Author: devarshi

(જી.એન.એસ) તા. 27 શ્રીનગર, માતા વૈષ્ણો દેવી મંદિરમાં જતા યાત્રાળુઓ અને અન્ય લોકો માટે મોટા રાહતના સમાચાર આવ્યા છે જેમાં, જમ્મુ-કાશ્મીર, લદાખ હાઈકોર્ટે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાને ટોલ ટેક્સમાં 80 ટકાનો ઘટાડો કરવાનો નિર્દેશ આપ્યો છે. નેશનલ હાઈવે પર મુસાફરી કરતા લોકોને ટોલ ટેક્સમાં મોટી રાહત મળી શકે છે. તાજેતરમાં જ, જમ્મુ અને કાશ્મીર હાઈકોર્ટે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાને નિર્દેશ આપ્યો છે કે જો રસ્તો ક્ષતિગ્રસ્ત થાય છે તો ટોલ ટેક્સ ઘટાડવો પડશે. નેશનલ હાઇવે 44 પર સ્થિત બે ટોલ પ્લાઝા પર ટોલ ટેક્સ 80 ટકા ઘટાડવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. જમ્મુ અને કાશ્મીર હાઈકોર્ટે કહ્યું કે જ્યાં…

Read More

(જી.એન.એસ) તા. 27 હરિયાણા, એક નિર્ણયમાં પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે પુત્ર દ્વારા તેની 77 વર્ષીય માતા વિરુદ્ધ દાખલ કરેલી અરજીને ફગાવી દીધી હતી અને દંડ પણ ફટકાર્યો હતો. તેમજ હાઈકોર્ટે કડક અવલોકન કરતાં કહ્યું હતું કે, આપણા સમાજમાં કળિયુગ પ્રવર્તે છે તેનું આ એક મોટું ઉદાહરણ છે, જ્યાં એક પુત્ર તેની વૃદ્ધ માતાને ભરણપોષણ ચૂકવવાનું ટાળવા માટે કોર્ટમાં આવ્યો હતો. આ મામલે કોર્ટે કહ્યું કે આ અરજી માત્ર પાયાવિહોણી નથી પણ તે ન્યાય વ્યવસ્થાના દુરુપયોગનો પણ મામલો છે. ભરણપોષણ માટે ઓર્ડર કરાયેલ 5 હજાર રૂપિયાની રકમ પણ ઘણી ઓછી છે, પરંતુ માતા તરફથી વધારાની કોઈ અપીલ મળી નથી, તેથી તેમાં…

Read More

(જી.એન.એસ) તા. 27 નવી દિલ્હી, દેશની રાજધાની દિલ્હીની મુસ્તફાબાદ વિધાનસભા સીટના ધારાસભ્ય મોહન સિંહ બિષ્ટ ડેપ્યુટી સ્પીકર તરીકે ચૂંટાયા છે. મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ મોહન સિંહ બિષ્ટને ડેપ્યુટી સ્પીકર બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. મંત્રી મનજીન્દર સિંહ સિરસાએ પ્રસ્તાવને ટેકો આપ્યો હતો. મોહન સિંહ બિષ્ટને દિલ્હીના રાજકારણમાં અનુભવી નેતા માનવામાં આવે છે. તે કરવલ નગર વિધાનસભા સીટથી ઘણી વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. જો કે આ વખતે તેઓ મુસ્તફાબાદ બેઠક પરથી ચૂંટણી જીતીને વિધાનસભા પહોંચ્યા હતા. તેમણે આમ આદમી પાર્ટી (AAP)ના અદલી અહેમદ ખાનને 17 હજારથી વધુ મતોથી હરાવ્યા હતા.

