Author: devarshi

(જી.એન.એસ) તા. 27 બ્રાઝાવિલ, આફ્રિકન દેશ ડેમોક્રેટિક રીપબ્લિક ઓફ કોંગોમાં એક રહસ્યમય રોગે વિશ્વમાં ભયનો માહોલ ફેલાવ્યો છે. સૌથી પહેલાં તે જાન્યુઆરી ૨૧મા દેખાયો હતો. આ રોગમાં તાવ આવે છે, તાવ એકદમ વધી જાય છે. તેથી ઘણીવાર હેમરેજ પણ થઇ જાય છે. આ રોગગ્રસ્ત તેવા ૪૧૦ કેસો હજી સુધીમાં નોંધાયા છે. તેથી 50થી વધુ લોકોના મૃત્યુ પણ થયાં છે. ઘણા કેસમાં રોગનાં લક્ષણો દેખાયા પછી માત્ર બે જ દિવસમાં દર્દીનું મૃત્યુ થતું હોવાનું પણ નોંધાયું છે. વૈજ્ઞાનિકો પણ આશ્ચર્યચકિત છે કારણ કે તપાસમાં ઇબોલા, મારબર્ગ અને યલો ફીવર જેવા વાયરસ મળ્યા નથી. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ આ અંગે ચેતવણી…

Read More

(જી.એન.એસ) તા. 26 પટના, બિહારમાં વિધાનસભા ચૂંટણી પહેલા નીતિશ કુમાર મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. સાંજે ચાર વાગ્યે રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને દ્વારા બિહાર સરકારના નવા મંત્રીઓને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. એક પછી એક, ભાજપના 7 ધારાસભ્યો મંત્રી તરીકે શપથ લીધા હતા. લોકસભા ચૂંટણીમાં ભાજપે નીતિશ કુમારની માગનો સ્વીકાર કર્યો હતો. તેમજ બજેટ 2025માં પણ બિહાર માટે દિલ ખોલીને લ્હાણી કરી હતી. ભાજપે નિતિશને મોટા ભાઈ તરીકેનું સન્માન આપતાં નીતિશે પણ મોટું દિલ રાખતાં વિધાનસભા ચૂંટણીના થોડા મહિના પહેલાં જ કેબિનેટ વિસ્તરણની જાહેરાત કરી હતી. જેમાં ભાજપના ધારાસભ્યોને સ્થાન આપ્યું. રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને વારાફરતી તમામ મંત્રીઓને મંત્રી…

Read More

(જી.એન.એસ) તા. 26 સુરત, સુરતમાં શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી, શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. માર્કેટની અનેક દુકાનો આગની ચપેટમાં આવી. આગ બેકાબૂ બનતા ધુમાડા દૂર – દૂર સુધી દેખાયા હતા. સતત બીજા દિવસે શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. માર્કેટમાં ગઇકાલે પણ આગનો બનાવ બન્યો હતો. આગ લાગવાની ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું. ત્યારબાદ બુધવારે બીજા દિવસે પણ માર્કેટમાં આગ લાગવાની ઘટના બની. આગ વિકરાળ બનતા ચોથા માળ સુધી પ્રસરી જતા ફાયરબ્રિગેડનો કાફલો ઘટનાસ્થળ પર પંહોચ્યો. માર્કેટમાં અનેક દુકાનો આગને લપેટમાં આવતાં 10થી વધુ ફાયરના વાહનો દ્વારા…

