Author: devarshi

(જી.એન.એસ) તા.૪ અમદાવાદ, લક્ષિત પટેલે વિસ્કોન્સિનની ડોજ કાઉન્ટીમાં રહેતા એક વૃદ્ધ પાસેથી 81 હજાર ડોલર ઠગવાનો પ્રયાસ કર્યો હતો અમેરિકામાં 18 વર્ષીય ગુજરાતી યુવકે પોતાની ફેડરલ ચ્રેડ કમિશનના એજન્ટ તરીકેની ઓળખ આપીને એક વૃધ્ધ સાથે ઠગાઈ કરી હતી. આ કેસમાં અમેરિકાની કોર્ટે એક ગુજરાતી યુવકને જેલની સજા સંભળાવી છે. લક્ષિત દેવેન્દ્ર પટેલ નામના આ 18 વર્ષના લબરમુછિયાને સપ્ટેમ્બર 2024માં ગુનો કરતા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો હતો અને ત્યારે તેના પર કોર્ટે પાંચ લાખ ડોલરનો બોન્ડ મૂક્યો હતો. લક્ષિત પટેલે વિસ્કોન્સિનની ડોજ કાઉન્ટીમાં રહેતા એક વૃદ્ધ પાસેથી 81 હજાર ડોલર ઠગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ રહેલાથી જ એલર્ટ થઈ ગયેલા વિક્ટિમે…

Read More

(જી.એન.એસ) તા.૪ દ્વારકા, સમગ્ર મામલે પોલીસને સાથે રાખીને તંત્ર દ્વારા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું દેવભૂમિ દ્વારકામાં ફરી મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં બેટ-દ્વારકામાં ગેરકાયદેસર બાંધકામ કરીને દબાણો કરેલી બે જગ્યાઓ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. સમગ્ર મામલે પોલીસને સાથે રાખીને તંત્ર દ્વારા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. બેટ-દ્વારકામાં અનેક વિસ્તારોમાં સરકારી જમીનો પર ભૂમાફિયાઓએ દબાણો કર્યા હોવાનું સામે આવ્યું છે, ત્યારે બેટ-દ્વારકામાં ગેરકાયદેસર દબાણો હટાવવા વહીવટી તંત્ર, ઓખા નગરપાલિકા, પોલીસ બંદોબસ્તની સાથે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, બેટ-દ્વારકામાં બે જગ્યાઓ પર દબાણ કરવામાં આવ્યું હતું. જેમાં સરકારી જમીનો પર દબાણને લઈને વહીવટી…

Read More

(જી.એન.એસ) તા.૪ કચ્છ, ગુજરાતમાં 2024માં ભૂકંપના કુલ 13 આંચકા નોંધાયા, એક જ વર્ષમાં એકસાથે 13 આંચકા આવેલા હોય તેવું છેલ્લા 12 વર્ષમાં બન્યું નથી નવા વર્ષની શરૂઆત થતાં જ કચ્છમાં ભૂકંપના આંચકાનો સિલસિલો અટકતો નથી. સાંજે 4:16 કલાકે રાપરથી 24 કિલોમીટર દૂર કેન્દ્રબિંદુ સાથે 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ પહેલાં, બે દિવસ પહેલાં પણ કચ્છમાં 3.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ગુજરાતમાં 2024માં ભૂકંપના કુલ 13 આંચકા નોંધાયા છે. જેમાં જાન્યુઆરીમાં 2, ફેબ્રુઆરી-ઑક્ટોબરમાં 1-1, નવેમ્બરમાં 8 જ્યારે ડિસેમ્બરમાં અત્યાર સુધી 1 આંચકાનો સમાવેશ થાય છે. જેની સરખામણીએ ગત વર્ષે 2023માં 5, 2022માં 1 જ્યારે 2021માં 7 આંચકા નોંધાયા હતા.…

