Author: devarshi

(જી.એન.એસ) તા. 20 વોશિંગ્ટન, અમેરિકાના રાષ્ટ્રપતિની સત્તા ફરીવાર સંભાળ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સને લઈને કડક વલણ અપનાવી રહ્યા છે. ભારત સહિત ઘણા દેશોમાંથી ગેરકાયદેસર વસાહતીઓને તેમના દેશોમાં મોકલવામાં આવ્યા છે. ટ્રમ્પે અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા બિનનિવાસી ભારતીયોના ત્રણ વિમાન ભારત મોકલ્યા છે. હાથકડીમાં બાંધેલા આ ભારતીયોની તસવીરો અને વીડિયોને લઈને ભારે હોબાળો થયો હતો. દરમિયાન, વ્હાઇટ હાઉસે હાથકડી પહેરેલા ગેરકાયદે ઇમિગ્રન્ટ્સનો નવો વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં, અધિકારી સ્થળાંતર કરનાર વ્યક્તિને હાથકડી પહેરાવતા જોઈ શકાય છે. એરપોર્ટ પર હાથકડી અને સાંકળો રાખવામાં આવી છે. વ્હાઇટ હાઉસના ઓફિશિયલ પેજ પર પોસ્ટ કરાયેલા 41 સેકન્ડના આ વીડિયોમાં જોઈ શકાય છે…

Read More

(જી.એન.એસ) તા. 19 ફિરોઝાબાદ, ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે મહાકુંભથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓની ગાડીનો ફિરોઝાબાદમાં ભયાનક અકસ્માત થયો હતો. આગ્રા-લખનૌ એક્સપ્રેસ હાઈવે પર સામે ઉભેલા વાહન સાથે ગાડી અથડાઈ હતી. આ અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે અન્ય ત્રણ લોકોની હાલત ગંભીર છે. અકસ્માત બાદ બધા ઘાયલોને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આ અકસ્માત અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, અકસ્માત બુધવારે સવારે લગભગ 4:30 વાગ્યે ફિરોઝાબાદના શિકોહાબાદમાં બન્યો હતો. મહાકુંભમાં સ્નાન કરીને શ્રદ્ધાળુઓની ગાડી પ્રયાગરાજથી દિલ્હી પરત ફરી રહી હતી. આ અકસ્માત બાદ સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચ્યા અને પોલીસને…

Read More

(જી.એન.એસ) તા. 19 ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO) ના વૈજ્ઞાનિકો ચંદ્રયાન-૪ મિશન પર સતત કામ કરી રહ્યા છે. આખા દેશની નજર તેની લોન્ચ તારીખ પર છે. પરંતુ, હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે ચંદ્રયાન-4 મિશન 2027 માં લોન્ચ કરવામાં આવશે. ઈસરો ના નવનિયુક્ત અધ્યક્ષ વી. નારાયણને જણાવ્યું હતું કે, ચંદ્રયાન-4 મિશન ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સંશોધન કરવા માટે મોકલવામાં આવશે. આ મિશન ચંદ્રયાન-૩ કરતા ઘણું આગળ હશે અને તેમાં ચંદ્રની સપાટી પરથી નમૂનાઓ એકત્રિત કરવાની ક્ષમતા હશે. આ મિશન હેઠળ, 9,200 કિલોગ્રામ વજનના ઉપગ્રહને બે માર્ક-III રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવશે. બે મોડ્યુલ ચંદ્રની ભ્રમણકક્ષામાં મળશે અને બે મોડ્યુલ…

Read More

મુખ્યમંત્રી હેમંત સોરેન ની સરકાર દ્વારા લેવામાં આવ્યો ઐતિહાસિક નિર્ણય (જી.એન.એસ) તા. 19 રાંચી, ઝારખંડમાં રાજ્ય સરકાર દ્વારા એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં, ગુટકા-પાન મસાલા પર સંપૂર્ણપણે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ મામલે આરોગ્ય વિભાગે એક જાહેરનામું બહાર પાડ્યું છે. આ આદેશ બાદ ઝારખંડના તમામ બજારોમાં ઉપલબ્ધ કોઈપણ નામથી તમાકુ અથવા નિકોટિન ધરાવતા ગુટખા અને પાન મસાલાના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ અને વિતરણ પ્રવૃત્તિઓ પર એક વર્ષ માટે સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રાજ્યના આરોગ્ય મંત્રી ડૉ. ઈરફાન અંસારીએ કહ્યું હતું કે, મુખ્યમંત્રી હેમંત સોરેનના સ્વસ્થ ઝારખંડના સ્વપ્નને સાકાર કરવા માટે આ કડક પગલું લેવામાં આવ્યું છે. આ પ્રતિબંધ…

