Author: devarshi

(જી.એન.એસ) તા. 26 ઈન્ડોનેશિયામાં 6.1 ની તીવ્રતાનો ભયંકર ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, તેનું કેન્દ્ર ઉત્તર સુલાવેસી પ્રાંત નજીક દરિયાકિનારે હતું. તેમજ મળતી માહિતી અનુસાર, ભૂકંપ 10 કિલોમીટર (6.2 માઇલ) ની ઊંડાઈએ આવ્યો હતો. રાહતની વાત છે કે સુનામીનો કોઈ ખતરો નથી. રાજ્ય ભૂસ્તરશાસ્ત્રીય સર્વેએ જણાવ્યું હતું કે નુકસાન અથવા જાનહાનિના કોઈ તાત્કાલિક અહેવાલો નથી. ઉલ્લેખનીય છે કે, ઈન્ડોનેશિયા ‘રિંગ ઓફ ફાયર’ નામની જગ્યાએ સ્થિત છે, જ્યાં પૃથ્વીની ઘણી ટેક્ટોનિક પ્લેટો મળે છે. આ કારણોસર, આ વિસ્તાર ભૂકંપ અને જ્વાળામુખીની ગતિવિધિઓની દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ માનવામાં આવે છે.

Read More

(જી.એન.એસ) તા. 26 ઓમડુરમૈન, સુડાનનું એક સૈન્ય વિમાન ઓમડુરમૈન શહેરમાં દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું હતું. આ દુર્ઘટનામાં કૂલ 19 લોકોનાં મોત હતા. આ ઘટના બાબતે મીડિયા સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સેના તરફથી અપાયેલા એક નિવેદન અનુસાર દુર્ઘટનામાં સૈન્ય કર્મચારીઓ અને નાગરિકોનાં મોત નિપજ્યાં છે. દુર્ઘટના થવાના કારણ અંગે હજી સુધી કોઇ સ્પષ્ટ માહિતી નથી મળી રહી. સુડાની આર્મીનું એંટોનોવ વિમાન મંગળવારે ઓમડુરમૈનના ઉત્તરમાં વાડી સૈયદના એરબેઝથી ઉડતા સમયે દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું હતું. આ ઘટના બાદ સુડાનના સ્વાસ્થય મંત્રાલયે જણાવ્યું હતું કે, મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 19 છે. તેમના શબોને ઓમડુરમૈનના નાઉ હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. આ ઉપરાંત પાંચ નાગરિકો ગંભીર…

Read More

(જી.એન.એસ) તા. 26 રાજૌરી પાકિસ્તાની સેનાની વધુ એકવાર નાપાક હરકત, જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લામાં બુધવારે ભારતીય ક્ષેત્રમાં ફાયરિંગ ની ઘટના બની હતી. આ ઘટના બાબતે સમાચાર મળતા જ સેના દ્વારા ફાયરીંગના સ્થળે પર તાત્કાલિક ધોરણે વધારા ની સેના મોકલવામાં આવી છે. હુમલા પછી તરત જ સેનાએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધું હતું અને ત્યારબાદ સેના દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. હાલમાં આ ઘટનામાં કોઈને જાનહાનિના સમાચાર નથી. સેના દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું. આ ઘટના બાદ ભારતીય સેના અને સુરક્ષા એજન્સીઓ નિયંત્રણ રેખા પર સતત નજર રાખી રહી છે અને કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. પાકિસ્તાન…

