Author: devarshi

(જી.એન.એસ) તા. 13 ધાર, મધ્ય પ્રદેશના ધાર જિલ્લામાં એક ગમખ્વાર માર્ગ અકસ્માત થયો હતો જેમાં, 7 લોકોના મોત થયા હતા અને 3 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ અકસ્માત બુધવારે (12મી માર્ચ) મોડી રાત્રે બદનાવર-ઉજ્જૈન હાઈવે પર ગેસ ટેન્કર, ગાડી અને પિકઅપ વચ્ચે સર્જાયો હતો. આ અકસ્માત એટલો ભયંકર હતો કે, પિકઅપ ટેન્કર નીચે કચડાઈ ગયું હતું. મૃતકો રતલામ અને મંદસૌર જિલ્લાના રહેવાસી હતા. આ અકસ્માતના પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ગેસ ટેન્કર ખૂબ જ ઝડપથી રોંગ સાઈડમાં આવી રહ્યું હતું. તેની સામે આવી રહેલી કાર અને પિકઅપને ટક્કર મારી હતી. કાર અને પિકઅપમાં મુસાફરી કરી રહેલા લોકો અકસ્માતનો ભોગ બન્યા હતા. સ્થાનિક…

Read More

(જી.એન.એસ) તા. 12 જયપુર, રાજસ્થાન હાઈકોર્ટ દ્વારા 13 વર્ષની દુષ્કર્મ પીડિતાને ગર્ભપાતની મંજૂરી આપી છે. હાઈકોર્ટની જયપુર બેન્ચે આ બાબતે નિર્ણય સંભળાવતા કહ્યું હતું કે, જો પીડિતાને બાળકને જન્મ આપવા માટે દબાણ કરવામાં આવે છે, તો તેણીને જીવનભર માનસિક અને શારીરિક પીડા સહન કરવી પડશે આને અવગણી શકાય નહીં ન્યાયાધીશ સુદેશ બંસલની કોર્ટે સાંગાનેર (જયપુર) સ્થિત મહિલા હોસ્પિટલના અધિક્ષકને મેડિકલ બોર્ડની રચના કરવા અને ગર્ભપાત પ્રક્રિયા પૂર્ણ કરવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે જો ગર્ભ જીવંત મળી આવે છે, તો તેને જીવંત રાખવા માટે તમામ વ્યવસ્થા કરવામાં આવશે અને તેનો ઉછેર રાજ્ય સરકારના ખર્ચે થશે. તે…

Read More

(જી.એન.એસ) તા. 12 બૉલીવુડ ની ખ્યાતનામ અભિનેત્રી કાજોલ ની હોરર થ્રીલર ફિલ્મ ‘માં’ આગામી તા. ૨૭મી જૂને થશે રીલિઝ. આ ફિલ્મ અભિનેત્રી કાજોલ ના પતિ અને અભિનેતા અજય દેવગણે જ બનાવી છે. અગાઉ ‘શૈતાન’ ફિલ્મ સફળ થયા બાદ અજય વધુ એકવાર હોરર થ્રીલર ફિલ્મ પ્રોડયૂસ કરી રહ્યો છે. આ ફિલ્મનું દિગ્દર્શન વિશાલ ફુરિયાએ કર્યું છે. ફિલ્મ હિંદી ઉપરાંત તમિલ, તેલુગુ અને બંગાળીમાં પણ રીલિઝ થવાની છે. આ ફિલ્મનું પોસ્ટર તાજેતરમાં રીલિઝ કરાયું હતું. તેના પરથી જણાય છે કે કાજોલ પોતાની દીકરી માટે કોઈ શેતાનનો સામનો કરતી હોય તેવી તેની વાર્તા હોઈ શકે છે.

