Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- દૈનિક રાશિફળ (૨૩/૦૪/૨૦૨૬)
- આજ નું પંચાંગ (૨૩/૦૪/૨૦૨૬)
- કેન્દ્રશાસિત પ્રદેશ દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં પેટ્રોલિયમ ઉત્પાદનનો પૂરતો જથ્થો, ડ્રાઈ આઉટનો કોઈ બનાવ નથી: શ્રી સંજીબ કુમાર બેહરા
- રાજ્યમાં પ્રચંડ ગરમી – હીટવેવ સામે સાવચેતી રાખવા નાગરિકો માટે આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ
- શેરી નાટકોના માધ્યમથી અમદાવાદ ગ્રામ્યના ગામોમાં ગુંજ્યો લોકશાહીનો સંદેશ: શાળાઓ દ્વારા મતદાન જાગૃતિનો અનેરો પ્રયાસ
- વિધાનસભા ચૂંટણી પહેલા તમિલનાડુ અને બંગાળમાં ચૂંટણી પંચે જપ્ત કરેલા રૂપિયા 1,000 કરોડને વટાવી ગયા
- ‘હું ટ્રોફી જીતવા માટે રમું છું’: આ વર્ષે પંજાબ કિંગ્સ માટે IPLનો મહિમા દર્શાવવા અંગે શ્રેયસ ઐય્યર
- રાજા શિવાજી ફિલ્મમાં મહારાષ્ટ્રના વારસાને ‘છેડછાડ અને અપમાન’ કરવા બદલ ટીકાનો જવાબ આપ્યો રિતેશ દેશમુખ
- દિલ્હી હાઈકોર્ટે ઉન્નાવ દુષ્કર્મ પીડિતાની ઉંમર અંગે વધારાના પુરાવા રજૂ કરવાની અરજી ફગાવી દીધી
- પહેલગામ હુમલાના એક વર્ષ પછી પીએમ મોદીએ પીડિતોને યાદ કર્યા કહ્યું; ‘ભારત ક્યારેય આતંકવાદ સામે ઝૂકશે નહીં’
- દાહોદમાં ભાજપાની ભવ્ય બાઈક રેલી
- આજનું રાશિફળ (૨૨/૦૪/૨૦૨૬)
Author: devarshi
RTN કેનેડાના સત્તાવાર X હેન્ડલ પરથી એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો (જી.એન.એસ),તા.03 ટોરેન્ટો (કેનેડા) કેનેડામાં સામાન્ય ભારતીયો પણ લોકોના ગુસ્સાનો ભોગ બની રહ્યા છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં જોઈ શકાય છે કે વીડિયોમાં એક વ્યક્તિ જાતિવાદી ટિપ્પણી કરી રહ્યો છે. તેમને ‘રિફ્યૂજી’ અથવા શરણાર્થી પણ કહે છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે વીડિયોમાં દેખાતા લોકો ભારતીય વિદ્યાર્થીઓ છે. RTN કેનેડાના સત્તાવાર X હેન્ડલ પરથી એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. એવું પણ લખવામાં આવ્યું છે કે, ‘એક વ્યક્તિએ વીડિયો બનાવીને કેનેડા આવતા ભારતીયોનું અપમાન કર્યું, અને તે અપમાન કરનાર વ્યક્તિ વિદેશી છે . અંદાજે…