Read More

(જી.એન.એસ) તા. 26 નવી દિલ્હી/અમદાવાદ, ગુજરાતનાં રાજકોટમાં આવેલી પાયલ હોસ્પિટલના CCTV વાઈરલ કરવાના કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ મામલે વધુ એક આરોપીની દિલ્હીથી ઝડપી પાડ્યો હતો. આ આરોપી પહેલાં નેટફ્લિક્સ અને હોટસ્ટારના કોન્ટેન્ટનું વેચાણ કરતો હતો. બાદમાં ટેલિગ્રામ મારફતે સીસીટીવી વીડિયો વેચવાના કૌભાંડમાં સામેલ થયો હતો. હાલ, આ મામલે સાત આરોપી ઝડપાઈ ચુક્યાં છે અને પોલીસ આ મામલે સંડોવાયેલા વધુ લોકોની તપાસ કરી રહ્યાં છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે રોહિત સિસોદિયા સહિત સાત ઓરોપીની ધરપકડ કરી છે. પોલીસે દિલ્હીથી રોહિતની ધરપકડ કરી છે. આરોપીએ ડિપ્લોમા મેડિકલ લેબ ટેક્નિશિયનનો અભ્યાસ કરેલો છે. તે અગાઉ પકડાયેલાં આરોપી રાયન રોબીન પરેરા અને પરીત ધામેલિયાના…

Read More

(જી.એન.એસ) તા. 26 અમદાવાદ, રાજ્યના મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થયો છે. એવામાં હવામાન વિભાગ દ્વારા ગુજરાત, કોંકણ, ગોવા, કેરળ અને કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમીનું એલર્ટ આપવામાં આવ્યું છે. આ તમામ દરિયાકાંઠે હિટ વેવ આવવાની પણ આશંકા છે. બીજીતરફ દરિયાકાંઠાના વિસ્તારમાં ભેજને કારણે બફારાનું પ્રમાણ પણ વધ્યું છે, જેને કારણે હવામાન વિભાગે આગામી 48 કલાક માટે રાજ્યના સમગ્ર દરિયાકાંઠાના વિસ્તારમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. દરિયાની સપાટીથી 50 કિલોમીટર જમીન તરફના વિસ્તારમાં સાવચેતીના ભાગરૂપે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં ગુજરાત પર ઉત્તર-પૂર્વ અને પૂર્વ દિશા તરફથી પવન આવી રહ્યા છે. જમીનની સપાટી…

Read More

(જી.એન.એસ) તા. 26 હરિયાણા, હરિયાણામાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન 2 માર્ચ 2025 ને રવિવારના રોજ યોજવાનું છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા પક્ષ વિરોધી કામકાજ કરનાર લોકોને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ભાજપ– હરિયાણા પ્રદેશ ભાજપે ઘણી વિચારણા અને ચર્ચા બાદ આ નેતાઓને 6 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો હતો. પક્ષ વિરોધી ગતિવિધિઓને કારણે હકાલપટ્ટી હાથ ધરવામાં આવી છે. આ નેતાઓનું પ્રાથમિક સભ્યપદ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવ્યું છે. આ કાર્યવાહીનો હેતુ સંગઠનમાં શિસ્ત જાળવવાનો અને ચૂંટણી પહેલા એકતાનો સંદેશ આપવાનો છે. પક્ષે જે નેતાઓ વિરૂદ્ધ આ કાર્યવાહી હાથ ધરી છે, તેમાં ગુરૂગ્રામના પૂર્વ મેયર…

Read More

(જી.એન.એસ) તા. 26 પ્રયાગરાજ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની આગેવાનીવાળી ઊતર પ્રદેશ સરકાર માટે પ્રયાગરાજ ખાતે પવિત્ર મહાકુંભમાં મહાશિવરાત્રિ નો દિવસ કોઈ મહત્વની પરીક્ષાથી ઓછો નહતો. મહાશિવરાત્રીના અવસર પર મહાકુંભના અંતિમ દિવસે શાહી સ્નાન માટે આશરે બે કરોડથી વધુ શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ પહોંચ્યા હતા, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના આદેશ પર મેળા પ્રશાસને તમામ તૈયારીઓ કરવામાં આવી હતી. પાવન પર્વ મહાશિવરાત્રિ છે અને મહાકુંભનું છેલ્લું સ્નાન પણ કહેવામાં આવે છે, જેમાં સવારે 5 વાગ્યા સુધી 25 લાખથી વધુ લોકોએ સ્નાન કર્યું હતું. મહાકુંભમાં પહોંચનારા કુલ ભક્તોની સંખ્યા 65 કરોડને વટાવી ગઈ છે. દર 12 વર્ષે એક વખત મહાકુંભનું આયોજન કરવામાં આવે છે અને તે મોક્ષ લાવનાર માનવામાં…