Read More

હોળી પહેલા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોટી જાહેરાત (જી.એન.એસ) તા. 12 મુંબઈ, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા હોળી પહેલા એક મોટી જાહેરાત કરવામાં આવી હતી જેમાં, કહેવામાં આવ્યું હતું કે, ટૂંક સમયમાં જ 100 અને 200 રૂપિયાની નવી નોટ બહાર પાડવા આવશે; જોકે, આ નવી નોટોની ડિઝાઇનમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. આ નવી નોટો પર નવા નિયુક્ત ગવર્નર સંજય મલ્હોત્રાના હસ્તાક્ષર હશે. સેન્ટ્રલ બેન્ક અનુસાર, આ એક સામાન્ય પ્રક્રિયા છે. જે અંતર્ગત દરેક નવા ગવર્નરની નિમણૂક બાદ તેમના હસ્તાક્ષરવાળી નોટો જારી કરવામાં આવે છે. સેન્ટ્રલ રિઝર્વ બેન્કે કહ્યું છે કે અગાઉ જારી કરાયેલી તમામ રૂ. 100 અને રૂ. 200…

Read More

(જી.એન.એસ) તા. 12 વાયુસેનાના વડા (CAS) એર ચીફ માર્શલ એપી સિંહે વિકસતા ભૂ-વ્યૂહાત્મક પરિદૃશ્યમાં ઉભરતા સુરક્ષા પડકારોનો સામનો કરવા માટે ઝડપી ક્ષમતા વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેઓ વેલિંગ્ટન સ્થિત ડિફેન્સ સર્વિસીસ સ્ટાફ કોલેજ (DSSC) ખાતે કાયમી ફેકલ્ટી સાથે 80માં સ્ટાફ કોર્સમાં ઉપસ્થિત ભારતીય સશસ્ત્ર દળોના વિદ્યાર્થી અધિકારીઓને સંબોધિત કરી રહ્યા હતા. CAS એ 11-12 માર્ચ 2025ના રોજ DSSCની મુલાકાત લીધી હતી. એર ચીફ માર્શલ એપી સિંહે કોર્સ અધિકારીઓને પરીવર્તનને સ્વીકારવા, બદલાતા જોખમોનું વિવેચનાત્મક મૂલ્યાંકન કરવા અને ભવિષ્યના સંઘર્ષો માટે અનુકૂલનશીલ વ્યૂહરચના ડિઝાઇન કરવાનો આગ્રહ કર્યો હતો. સંયુક્ત કાર્યના મહત્વ પર ભાર મૂકતા, તેમણે લડાઇ અસરકારકતા વધારવા માટે ત્રણેય સેવાઓ વચ્ચે સંકલિત તાલીમ અને ઓપરેશનલ સિનર્જીની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમના સંબોધનમાં, CAS એ ભારતીય…

Read More

પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા, ભાજપ ના સુવેન્દુ અધિકારીની વિવાદાસ્પદ નિવેદન (જી.એન.એસ) તા. 12 કોલકાતા, બંગાળમાં ભાજપ નેતા, પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. સુવેન્દુ અધિકારીએ કહ્યું કે, ‘ભાજપની સરકાર બનતાં તમામ મુસ્લિમ ધારાસભ્યોને ઉપાડીને ગૃહમાંથી બહાર ફેંકી દઈશું.’ સુવેન્દુના આ નિવેદન બાદ ટીએમસીએ તેની આકરી ટીકા કરી છે. આ સિવાય ટીએમસીએ સુવેન્દુ અધિકારીની માનસિક સ્થિતિ પર પણ પ્રશ્ન ઊભા કર્યા હતાં. વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ વિધાનસભા અધ્યક્ષ પર પોતાની નારાજગી વ્યક્ત કરી છે. સુવેન્દુ અધિકારીને 17 ફેબ્રુઆરીએ વિધાનસભામાંથી નિષ્કાષિત કરી દેવામાં આવ્યા હતા. બાદમાં તેમને સંપૂર્ણ બજેટ સત્રમાંથી જ નિષ્કાષિત કરી દેવાયા હતા. વિધાનસભાની…

Read More

(જી.એન.એસ) તા. 12 મુંબઈ, મહરાષ્ટ્રની પ્રખ્યાત લીલાવતી હોસ્પિટલ ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યો છે. લીલાવતી હોસ્પિટલનું સંચાલન કરતા ચેરિટેબલ ટ્રસ્ટે આરોપ લગાવ્યો હતો કે તેના ભૂતપૂર્વ ટ્રસ્ટીઓ અને અન્ય સંબંધિત વ્યક્તિઓ દ્વારા 1,200 કરોડ રૂપિયાથી વધુના ભંડોળનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો. ટ્રસ્ટીઓએ એવું કહ્યું કે હોસ્પિટલ પરિસરની અંદર કાળો જાદુ કરવામાં આવ્યો છે જેમાં હાડકાં અને વાળ ભરેલા 8 અસ્થિકૂંભ મળી આવ્યાં હતા. હોસ્પિટલના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર અને મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે કહ્યું કે હાલના ટ્રસ્ટીઓએ કેટલાક ચોંકાવનારા ખુલાસાં કર્યાં છે. કેટલાક કર્મચારીઓએ એવું કહ્યું કે કાળા જાદુમાં વપરાતી ચીજો ટ્રસ્ટીઓની ઓફિસમાંથી મળી હતી તેથી સાક્ષીઓની હાજરીમાં વીડિયોગ્રાફી કરીને…

