Author: devarshi

(જી.એન.એસ) તા. 7 UAEમાં હત્યાના કેસમાં ભારતીય મૂળના 2 લોકોને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે. વિદેશ મંત્રાલયે તેમની ઓળખ કેરળના રહેવાસી મોહમ્મદ રિનાશ એ અને મુરલીધર પીવી તરીકે કરી છે. યુએઈની સર્વોચ્ચ અદાલતે યુએઈમાં રહેતા કેરળના બે ઇમિગ્રન્ટ્સને હત્યા બદલ મૃત્યુદંડ ફટકાર્યો હોવાનું વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું. આ મામલે વિદેશ મંત્રાલયે અગાઉ બંનેના કેરળ સ્થિત રહેતા પરિવારનો સંપર્ક સાધી તેમને આશ્વાસન આપ્યું હતું કે, તે આ અંગે જરૂરી તમામ કાયદાકીય સહાય ઉપલબ્ધ કરાવવા તેમજ માફી આપવાની માગ કરતી અપીલ કરી હતી. તેમણે યુએઈની સર્વોચ્ચ અદાલત સમક્ષ તેમને દયા અને ક્ષમા કરવાની અરજી પણ કરી હતી. પરંતુ અદાલત પોતાનો ચુકાદો જાળવી…

Read More

(જી.એન.એસ) તા. 7 વોશિંગ્ટન, ભારતીય મૂળની સુનીતા વિલિયમ્સ ગયા વર્ષે 5 જૂનના રોજ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ગયા હતા. તેણી એક અઠવાડિયા પછી પરત ફરવાની હતી, પરંતુ બોઇંગ સ્ટારલાઇનરમાં સમસ્યાને કારણે, તે ત્યાં જ અટવાઈ ગઈ. બંને અવકાશયાત્રીઓ બોઈંગ અને નાસાના સંયુક્ત ક્રૂ ફ્લાઈટ ટેસ્ટ મિશન પર અવકાશમાં ગયા હતા. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ જો બાઈડન પર બંને અવકાશયાત્રીઓને ‘ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન’ (ISS) પર ફસાયેલા છોડી દેવાનો આરોપ લગાવતા ટ્રમ્પે કહ્યું હતું કે, ‘અમે તમને લેવા માટે આવી રહ્યા છીએ.’ નોંધનીય છે કે, સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરે જૂન, 2024માં 8 દિવસના અવકાશ મિશન પર ગયા હતા, પરંતુ બોઈંગ સ્ટારલાઈનરમાં ટેક્નિકલ ખામીના…

Read More

રાજકોટ GPSC દ્વારા સિવિલ સર્વિસીઝ એક્ઝામિનેશનના માર્કના માળખામાં ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ મેઈન્સ અને ઇન્ટરવ્યૂના 1000 માર્ક હતા અને એના સ્થાને હવે 1400 માર્ક હશે. આમ, UPSC પેટર્નથી GPSC પરીક્ષા લેવામાં આવશે. આ નિર્ણયને લીધે હવે ઉમેદવારો એકસાથે 2 પરીક્ષાની તૈયારી નહીં કરી શકે, પણ એક જ પરીક્ષાની તૈયારી કરતાં શ્રેષ્ઠ ઉમેદવાર અધિકારી તરીકે મળશે. આગામી 20 એપ્રિલ, 2025ના GPSC દ્વારા સિવિલ સર્વિસીઝના ક્લાસ 1 અને 2ની અંદાજે 100 જગ્યાઓ માટે પરીક્ષા લેવામાં આવશે છે. એ પરીક્ષા નવા માળખાના આધારે લેવામાં આવશે. એ માટે ફોર્મ ભરવાનું થોડા દિવસોમાં શરૂ થશે. રાજકોટમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરાવતા એક્સપર્ટ દિનેશ કણેતે જણાવ્યું…

