Author: devarshi

(જી.એન.એસ) તા.૩ ખંભાળિયા, ખંભાળિયામાં એસ.ટી. વિભાગમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા શખ્સ દ્વારા મહિલા કંડકટરને પરેશાન કરી અવારનવાર દુષ્કર્મ ગુજારવામાં આવતા આ અંગે ખંભાળિયા પોલીસે ગુનો નોંધી, આરોપી ડ્રાઈવરની અટકાયત કરી લીધી હતી. વિગત મુજબ મધ્ય ગુજરાત તરફના જિલ્લામાં રહેતી અને પરિણીત એવી એક યુવતી એસટી વિભાગમાં કંડકટર તરીકે ફરજ બજાવતી હોય, તેણી ખંભાળિયામાં એક મકાન ભાડે રાખીને રહેતી હતી. તેની સાથે બસમાં કામ કરતા ડ્રાઇવર પુંજાભાઈ રામાભાઈ ઉલવા ને કંડકટર મહિલા સાથે વાતચીતનો વ્યવહાર હતો. આ બંનેની ફરજના સમયગાળા દરમ્યાન એસ.ટી. બસ ચાલક પુંજાભાઈ દ્વારા કોઈના કોઈ બહાને મહિલા કંડકટર સાથે આત્મીયતા વધારવાનો પ્રયાસ કરવામાં આવતો હતો. આટલું જ નહીં, તેના દ્વારા મહિલાને…

Read More

(જી.એન.એસ) તા.૩ ભાવનગર, ભાવનગરની સમરસ હોટલમાં અગાઉ પણ જમવામાં જીવાત નીકળતા હોબાળો મચી ગયો હતો. ભાવનગરની સમરસ હોસ્ટેલમાં જમવામાં જીવાત નીકળતા મોડી રાત્રે હોબાળો થયો હતો. ABVPની આગેવાનીમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ધરણા પર બેઠા હતા. છેલ્લા 3 મહિનામાં ભોજનમાં જીવાત નીકળવાની આ ત્રીજી ફરિયાદ કરાઈ છે. ભાવનગરની સમરસ હોટલમાં અગાઉ પણ જમવામાં જીવાત નીકળતા હોબાળો મચી ગયો હતો. અગાઉ પણ NSUI દ્વારા ચાર વખત કરવામાં વિરોધ આવ્યો હતો. સમાજ કલ્યાણ અધિકારીને બદલવા વિદ્યાર્થીઓએ ઉગ્ર માગ કરી હતી. અધિકારી દબંગગીરી કરી હોસ્ટેલમાં એકહથ્થુ શાસન ચલાવતા હોવાના આક્ષેપો થઈ રહ્યાં છે. હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ સાથે હવે ABVP મેદાનમાં આવતા પોલીસ દોડી આવી હતી. સમગ્ર…

Read More

(જી.એન.એસ) તા.૩ જામનગર, જામનગર શહેરમાં ગાઢ ધુમ્મસ છવાતા સફેદ ચાદર પથરાઈ ગઈ છે. ઉત્તરાયણ પહેલા ઠંડીમાં થોડોક ઘટાડો થયો છે. રાજકોટ, જામનગરમાં સવારથી ધુમ્મસભર્યા વાદળો જોવા મળ્યાં છે. જસદણ પંથકમાં વહેલી સવારથી જ ધુમ્મસની ચાદર પથરાઈ ગઈ છે. તો કેટલાક જીલ્લાઓમાં ઠંડીના પ્રમાણમાં વધારો થયો છે. રાજકોટના જસદણ પંથકમાં વહેલી સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણથી વાહનચાલકોને વાહન ચલાવવામાં તકલીફ પડી રહી છે. આટકોટ, જંગવડ, પાંચવડા, જીવાપર વિસ્તારમાં ધુમ્મસ છવાયું છે. ગાઢ ધુમ્મસ સર્જાતા લોકોએ તીવ્ર ઠંડીનો અનુભવ કર્યો છે. વાહન ચાલકોને લાઈટો ચાલુ રાખી વાહન ચલાવવું પડ્યું છે. જામનગરમાં શિયાળાની ગુલાબી સવારનો નજારો જોવા મળ્યો છે. ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવન ફૂંકાતા…

