Author: devarshi

(જી.એન.એસ) તા.૩ ભાવનગર, સાયબર સેલ ટીમે દાહોદના સંજેલી ગામના 23 વર્ષના ધનંજય મુકેશ પુરોહિતની ધરપકડ કરવામાં આવી છે. ભાવનગરના એક વૃદ્ધ બિલ્ડરને ડિજિટલ એરેસ્ટ કરી રૂપિયા 15 લાખની નોટ પર રકમ પડાવી લેવાના કેસમાં ભાવનગર સાયબર સેલ ની ટીમે મૂળ દાહોદ જિલ્લાના એક શખ્સની ધરપકડ કરી છે. 65 વર્ષના મથુર જીવરાજ પટેલ, જેણે ભાવનગર શહેરમાં બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનનો વ્યવસાય શરૂ કર્યો છે, એણે સાયબર ઠગોથી ખોટી રીતે કેસની પતાવટ માટે રૂપિયા 15 લાખ ઓનલાઇન ટ્રાન્સફર કરાવ્યા હતા. આ સંપૂર્ણ બનાવ ચોંકાવનાર છે, જ્યારે તેણે દાહોદ જિલ્લાના સંજેલી ગામના ધનંજય મુકેશ પુરોહિત વિરુદ્વ ગેરકાયદેસર રીતે ફસાવવાની ફરિયાદ નોંધાવી છે. આ બનાવની શરૂઆત…

Read More

(જી.એન.એસ) તા.૩ અમદાવાદ, ડિજીટલ એરેસ્ટ કરીને ઠગાઈ કરનારા 3 શખ્સોની સાયબર ક્રાઈમે ધરપકડ કરી અજાણ્યા શખ્સોએ કાવતરૂ ઘડીને એક વ્યક્તિને પાર્સલમાં ડ્રગ્સ તથા ફેક પાસપોર્ટ હોવાનું તતા કરોડોનું મની લોન્ડરિંગ કર્યું હોવાનું કહીને તેને ડિજીટલ એરેસ્ટ કર્યો હતો. બાદમાં તેની સાથે રૂ.17,00,000 ની છેતરપિંડી કરી હતી. આ કેસમાં સાયબર ક્રાઈમ પોલીસે રશિયન નાગરિક ઓનાટોલી મીરોનોવ, ગોમતીપુરમાં રહેતા મહેફૂઝઆલમ ફર્ફે ઈમરાન મસુદઆલમ શાહ અને નદીમ અનીસખાન પઠાણની ધરપકડ કરી હતી. આરોપીઓએ કસ્ટમ ઈન્સ્પેક્ટર દિલ્હી હેડ ક્વાટર્સ દ્વારા તમારૂ પાર્સલ મલેશિયા ખાતે મોકલ્યું હતું તે પાર્સલમાં 16 બનાવટી પાસપોર્ટ તથા 58 એટીએમ કાર્ડ અને 140 GD MDM ડ્રગ્સ મળી આવ્યું હોવાનું કહ્યું…

Read More

(જી.એન.એસ) તા.૩ અમરેલી, પાટીદાર સમાજના આગેવાનોની સાથે મળીને દીકરીને આરોપ મુક્ત કરવા માટે બેઠક યોજીને મહત્ના નિર્ણયો કર્યા. અમરેલીમાં બનેલા બનાવટી લેટર કાંડ પર મચી રહેલા રાજકારણને લઈને પાટીદાર સમાજના આગેવાનો અને અમરેલીના રાજકીય નેતાઓ એકઠા થયા છે. પાટીદાર સમાજના આગેવાનો ખોડલધામના આગેવાનો સાથે મળીને યુવતીની જેલમુક્તિ અને પોલીસ ફરિયાદમાંથી તેનું નામ કાઢવા માટે સંકલ્પ વિમર્શ કરી રહ્યા છે. અમરેલીમાં બનાવટી લેટર કાંડમાં મુદ્દે પાટીદાર સમાજની દીકરીને આજે જ જેલમુક્ત કરાવવા માટે સંમિત કરાશે. ખોડલધામના આગેવાનો અને અમરેલીના રાજકીય આગેવાનો વચ્ચે યોજાયેલી બેઠકમાં સંમતિ મળી. કૌશિક વેકરીયા અને ખોડલધામના આગેવાન વચ્ચે બેઠક યોજાઈ હતી. પોલીસ ફરિયાદમાંથી પણ દીકરીનું નામ દુર…