Read More

(જી.એન.એસ)તા.6 અમદાવાદ ગુજરાતમાં ફક્ત 15 જ દિવસમાં તાપમાનમાં નોંધપાત્ર ઉતાર ચઢાવ આવ્યો છે. ગત સપ્તાહમાં અમદાવાદ સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ગરમીનો પારો ઊંચો ગયો હતો. આકાશમાંથી જાણે ફેબ્રુઆરીમાં જ અગનગોળા વરસતા હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. ઉલ્લેખનીય છે કે, ભારતીય હવામાન વિભાગ અનુસાર આ વર્ષે ફેબ્રુઆરીમાં દેશભરમાં અત્યંત ગરમીનું વાતાવરણ રહ્યું છે એટલે કે ગુજરાતમાં પણ ગરમીનું તાપમાન વધુ નોંધાયું હતું, તેવામાં મહિનાના છેલ્લા 5 દિવસ દરમિયાન રાજ્યનું મહત્તમ તાપમાન ખૂબ જ ઊંચું રહ્યું હતું. માર્ચ મહિનાની શરૂઆતમાં એટલે કે જ્યારે ખરેખર ઉનાળાની શરૂઆત થતી હોય છે તે દરમિયાન વિવિધ સિસ્ટમને કારણે તાપમાનમાં પાંચથી છ ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો તથા…

Read More

ફાઇટર પાઈલટની ભૂલને કારણે દુર્ઘટના સર્જાઈ, પોતાના લોકો પર ૮ જેટલા બોમ્બ ફેક્યા, 8 માંથી 1 વિસ્ફોટ થયો, 15 લોકો ઘાયલ થયા (જી.એન.એસ)તા.6 સાઉથ કોરિયા સાઉથ કોરિયામાં, એક ફાઇટર જેટે એક્સરસાઈઝ દરમિયાન ભૂલથી પોતાના જ નાગરિકો પર 8 બોમ્બ વરસાવી દીધા. આમાં 15 લોકો ઘાયલ થયા હતા. 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. વાયુસેનાએ કહ્યું કે પાઇલટે ખોટા કોઓર્ડિનેટ્સનો ઉપયોગ કર્યો હતો. આ કારણે બોમ્બ એવા સ્થળો પર પડ્યા જ્યાં લોકો રહે છે. હાલમાં સૈન્ય અભ્યાસ રદ કરવામાં આવ્યો છે. આ ઘટનામાં એક ચર્ચ અને એક ઘરને નુકસાન થયું હતું. આ ઘટના ગુરુવારે સ્થાનિક સમય મુજબ સવારે 10 વાગ્યે…

Read More

(જી.એન.એસ) તા.6 વોશિંગ્ટન ડીસી, વ્હાઇટ હાઉસ પરત ફર્યા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પહેલી વાર કોંગ્રેસને સંબોધિત કરી હતી. આ દરમિયાન, તેમણે તેમના બીજા કાર્યકાળ માટેની સમગ્ર યોજનાની ઝલક રજૂ કરી હતી. રાષ્ટ્રપતિ ટ્રમ્પે અમેરિકન નાગરિકો માટે અર્થતંત્ર, સુરક્ષા અને વૈશ્વિક સહયોગને મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. પોતાના બીજા કાર્યકાળની મુખ્ય પ્રાથમિકતાઓની રૂપરેખા આપતાં તેમણે કહ્યું કે તેમની સરકાર અમેરિકાની સુરક્ષા અને આર્થિક પ્રગતિને સર્વોચ્ચ પ્રાથમિકતા આપશે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે છેલ્લા કેટલાક અઠવાડિયામાં લેવામાં આવેલા પગલાંઓ પર પ્રકાશ પાડ્યો, જેમાં અર્થવ્યવસ્થામાં સુધારો, સ્વાસ્થ્ય સિસ્ટમમાં ફેરફાર અને આંતરરાષ્ટ્રીય વેપાર સંબંધો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે તેમના દ્વારા…

Read More

(જી.એન.એસ. )તા.6 ઉજ્જૈન મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવના ગૃહનગર ઉજ્જૈનમાં, ગૌહત્યાના આરોપીઓનું પોલીસ દ્વારા જાહેર સરઘસ કાઢવામાં આવ્યું. આ દરમિયાન ધરપકડ કરાયેલા આરોપીઓએ અનોખા સૂત્રોચ્ચાર કર્યા – “ગાય આપણી માતા છે અને પોલીસ અમારા બાપ છે!”. ગયા મહિને ૧૬-૧૭ તારીખે, પોલીસને બાતમી મળી કે જેઠલ વિસ્તારમાં ત્રણ શખ્સ ગાયની કતલનો પ્રયાસ કરી રહ્યા છે. દરોડા દરમિયાન ત્રણ આરોપી – શેરુ, આકિબ અને સલીમ – બલેનો કારમાં ભાગી ગયા. પોલીસએ તેમની સામે ગુનો નોંધ્યો અને તપાસ શરૂ કરી. બાતમીના આધારે આકિબ અને સલીમની ધરપકડ કરવામાં આવી, જ્યારે મુખ્ય આરોપી શેરુ હજુ પણ ફરાર છે. પોલીસ રેકોર્ડ મુજબ, સલીમ વિરુદ્ધ ઉજ્જૈન, દેવાસ,…

