Author: devarshi

(જી.એન.એસ) તા. 25 ગાંધીધામ, રાજ્યમાં પોલીસ વિભાગ દ્વારા નશીલા પદાર્થોની ગેરકાયદેસર રીતે થતી હેરાફેરી અને ઉપયોગને અટકાવવા માટે “SAY NO TO DRUGS” મિશન અંતગર્ત નાર્કોટીકસ પદાર્થોનું ખરીદ, વેચાણ કે સેવન ક૨નારા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે કચ્છ પોલીસ એક મોટું ઓપરેશન પાર પાડ્યું છે જેમાં, પોલીસને મળેલ બાતમીને આધારે ગાંધીધામ જી.આઇ.ડી.સી. કુરિયર દ્વારા મંગાવેલો 140 કિલો ગાંજાનો જથ્થો પોલીસ જપ્ત કર્યો હતો, જેની કિંમત આશરે રૂ. 14,06,000 આંકવામાં આવી રહી છે. આ સમગ્ર બાબતે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પોલીસ અધિકારીઓને પેટ્રોલિંગ દરમિયાન એક બાતમી મળી હતી કે ગાંધીધામ જી.આઇ.ડી.સી. વિસ્તારમાં આવેલી કુરિયર સર્વિસની ઑફિસમાં પાર્સલોની…

Read More

(જી.એન.એસ) તા. 25 ચેઓનન, દક્ષિણ કોરિયામાં એક પુલ તૂટી પડવાની ભયાનક ઘટના બની હતી જેમાં 4 લોકોના મોત થયાં છે, જ્યારે 5 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટના દક્ષિણ કોરિયાના ચેઓનન શહેરમાં બની, જ્યાં એક એક્સપ્રેસવેના બાંધકામ દરમિયાન પુલનો એક હિસ્સો અચાનક નીચે ખાબક્યો. આ દ્રશ્ય એટલું ભયાનક હતું કે તે કોઈ ફિલ્મનો સીન ચાલી રહ્યો હોય તેવું લાગ્યું. ફાયર વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, આ અકસ્માત સિઓલથી લગભગ 90 કિલોમીટરના અંતરે આવેલા આ શહેરમાં બન્યો. આ ઘટના મામલે મળતી માહિતી અનુસાર, પુલના કાટમાળ નીચે ઘણા લોકો ફસાયેલા હોવાની આશંકા છે. આવી સ્થિતિમાં, ફસાયેલા લોકોને બચાવવા માટે…

Read More

(જી.એન.એસ) તા. 25 પાકિસ્તાનમાં ચીનના પ્રોજેક્ટને નિશાનો બનાવીને ફરી એકવાર હુમલો કરવામાં આવ્યો હતો. પાકિસ્તાનમાં ચીન દ્વારા સંચાલિક સૈંડક ખનન પ્રોજેક્ટ સાથે જોડાયેલા સામાનને લઈ જતા 29 વાહનોના કાફલા પર હુમલો કરવામાં આવ્યો છે. બલૂચ બળવાખોરો દ્વારા મંગોછરના કલાતમાં આ હુમલો કરવામાં આવ્યો હતો. બલૂચ બળવાખોરોએ IED નો ઉપયોગ કરી સૌથી પહેલાં 20 વાહનોના કાફલાને નિશાન બનાવ્યો હતો. પાકિસ્તાની સુરક્ષા દળ આ કાફલાની સુરક્ષામાં લાગેલું હતું. IED વિસ્ફોટ બાદ બળવાખોરોએ ભારે ગોળીબાર પણ કર્યો હતો. આ હુમલાની જાણ થતાં ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પાકિસ્તાની સુરક્ષાદળ પહોંચી ગયા હતાં. શરૂઆતમાં આ મામલે 8 સુરક્ષાકર્મીઓના ઘાયલ થવાની માહિતી સામે આવી હતી. જોકે, બાદમાં…

Read More

(જી.એન.એસ) તા. 25 મુંબઈ, ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) દ્વારા ગત્ત 13 ફેબ્રુઆરીના રોજ મુંબઇ ખાતે ન્યૂ ઇન્ડિયા કો ઓપરેટિવ બેંક પર પ્રતિબંધ લગાવ્યો હતો અને એક પણ રૂપિયો કાઢવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો, ત્યાર બાદ ગ્રાહકોમાં ખૂબ ચિંતાનો માહોલ ફેલાયો હતો. હવે આરબીઆઇએ ન્યૂ ઇન્ડિયા કો ઓપરેટિવ બેંકના ગ્રાહકોને મોટી રાહત આપી છે અને પ્રતિબંધમાં ઢીલ વર્તતા જમા ખતામાંથી 25 હજાર રૂપિયા સુધી કાઢવા માટેની પરવાનગી આપી છે. ગ્રાહક 27 ફેબ્રુઆરીથી પોતાના ખાતાથી આ રોકડ કરી શકશે. ઉલ્લેખનીય છે કે, 122 કરોડ રૂપિયા ગોટાળા જાહેર થયા બાદ રિઝર્વ બેંકે કડકાઇ વર્તતા બેંક પર એક્શન લીધી હતી. મહત્વનું છે કે, આરબીઆઇ…