Read More

(જી.એન.એસ) તા. 12 વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની મોરેશિયસની મુલાકાતે હતા ત્યારે પોર્ટ લુઇસ એરપોર્ટ પર મોરેશિયસના પીએમ નવીનચંદ્ર રામગુલામે દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદી 12 માર્ચના રોજ મોરેશિયસના રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ બન્યા હતા, જેના અગાઉ મંગળવારે સાંજે પીએમ મોદીએ ભારતીય મૂળના લોકોને સંબોધિત કર્યા હતા. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, ‘મિત્રો, હું જ્યારે પણ મોરેશિયસ આવું છું ત્યારે એવું લાગે છે કે જાણે હું મારા જ લોકોની વચ્ચે આવ્યો છું. અહીંની હવા, માટી અને પાણીમાં એકતાનો અહેસાસ થાય છે. ભારતની સુવાસ ગીતો અને સાક્ષીઓમાં, ઢોલકના ધબકારમાં, દલપુરી, કુચ્ચા અને ગાટોપીમામાં હાજર…

Read More

અમેરિકાના શિક્ષણ વિભાગ પર મોટું જોખમ? (જી.એન.એસ) તા. 12 વોશિંગ્ટન, ફરીવાર અમેરિકાના પ્રમુખ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઘણા બધા મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા જેમાં હવે, યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશનએ મંગળવારે 1300થી વધુ કર્મચારીઓની છટણીની જાહેરાત કરી હતી ત્યારે હવે પ્રશ્ન એ થાય છે કે વિભાગ તેની સામાન્ય કામગીરી કેવી રીતે ચાલુ રાખશે. આ પહેલા પણ ટ્રમ્પ વહીવટીતંત્રે વિભાગના કર્મચારીઓની છટણી કરી હતી. ઘણા કર્મચારીઓ પાસેથી બળજબરીપૂર્વક રાજીનામા લેવામાં આવ્યા હતા. શિક્ષણ વિભાગે મંગળવારે કર્મચારીઓને જાણ કરી હતી કે તેનું વોશિંગ્ટન મુખ્યાલય અને પ્રાદેશિક કચેરીઓ બુધવારે બંધ રહેશે અને પછી ગુરુવારે ફરી ખોલવામાં આવશે. ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી પ્રચાર દરમિયાન શિક્ષણ…

Read More

ઉકાઈ થર્મલ પ્લાન્ટમાં 4 યુનિટ ટ્રીપ થતાં વીજળી ગુલ થયાની સમસ્યા સર્જાઈ (જી.એન.એસ) તા. 12 નવસારી/તાપી, ઉનાળાની આકરી ગરમી વચ્ચે અચાનક લાઈટ ગૂલ થઈ જતાં લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા. સુરત, વાપી, વલસાડ, અંકલેશ્વર, રાજપીપળા સહિતના વિસ્તારોમાં આવેલા કારખાના અને ફેક્ટરીઓમાં કામ અટકી પડ્યા હતા. DGVCL દ્વારા આ બાબતે કહેવામાં આવ્યું હતું કે, ગ્રીડ ફેલ થઈ જતાં વીજળીનો પ્રવાહ બંધ થઈ ગયો હતો. બીજી તરફ લાઈટ જતી રહેવાથી સરકારી કચેરીઓમાં લોકો અંધારામાં કામ કરવા મજબૂર બન્યા છે. સુરત, નવસારી સહિત દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વીજળી ડૂલ થઈ હોવાનું સામે આવ્યું છે. જેમાં ઉકાઈ TPSના ચાર યુનિટ ટ્રીપ થતાં 500…

Read More