Read More

(જી.એન.એસ.)તા.6 નવીદિલ્હી અભિનેત્રી રાન્યા, જે એક વરિષ્ઠ પોલીસ અધિકારીની પુત્રી છે, તે હવે જેલમાં છે. સોનાની દાણચોરીના આરોપસર તેની ધરપકડ કરવામાં આવી છે. હવે તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. ‘પટકી’ અને ‘માનિક્ય’ જેવી ફિલ્મોમાં અભિનય કરી ચૂકેલી રાન્યા જેલની સજા ભોગવી રહી છે. અભિનેત્રી રાન્યા રાવની મુશ્કેલીઓ વધી ગઈ છે. તે દુબઈથી સોનાની દાણચોરી કરતી વખતે પકડાઈ હતી. સાંજે (4 માર્ચ) તેમને ન્યાયાધીશ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. રાન્યા રાવને 18 માર્ચ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવી છે. આ આદેશ ખાસ આર્થિક ગુના અદાલતના ન્યાયાધીશે જારી કર્યો હતો. ‘માનિક્ય’ અને ‘પટકી’ જેવી ફિલ્મોમાં અભિનય કરી…

Read More

(જી.એન.એસ)તા.6 નવીદિલ્હી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે મળેલી મંત્રીમંડળે ત્રણ મોટી જાહેરાતો કરી છે. મંત્રીમંડળે આજે ઉત્તરાખંડમાં હેમકુંડ સાહિબ અને કેદારનાથ માટે બે રોપવે પ્રોજેક્ટ્સને મંજૂરી આપી. આનાથી આ યાત્રાધામોની મુલાકાત લેતા યાત્રાળુઓને મોટી રાહત મળશે. આ સાથે, કેબિનેટે ખેડૂતોની રાહત માટે એક મોટી જાહેરાત પણ કરી છે. મંત્રીમંડળે પશુધનના સ્વાસ્થ્ય અને તેમના રોગોના નિયંત્રણ માટેની યોજનાને પણ મંજૂરી આપી છે. આજે મંત્રીમંડળે સોનપ્રયાગથી કેદારનાથજી સુધી લગભગ 13 કિમી લાંબા રોપવેના નિર્માણને મંજૂરી આપી દીધી છે. આ રોપવે રાષ્ટ્રીય રોપવે વિકાસ કાર્યક્રમ પર્વતમાલા પ્રોજેકટ હેઠળ બનાવવામાં આવશે. આ પ્રોજેકટનો ખર્ચ લગભગ 4100 કરોડ રૂપિયા હશે અને તેની મદદથી દરરોજ 18…

Read More

(જી.એન.એસ)તા.6 વોશિંગ્ટન ડીસી, વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વના ઘણા દેશો પર પારસ્પરિક ટેરિક લાદવાની જાહેરાત કરી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ 2 એપ્રિલથી આ ટેરિક લાદવા જઈ રહ્યા છે. ભારત પણ ટેરિક ધરાવતા દેશોની યાદીમાં સામેલ છે. આવી સ્થિતિમાં, પારસ્પરિક ટેરિક ભારત માટે પણ ખૂબ નુકસાનકારક બની શકે છે. ટ્રમ્પ ટેરિક ખાસ કરીને ભારતના અર્થતંત્ર પર અસર કરશે કારણ કે અમેરિકા ભારતનો બીજો સૌથી મોટો વેપારી ભાગીદાર છે. આવી સ્થિતિમાં, જાણો ટ્રમ્પ ટેરિફથી ભારતના કયા ક્ષેત્રો પ્રભાવિત થશે? જેમાં જણાવીએ, તો આમાં આઇટી, કાર્માસ્યુટિકલ્સ, ઓટોમોબાઈલ, કાપડ અને સ્ટીલ ક્ષેત્રોનો સમાવેશ થાય છે. ભારતના આવા…

Read More