Read More

(જી.એન.એસ) તા.૩ જામનગર, જામનગરમાં દુષ્કર્મના કેસમાં કોર્ટે 19 વર્ષની સજા ફટકારી છે, પરિવારને ધમકી આપીને અપહરણ કરીને રાજસ્થાન લઈ જઈને દુષ્કર્મ આચર્યુ હતું. જામનગરની એક યુવતી સાથે અપહરણ અને દુષ્કર્મ આચરવાના ગંભીર ગુનામાં ભુવા જીતુગીરીને સેશન્સ કોર્ટે 19 વર્ષની સખત સજા ફટકારી છે. આરોપીએ પરિવારના સભ્યોને ધમકી આપી યુવતીનું અપહરણ કરી રાજસ્થાન લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. આ ચુકાદાથી પીડિત પરિવારને ન્યાય મળ્યો છે અને સમગ્ર વિસ્તારમાં રાહતની લાગણી ફેલાઈ છે. ઘટનાની વિગતો મુજબ, આરોપી જીતુગીરીએ યુવતી પર વિશ્વાસ કરીને તેનું અપહરણ કર્યું હતું. તેણે યુવતીને ધમકી આપીને રાજસ્થાન લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી…

Read More

(જી.એન.એસ) તા.૩ રાજકોટ, રાજકોટમાં આધારકાર્ડ અપડેટ માટે મોટી સંખ્યામાં અરજદારો ઉમટી પડ્યા, તંત્ર દ્વારા કોઈ વ્યવસ્થા ના કરાતા અરજદારોમાં રોષનો માહોલ સર્જાયો. રાજકોટના ઇસ્ટ ઝોન કચેરીમાં આધાર કાર્ડ અપડેટ કરાવવા આવેલા નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં લોકો આધાર કાર્ડ અપડેટ કરાવવા આવતાં લાંબી લાઈનો લાગી છે. કચેરી દ્વારા અરજદારો માટે બેસવાની કોઈ વ્યવસ્થા ન કરવામાં આવતા લોકોને લાંબો સમય ઊભા રહેવું પડે છે. અરજદારો વૃક્ષના છાયામાં, ઓટલા પર અને જ્યાં જગ્યા મળે ત્યાં ઊભા રહીને પોતાનો વારો આવે તેની રાહ જોતા જોવા મળે છે. આ અંગે નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો…

Read More

(જી.એન.એસ),તા.02 મુંબઈ બોલિવુડની સુંદર અભિનેત્રી ઈલિયાના ડિક્રૂઝએ નવા વર્ષ 2025નું સ્વાગત સુંદર રીતે કર્યું છે. તેમણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો છે. જેમાં 2024માં જાન્યુઆરીથી લઈ ડિસેમ્બર સુધી ખાસ પળની ઝલક દેખાડી હતી. પરંતુ આ વીડિયોમાં એક ખાસ ભાગ ચર્ચાનો વિષય બન્યો છે. વીડિયોમાં ઓક્ટોબર મહિનાની ઝલકે સૌનું ધ્યાન ખેચ્યું છે.જેમાં ઈલિયાના તેની પ્રેગ્નન્સી કિટ બતાવતી જોવા મળી રહી છે. આ દરમિયાન અભિનેત્રી ખૂબ જ ભાવુક પણ દેખાઈ રહી છે. આવી સ્થિતિમાં, ચાહકોએ અનુમાન લગાવવાનું શરૂ કર્યું છે કે ઇલિયાના કદાચ બીજી વખત માતા બનવા જઈ રહી છે. આ વીડિયો શેર કરતા ઈલિયાનાએ લખ્યું પ્રેમ.. શાંતિ.. દયા આશા છે…

Read More

બોર્ડર સિક્યુરિટી ફોર્સ બાંગ્લાદેશી ઘૂસણખોરોને બંગાળમાં ઘૂસવામાં મદદ કરે છે :  મમતા બેનર્જી (જી.એન.એસ),તા.02 પશ્ચિમ બંગાળ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગુરુવારે આરોપ લગાવ્યો હતો કે બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) બાંગ્લાદેશી ઘૂસણખોરોને બંગાળમાં ઘૂસવામાં મદદ કરે છે. તેથી જ બંગાળમાં અશાંતિ ફેલાઈ રહી છે. આ કેન્દ્ર સરકારનો એજન્ડા છે. તેમણે કહ્યું કે જો BSF આવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાનું ચાલુ રાખશે તો તૃણમૂલ કોંગ્રેસ (TMC) તેમનો વિરોધ કરશે. અમે કેન્દ્ર સરકારને આ અંગે ઘણી વખત જણાવ્યું છે. કેન્દ્ર જે પણ નિર્ણય લેશે તે અમે સ્વીકારીશું. અમે કેન્દ્રને વિરોધ પત્ર પણ મોકલીશું. બેનર્જીએ કહ્યું- ગેરકાયદે ઘૂસણખોરી રોકવા માટે BSF બોર્ડર પર તહેનાત…