Read More

(જી.એન.એસ) તા. 26 હૈદરાબાદ, મુખ્યમંત્રી રેવંત રેડ્ડીની આગેવાની હેઠળની તેલંગાણા સરકારે બુધવારે સીબીએસઈ, આઈસીએસઈ, આઈબી અને તેલંગાણાના અન્ય બોર્ડ-સંલગ્ન સ્કુલોમાં તેલુગુને જરૂરી વિષય તરીકે લાગુ કરવાનો આદેશ જાહેર કર્યો. 2025-26 શૈક્ષણિક સત્રમાં ધોરણ 9 ના વિદ્યાર્થીઓ માટે તેલુગુને જરૂરી વિષય તરીકે લાગુ કરવામાં આવશે. 2026-27 શૈક્ષણિક વર્ષથી ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે આ વિષય જરૂરી હશે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે શિક્ષણ અને પરીક્ષાઓ માટે તેલુગુ ‘સિંગીડી’ ને સીબીએસઈ વિષય યાદી અનુસાર 089 કોડ સાથે સરળ તેલુગુ ‘વેનેલા’ થી બદલી દેવામાં આવશે. એક નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે તેલંગાણા (સ્કુલોમાં તેલુગુનું જરૂરી શિક્ષણ અને શીખવું) એક્ટ, 2018 અનુસાર સીબીએસઈ, આઈસીએસઈ અને…

Read More

(જી.એન.એસ) તા. 26 રાંચી, ઝારખંડના હઝારીબાગમાં ઇચાક બ્લોક હેઠળના ડુમરૌન ગામમાં બે સમુદાયો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી જેમાં બદમાશોએ ત્રણ બાઇક અને એક કારને આગ ચાંપી દીધી હતી. અન્ય કેટલાક ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. પરિસ્થિતિ તંગ છે પરંતુ નિયંત્રણમાં છે. પોલીસે પરિસ્થિતિને કાબુમાં લીધી છે. મહા શિવરાત્રિ નિમિત્તે હઝારીબાગના ઇચાક બ્લોકમાં આજે બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ સમયગાળા દરમિયાન, પથ્થરમારો અને આગચંપીની ઘટનાઓમાં ઘણા વાહનોને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા. આ ઘટનાની માહિતી મળતા જ ત્રણ પોલીસ સ્ટેશનની પોલીસ પહોંચી ગઈ હતી. પોલીસે આખા ગામમાં કેમ્પ ગોઠવી દીધા હતા. ASP સહિત…

Read More

(જી.એન.એસ) તા. 26 વડોદરા, સંસ્કારી નગરી વડોદરાને શર્મસાર કરતો એક કિસ્સો સામે આવ્યો છે જેમાં 60 વર્ષીય નરાધમે 16 વર્ષીય સગીરાને બળજબરીથી બિલ્ડીંગના બેઝમેન્ટમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું હોવાની ચોંકવનારી ઘટના બની હતી. આ મામલે આરોપીની અટકાયત કરી લેવામાં આવી છે. અને સાયન્ટીફીક કીટની મદદથી પુરાવાઓ એકત્ર કરવામાં આવી રહ્યા છે. એસીપીના જણાવ્યા અનુસાર, પીડિતા થોડાક મેન્ટલી ડિસેબલ છે. ઘટના બાદ આરોપીની સ્થાનિકો જોડે હાથાપાઇ થવાના કારણે તેને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. જે બાદ તેને સારવાર અપાવી તેની ધરપકડ કરવામાં આવી છે. ઘટના અંગે ગોરવા પોલીસ મથકના પીઆઇ કિરીટ લાઠિયા વધુ તપાસ હાથ ધરી રહ્યા છે. મીડિયા સાથેની વાતમાં એસીપી આર.…

Read More