસ્માત મામલે પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. આ અકસ્માત અંગે મળતી માહિતી અનુસાર, આ અકસ્માત લાંબડિયાથી કોટડા રોડ પર નવા મોટા ગામ પાસે થયો હતો. બાઇક વચ્ચે સામસામે ટક્કરમાં ત્રણ યુવાનોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક યુવાનનું મોત નીપજ્યું હતું. આ રીતે, આ દુ:ખદ અકસ્માતમાં ચાર યુવાનોએ જીવ ગુમાવ્યા. માહિતી મળ્યા બાદ ખેરોજ પોલીસ સ્ટેશને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

Read More

(જી.એન.એસ) તા. 8 ગાંધીનગર, ગુજરાતમાં પોલીસ વિભાગ દ્વારા PSIની કસોટી માટે શારિરીક કસોટી જાન્યુઆરી મહિનામાં લેવાઈ ગઈ હતી. જેના બાદ હવે ઉમેદવારો લેખિત પરીક્ષા કયારે થશે તેની રાહ જોઈ રહ્યા છે. પોલીસમાં જવા માગતા ઉમેદવારના ઇંતજારનો અંત આવ્યો છે. આગામી એપ્રિલ મહિનામાં પોલીસ ભરતીને લેખિત પરીક્ષા લેવામાં આવી શકે. GPSCએ 13 એપ્રિલે લેવાનારી પરીક્ષાની તારીખ બદલી કરી છે. પોલીસ ભરતી બોર્ડ માટે GPSC પરીક્ષાના સમયપત્રકમાં 13 એપ્રિલ ખાલી કરવામાં આવી છે. 13 એપ્રિલે PSIની લેખિત પરીક્ષાનું થઈ આયોજન કરવામાં આવ્યું છે. પોલીસ સેવામાં જોડાવા માંગતા ઉમેદવારોએ લેખિત પરીક્ષા ઉપરાંત ફરજીયાત શારીરિક કસોટી આપવાની હોય છે. જાન્યુઆરીમાં ઉમેદવારોની શારીરિક પરીક્ષા લેવામાં આવી…

Read More

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં દેશ મજબૂત: દેશે 10 વર્ષમાં અનેક ક્ષેત્રે પ્રગતિ કરી કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહના  હસ્તે સૈનિક સ્કૂલ શાળા બિલ્ડીંગનું લોકાર્પણ અને પૂજ્ય મુક્તાનંદ બાપુ મેડિકલ કોલેજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું (જી.એન.એસ) તા. 8 જૂનાગઢ, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે આજે જુનાગઢ જિલ્લાના ચાપરડા સ્થિત બ્રહ્માનંદ વિદ્યાધામ ખાતે શ્રી મુક્તાનંદ બાપુ ની પ્રેરક ઉપસ્થિતિમાં સૈનિક સ્કૂલ શાળા બિલ્ડીંગ, સૈનિક સ્કૂલ સ્ટાફ ક્વાર્ટર ભવન, જય અંબે હોસ્પિટલ ડોક્ટર ક્વાર્ટર બિલ્ડીંગ, જય અંબે હોસ્પિટલ મોડ્યુલર ઓપરેશન થિયેટર કોમ્પ્લેક્સ અને બ્રહ્માનંદ વિદ્યાધામ અતિથિ ભવનનું લોકાર્પણ તેમજ પૂજ્ય મુક્તાનંદ બાપુ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ,શ્રી…

Read More

(જી.એન.એસ) તા. 8 ગાંધીનગર, ગાંધીનગર ખાતે વર્ષોથી યોજાતા કલા ઉત્સવ જેને આપણે વસંતોત્સવ તરીકે ઓળખીએ છીએ તે ગાંધીનગરની ઓળખ બની ચૂકી છે. આ વર્ષે એટલે કે વસંતોત્સવ-૨૦૨૫ને જાહેર જનતા તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે, જે ટિકિટ કલેક્શન પરથી પ્રતીત થાય છે. આ વખતે સૌથી વધુ ટિકિટ કલેક્શન રૂ. ૧૩.૦૨ લાખનું થયેલ છે, આ ખૂબ જ પ્રશંસનીયન બાબતજે સમગ્ર ટીમની મહેનત અને કાર્યક્રમની લોકપ્રિયતાને આભારી છે. તેમ રમત ગમત વિભાગના પ્રોગ્રામ ઓફિસર દ્વારા જણાવાયું હતું. આમ તો દર વર્ષે વસંતોત્સવ દરમિયાન જનમેદની ઉમટી આ કાર્યક્રમને માણતી જ હોય છે, પરંતુ આ વર્ષે કાર્યક્રમની લોકપ્રિયતા અને ટીમની મહેનત થકી જિલ્લામાં…