Read More

(જી.એન.એસ) તા. 25 વારાણસી, મહાશિવરાત્રીના પાવન પર્વ દરમિયાન ભક્તોના ભારે ધસારાને ધ્યાનમાં રાખીને, સ્થાનિક તંત્ર દ્વારા તા. 27 ફેબ્રુઆરી સુધી મંદિરમાં VIP ‘દર્શન’ સુવિધા બંધ કરી દીધી છે. કાશી વિશ્વનાથ મંદિરના મુખ્ય કાર્યકારી અધિકારી, વિશ્વ ભૂષણ મિશ્રાએ જણાવ્યું હતું કે નજીકના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાંથી ભક્તોના પરત આવવાના પ્રવાહને કારણે મંદિરમાં મુલાકાતીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. આ વર્ષે 26 ફેબ્રુઆરીએ કુંભ મેળાની સાથે મહાશિવરાત્રી હોવાથી દેશભરના શ્રદ્ધાળુઓ, નાગા સાધુઓ સહિત વિવિધ અખાડાઓના સંતો, મોટી સંખ્યામાં પ્રાર્થના કરવા માટે આવે તેવી અપેક્ષા છે, એમ તેમણે નોંધ્યું હતું. “આ પ્રસંગે, નાગા અખાડાઓ એક ભવ્ય શોભાયાત્રા પણ કાઢશે, જે મંદિરના ગેટ નંબર…

Read More

(જી.એન.એસ) તા. 25 કોલકાતા, પશ્ચિમ બંગાળના કોલકાતા સહિત ઘણા બધા વિસ્તારોમાં વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. વહેલી સવારે 6.10 વાગ્યે લોકોને ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર પ્રમાણે, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.1 માપવામાં આવી હતી. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ઓડિશાના ઘણા વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકાને કારણે મોટી સંખ્યામાં લોકો ઘરની બહાર ખાલી મેદાનમાં ભેગા થઈ ગયા હતા. હાલમાં, ભૂકંપથી થયેલા નુકસાન વિશે કોઈ સ્પષ્ટ માહિતી નથી. ભૂકંપના આંચકાથી કોલકાતાના રહેવાસીઓમાં ક્ષણિક ગભરાટ ફેલાયો હતો, પરંતુ નુકસાન કે જાનહાનિના તાત્કાલિક કોઈ અહેવાલો બહાર આવ્યા નથી. ઘણા લોકોએ સોશિયલ મીડિયા…

Read More

(જી.એન.એસ) તા. 24 રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ) નાણાકીય સાક્ષરતાના વિવિધ વિષયો પર નાણાકીય શિક્ષણ સંદેશાઓનો પ્રચાર કરવા માટે 2016થી દર વર્ષે નાણાકીય સાક્ષરતા સપ્તાહ (એફએલડબ્લ્યુ)નું આયોજન કરે છે. 24થી 28 ફેબ્રુઆરી, 2025 દરમિયાન ઉજવવામાં આવતા આ વર્ષના નાણાકીય સાક્ષરતા સપ્તાહની થીમ ‘નાણાકીય સાક્ષરતા – મહિલા સમૃદ્ધિ’ છે, જેમાં ‘નાણાકીય આયોજન’, ‘બચત અને જોખમ વ્યવસ્થાપન’ અને ‘વૃદ્ધિ માટે ધિરાણના લાભ’ પર ભાર મૂકવામાં આવ્યો છે. આ પ્રસંગે ભારતીય રિઝર્વ બેંક, અમદાવાદ (એઆરઓ) દ્વારા પોતાની પ્રાદેશિક કચેરી ખાતે એફએલડબ્લ્યુના ઉદઘાટન સમારંભનું આયોજન કર્યું હતું, જેમાં મહાપ્રબંધક (પ્રભારી અધિકારી) શ્રીમતી દેવિકા ગૌરીશંકરે નાણાકીય સાક્ષરતા સપ્તાહનું ઉદ્ઘાટન કર્યું હતું, સંદેશાઓ બહાર પાડ્યા હતા અને આરબીઆઈ અધિકારીઓ, નાબાર્ડ, એસએલબીસી, યુટીએલબીસી અને રાજ્યના વરિષ્ઠ બેન્કર્સની હાજરીમાં એફએલડબ્લ્યુ 2025ની થીમ ધરાવતા નાણાકીય સાક્ષરતા પોસ્ટરોનું અનાવરણ કર્યું હતું. જનમેદનીને સંબોધતા શ્રીમતી ગૌરીશંકરે તમામ હિતધારકોને એફએલ સપ્તાહ 2025ના સંદેશાઓને શક્ય તેટલા વ્યાપકપણે પ્રોત્સાહન આપવા વિનંતી કરી હતી. બેંકોને સલાહ આપવામાં આવી છે કે તેઓ તેમની વેબસાઇટ, એટીએમ, મોબાઇલ એપ્લિકેશન અને તેમની શાખાઓમાં તૈનાત ડિજિટલ ડિસ્પ્લે બોર્ડ પર આરબીઆઈ દ્વારા વિકસિત કરવામાં આવેલા પોસ્ટરો પ્રદર્શિત કરીને ઉપરોક્ત થીમ પર તેમના ગ્રાહકો અને લોકોમાં માહિતીનો પ્રસાર કરે અને લોકોમાં જાગૃતિ લાવે. આરબીઆઈ આ વિષય પર આવશ્યક નાણાકીય જાગૃતિ સંદેશાઓનું પ્રસારણ કરવા માટે અઠવાડિયા દરમિયાન કેન્દ્રીયકૃત સમૂહ મીડિયા અભિયાન હાથ ધરશે અને આરબીઆઈની પ્રાદેશિક કચેરીઓ પણ નાણાકીય સાક્ષરતા શિબિરોનું નેતૃત્વ કરશે. આ માટે, થીમ અને સંદેશાઓના પ્રસારને પ્રોત્સાહિત કરવાના વિવિધ હોદ્દેદારોના પ્રયત્નો પણ માંગવામાં આવ્યા છે.

