Author: devarshi

ઇલોન મસ્કની સ્ટારલિંકનો ભારતમાં એન્ટ્રીનો તખ્તો તૈયાર (જી.એન.એસ) તા. 12 ઇલોન મસ્કની સ્ટારલિંક સાથે ભારતી એરટેલે કર્યો કરાર, ભારતમાં હાઈસ્પીડ ઈન્ટરનેટ સેવા લાવવા માટે કરવામાં આવ્યો છે. તેના હેઠળ સ્ટારલિંક સેટેલાઇટ ઇન્ટરનેટને ભારતમાં લોન્ચ કરવામાં આવશે. જો કે સ્પેસેક્સને હજી ભારતીય સત્તાવાળાઓ પાસેથી લાઇસન્સ મળવાનું બાકી છે. ભારતમાં લાઇસન્સ વગર કંપની સર્વિસ ન આપી શકે. આ બાબતે એરટેલે જણાવ્યું હતું કે, તેણે સ્પેસેક્સ સાથે કરાર કર્યો છે. ભારતમાં સ્ટારલિંક આવે છે તો એરટેલ દ્વારા સ્ટારલિંકના ઇક્વિપમેન્ટ વેચી શકાય છે. આ ભાગીદારીથી બંને કંપનીઓને ફાયદો થશે. એરટેલ એકબાજુએ સ્ટારલિંકનું ઇન્ફ્રાસ્ટ્રકચર ઉપયોગમાં લઇ શકશે. બીજી બાજુએ સ્ટારલિંક માટે ભારતમાં વિસ્તરણ સરળ થઈ જશે.…

Read More

(જી.એન.એસ) તા. 12 પંચમહાલ, પંચમહાલ પોલીસને એક મોટી સફળતા મળી છે જેમાં, ઘોઘંબા પાસે આવેલા ધનેશ્વર ગામના જૈન દેરાસરમાં મહાવીર સ્વામી સહિતની મૂર્તિઓ ખંડિત કરનાર ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સોમવારે (10 માર્ચ) બનેલી ઘટના બાદ પોલીસે મંગળવારે (11 માર્ચ) કેટલાક શકમંદોની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરતાં તેમણે જણાવ્યું હતું કે મસ્તીઓમાં મૂર્તિઓ ખંડિત કરી હતી. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઘોઘંબા પાસે આવેલા ધનેશ્વર ગામમાં વિજય ઈન્દ્ર જગત વિદ્યાલયના પટાંગણમાં ભગવાન મહાવીર સ્વામીનું જિનાલય આવેલું છે. રવિવારે કેટલાંક અજાણ્યા ઈસમો દ્વારા દેરાસરના મિજાગરા નકુચા તોડી અંદર બિરાજમાન ભગવાન મહાવીર સ્વામીની મૂર્તિને ખંડિત કરવામાં આવી હતી. પલાઠી…

Read More

(જી.એન.એસ) તા. 12 પાલિતાણા, વિશ્વભરમાં વસતા જૈનો માટે આસ્થાનું આગવું પ્રતિક તેવા સુપ્રસિદ્ધ યાત્રાધામ પાલીતાણાના શાશ્વત તીર્થ શેત્રુંજય ગિરિવર ઉપર છ ગાઉ પરીક્રમા ફાગણ સુદ તેરસના દિવસે (બુધવારે) વિધિવત જયજય શ્રી આદિનાથના જયઘોષ સાથે સવારે ચાર વાગ્યે પાલીતાણા તળેટીથી પ્રારંભ થયો હતો. આ છ ગાઉની યાત્રામાં દેશ – વિદેશમાંથી હજારો યાત્રિકો પાલીતાણા ગિરિવર છ ગાઉની યાત્રામાં જોડાયા,યાત્રિકોએ ઉત્સાહ અને ભક્તિભાવ સાથે યાત્રિકો યાત્રા કરી હતી. પાલીતાણામાં બિરાજમાન શાશ્વત ગીરીરાજ શેત્રુંજય ની છ ગાઉંની યાત્રાનો આજે વહેલી સવારે પાલીતાણા જય તળેટીથી જય જય આદીનાથના જયઘોષ સાથે પ્રારંભ થયો, આજના દિવસે શેત્રુંજય ગીરીરાજ પર કૃષ્ણના બે પુત્રો પદ્યુંમ્ન અને સામ્બુમ્ન કરોડો મુનીઓ…

