Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- આજ નું પંચાંગ (૩૦/૦૪/૨૦૨૬)
- દૈનિક રાશિફળ (૩૦/૦૪/૨૦૨૬)
- સિવિલ હોસ્પિટલનું ૨૩૮મું અંગદાન: ૨૪ વર્ષીય મોઇંગસુહાનું હૃદય અને કિડની હવે અન્યમાં ધબકશે
- મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સુરત ખાતે યોજાનાર ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’ના આયોજનની કેબિનેટ બેઠકમાં સર્વગ્રાહી સમીક્ષા કરી
- ગ્રામ્ય સ્તરથી લઈને રાજ્ય સ્તર સુધીના તમામ પ્રજાલક્ષી પ્રશ્નો અને ફરિયાદોનું ઝડપથી નિવારણ લાવવા મુખ્યમંત્રીશ્રીની સુચના
- ભાજપના ઉમેદવાર પ્રવેશ વાહી દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર તરીકે ચૂંટાયા
- OPEC માંથી UAE બહાર નીકળવાથી વૈશ્વિક ઉત્પાદનમાં વધારો થશે, ભવિષ્યમાં તેલના ભાવ ઘટશે: રશિયા
- કેનેડાએ ડાયાબિટીસ માટે ડૉ. રેડ્ડીના જેનેરિક સેમાગ્લુટાઇડ ઇન્જેક્શનને મંજૂરી આપી
- ઓસ્ટ્રેલિયા ન્યૂઝરૂમ, પત્રકારત્વને ભંડોળ પૂરું પાડવા માટે મેટા, ગૂગલ અને ટિકટોક પર ટેક્સ લાદવાનું વિચારી રહ્યું છે
- ચીનના હેંગલી પર અમેરિકાના પ્રતિબંધો ઈરાનના તેલ ઉત્પાદન પરના દબાણમાં વધારો દર્શાવ્યો
- અફઘાન મહિલા શરણાર્થી ટીમને FIFA ટુર્નામેન્ટમાં રમવાની મંજૂરી
- 2026 ના T20 વર્લ્ડ કપ પછી ન્યુઝીલેન્ડના 3 ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેશે
Author: devarshi
(જી.એન.એસ) તા. 10 ગાંધીનગર/મહેસાણા, વિધાનસભા ગૃહ ખાતે મહેસાણા જિલ્લામાં કાનૂની માપ વિજ્ઞાન તંત્ર દ્વારા વ્યાપારી એકમ સામે કાર્યવાહી સંદર્ભે પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું કે, મહેસાણા જિલ્લામાં કુલ ૨૯ વેપારી એકમો સામે પેકેજ્ડ કોમોડિટી રુલ્સ -૨૦૧૧ મુજબ નોંધણી ન કરાવવા બાબતે કાયદેસરની કાર્યવાહી કરી રૂ. ૫,૨૮,૫૦૦ માંડવાળ ફી પેટે વસૂલ કરવામાં આવી છે. વિવિધ ચીજ વસ્તુઓનું ઉત્પાદન તથા પેક કરનાર એકમો માટે નોંધણી વિશે પૂછાયેલા પેટા પ્રશ્નનના ઉત્તરમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે , વિવિધ ચીજવસ્તુઓનું ઉત્પાદન તથા પેક કરનાર એકમો માટે પેકેજ્ડ કૉમોડીટીઝ નિયમો-૨૦૧૧ના નિયમ-૨૭ હેઠળ નોંધણી કરાવવી ફરજીયાત છે. નોંધણી માટે…
સુરત જિલ્લામાં સાગરખેડૂ સર્વાંગી વિકાસ યોજના હેઠળ છેલ્લા બે વર્ષમાં રૂ. ૨૦૯.૧૦ કરોડનો ખર્ચ કરાયો (જી.એન.એસ) તા. 10 ગાંધીનગર, વિધાનસભાગૃહ ખાતે સુરત જિલ્લામાં સાગરખેડૂ સર્વાંગી વિકાસ યોજના અંગે પુછાયેલા પ્રશ્નના જવાબમાં ઉર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, સાગરકાંઠા વિસ્તારમાં ગુણવત્તા યુકત વીજળી મળે તે માટે આ યોજના કાર્યરત છે. છેલ્લા બે વર્ષમાં સુરત જિલ્લામાં સાગરખેડૂ સર્વાંગી વિકાસ યોજના અંતર્ગત રૂ. ૨૦૯.૧૦ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. પેટાપ્રશ્નના ઉત્તરમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૦૮થી શરૂ થયેલી સાગરખેડૂ સર્વાંગી વિકાસ યોજના અંતર્ગત ડિસેમ્બર ૨૦૨૪ સુધીમાં રૂ.૧૦૦૯ કરોડના ખર્ચે ૭૩,૭૬૨ કિ.મી. જર્જરિત વીજ લાઈનો અને ૧,૭૪,૩૮૨ થાંભલા બદલવામાં આવ્યા છે.…