Read More

(જી.એન.એસ) તા. 27 ભચાઉ, કચ્છના ભચાઉમાં એક ટ્રક ચાલકે ગાડીને ટક્કર માર્યા બાદ બાઇકચાલકને અડફેટે લેતાં યુવકનું કરૂણ મોત. અકસ્માત સર્જાયા બાદ ટ્રકચાલક ફરાર થઇ ગયો હતો. આ હિટ એન્ડ રનની ઘટનાના સી.સી.ટી.વી પણ સામે આવ્યા છે. અકસ્માતની જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. હાલમાં તો પોલીસે આ માળે અકસ્માતનો ગુનો નોંધી આરોપીને પકડી પાડવાની તજવીજ હાથ ધરી છે. આ અકસ્માત અંગે પ્રાપ્ત માહિતી મુજબ ભચાઉમાં એક ટ્રક ચાલકે ત્રિપલ અકસ્માત સર્જતા એક યુવકનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિને ઇજા પહોંચી હતી. આ સમગ્ર ઘટનાના સી.સી.ટી.વી. સામે આવ્યા છે. જેમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે રેતી ભરેલો…

Read More

(જી.એન.એસ) તા. 27 બનાસકાંઠા, બનાસકાંઠા જિલ્લાનાં અમીરગઢમાં એક ગંભીર માર્ગ અકસ્માતની ઘટના બની હતી જેમાં, ખુણીયા પાટિયા નજીક રાજસ્થાન રોડવેઝની એક બસ અને બોલેરો ગાડી વચ્ચે અકસ્માત થતાં ચાર લોકોનાં ઘટનાસ્થળ પર જ મોત થયા હોવાની પ્રાથમિક માહિતી છે અને 10થી વધુ લોકો ઘાયલ થયા છે. બસમાં સવાર 50 લોકોને નાની-મોટી ઇજાઓ થઈ હોવાની માહિતી છે. ઇજાગ્રસ્ત લોકોને તાત્કાલિક ધોરણે પાલનપુર ખાતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ગંભીર અકસ્માત બાબતે માહિતી મુજબ અનુસાર, રાજસ્થાન રોડવેઝની બસ અને બોલેરો ગાડી વચ્ચે થયેલા ભયંકર અકસ્માતમાં 10 લોકોને ગંભીર ઇજાઓ થતાં પાલનપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતને પગલે સ્થાનિકોની ભીડ ભેગી થઈ છે.…

Read More

(જી.એન.એસ) તા. 27 વોશિંગ્ટન, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન કંપનીઓને સ્થાનિક યુનિવર્સિટીઓમાંથી ગોલ્ડ કાર્ડ નાગરિકતા ધરાવતા ભારતીય સ્નાતકોને નોકરી પર રાખવાનો નિર્દેશ આપ્યો છે. ટ્રમ્પે કહ્યું હતું કે, પહેલાં અમેરિકન કંપનીઓને ભારતીય વિદ્યાર્થીઓને કામ પર રાખવા માટે મુશ્કેલી થતી હતી. જેથી તેઓ ભારત પરત ફરી જતાં, ત્યાં કંપની ખોલે અને પછી અબજોપતિ બની જાય. બાદમાં ત્યાં હજારો લોકોને રોજગાર આપે છે. ડોનાલ્ડ ટ્રમ્પે વધુમાં જણાવ્યું હતું કે, ઘણી કંપનીઓએ આ મુદ્દે તેમને ફરિયાદ કરી હતી કે તેઓ તેમને રોજગાર આપવામાં અસમર્થ છે, અને ભારતીય વિદ્યાર્થીઓ તેમના દેશમાં પાછા જાય છે અને મોટી કંપનીઓ ખોલે છે અને અબજોપતિ બને છે. ટ્રમ્પે કહ્યું, “મને…

Read More

(જી.એન.એસ) તા. 27 નવી દિલ્હી, દિલ્હીમાં હાલ વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે, આ દરમિયાન વિપક્ષી દળ આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને દિલ્હી વિધાનસભા પરિસરમાં એન્ટ્રી કરવાથી રોકી દેવાયા. સત્રના બીજા દિવસે જ આપના 21 ધારાસભ્યોને સમગ્ર સેશન માટે સસ્પેન્ડ કરી દેવાયા હતા. હવે તેમના પરિસરમાં પણ આવવા પર રોક લગાવી દેવાઈ છે. આને લઈને નેતા વિપક્ષ આતિશીએ ભાજપની રેખા ગુપ્તા સરકાર પર નિશાન સાધ્યું છે. આપ નેતા આતિશીએ આરોપ લગાવ્યો છે કે, આપ ધારાસભ્યોએ ‘જય ભીમ’ના સૂત્રોચ્ચાર કર્યા હતા. તેથી તેમને સત્રથી સસ્પેન્ડ કરી દેવાયા હતા. આતિશીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી લખ્યું, ‘ભાજપ વાળાએ સરકારમાં આવતાં જ તાનાશાહીની…