Read More

(જી.એન.એસ) તા.૪ અમરેલી, શુક્રવારે પાટીદાર દીકરીની જામીન અરજીને લઈને સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી અમરેલીના ચર્ચાસ્પદ લેટરકાંડ મામલામાં કોર્ટે પાયલ ગોટીના જામીન મંજૂર કર્યા હતા. જેને પગલે કોર્ટ સંકુલમાં પાટીદાર સમાજમાં ખુશીનો માહોલ છવાયો હતો. અમરેલીના આ બહુચર્ચિત લેટરકાંડમાં પાયલ ગોટીની પોલીસે ધરપકડ કરી હતી. અમરેલીમાં તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરીયાના નામવાળો નકલી લેટરપેડ સોશિયલ મીડિયામાં વાઈરલ કરવાના મામલે કાનપરીયાએ પોલીસમાં ફરિયાદ કરી હતી. જે કેસમાં પોલીસે ભાજપના પૂર્વ હોદેદાર અને એક યુવતી સહિત 4 કાર્યકરોની ધરપકડ કરી હતી. પરંતુ વિવાદ ત્યારે વકર્યો જ્યારે પોલીસે કથિત લેટરકાંડમાં ધરપકડ કરાયેલી અને ટાઈપીસ્ટનું કામ કરતી પાટીદારની દીકરીનું સરઘસ કાઢ્યું હતું.…

Read More

(જી.એન.એસ) તા.૪ વડોદરા, વડોદરામાં ચકચાર કરતી ઘટના બની, મિત્રએ મિત્ર પર 100 રૂપિયા માટે જીવલેણ હુમલો કરીને મિત્રને હોસ્પિટલમાં પહોંચાડી દીધો. વડોદરાના અટલાદરા વિસ્તારમાં આવેલ બિલ ચાપડ રોડ પર રહેતા પંચાલ પરિવારમાં ગઈકાલે રાત્રે એક ચોંકાવનારી ઘટના બની હતી. પરિવારના પુત્ર પર તેના જ મિત્રએ તીક્ષ્ણ હથિયાર વડે માથા પર હુમલો કર્યો હતો. જેમાં તેને ગંભીર ઈજાઓ થઈ હતી. મળતી માહિતી મુજબ ઉછીના આપેલા માત્ર 100 રૂપિયા માટે આ ઘટના બની હતી. હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા પંચાલ પરિવારના પુત્રને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલમાં તેની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના બાદ સ્થાનિક…

Read More

(જી.એન.એસ) તા.૪ રાજકોટ, તેમ છતાં મંત્રીના આદેશોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 9 વર્ષથી ટેન્ડર વગર ખાનગી મેડિકલ ધમધમી રહેવાનો મામલો સામે આવ્યો છે. રાજ્યના આરોગ્ય મંત્રીએ પણ મેડિકલને બંધ કરવાની તાકીદ કરી હતી, તેમ છતાં મંત્રીના આદેશોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. તબીબો દ્વારા લખવામાં આવતી દવાઓ ખાનગી મેડિકલમાંથી ખરીદવા દર્દીઓ મજબૂર થયા છે. જ્યારે તપાસ કરવામાં આવી તો માલૂમ પડ્યું છે કે ખાનગી મેડિકલ સ્ટોર છેલ્લા 9 વર્ષથી ટેન્ડરિંગ વગર ધમધમી રહ્યો છે. ભાજપ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી વલ્લભ કથિરીયાના ભાઈનું મેડિકલ છે. સરકારી હોસ્પિટલમાં જ ખાનગી મેડિકલ બનાવવામાં આવતા સવાલો ઊભા થયા છે.…

Read More

(જી.એન.એસ) તા.૪ પંચમહાલ, વધુ પૈસા વસૂલવા તેમજ અ્ન્ય રીતે પણ હેરાન કરાતા લોકોમાં રોષ ફેલાયો હતો. પંચમહાલમાં રેશનકાર્ડની કામગીરીમાં અરજદારોને ખોટી હેરાનગતિ થઈ રહી હોવાની અનેક ફરિયાદો કરવામાં આવી રહી હતી. રેશનકાર્ડ માટે ખૂબ ઓછી કિંમતમાં થતી પ્રક્રિયાના મોટી કિંમત વસૂલાતા હોવાની પુરવઠા અધિકારીને ફરિયાદો કરાતા અધિકારીએ ઓચિંતી મુલાકાત લઈ પર્દાફાશ કર્યો છે. પંચમહાલમાં રેશનકાર્ડની કામગીરીમાં અરજદારોને ઓપરેટરો હેરાન કર્યા હોવાનું સામે આવતા જીલ્લા પુરવઠા અધિકારી જાતે જ વેશ પલટો કરી મામલતદાર કચેરીએ ગયા હતા. ગોધરા મામલતદાર કચેરીમાં ઓપરેટરો સરખી કામગીરી કરતા ન હોવાની, રેશનકાર્ડ માટે અરજદારો પાસેથી વધુ પૈસા વસૂલવા તેમજ અ્ન્ય રીતે પણ હેરાન કરાતા લોકોમાં રોષ ફેલાયો…