ભરૂચ પોલીસને ડબલ મર્ડર નો ભેદ ઉકેલવામાં મળી સફળતા (જી.એન.એસ) તા. 10 ભરૂચ, ભરૂચમાં શિક્ષક દંપતીના ડબલ મર્ડર કેસમાં મોટો ચોંકાવનારો ખુલાસો થયો હતો જેમાં દંપતીની હત્યાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં રૂ.30થી 35 લાખનું દેવુ થઈ જતાં જમાઈએ આર્થિક સંકડામણ દૂર કરવા માટે જમાઈએ તેના સાસુ સસરાની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. જેમાં જમાઈએ વાલિયા આવીને સાસુ-સસરાને નિશાન બનાવી રોકડ અને દાગીનાની લૂંટ ચલાવી હતી. પોલીસે આરોપી જમાઈને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી. આ બનાવની વિગત મુજબ ભરૂચના વાલિયામાં આવેલી ગણેશ ગાર્ડન સોસાયટીમાં રહેતા શિક્ષક દંપતિ જીતેન્દ્રસિંહ બોરાદરા અને તેમના પત્ની લતાબેન બોડાદરાનો તારીખ…
(જી.એન.એસ) તા. 10 ગાંધીનગર, ફળ પાકોમાં આંબો અગત્યનો પાક છે. આંબા પાકમાં આવતા ભૂકીછારાનો રોગ અને ચુસિયા પ્રકારની જીવાત (મધિયો) ના ઉપદ્રવથી થતા નુકશાન અને તેના નિયંત્રણ કરવા જરૂરી પગલા જાણવા ખૂબ જરૂરી છે કે જેથી ખૂબ જ અસરકારક પરિણામો મેળવી શકાય. ભૂકી છારો (પાવડરી મીલ્ડયુ)- આંબામાં ભૂકી છારો એક ખુબજ ગંભીર પ્રકારનો ફૂગથી થતો રોગ છે જે લગભગ બધી જ જાતોમાં જોવા મળે છે. આ રોગની તીવ્રતા મુખ્યત્વે વાતાવરણના પરિબળો પર આધાર રાખે છે. આ રોગની સીધી અસર કેરી બેસવાની તેમજ ફળોના વિકાસ પર અસર થાય છે. રોગની ઓળખ- આ રોગ સામાન્ય રીતે ડીસેમ્બર થી માર્ચ મહિના દરમ્યાન જયારે…
(જી.એન.એસ) તા. 10 ગાંધીનગર/આણંદ, આણંદ જિલ્લામાં એલ.પી.જી. ફ્રી સિલિન્ડર સહાય યોજના અંતર્ગત આપવામાં આવેલાં નિ:શુલ્ક ગેસ સિલિન્ડરની વિગતો આપતાં અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી શ્રી ભીખુસિંહ પરમારે જણાવ્યું કે આણંદ જિલ્લામાં તા. ૩૧ ડિસેમ્બર, ૨૦૨૪ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં ૧,૭૧,૪૪૦ લાભાર્થીઓ નોંધાયેલા છે. જે અંતર્ગત આણંદ જિલ્લામાં ‘પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના’ના પ્રથમ તબક્કામાં ૧,૧૮,૦૨૭ તથા બીજા તબક્કામાં ૫૩,૨૬૪ લાભાર્થીઓ એમ કુલ મળીને ૧,૭૧,૨૯૧ લાભાર્થીઓ નોંધાયેલા છે, જ્યારે ‘રાજ્ય PNG/LPG સહાય યોજના’ના ૧૪૯ લાભાર્થી નોંધાયેલા છે. જે મુજબ ચાલુ નાણાકીય વર્ષમાં ‘એલ.પી.જી. ફ્રી સિલિન્ડર સહાય યોજના’ અંતર્ગત આણંદ જિલ્લામાં કુલ રૂ. ૧૨.૮૨ કરોડની સબસિડી ચૂકવવામાં આવી છે.