Read More

(જી.એન.એસ) તા. 27 જિનિવા, સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદના 58માં સત્રની સાતમી બેઠકમાં ભારતે પાકિસ્તાન પર આકરા પ્રહાર કર્યા હતા. ભારતે પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય મદદ પર નિર્ભર એક નિષ્ફળ રાજ્ય ગણાવ્યું હતું. ભારતીય રાજદ્વારીએ કહ્યું કે, ‘છેલ્લા કેટલાક વર્ષોમાં જમ્મુ અને કાશ્મીરમાં અભૂતપૂર્વ રાજકીય, સામાજિક અને આર્થિક પ્રગતિ જ ત્યાંની સ્થિતિ વિશે ઘણું બોલે છે. પાકિસ્તાનના નેતાઓ તેમના સૈન્ય-આતંકવાદી સંકુલમાંથી જૂઠાણું ફેલાવવાનું ચાલુ રાખે તેમાં કોઈ આશ્ચર્ય નથી.’ તેમણે વધુમાં કહ્યું હતું કે, “જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખના કેન્દ્રશાસિત પ્રદેશો હંમેશા ભારતનો અભિન્ન અને અવિભાજ્ય હિસ્સો રહેશે. છેલ્લા કેટલાક વર્ષોમાં જમ્મુ અને કાશ્મીરમાં અભૂતપૂર્વ રાજકીય, સામાજિક અને આર્થિક પ્રગતિ તેની જ વાત…

Read More

(જી.એન.એસ) તા. 27 વોશિંગ્ટન, ફરીવાર ચૂંટણી જીતીને ડોનાલ્ડ ટ્રમ્પે યુ.એસ.માં પ્રમુખ પદ સંભાળતાની સાથેજ ઘણા મોટા ફેરફારો કરવા માટે નિર્ણયો લીધા હતા, જેમાંથી એક યુએસ આર્મીમાં ટ્રાન્સજેન્ડર સૈનિકોને લગતો હતો. ટ્રાન્સજેન્ડર હવે યુએસ આર્મીમાં ભરતી કરી શકશે નહીં. હવે પેન્ટાગોને તાજેતરમાં જ આ મામલે નિવેદન જાહેર કર્યું છે. પેન્ટાગોને કહ્યું છે કે, ‘અમેરિકા 30 દિવસની અંદર સેનામાંથી ટ્રાન્સજેન્ડર સૈનિકોને હટાવવાની પ્રક્રિયા શરૂ કરશે. આ નિર્ણય ટ્રાન્સજેન્ડર સૈનિકોને સૈન્ય સેવામાં જોડાવા અથવા ચાલુ રાખવા પર પ્રતિબંધ મૂકે છે.’ 26 ફેબ્રુઆરી, બુધવારે પેન્ટાગોને એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે, ‘અમેરિકાએ 30 દિવસની અંદર ટ્રાન્સજેન્ડર સૈનિકોની ઓળખ કરવી પડશે. આ પછી તેમને…

Read More

(જી.એન.એસ) તા. 27 ગુવાહાટી, આસામની રાજધાની ગુવાહાટી સહિત રાજ્યના ઘણા વિસ્તારોમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. જો કે સદનસીબે આ ભૂકંપથી કોઈ નુકસાનના સમાચાર નથી. હકીકતમાં, નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, ગુરુવારે વહેલી સવારે આસામના મોરીગાંવ જિલ્લામાં 5.3 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ બાબતે, નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) ના કહેવા પ્રમાણે ભૂકંપ સવારે 2:25 વાગ્યે 16 કિલોમીટર તળિયે આવ્યો હતો. ભૂકંપના આંચકા ગુવાહાટી, શિલોંગ અને આસામના અન્ય ભાગો તેમજ બાંગ્લાદેશ, ભૂટાન અને ચીનમાં અનુભવાયા હતા. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, ભૂકંપનો આંચકો એટલો જોરદાર હતા કે ગુવાહાટી અને આસપાસના વિસ્તારોના લોકો જાગી ગયા. જોકે, અત્યાર સુધી કોઈ…

Read More