Read More

મુખ્યમંત્રીએ કહ્યું- સરકાર આદિવાસીઓની સંસ્કૃતિને જાળવવા માટે પ્રતિબદ્ધ છે (જી.એન.એસ) તા. 8 રાંચી, પ્રકૃતિ પૂજાના ભવ્ય પર્વ ‘બહા પર્વ’ નિમિત્તે, મુખ્યમંત્રી શ્રી હેમંત સોરેને સરણા પૂજા સ્થળ જહેરથન ખાતે પરંપરાગત વિધિ સાથે પ્રાર્થના કરી અને રાજ્યના લોકોના સુખ, સમૃદ્ધિ, પ્રગતિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરી. પ્રકૃતિ ઉપાસનાના ભવ્ય પર્વ ‘બહા પર્વ’ નિમિત્તે, મુખ્યમંત્રી શ્રી હેમંત સોરેને આજે જમશેદપુરના કદમાના શાસ્ત્રી નગર ખાતે સ્થિત સરના પૂજા સ્થળ જહેરથાનમાં પરંપરાગત વિધિઓ સાથે પ્રાર્થના કરી અને રાજ્યના લોકોના સુખ, સમૃદ્ધિ, પ્રગતિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરી. આ પ્રસંગે મુખ્યમંત્રીએ ગુરુ ગોમકે પંડિત રઘુનાથ મુર્મુની પ્રતિમાને પુષ્પાંજલિ આપીને શ્રદ્ધાંજલિ આપી હતી. આદિવાસીઓની સંસ્કૃતિને જાળવવા…

Read More

(જી.એન.એસ) તા. 8 દુબઈ, આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીના વિજેતાની ઈનામની રકમની વાત કરીએ તો ટાઈટલ જીતનારી ટીમને 19.48 કરોડ રૂપિયાની મોટી રકમ આપવામાં આવશે. જે ટીમ ફાઇનલમાં હારશે એટલે કે ઉપવિજેતા, તેને 9.74 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળશે. ચેમ્પિયન્સ ટ્રોફીના સેમીફાઈનલમાં હારેલી ટીમોને લગભગ 4.87 કરોડ રૂપિયા જેટલી જ રકમ આપવામાં આવી છે. એટલે કે ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકાની ટીમ પણ માલામાલ થઈ છે. ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ ગયેલી ટીમોને ઈનામી રકમ પણ મળી છે. પાંચમા અને છઠ્ઠા સ્થાને રહેલી ટીમો (અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ)ને સમાન અંદાજે રૂ. 3.04 કરોડ મળ્યા છે. જ્યારે સાતમા અને આઠમા સ્થાને રહેલી ટીમો (પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ)ને…

Read More

(જી.એન.એસ) તા. 8 હોલિવુડના અનેક લોકપ્રિય શોમાં કામ કરનાર પ્રખ્યાત અભિનેત્રી પામેલા બાચે આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવ્યું હતું, તેમની ઉમર 62 વર્ષ હતી. આ મામલે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, અભિનેત્રીએ 5 માર્ચે આત્મહત્યા કરી હતી. પામેલાનો પરિવાર છેલ્લા કેટલાક સમયથી તેનો સંપર્ક કરી શક્યો ન હતો અને આવી સ્થિતિમાં તેની ચિંતા વધી ગઈ હતી. આ પછી જ્યારે પરિવારના સભ્યો અભિનેત્રીના ઘરે પહોંચ્યા તો તે ઘરમાં મૃત હાલતમાં મળી આવી હતી. જ્યારે પેરામેડિક્સને બોલાવવામાં આવ્યા, તપાસ બાદ અભિનેત્રીને સ્થળ પર મૃત જાહેર કરવામાં આવી. કહેવાય છે કે પામેલાએ આત્મહત્યા કરી લીધી છે. તેના ઘરેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી,…

Read More