Read More

(જી.એન.એસ) તા.૪ ગાંધીનગર, ભારત કૃષિ પ્રધાન દેશ હોવાથી એક મોટો વર્ગ ખેતી આધારિત ઉદ્યોગો દ્વારા રોજગાર મેળવી રહ્યો છે, જે પૈકી મધમાખી ઉછેર ખૂબ જ અગત્યનો ઉદ્યોગ છે. મધમાખી ઉછેર સ્વાસ્થ્ય માટે ગુણકારી એવું મધ મેળવવાનું મુખ્ય માધ્યમ છે. અનેક ખેડૂતોના જીવનમાં મીઠાશ લાવનારા આ ઉદ્યોગનો ખર્ચ ઓછો છે, પણ તેમાં આવક ભરપૂર છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ‘મન કી બાત’માં મીઠી ક્રાંતિનો ઉલ્લેખ કરી ચૂક્યા છે, જે મધમાખી ઉછેરને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકારની મહત્વની પહેલ છે.ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન શ્રીએ મોટી સંખ્યામાં ખેડૂતોને મધમાખી ઉછેર સાથે જોડાવા માટે આહ્વાન કર્યું છે. ખેડૂતો મધમાખી ઉછેરના વ્યવસાય સાથે જોડાય અને…

Read More

(જી.એન.એસ) તા.૪ નવી દિલ્હી/ગાંધીનગર, કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૨૪ના વિવિધ રાજ્યોમાં લોજિસ્ટિક્સ ઇન્ફ્રાસ્ટ્રકચરની ઉપલબ્ધતા, સરકારી મંજૂરી મેળવવાની સુગમતા અને રાજ્યમાં લોજિસ્ટિક્સને પ્રોત્સાહન આપવાના રાજ્ય સ્તરીય પ્રયાસો જેવા વિષયો પર રેન્કીંગ જાહેર કરાયું છે. લોજિસ્ટિક્સ અને કાર્ગો મુવમેન્ટ માટેની સુગમતા માટેની કાર્યક્ષમતા માટે LEADS રેન્કિંગમાં ગુજરાતે સતત છઠ્ઠા વર્ષે સમગ્ર દેશમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. જેમાં ગુજરાતે સતત ત્રણ વર્ષથી “એચીવર્સ” કેટેગરીમાં પણ મોખરાનું સ્થાન મેળવ્યું છે. જે રેન્કિંગની ટોચની કાર્યક્ષમ કેટેગરી છે. નવી દિલ્હી ખાતે કેન્દ્રીય ઉદ્યોગ મંત્રી શ્રી પિયુષ ગોયલ તથા કેન્દ્રીય ઉદ્યોગ રાજ્ય મંત્રી શ્રી જતીન પ્રસાદ દ્વારા “લોજિસ્ટિક્સ ઈઝ અક્રોસ ડિફરન્ટ સ્ટેટ્સ (LEADS) 2024” રિપોર્ટ અને…

Read More

(જી.એન.એસ) તા.૪ ગાંધીનગર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વરદ્હસ્તે અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી સી.આર.પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતેથી ‘મહાકુંભ-૨૦૨૫ ‘માટે ‘નિ:શુલ્ક વોટર એમ્બ્યુલન્સ’ને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે આગામી સમયમાં યોજાનાર મહાકુંભ-૨૦૨૫માં આવતા શ્રદ્ધાળુઓ માટે સુધાંશુ મહેતા ફાઉન્ડેશન દ્વારા પ્રયોજિત વોટર એમ્બ્યુલન્સ આશીર્વાદરૂપ સાબિત થશે. આ પ્રસંગે ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી ગૌરાંગ વ્યાસ, પૂર્વ મેયરશ્રી, કલેક્ટર શ્રી મેહુલ દવે, સંગઠનના સભ્યો શ્રી રત્નાકરજી, શ્રી રૂચિર ભટ્ટ, શ્રી કેતન પટેલ, શ્રી યજ્ઞેશ દવે તેમજ સુધાંશુ મહેતા ફાઉન્ડેશનના હોદેદારો ઉપસ્થિત રહ્યા…

Read More