Read More

(જી.એન.એસ) તા.૩ અમદાવાદ, સીસીટીવી અને મોબાઈલ લોકેશનને આધારે પોલીસે આરોપીને ઝડપી લીધો સરખેજ પોલીસ સ્ટેશનમાં 11 વર્ષની સગીરાને અડપલા કરીને તેની સાથે દુષ્કર્મ કરનારા તેના સગા માસાની પોલીસે ધરપકડ કરી છે. આ બનાવની વિગત મુજબ પિડીતા તેને માસા-માસીના સરખેજ સ્થિત ઘરે રોકાઈ હતા. દરમિયાન મોડી રાત્રે નરાધમ માસાએ તેની સાથે અડપલા કરીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જેમાં સરખેજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. આ અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસે અલગ અલગ ટીમો બનાવીને ફરાર આરોપીની શોધ હાથ ધરી હતી. તે સિવાય પોલીસે આજુબાજુના વિસ્તાર તતા મહેસાણા અને ગાંદીનગરના અંદાજે 400 જેટલા સીસીટીવી કેમેરા કર્યા હતા. ઉપરાંત આરોપીના…

Read More

(જી.એન.એસ) તા.૩ વડોદરા, વડોદરાની વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની હેડ ઓફિસ નજીકમાં જ બે ચંદનના ઝાડની ચોરીની ઘટનાઓ સામે આવી હતી. આજે 20 દિવસ જેટલો સમય વિત્યો હોવા છતાં પોલીસને હાથ ચંદન ચોરી કરનારા હાથ લાગ્યા નથી. આ બનાવ બાદ પણ કોઇ સિક્યુરિટી જોવા મળી ન તો કોઇ CCTV કેમેરા જોવા મળ્યા હતા. ત્યારે હજુ વડોદરાની વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની હેડ ઓફિસ નજીકમાં જ બે ચંદનના ઝાડની ચોરીની ઘટનાઓ સામે આવી હતી. આજે 20 દિવસ જેટલો સમય વિત્યો હોવા છતાં પોલીસને હાથ ચંદન ચોરી કરનારા હાથ લાગ્યા નથી. આ બનાવ બાદ પણ કોઇ સિક્યુરિટી જોવા મળી ન તો કોઇ…

Read More

અમરેલી, અમરેલીના ચર્ચિત લેટરકાંડમાં મહત્વનો વળાંક આવ્યો છે. 4 આરોપીઓના નીચલી કોર્ટે જામીનની અરજીને ફગાવી છે. અમરેલીના બનાવટી લેટર કાંડના મહત્વના સમાચાર સામે આવ્યા છે.મહિલા સહિત 4 આરોપીઓના જામીનની અરજી નીચલી કોર્ટે ફગાવી દીધી છે. આ તમામ આરોપીઓ પર સાયબર ક્રાઇમ સંબંધિત વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો છે. આ નિર્ણય બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચા જામી છે. કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ આ ઘટનાને ગંભીર ગણાવીને રાજ્ય સરકાર પર પ્રહાર કર્યા છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, “લાજ લેનારા સામે લડીશુ. કૌરવ કુળના અહંકારી લોકોએ, અમરેલીની ભરબજારમાં, એક કુંવારી કન્યાનો ‘જાહેરમા વરઘોડો’ કઢાવીને સમગ્ર ગુજરાતની ગરિમાને ઠેસ પહોંચાડી…

Read More

(જી.એન.એસ) તા.૩ બનાસકાંઠા, રાજ્યમાં નવા વર્ષના પ્રથમ દિવસે બનાસકાંઠા જિલ્લાનુ વિભાજન લોકો માટે સરપ્રાઈઝ રહ્યું, બીજા દિવસે લોકોએ વિભાજન અંગે સવાલો અને વિરોધ નોંધાવ્યો. ગુજરાત સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરવામાં આવ્યું છે, જેમાં નવા વાવ-થરાદ જિલ્લાને સ્થાવર કરવામાં આવ્યું છે. આ વિભાજનના પરિણામે થરાદ જિલ્લાનું મુખ્ય મથક બનશે અને તેમાં 8 તાલુકાઓનો સમાવેશ થશે. પરંતુ આ વિભાજનના પગલે કાંકરેજ અને ધાનેરાના લોકોએ સરકાર સામે આક્રોશ વ્યકત કર્યો છે અને પોતાને અનુકૂળ વિસ્તારોમાં જ રહેવા માટે વિરોધ પ્રગટાવ્યો છે. નવા જિલ્લાનું મુખ્ય મથક દિયોદર બનાવવામાં ન આવતા તેનો પણ વિરોધ નોંધાવવામાં આવ્યો છે. જેમાં મુખ્ય મથક દિયોદરને બનાવીને તેનું નામ…