(જી.એન.એસ) તા. 10 શ્રીનગર, જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં એક ફેશન શૉ ના કારણે ભારે હોબાળો થયો હતો, આ મુદ્દે વાત કરીએ તો, આ ફેશન શૉ પવિત્ર રમઝાન માસમાં આયોજિત કરવામાં આવ્યો હતો, જેના પર ઘણા રાજકીય પક્ષો અને ધાર્મિક નેતાઓએ નારાજગી વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ આ કાર્યક્રમને ‘અશ્લીલ’ ગણાવતા કહ્યું કે, તેનાથી ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી છે. ગૃહની કાર્યવાહી શરૂ થતાં જ નેશનલ કોન્ફરન્સ (NC), પીપુલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP) અને બે સ્વતંત્ર ધારાસભ્યોએ આ મુદ્દો ઉઠાવ્યો અને પૂછ્યું કે રમઝાન દરમિયાન આવો કાર્યક્રમ કેવી રીતે યોજાઈ શકે. તેમણે આ મામલાની તપાસની માગ કરી હતી. આ મુદ્દા પર જવાબ આપતા મુખ્યમંત્રી…
(જી.એન.એસ) તા. 10 દમાસ્કસ, સીરિયામાં થયેલા સંઘર્ષમાં અત્યાર સુધીમાં 1000 થી વધુ લોકો માર્યા ગયા છે. આમાંથી 750 સામાન્ય નાગરિકો છે. સીરીયામાં સરકારી દળો બદલો વાળવા પદભ્રષ્ટ પ્રમુખ અસર જે લઘુમતિમાંથી આવે છે તે લઘુમતિ આલાબિટેનાં કેટલાંયે ગામો ઉજાડી નાખ્યાં છે. લંડન સ્થિત ધી સીરીયન ઓાર્બજર્વેટી ફોર હ્યુમન રાઈટ્સ જણાવે છે કે છેલ્લા બે દિવસમાં ત્યાં ૭૪૫ નાગરીકો માર્યા ગયા હતા. ૧૨૫ સરકારી દળોના કર્મચારીઓ માર્યા ગયા હતા તે સામે ૧૪૮ વિપ્લવીઓ માર્યા ગયા છે. અસદના સમયમાં આવા વિટેજ લઘુમતિના નાગરિકોને લશ્કર તથા નાગરિક વહીવટીતંત્રમાં ઉચ્ચ સ્થાનો મળાતં હતાં તે હવે મંદ થઇ ગયું છે. બટાકીયાનાં લઘુમતિ વિસ્તારોમાં પાણી અને વીજળી…
(જી.એન.એસ) તા. 10 જયપુર, 8 અને 9 માર્ચે ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડમી(IIFA) ઍવોર્ડ શૉ ભારતમાં હોસ્ટ કરવામાં આવ્યો હતો. રાજસ્થાન ના જયપુરમાં આ ઍવોર્ડ શૉમાં ગુજરાતી કલાકારોનો પણ દબદબો રહ્યો હતો, જેમાં સ્નેહા દેસાઈને ‘લાપતા લેડીઝ’ ફિલ્મ માટે બેસ્ટ સ્ક્રીન પ્લે માટે ઍવોર્ડ આપવામાં આવ્યો હતો. જયારે ફિલ્મ શેતાન માટે જાનકી બોડીવાલાને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ કેટેગરીમાં ઍવોર્ડ મળ્યો હતો. સૌપ્રથમ વાત કરી આપના ગુજરાતનું ગૌરવ વધારનાર અભિનેત્રી જાનકી બોડીવાલાની તો જાનકી ને ફિલ્મ ‘શૈતાન’ માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો ઍવોર્ડ મળ્યો છે. જાનકીનો જન્મ 30 ઑક્ટોબર, 1995ના રોજ અમદાવાદમાં ભરત અને કાશ્મીરા બોડીવાલાને ત્યાં થયો હતો. તેમનો એક ભાઈ ધ્રુપદ બોડીવાલા છે.…
(જી.એન.એસ) તા. 10 સીધી, મધ્યપ્રદેશના સીધી જિલ્લામાં એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત થયો હતો જેમાં સાત લોકોનાં કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા અને ચૌદ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. સોમવારે વહેલી સવારે જિલ્લામાં એક ટ્રક અને એસયુવી ગાડી વચ્ચે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં સાત લોકોના મોત થયા છે, જ્યારે 14 લોકો ઇજાગ્રસ્ત થયા હતા, આ મામલે પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માત સવારે 2.30 વાગ્યાની આસપાસ સિદ્ધિ-બહરી રોડ પર ઉપની પેટ્રોલ પંપ પાસે થયો હતો. આ અકસ્માત અંગે નાયબ પોલીસ અધિક્ષક ગાયત્રી તિવારીએ જણાવ્યું હતું કે એક પરિવારના સભ્યોને લઈને SUV મૈહર તરફ જઈ રહી હતી જ્યારે ટ્રક સીધીથી બહારી તરફ જઈ રહી હતી.…
(જી.એન.એસ) તા. 10 બલૂચિસ્તાન, પાકિસ્તાનમાં વધુ એકવાર જાહેરમાં ગોળીબાર ની ઘટના બની હતી જેમાં ભારતીય નૌકાદળના ભૂતપૂર્વ અધિકારી કુલભૂષણ જાધવના ઈરાનમાંથી અપહરણમાં પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈને મદદ કરનારા મુફ્તી શાહ મીરની બલૂચિસ્તાનના તુરબતમાં શુક્રવારે રાતે અજ્ઞાાત લોકો દ્વારા ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. મુફ્તી શાહ મીર બલુચિસ્તાનના તુરબતમાં તરાવીહની નમાઝ પછી મસ્જિદમાંથી બહાર નીકળી રહ્યો હતો ત્યારે બાઈક સવાર હુમલાખોરોએ તેના પર અંધાધૂંધ ગોળીઓ ચલાવીને તેને ઠાર કરી દીધો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયો, જ્યાં તેનું મોત થઈ ગયું હતું. મુફ્તી શાહ મીર ઈસ્લામિક કટ્ટરપંથી પાર્ટી જમીયત ઉલેમા-એ-ઈસ્લામનો સભ્ય હતો. તે આઈએસઆઈના નેતૃત્વવાળી ડેથ સ્ક્વોડ સાથે પણ સંકળાયેલો…