(જી.એન.એસ) તા.૩ રાજકોટ, વર્ષ ૨૦૧૦માં ૧૩ લાખ રમતવીરોની સહભાગીતાથી આરંભાયેલા આ મહાકુંભમાં આજે રેકોર્ડ બ્રેક ૭૧.૩૦ લાખથી વધુ રમતવીરો હોંશભેર ભાગ લેશે• ખેલ મહાકુંભ ૩.૦ના ઉદ્દઘાટન સમારંભમાં ખેલ મહાકુંભ ૨.૦ની રાજ્યકક્ષાની શ્રેષ્ઠ ૩ શાળા, શ્રેષ્ઠ ૩ જિલ્લા અને શ્રેષ્ઠ ૩ મહાનગરપાલિકાને સન્માનિત કરવામાં આવશે• દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પે.ખેલમહાકુંભનું આયોજન કરવામાં આવ્યું ખેલ મહાકુંભ ૩.૦નો ઉદ્દઘાટન સમારંભ આવતી કાલે તા.૦૪/૦૧/૨૦૨૫ના રોજ સાંજે ૫.૩૦ કલાકે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્ર યુનિવર્સીટી, એથ્લેટીક્સ ગ્રાઉન્ડ, રાજકોટ ખાતે યોજવામાં આવશે. રમત ગમત મંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ કે, રાજ્યમાં ખેલકૂદનું વાતાવરણ ઊભું થાય, પ્રતિભાશાળી ખેલાડીઓની ખોજ થાય તેમજ ખેલકૂદના માધ્યમથી સ્વાસ્થય અંગેની જાગૃતિ આવે…
(જી.એન.એસ) તા.૩ ભાવનગર, ભાવનગરના ઉદ્યોગકારોને પોતાના બિઝનેસના વિસ્તાર માટે તથા ભાવનગરના નવા સ્ટાર્ટઅપને પ્રોત્સાહન મળે તેવા ઉદ્દેશ્યથી ભાવનગર શહેરના જવાહર મેદાન ખાતે સૌરષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા સૌરાષ્ટ્ર ચેમ્બર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે તા. ૩ થી ૬ જાન્યુઆરી સુધી યોજાનારા વાઈબ્રન્ટ ભાવનગર વિઝન-૨૦૩૦ ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઅલ એક્સ્પોને કેન્દ્રિય અન્ન નાગરિક પુરવઠા રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાનાં હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો છે.આગામી તારીખ ૬ જાન્યુઆરી સુધી યોજાનાર આ એક્સ્પોને ખુલ્લો મુકતાં કેન્દ્રિય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા જણાવ્યું કે, મહારાજા કૃષ્ણકુમારસિંહજીની આ પાવન ધરતી પર વાયબ્રન્ટ ભાવનગર વિઝન-૨૦૩૦ ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝઅલ એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું છે તે ભાવનગરના વિકાસમાં ખૂબ…
(જી.એન.એસ) તા.૩ ગાંધીનગર, ગાંધીનગર કલેકટરશ્રી મેહુલ કે. દવેની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત આયોજન બેઠક મળી હતી. જેમાં આ વર્ષે ગાંધીનગર સેક્ટર- 11 રામકથા મેદાન ખાતે યોજાનાર પ્રજાસત્તાક પર્વની ઉજવણીને સવિશેષ બનાવવા પર ભાર મુકતા કલેક્ટરશ્રીએ ઉપસ્થિત તમામ અધિકારીઓને જરૂરી સૂચન કર્યું હતું. બેઠક અંતર્ગત કલેકટરશ્રી એ ઉમેર્યું હતું કે, સુંદર આયોજન સાથે માત્ર અને માત્ર દેશભક્તિના રંગો વિખેરાઈ તેવું આયોજન કરવાનું છે. તેમાં દેશ કે રાષ્ટ્રીય ચિન્હોની મર્યાદા ભંગ ન થાય તેની તકેદારી રાખવા પણ ખાસ સૂચન કર્યું હતું. સાથે સાથે જે સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરવામાં આવે તેમાં પણ માત્ર અને માત્ર દેશભક્તિ છલકે તેવી કૃતિ પસંદગી…