Read More

(જી.એન.એસ) તા. 26 અમેરિકા અમેરિકા માં છેલ્લા ઘણા દિવસ થી બર્ડ ફ્લૂના કેસ સામે આવી રહ્યાં છે H5N1 બર્ડ ફ્લૂના કારણે વાયોમિંગ અને ઓહિયોમાં બે લોકોને હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, બંને દર્દીઓને શ્વાસ સંબંધિત સમસ્યા હતી. ચેપી રોગ સંગઠનના વાયરોલૉજીસ્ટ એન્જેલા રાસમુસેને કહ્યું કે ‘ H5N1 ખૂબ જ ગંભીર હોય શકે છે અને આપણે તેને હળવાશથી ન લેવું જોઈએ. હું દર્દીઓમાં H5N1 સંક્રમણથી વધુ ચિંતિત છું, જેની સારવાર એવી હોસ્પિટલમાં થઈ રહી છે, જ્યાં અનેક ફ્લૂના દર્દીઓ પણ છે.’ CDC રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે, વ્યોમિંગની એક વડીલ મહિલાને બીજા રાજ્યની એક હોસ્પિટલમાં દાખલ…

Read More

(જી.એન.એસ) તા. 26 લાતેહાર, ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે મહાકુંભથી પરત ફરતા સમયે ઝારખંડ મુક્તિ મોરચાના રાજ્યસભા સાંસદ મહુઆ માંઝીને બુધવારે સવારે લગભગ 4 વાગ્યે નેશનલ હાઈવે-39 પર અકસ્માત નડયો હતો. અકસ્માતમાં વાહનમાં મુસાફરી કરી રહેલા મહુઆ માંઝીને ગંભીર ઈજાઓ થઈ છે. તેમને પ્રાથમિક સારવાર માટે સદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને બાદમાં વધુ સારી સારવાર માટે રાંચી રિમ્સમાં રિફર કરવામાં આવ્યા હતા. મહુઆ માંઝી હિન્દીના મહાન સાહિત્યકારોમાંથી એક છે. તેમજ સમાજ સેવાના ક્ષેત્રમાં જાણીતું નામ છે. તેમને હેમંત સોરેનના પરિવારની નજીક ગણવામાં આવે છે અને લાંબા સમયથી જેએમએમ મહિલા મોરચાના પ્રમુખ છે.

Read More

(જી.એન.એસ) તા. 26 શિકાગો, અમેરિકાના શિકાગોમાં એક મોટી વિમાન દુર્ઘટના ઘટતાં ટળી હતી જેમાં વિમાનના લેન્ડિંગ દરમિયાન બીજું વિમાન રનવે પર આવી ગયું અને ત્યારે સમયસૂચકતા વાપરીને વિમાનને પાછું ટેક ઓફ કરી લીધું જેના કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ. એક વિમાન CST પર લેન્ડ કરી રહ્યું હતું કે જમીનને અડીને તરત જ ટેક ઓફ કરી દીધું. કારણ કે રનવે પર બીજું વિમાન દેખાયું. સાઉથવેસ્ટ ફ્લાઇટ 2504નું સુરક્ષિત રીતે લેન્ડિંગ થયું. ફ્લાઇટ ક્રૂએ રનવેમાં પ્રવેશતા અન્ય વિમાન સાથે સંભવિત અથડામણને ટાળવા માટે સાવચેતીપૂર્વક ડાયવર્ઝન કર્યું અને વિમાન કોઈ પણ ઘટના વિના લેન્ડ થયું. બીજા વિમાનને પરવાનગી વિના રનવેમાં પ્રવેશવા બદલ દોષી…

Read More

(જી.એન.એસ) તા. 25 મુંબઈ, બોલીવૂડ અભિનેતા ગોવિંદા અને તેમની પત્ની સુનિતા આહુજા 37 વર્ષના લગ્નજીવન પછી છૂટાછેડા લેવા અંગેના અહેવાલો વહેતા થયા છે. જોકે, જ્યારે ગોવિંદા અને સુનિતાએ આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી. હવે આ સમાચારોમાં કેટલું સત્ય છે તે ગોવિંદા અને સુનિતા જ જણાવી શકે છે. સુનિતાએ એક મીડિયા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, ગોવિંદા સાથે નથી રહેતી. સુનિતાએ કહ્યું હતું કે, તેઓ મોટે ભાગે અલગ અલગ રહે છે. સુનિતાના બાળકો સાથે ફ્લેટમાં રહે છે. બીજી તરફ ગોવિંદા ફ્લેટની સામે એક બંગલામાં રહે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગોવિંદા અને સુનિતાના લગ્ન 1987 માં થઇ હતી. બંન્નેના લગ્ન ખુબ…