Read More

અમેરિકાએ H1B વિઝાના નિયમોમાં મોટા ફેરબદલ કર્યા (જી.એન.એસ) તા. 19 વોશિંગ્ટન, અમેરિકામાં કામ કરવાનું સ્વપ્ન જોનારા ભારતીયો માટે H-1B વિઝા સૌથી પસંદગીનો વિઝા છે. ફરીવાર અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અનેક નિયમો બદલવાનું શરૂ કરી દીધું છે. જેમાં અમેરિકાએ H1B વિઝાના નિયમોમાં મોટા ફેરબદલ કર્યા છે. ટ્રમ્પ દ્વારા લાગુ કરાયેલા નવા નિયમ હેઠળ H-1B વિઝા માટે માત્ર ટેકનિકલ ડિગ્રી પૂરતી રહેશે નહીં, પરંતુ કુશળતાને ધ્યાને લેવામાં આવશે. એટલે કે, ઉમેદવાર અરજીમાં તેની બધી લાયકાતોનો ઉલ્લેખ કરી શકે છે, પરંતુ તેમાંથી એક લાયકાત સીધી રીતે તેના કાર્ય સાથે સંબંધિત હોવી જોઈએ. આ એક નોન-ઇમિગ્રન્ટ વિઝા છે, જે સામાન્ય રીતે…

Read More

(જી.એન.એસ) તા. 19 અમદાવાદ, ભારતીય ઘરેલુ ક્રિકેટમાં રણજી ટ્રોફીની સેમિ ફાઇનલ મેચો શરૂ થઈ ગઈ છે. અમદાવાદમાં કેરળ અને ગુજરાત વચ્ચે રમાઈ રહેલી રણજી ટ્રોફી સેમિફાઇનલ મેચના બીજા દિવસે મોહમ્મદ અઝહરુદ્દીને શાનદાર સદી ફટકારી હતી. બીજા દિવસની રમત પૂરી થઈ ત્યારે અઝહરુદ્દીન 149 રન બનાવીને અણનમ રહ્યો હતો. ૩૦ વર્ષીય અઝહરુદ્દીનની ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં આ બીજી સદી છે. તેણે સાત વર્ષ પછી પોતાની પહેલી ફર્સ્ટ ક્લાસ સદી ફટકારી. એટલું જ નહીં, પહેલી વાર કેરળના કોઈ બેટ્સમેને રણજી ટ્રોફીની સેમિફાઇનલમાં સદી ફટકારી છે. તમને જણાવી દઈએ કે, અઝહરુદ્દીને નવેમ્બર 2015 માં રણજી ટ્રોફીમાં ડેબ્યૂ કર્યું હતું. બીજા દિવસની શરૂઆત કેરળે 206/4…

Read More

ગત અઢી દાયકાનો શાસનકાળ ગુજરાતના સુવર્ણયુગ સ્વરૂપે લોકહૃદયમાં અંકિત છે .મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતના ગત બે વર્ષ સેવા, સંકલ્પ અને સમર્પણના રહ્યા છે : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી (જી.એન.એસ) તા. 19 ગાંધીનગર, ‘ગુજરાત’ શબ્દ સાંભળતાં જ આપણા માનસપટ પર વિકાસનો નકશો ઊભરી આવે છે. ગુજરાતના ઇતિહાસમાં પાછલા અઢી દાયકાનો શાસનકાળ ગુજરાતના સુવર્ણયુગ સ્વરૂપે લોકહૃદયમાં અંકિત છે. 15 મી ગુજરાત વિધાનસભાના છઠ્ઠા સત્રના મંગલ પ્રારંભે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ વિધાનસભા ગૃહને સંબોધતાં કહ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારના પાછલા બે વર્ષ સેવા, સંકલ્પ અને સમર્પણના રહ્યા છે. વિકાસની તમામ યોજનાઓમાં GYAN – ગરીબ, યુવા, અન્નદાતા-ખેડૂત…