Read More

(જી.એન.એસ) તા. 24 નવી દિલ્હી, સાઉથ ગ્લોબલની મહિલા શાંતિરક્ષકો માટેની પરિષદમાં સહભાગીઓના એક જૂથે રાષ્ટ્રપતિ ભવનમાં ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે સહભાગીઓને સંબોધન કરતા, રાષ્ટ્રપતિએ કહ્યું કે શાંતિ રક્ષક મિશનમાં મહિલાઓની હાજરી તેને વધુ વૈવિધ્યસભર અને સમાવિષ્ટ બનાવે છે. મહિલા શાંતિરક્ષકો ઘણીવાર સ્થાનિક સમુદાયોમાં વધુ પહોંચ ધરાવે છે અને મહિલાઓ અને બાળકો માટે રોલ મોડેલ તરીકે સેવા આપી શકે છે. તેઓ લિંગ-આધારિત હિંસાને સંબોધવા, વિશ્વાસનું નિર્માણ કરવા અને સંવાદને પ્રોત્સાહન આપવા માટે વધુ સારી રીતે સજ્જ છે. રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, મહિલા કર્મચારીઓની ઊંચી ટકાવારી વાળા શાંતિ અભિયાનો હિંસા ઘટાડવામાં અને લાંબા સમય સુધી ચાલનારા શાંતિ કરારો કરવામાં વધુ અસરકારક…

Read More

(જી.એન.એસ) તા. 24 જબલપુર, ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે મહાકુંભ પોતાના ઘટર પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓને નડયો ગમખ્વાર અકસ્માત, મધ્યપ્રદેશમાં જબલપુર જિલ્લાના ખિતૌલી પોલીસ સ્ટેશનની હદમાં આવતા પહેરવા વિસ્તારમાં વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં 6 લોકોના મૃત્યુ થયા હતા. પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભથી જબલપુર જતી વખતે ગાડી નંબર KA 49 M 5054 એક ઝાડ સાથે ભટકાયા બાદ ડિવાઈડર કૂદી રોંગ સાઈડ પર જતી રહી હતી. જ્યાં બીજી તરફથી આવતી બસ સાથે અથડામણ થઈ હતી. એક બસ અને શ્રદ્ધાળુઓની ગાડી વચ્ચેની આ ટક્કરમાં ઘટનાસ્થળે જ 6 લોકોના કરૂણ મૃત્યુ થયા હતા. આ ઘટનામાં બે લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. બંને…

Read More

(જી.એન.એસ) તા. 24 પટના, બિહારના પટનામાં મસૌરી ખાતે નૂરા બ્રિજ પર મોડી રાત્રે એક ટ્રક અને રિક્ષા વચ્ચે ભયાનક અથડામણ ટક્કર થતાં સાત લોકોના મોત થયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા, એમ મસૌરી સબ-ડિવિઝનલ પોલીસ ઓફિસર (SDPO) એ સોમવારે જણાવ્યું હતું. આ અકસ્માત અંગે મસૌરી એસડીપીઓના જણાવ્યા અનુસાર, “મોડી રાત્રે પટનાના મસૌરીમાં નૂરા પુલ પર એક ટ્રક અને રિક્ષા વચ્ચે ટક્કર થઈ હતી, જેમાં સાત લોકોના મોત થયા હતા. અન્ય ઘણા લોકો ઘાયલ થયા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ટક્કર એટલી ભયાનક હતી કે ટ્રક અને રિક્ષા બંને પુલ પરથી નીચે પડી ગયા. મોડી રાત્રે…

Read More