Read More

(જી.એન.એસ) તા.૩ અમદાવાદ, પોલીસે દુકાનદારની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે ગુજરાતમાં દિવસે દિવસે ગુનાખોરી વધી રહી છે. પોલીસના સબ સલામતના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતી કથળી હોય તેવું જણાઈ રહ્યું છે. રાજ્યના વિકસિત શહેર અમદાવાદમાં પણ જાણે કાયદો અને વ્યવસ્થા નેવે મૂકી હોય તેવી ઘટનાઓ વારંવાર સામે આવી રહી છે. શહેરના બોપલ વિસ્તારમાં ગુરૂવારે જ્વેલર્સની દુકાને ધોળા દિવસે બંદૂકની અણીએ લૂંટ થઈ હોવાના સમાચાર સામે આવ્યા છે. સમગ્ર ઘટનાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે. પોલીસે દુકાનદારની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.અમદાવાદમાં સાઉથ બોપલ ધોળા દિવસે લૂંટ કરવામાં આવી છે. બે-ત્રણ લોકો હેલ્મેટ પહેરીને…

Read More

(જી.એન.એસ) તા.૩ સુરત, સરઘસ કાઢનારા પોલીસ અધિકારીઓ વિરૂધ્ધ પગલા ભરવા અરજી કરવામાં આવી ગુજરાત રાજ્યમાં જાહેરમાં સરઘસ કાઢવા મામલો ચર્ચાસ્પદ બન્યો છે. જેમાં બંધારણના અધિકારનો ભંગ થઈ રહ્યો હોવાની ચર્ચા છે. જેમાં સરઘસ કાઢનારા પોલીસ અધિકારીઓ વિરૂધ્ધ પગલા ભરવા અરજી કરવામાં આવી છે. સુરતના એક વકીલ દ્વારા આ અંગે અરજી કરવામાં આવી છે. જેમાં ગૃહ મંત્રી, માનવ અધિકાર પંચ , અને પોલીસ વડાને અરજી કરવામાં આવી છે. આ અરજી મારફતે વરઘોડા બંધ કરવાની રજૂઆત કરવામાં આવી છે. આ અરજી પર કોઈ પગલા નહી લેવાય તો PIL દાખલ કરવાની તૈયારી રાખવામાં આવી છે. જાહેરમાં નીકળચતા વરઘોડા મામલે સરકારે પગલા લેવા જોઈએ.…

Read More

(જી.એન.એસ) તા.૩ જૂનાગઢ, તપાસમાં આ દારૂ લખન ચાવડા અને જયેશ ચાવડાનો દારૂ હોવાનું સામે આવ્યું જૂનાગઢના મખિયાલા ગામની સીમમાં એ વન ઈન્ડસ્ટ્રિઝ ઝોનના એક ગોડાઉનમાં દારૂનો જથ્થો રાખ્યો હોવાની માહિતીને આધારે સ્ટેટ મોનિટરીંગ સેલ ના અધિકારીઓે દરોડો પાડ્યો હતો. જેમાં પોલીસે જૂનાગઢના નામચીન બુટલેગર સહિત ચાર શખ્સો સામે ગુનો નોંધ્યો હતો. પોલીસે અહીંથી રૂ. 10,11,014 ની કિંમતની 1799 દારૂની બોટલો કબજે કરી હતી. તપાસમાં આ દારૂ લખન ચાવડા અને જયેશ ચાવડાનો દારૂ હોવાનું સામે આવ્યું છે. આરોપીઓએ દારૂનો જથ્થો છુપાવવા માટે ગોડાઉન ભાડે રાખ્યું હતું. અશ્વિન રાવલીયા નામના શખ્સે ગોડાઉન ભાડે રાખ્યું હોવાનું બહાર આવ્યું છે. તે સિવાય પ્રદુષણ વિભાગમાં…

Read More