Read More

ઉત્તરપ્રદેશનો સંભલ જિલ્લો છેલ્લા ત્રણ મહિનાથી ચર્ચામાં (જી.એન.એસ) તા. 12 લખનૌ, ઉત્તર પ્રદેશમાં પોલીસ વહીવટીતંત્ર દ્વારા ધાર્મિક તહેવારોમાં કોઈ પણ પ્રકારનો વિક્ષેપ ન પડે તે માટે સતર્ક છે. રાજ્યના 10 જિલ્લાઓમાં શુક્રવારની નમાજનો સમય બદલવામાં આવ્યો છે. રંગોથી બચાવવા માટે મસ્જિદોને તાડપત્રીથી ઢાંકવામાં આવી છે. શાહજહાંપુરમાં સૌથી વધુ 67 મસ્જિદોને તાડપત્રી અને ફોઇલથી ઢાંકવામાં આવી છે. લાત સાહેબની શોભાયાત્રા માટે પોલીસ સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરી રહી છે. અન્ય જિલ્લાઓમાંથી એક હજારથી વધુ પોલીસ કર્મચારીઓ આવ્યા છે. ઉત્તરપ્રદેશનો સંભલ જિલ્લો છેલ્લા ત્રણ મહિનાથી ચર્ચામાં છે. હોળી પહેલા સંભલમાં ફરી એકવાર વિવાદ શરૂ થયો છે. સંભલમાં પોસ્ટેડ સીઈઓ અનુજ ચૌધરીએ એક…

Read More

(જી.એન.એસ) તા. 11 અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જોડે બોલાચાલી બાદ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સોમવારે ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનને મળવા સાઉદી અરેબિયા પહોંચ્યા હતા. વ્હાઇટ હાઉસમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ઉગ્ર ચર્ચા બાદ તેમની સાઉદી મુલાકાતને મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આ મુલાકાત દરમિયાન રશિયા અને યુક્રેન યુદ્ધને લઈને શાંતિ સમજૂતી પર ચર્ચા થશે. ઝેલેન્સ્કી અને સાઉદી ક્રાઉન પ્રિન્સ વચ્ચેની બેઠક મંગળવારે યુક્રેનિયન અધિકારીઓ અને સાઉદી-અમેરિકન પ્રતિનિધિઓ વચ્ચે શાંતિ કરાર માટે વાટાઘાટોની પહેલ છે. ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનને મળ્યા બાદ ઝેલેન્સ્કીએ કહ્યું કે, ‘સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ સાથેની મુલાકાત સારી રહી. અમે વૈશ્વિક બાબતો પ્રત્યેના તેમના ગંભીર અભિગમ…

Read More

(જી.એન.એસ) તા. 11 ઈલોન મસ્કનું માઈક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ ‘X’ ફરી એકવાર વિશ્વભરમાં ડાઉન થયું હતું. મોડી રાતથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર યુઝર્સને પોસ્ટ કરવામાં અને સર્ચ કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમસ્યાનું મુખ્ય કારણ તાજેતરમાં થયેલા મોટા સાયબર હુમલાઓને માનવામાં આવી રહ્યું છે. ‘X’ ના માલિક એલોન મસ્કે આ અંગે પોતાનું નિવેદન આપ્યું છે અને પુષ્ટિ કરી છે કે ગઈકાલથી શરૂ થયેલા ત્રણ મોટા સાયબર હુમલાઓએ પ્લેટફોર્મની સેવાઓને વિશ્વભરમાં અસર કરી છે. ડાઉનડિટેક્ટરના નવીનતમ અહેવાલો અનુસાર, ઘણા યુઝર્સ હજુ પણ Xનો ઉપયોગ કરતી વખતે વિવિધ પ્રકારની સમસ્યાઓનો અનુભવ કરી રહ્યા છે. ખાસ કરીને, સવારે 4 થી 5 વાગ્યાના…

Read More

પાકિસ્તાનની થઈ આંતરરાષ્ટ્રીય સ્તરે ફજેતી (જી.એન.એસ) તા. 11 વોશિંગ્ટન, અમેરિકાના ફરીવાર રાષ્ટ્રપતિ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે ઈમિગ્રેશન નિયમો કડક કરી દેવામાં આવ્યા છે ત્યારે હવે તુર્કમેનિસ્તાનમાં પાકિસ્તાનના રાજદૂત કે.કે. અહેસાન વાગનને અમેરિકામાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા હતા. તેમજ એરપોર્ટ પરથી જ તેમને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા. વિદેશ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ આ વાતની જાણકારી આપી હતી. ઈમિગ્રેશન સામે વાંધો ઉઠાવ્યા બાદ પાકિસ્તાનના રાજદૂત કેકે અહેસાન વાગનને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા. પાકિસ્તાની રાજદૂત વાગન પાસે અમેરિકાના માન્ય વિઝા અને તમામ જરૂરી ટ્રાવેલ ડોક્યુમેન્ટ્સ હતા અને તેઓ અંગત મુલાકાત માટે લોસ એન્જલસ જઈ રહ્યા હતા પરંતુ યુએસ ઈમિગ્રેશન એડમિનિસ્ટ્રેશન દ્વારા તેમને રોકી દેવામાં…