(જી.એન.એસ) તા.૩ ગાંધીનગર, સમય – ટેક્નોલોજીની સાથે ગતિ કરવી એ ગુજરાતના નાગરીકોનો સ્વભાવ રહ્યો છે, સમગ્ર ભારતના તમામ રાજ્યોના નિગમોમાં ગુજરાત એસ.ટી નિગમે ઓનલાઈન પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ – OPRSનો સૌથી વધુ ઉપયોગ કરી વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરી છે, સમગ્ર ભારતમાં દૈનિક ૭૫ હજારથી વધુ ઓનલાઈન ટિકિટ બુકિંગ સાથે ગુજરાત એસ.ટી નિગમ પ્રથમ ક્રમે છે.ગુજરાતના નાગરિકોને સ્વચ્છ, સલામત અને સમયસર મુસાફરીની સુવિધા મળી રહે તેવા ઉદેશ્ય સાથે વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ-૨૦૧૦થી ઓનલાઈન પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમની શરૂઆત કરાવવામાં આવી હતી. ઓનલાઈન ટિકિટો સહિત નાગરીકોને મુસાફરી માટે અપાતી સુવિધાઓમાં ઉત્તરોતર વધારો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને વાહન વ્યવહાર…
(જી.એન.એસ) તા.૩ સુરત, હજીરા રોડના ભાટપોર જીઆઇડીસીમાં નાંણાવટી મહિન્દ્રા વર્કશોપની પાછળના રસ્તા ઉપર સિક્યુરીટી ગાર્ડ યુવાનને બાઇક સવાર મોંઢા ઉપર માસ્ક અને માથા ઉપર ટોપી પહેરેલા ત્રણ અજાણ્યાએ ઉપરાછાપરી ચપ્પુના પાંચથી સાત ઘા મારી રહેંસી નાંખતા ઇચ્છાપોર પોલીસ દોડતી થઇ ગઇ છે. ઓએનજીસી કોલોનીમાં ગાર્ડ ઉપરાંત લોન અપાવવાનું અને ફાયનાન્સનું કામ કરનારની હત્યા નાંણાકીય લેતીદેતીમાં થઇ હોવાની આશંકા સેવાય રહી છે. હજીરા રોડના ભાટપોર ગામની નંદાલય રેસીડન્સીમાં રહેતો અને સન સિક્યુરીટી એજન્સીમાં સિક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતો રોહિતગીરી મકસુદનગીરી ગત રાતે ઓએનજીસી કોલોનીમાં ડ્યુટી ઉપર ગયો હતો. પરંતુ આજે સવારે રાબેતા મુજબ સાત વાગ્યા સુધી પરત નહીં આવતા તેની પત્ની…
(જી.એન.એસ) તા.૩ મોરબી, મોરબી જિલ્લામાં અપમૃત્યુના વધુ ત્રણ બનાવથી અરેરાટી પ્રસરી છે. શનાળા ગામે રહેતા ૭૫ વર્ષીય વૃદ્ધ રૃમમાં સુતા હતા. જ્યાં કોલસાની સગડી રાખી હોવાથી ધુમાડાના કારણે ગુંગણામણ વૃદ્ધનું મોત થયું હતું. જ્યારે ખારચીયા ગામે બાળક અને મોરબી નજીક યુવાનનું ઊંચાઇ પરથી પડી જવાનાં કારણે મોત નીપજ્યું હતું. શનાળા ગામે નવા પ્લોટ વિસ્તારમાં રહેતા કાન્તિલાલ રૃપચંદભાઈ કોઠારી નામના વૃદ્ધ ગત રાત્રીના પોતાના રૃમમાં સુતા હતા અને ઠંડી હોવાથી કોલસાની સગડી રાખી હતી. રૃમ બંધ હોવાથી ધુમાડાના ગુંગણામણથી વૃદ્ધ બેભાન થયા હતા. જેથી સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના ડોકટરે જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા.…