Read More

(જી.એન.એસ),તા.02 લાસ વેગાસ અમેરિકાના લાસ વેગાસમાં ટ્રમ્પ ઈન્ટરનેશનલ હોટલની બહાર બુધવારે સવારે સાયબરટ્રકમાં વિસ્ફોટ થતાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને અન્ય સાત ઘાયલ થયા હતા. પોલીસ અને એફબીઆઈ અધિકારીઓએ જણાવ્યું હતું કે ગાડીનો પ્રકાર અને આગનું સ્થાન ઘણા સવાલ ઊભા કરે છે. આ ઘટનાના થોડા સમય પહેલાં ન્યૂ ઓર્લિયન્સમાં એક ડ્રાઈવરે નવા વર્ષની ઉજવણી કરી રહેલા લોકો પર પિકઅપ ટ્રક ચડાવી દીધી હતી અને 15 લોકોના મોત થયા હતા, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હતા. FBI ઘટનાસ્થળેથી મળી આવેલા ઓછામાં ઓછા એક શંકાસ્પદ ઇમ્પ્રૂવાઇઝ્ડ વિસ્ફોટક ડિવાઈસની તપાસ કરી રહી છે જેને આતંકવાદી કૃત્ય કહેવામાં આવી રહ્યું છે. લાસ વેગાસ…

Read More

ધો.5માં ભણતી બાળકી બારીમાંથી ઊછળીને બહાર આવી ગઈ, બસ નીચે કચડાઈ (જી.એન.એસ),તા.02 તિરુવનંતપુરમ (કેરળ) કેરળના કન્નુરમાં બુધવારે સાંજે એક સ્કૂલબસ પલટી જતાં એક વિદ્યાર્થિનીનું મોત થયું હતું. જ્યારે 14 બાળકો ઘાયલ થયાં છે. આ બસ કુરુમાથુર ચિન્મય સ્કૂલની હતી. તે બાળકોને સ્કૂલેથી ઘરે લઈ જતી હતી. બ્રિજ પરથી ઊતરતી વખતે ડ્રાઈવરે બસ પરનો કાબૂ ગુમાવ્યો હતો. બસ ઝડપથી ઢાળ નીચે ઊતરવા લાગી. આ દરમિયાન તે એક થાંભલા સાથે અથડાઈ અને બે વાર પલટી ગઈ હતી. આ સમગ્ર ઘટના નજીકના ઘરમાં લાગેલા CCTVમાં કેદ થઈ ગઈ હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે બસ ઢાળ પરથી ઊતરે છે. તે પોતાનું બેલેન્સ ગુમાવે…

Read More

(જી.એન.એસ),તા.02 નવીદિલ્હી ISRO આ વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં એક અમેરિકન કોમ્યુનિકેશન સેટેલાઇટ લોન્ચ કરશે, જેની મદદથી કોઈપણ સ્માર્ટફોન દ્વારા સ્પેસમાંથી સીધા ફોન કરી શકાશે. ટૂંક સમયમાં જ સ્પેસથી સીધા મોબાઈલથી ફોન કરી શકાશે. ભારતની સ્પેસ એજન્સી ISRO આમાં મહત્વની ભૂમિકા ભજવશે. આ સંપૂર્ણપણે કોમર્શિયલ લોન્ચિંગ છે. ISROની કોમર્શિયલ વિંગ ન્યૂ સ્પેસ ઈન્ડિયા લિમિટેડ (NSIL) દ્વારા આ કાર્ય કરવામાં આવશે. હાલમાં, સ્પેસમાંથી ઈન્ટરનેટ અને વોઈસ કોલ માટે, વ્યક્તિ પાસે ખાસ હેન્ડસેટ અથવા ખાસ ટર્મિનલ હોવું જરૂરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટેક્સાસની કંપની AST સ્પેસમોબાઈલ માટે એક સેટેલાઇટ લોન્ચ કરવા જઈ રહી છે. આ પહેલીવાર છે જ્યારે કોઈ અમેરિકન કંપની ભારતમાંથી વિશાળ કોમ્યુનિકેશન સેટેલાઇટ…

Read More