Read More

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો અમદાવાદ મહાનગરપાલિકા માટે મહત્વપૂર્ણ નિર્ણય ખારીકટ કેનાલ રીડેવલપમેન્ટ કામગીરીમાં ફેઝ-૨ અંતર્ગત પાંચ સ્ટ્રેચમાં હયાત કેનાલ રીડેવલપ કરવાની વિવિધ કામગીરી હાથ ધરાશે (જી.એન.એસ) તા. 11 ગાંધીનગર/અમદાવાદ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મહાનગરપાલિકાને ખારીકટ કેનાલ રીડેવલપમેન્ટ ફેઝ-૨ની કામગીરી માટે અંદાજે ૧૦૦૩ કરોડ રૂપિયાના કામો મંજૂરી આપી છે. આ ફેઝ-૨ અંતર્ગત સ્ટ્રેચ-૧માં એસ.પી. રીંગ રોડથી નરોડા સ્મશાન ગૃહ, સ્ટ્રેચ-૨માં વિંઝોલ વહેળાથી ઘોડાસર (આવકાર હોલ), સ્ટ્રેચ-૩ અન્વયે ઘોડાસર (આવકાર હોલ)થી વટવા ગામ અને સ્ટ્રેચ-૪ તથા ૫માં વટવા ગામથી એસ.પી. રીંગ રોડ સુધીની હયાત કેનાલને રીડેવલપ કરવાની કામગીરી અમદાવાદ મહાનગરપાલિકા હાથ ધરશે. તદઅનુસાર, આર.સી.સી. સ્ટોર્મ વોટર બોક્સ સ્ટ્રક્ચર, રોડ, ફૂટપાથ ડેવલોપમેન્ટ,…

Read More

(જી.એન.એસ) તા. 11 કચ્છ, કચ્છ જિલ્લામાં મંગળવારે ભૂકંપના બે આંચકા અનુભવાયા હતા. આ મામલે ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઑફ સિસ્મોલોજિકલ રિસર્ચ (ISR) અનુસાર, પહેલો ભૂકંપ સવારે 11:12 વાગ્યે આવ્યો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.0 નોંધાઈ હતી. તેનું કેન્દ્ર ગાંધીનગરના રાપરથી 16 કિલોમીટર પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમમાં હતું. જેની એક મિનિટ પહેલા, 2.8ની તીવ્રતાનો બીજો ભૂકંપનો આંચકો અનુભવાયો, જેનું કેન્દ્ર ભચાઉના ઉત્તર-ઉત્તર-પૂર્વમાં હતું. ભૂકંપના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને તાત્કાલિક ધોરણે ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપ બાબતે અધિકારીઓના જણાવ્યા અનુસાર, કોઈ જાનહાનિ કે માનહાનિ નોંધાઈ નથી. તેમ છતાં તંત્રએ સંવેદનશીલ વિસ્તારમાં ટીમ તૈનાત કરી દીધી છે. જેથી કોઈપણ આપાતકાલીન સ્થિતિનો…

Read More

ભારતીય કુસ્તીબાજો માટે ખૂબ મોટા અને સારા સમાચાર (જી.એન.એસ) તા. 11 રમત મંત્રાલયે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા પર લગાવવામાં આવેલ પ્રતિબંધ હટાવી લીધો છે. આવી સ્થિતિમાં હવે WFI માટે ડોમેસ્ટિક ટૂર્નામેન્ટનું આયોજન કરવાનો રસ્તો સાફ થઈ ગયો છે. આ સાથે, WFI હવે રાષ્ટ્રીય ટીમ સિવાય આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ માટે ખેલાડીઓની પસંદગી કરી શકે છે. તે જ સમયે, રમત મંત્રાલયે રેસલિંગ ફેડરેશન પરનો પ્રતિબંધ હટાવી લીધો છે અને હવે તેનો દરજ્જો NSF રાખ્યો છે. આ સંદર્ભમાં, રમત મંત્રાલય દ્વારા ફરીથી એક આદેશ જારી કરવામાં આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે ભારતીય કુસ્તી મહાસંઘે યોગ્ય દિશામાં કામ કરવું જોઈએ જેથી તેના પર…

Read More