(જી.એન.એસ) તા.૩ ખંભાળિયા, ખંભાળિયામાં એસ.ટી. વિભાગમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા શખ્સ દ્વારા મહિલા કંડકટરને પરેશાન કરી અવારનવાર દુષ્કર્મ ગુજારવામાં આવતા આ અંગે ખંભાળિયા પોલીસે ગુનો નોંધી, આરોપી ડ્રાઈવરની અટકાયત કરી લીધી હતી. વિગત મુજબ મધ્ય ગુજરાત તરફના જિલ્લામાં રહેતી અને પરિણીત એવી એક યુવતી એસટી વિભાગમાં કંડકટર તરીકે ફરજ બજાવતી હોય, તેણી ખંભાળિયામાં એક મકાન ભાડે રાખીને રહેતી હતી. તેની સાથે બસમાં કામ કરતા ડ્રાઇવર પુંજાભાઈ રામાભાઈ ઉલવા ને કંડકટર મહિલા સાથે વાતચીતનો વ્યવહાર હતો. આ બંનેની ફરજના સમયગાળા દરમ્યાન એસ.ટી. બસ ચાલક પુંજાભાઈ દ્વારા કોઈના કોઈ બહાને મહિલા કંડકટર સાથે આત્મીયતા વધારવાનો પ્રયાસ કરવામાં આવતો હતો. આટલું જ નહીં, તેના દ્વારા મહિલાને…
(જી.એન.એસ) તા.૩ ભાવનગર, ભાવનગરની સમરસ હોટલમાં અગાઉ પણ જમવામાં જીવાત નીકળતા હોબાળો મચી ગયો હતો. ભાવનગરની સમરસ હોસ્ટેલમાં જમવામાં જીવાત નીકળતા મોડી રાત્રે હોબાળો થયો હતો. ABVPની આગેવાનીમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ધરણા પર બેઠા હતા. છેલ્લા 3 મહિનામાં ભોજનમાં જીવાત નીકળવાની આ ત્રીજી ફરિયાદ કરાઈ છે. ભાવનગરની સમરસ હોટલમાં અગાઉ પણ જમવામાં જીવાત નીકળતા હોબાળો મચી ગયો હતો. અગાઉ પણ NSUI દ્વારા ચાર વખત કરવામાં વિરોધ આવ્યો હતો. સમાજ કલ્યાણ અધિકારીને બદલવા વિદ્યાર્થીઓએ ઉગ્ર માગ કરી હતી. અધિકારી દબંગગીરી કરી હોસ્ટેલમાં એકહથ્થુ શાસન ચલાવતા હોવાના આક્ષેપો થઈ રહ્યાં છે. હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ સાથે હવે ABVP મેદાનમાં આવતા પોલીસ દોડી આવી હતી. સમગ્ર…
(જી.એન.એસ) તા.૩ જામનગર, જામનગર શહેરમાં ગાઢ ધુમ્મસ છવાતા સફેદ ચાદર પથરાઈ ગઈ છે. ઉત્તરાયણ પહેલા ઠંડીમાં થોડોક ઘટાડો થયો છે. રાજકોટ, જામનગરમાં સવારથી ધુમ્મસભર્યા વાદળો જોવા મળ્યાં છે. જસદણ પંથકમાં વહેલી સવારથી જ ધુમ્મસની ચાદર પથરાઈ ગઈ છે. તો કેટલાક જીલ્લાઓમાં ઠંડીના પ્રમાણમાં વધારો થયો છે. રાજકોટના જસદણ પંથકમાં વહેલી સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણથી વાહનચાલકોને વાહન ચલાવવામાં તકલીફ પડી રહી છે. આટકોટ, જંગવડ, પાંચવડા, જીવાપર વિસ્તારમાં ધુમ્મસ છવાયું છે. ગાઢ ધુમ્મસ સર્જાતા લોકોએ તીવ્ર ઠંડીનો અનુભવ કર્યો છે. વાહન ચાલકોને લાઈટો ચાલુ રાખી વાહન ચલાવવું પડ્યું છે. જામનગરમાં શિયાળાની ગુલાબી સવારનો નજારો જોવા મળ્યો છે. ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવન ફૂંકાતા…