Read More

(જી.એન.એસ) તા. 19 અમદાવાદ, સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા એક ખૂબ મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં, વર્ષ 2026થી, ધોરણ 10 ની બોર્ડ પરીક્ષાઓ દર વર્ષે બે વખત લેવામાં આવશે. આ ફેરફારો કરવાનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને વધુ મોકા અને લવચીકતા મળે, જેથી તેઓ બીમારી, ખાનગી કારણો અથવા અન્ય પરિસ્થિતિઓના કારણે કોઈ પરીક્ષા ચૂકી જાય તો તે પાછી પરીક્ષા આપી શકે છે. આ નવા નિયમો હેઠળ, CBSE 2026થી ધોરણ 10 ની બોર્ડ પરીક્ષા વર્ષમાં બે વખત લેવામાં આવશે. આથી કોઈ વિદ્યાર્થી પહેલી વખત પરીક્ષા આપતા સમયે બીમાર હોય, અથવા કોઈ અન્ય કારણસર પરીક્ષા ચૂકી જાય, તો તેને બીજી…

Read More

(જી.એન.એસ) તા. 19 કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી (સ્વતંત્ર હવાલો) પૃથ્વી વિજ્ઞાન અને પીએમઓ, પરમાણુ ઊર્જા વિભાગ, અવકાશ વિભાગ, કાર્મિક, જાહેર ફરિયાદો અને પેન્શન વિભાગનાં રાજ્ય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત હવે માત્ર અનુયાયી જ નથી રહ્યું, પરંતુ હવે તે વૈશ્વિક માપદંડો સ્થાપિત કરી રહ્યું છે, જે વિવિધ ક્ષેત્રોમાં નેતૃત્વ અને અગ્રણી નવીનતાઓ પ્રદાન કરે છે. તેમણે અંતરિક્ષ, જૈવ પ્રૌદ્યોગિકી અને પરમાણુ ઊર્જા વગેરે ક્ષેત્રોમાં તાજેતરનાં વર્ષોમાં ભારતે કરેલી નોંધપાત્ર પ્રગતિ પર પ્રકાશ પાડ્યો હતો, જેણે પોતાને વૈશ્વિક મંચ પર મુખ્ય ખેલાડી તરીકે સ્થાન આપ્યું છે. ડૉ. જિતેન્દ્ર સિંહે ધ્યાન દોર્યું હતું કે, ભારતનાં અંતરિક્ષ ક્ષેત્રમાં અભૂતપૂર્વ પરિવર્તન જોવા મળ્યું છે, જેમાં મહત્ત્વાકાંક્ષી મિશનો અને આંતરરાષ્ટ્રીય જોડાણોમાં વધારો થયો છે. સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટ (SpaDeX) ભારતની…

Read More

(જી.એન.એસ) તા. 19 મલપ્પુરમ, કેરળના મલપ્પુરમમાં એક ફૂટબોલ મેચ પહેલા ગ્રાઉન્ડમાં આતશબાજી દરમિયાન ફટાકડા ફૂટતા 30 થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ બાબતે એરિકોડ પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના એક ફૂટબોલ મેચના ગ્રાઉન્ડ પર બની હતી જ્યાં મેચ શરૂ થતાં પહેલા ફટાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ફટાકડા ફૂટ્યા અને આખા મેદાનમાં ફેલાઈ ગયા જ્યાં લોકો મેચ જોવા બેઠા હતા. ઘાયલોને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જોકે કોઈ ગંભીર ઈજાના અહેવાલ નથી. જોકે, કોઈની હાલત ગંભીર નથી. પરિસ્થિતિ કાબૂમાં આવતાં ફાઈનલ મેચ રમાઈ હતી. અહીં ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં…

Read More