Read More

(જી.એન.એસ) તા. 25 અમદાવાદ, અમદાવાદ સિવિલ હોસ્પિટલના અંગદાનના સેવાયજ્ઞ ના કારણે છેલ્લા 72 કલાકની અંદર હોસ્પિટલમાં સતત 2 અંગદાન થયા. જેના થકી 7 જેટલા જરુરીયામંદોને નવજીવન મળ્યું છે. સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 179 બ્રેઇન ડેડ વ્યક્તિના અંગદાન થકી 565 જરૂરીયાતમંદને જીવનદાન મળ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં થયેલા 179માં અંગદાનની વાત કરીએ તો, ખેડા જિલ્લાના નવાગામના વતની દક્ષાબેન ગોહિલને તારીખ 17 ફેબ્રુઆરીના રોજ ફેક્ટરીમાં મજુરી કામે જતા ખેડા પાસે નવાગામ નગરી ખાતે અકસ્માત સર્જાયો હતો. જેમાં માથાના ભાગે ગંભીર ઇજા થતા તા.17/02/2025 ના રોજ સારવાર અર્થે પ્રથમ ખેડા સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ તે જ દિવસે સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે લાવવામાં આવ્યા…

Read More

(જી.એન.એસ) તા. 25 નવી દિલ્હી, 1984નાં શીખ વિરોધી રમખાણો ના કેસમાં દોષિત ઠરેલા કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ સજ્જન કુમારને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. દિલ્હી પોલીસ અને પીડિતોએ આ કેસને રેરેસ્ટ ઓફ રેર કેટેગરીના માનીતાં સજ્જન કુમાર સામે ફાંસીની સજાની માંગ કરી હતી. આ ઘટના સંબંધિત એફઆઈઆર ઉત્તર દિલ્હીના સરસ્વતી વિહાર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી. રંગનાથ મિશ્રા કમિશન સમક્ષ આપેલા સોગંદનામાના આધારે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. સજ્જન કુમારને 12 ફેબ્રુઆરીએ દોષિત ઠેરવવામાં આવ્યા હતા. આ કેસ રમખાણો દરમિયાન સરસ્વતી વિહારમાં જસવંત સિંહ અને તેમના પુત્ર તરુણદીપ સિંહની હત્યા સાથે સંબંધિત છે. આ કેસમાં પોલીસે કોર્ટમાં…

Read More

(જી.એન.એસ) તા. 25 નવી દિલ્હી/ચેન્નાઈ, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ(એનઈપી)ને ધ્યાને રાખી એનડીએના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર અને તમિલનાડુની ડીએમકે સરકાર વચ્ચે ત્રણ ભાષા નીતિનો મુદ્દો ગરમાયો છે. કેન્દ્ર સાથે કથિત રીતે હિન્દી થોપવા મુદ્દે ચાલી રહેલા વિવાદ વચ્ચે હવે તમિલનાડુના મુખ્યમંત્રી એમ. કે. સ્ટાલિનને મંગળવારે (25 ફેબ્રુઆરી) ચેન્નઈમાં કેન્દ્ર દ્વારા કથિત રૂપે હિન્દી થોપવાને લઈને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે, શું એક અન્ય ભાષા યુદ્ધના બીજ રોપવામાં આવી રહ્યા છે? જેના જવાબમાં સ્ટાલિને કહ્યું કે, ‘હા, નિશ્ચિત રૂપે. પરંતુ, અમે તેના માટે તૈયાર છીએ.’ ચેન્નાઈ ખાતે સચિવાલયમાં કેબિનેટની બેઠકની અધ્યક્ષતા કર્યા બાદ પત્રકારો સાથે વાત કરતાં સમયે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ‘લોકસભા…

Read More