(જી.એન.એસ) તા. 8
હોલિવુડના અનેક લોકપ્રિય શોમાં કામ કરનાર પ્રખ્યાત અભિનેત્રી પામેલા બાચે આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવ્યું હતું, તેમની ઉમર 62 વર્ષ હતી.
આ મામલે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, અભિનેત્રીએ 5 માર્ચે આત્મહત્યા કરી હતી. પામેલાનો પરિવાર છેલ્લા કેટલાક સમયથી તેનો સંપર્ક કરી શક્યો ન હતો અને આવી સ્થિતિમાં તેની ચિંતા વધી ગઈ હતી. આ પછી જ્યારે પરિવારના સભ્યો અભિનેત્રીના ઘરે પહોંચ્યા તો તે ઘરમાં મૃત હાલતમાં મળી આવી હતી. જ્યારે પેરામેડિક્સને બોલાવવામાં આવ્યા, તપાસ બાદ અભિનેત્રીને સ્થળ પર મૃત જાહેર કરવામાં આવી. કહેવાય છે કે પામેલાએ આત્મહત્યા કરી લીધી છે. તેના ઘરેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી, પરંતુ તેના માથા પર ગોળીનો ઘા જોવા મળ્યો હતો. ત્યારથી એવી અટકળો ચાલી રહી છે કે તેમનું મૃત્યુ આત્મહત્યાને કારણે થયું છે.
પામેલા બાચની છેલ્લી સોશિયલ મીડિયા પોસ્ટ, તેમણે 2025ની શરૂઆતમાં તેને નવા વર્ષની શુભેચ્છા પાઠવતા એક નોટ લખી હતી. આમાં તેણે પોતાની દીકરીઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. આનાથી સ્પષ્ટ થાય છે કે તેમને તેમની દીકરીઓ પ્રત્યે ઊંડો પ્રેમ હતો. અભિનેત્રીની આ દુનિયામાંથી અચાનક વિદાયથી તેની પુત્રીઓને ખૂબ જ દુઃખ થયું હશે.
અભિનેત્રી પામેલા બાચના અંગત જીવન બાબતે મળતી માહિતી મુજબ, તે અભિનેતા ડેવિડ હેસલેહોફ સાથે પણ સંબંધ ધરાવે છે. બંનેએ વર્ષ 1989માં લગ્ન કર્યા હતા, પરંતુ 2006માં બંને અલગ થઈ ગયા હતા. અભિનેત્રીના નિધનની માહિતી સામે આવ્યા બાદ તેના પૂર્વ પતિ ડેવિડે તેના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો. અભિનેતાએ એમ પણ લખ્યું કે, અમારો આખો પરિવાર પામેલાના નિધનથી ખૂબ જ દુઃખી છે. અમે તમામ લોકોને પ્રાઈવસીનું ધ્યાન રાખવાની અપીલ કરીએ છીએ.

