Author: Nikhil Bhatt - Business Editor

Nikhil Bhatt is global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.

ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવની એક રિપોર્ટ મુજબ, ભારતની અમેરિકામાં થતી નિકાસ મેની તુલનામાં ઓક્ટોબર દરમ્યાન નોંધપાત્ર ઘટી છે. મેમાં ૮.૮૩ અબજ ડોલર રહેલી નિકાસ ઓક્ટોબરમાં ૨૮.૫૦ ટકા ઘટીને ૬.૩૦ અબજ ડોલર પર આવી પહોંચી હતી. ભારતના માલસામાન પર અમેરિકા તરફથી વધારેલા ટેરિફને કારણે નિકાસમાં આ ઉણપ જોવા મળી છે. એપ્રિલમાં જ્યાં ૧૦% ટેરિફ લાગુ હતો, ત્યાં ઓગસ્ટ સુધીમાં તે ૨૫% કરવામાં આવ્યો અને ત્યારબાદ મહિનાના અંતે વધારીને ૫૦% સુધી લઈ જવાયો. અમેરિકાના મુખ્ય વેપાર ભાગીદાર દેશોમાં ભારત પર સૌથી વધુ ટેરિફ લાગુ કરવામાં આવ્યો છે. ચીન પર ૩૦% અને જાપાન પર ૧૫%નો દર છે. સ્માર્ટફોન, ફાર્મા અને પેટ્રોલિયમ ઉત્પાદનો -…

Read More

ભારતમાં યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI) મારફતે થતા ડિજિટલ વ્યવહારોમાં નવેમ્બરમાં નોંધપાત્ર તેજી જોવા મળી છે. ૨૮ નવેમ્બર સુધીના આંકડા અનુસાર, યુપીઆઈ દ્વારા ૧૯ અબજથી વધુ ટ્રાન્ઝેક્શન થયા છે, જેઓનો કુલ મૂલ્ય રૂ.૨૪.૫૮ લાખ કરોડ છે. ભારતીય રાષ્ટ્રીય ચુકવણી નિગમ (NPCI) દ્વારા જાહેર કરાયેલા આ ડેટા પાછલા વર્ષના સમાન મહિનાની તુલનામાં મહત્વપૂર્ણ વધારો દર્શાવે છે. નવેમ્બર ૨૦૨૪માં યુપીઆઈ પર રૂ.૨૧.૫૫ લાખ કરોડના ૧૫.૪૮ અબજ વ્યવહારો થયા હતા. ડેટા મુજબ, ટ્રાન્ઝેક્શનના વોલ્યુમમાં નવેમ્બર ૨૦૨૪ની તુલનામાં લગભગ ૨૩% વૃદ્ધિ થઈ છે, જ્યારે કુલ મૂલ્યમાં લગભગ ૧૪% વધારો નોંધાયો છે. છેલ્લા બે વર્ષ દરમિયાન યુપીઆઈ ટ્રાન્ઝેક્શન્સમાં લગભગ ૭૦% અને તેમના મૂલ્યમાં ૪૧%ની વૃદ્ધિ નોંધાઈ…

Read More

ઓક્ટોબરમાં પ્રાઈવેટ ઈક્વિટી (PE) અને વેન્ચર કેપિટલ (VC) રોકાણોમાં મૂલ્યના માપદંડે વૃદ્ધિ નોંધાઈ છે, જોકે સોદાની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે, તેમ એક રિસર્ચ રિપોર્ટમાં જણાવાયું છે. ગયા વર્ષની સરખામણીએ, ઓક્ટોબર ૨૦૨૩માં ૪.૯૦ અબજ ડોલર સામે આ વખતના ઓક્ટોબરમાં PE–VC રોકાણો ૮ ટકા વધીને ૫.૩૦ અબજ ડોલર પર પહોંચી છે. સોદાની સંખ્યા ઘટી છે, ગયા વર્ષના ઓક્ટોબરમાં ૧૧૨ ડીલ્સ થયા હતા, જ્યારે આ વર્ષે તે ઘટીને ૧૦૨ રહ્યા છે. ક્ષેત્રવાર જોવામાં આવે તો, નાણાંકીય સેવાઓમાં ૨૯૨ કરોડ ડોલર સાથે સૌથી વધુ રોકાણ થયું, જ્યારે ૭૧.૫૦ કરોડ ડોલર સાથે ઈ-કોમર્સ ક્ષેત્ર બીજા સ્થાને રહ્યું. ટેકનોલોજી ક્ષેત્રે ૪૫.૫૦ કરોડ ડોલરના રોકાણો આકર્ષ્યાનું રિપોર્ટમાં…

Read More

રૂપિયામાં જુલાઈ પછીનો સૌથી નબળો મહિનો સાબિત થયો. નવેમ્બરમાં અત્યાર સુધી ચલણમાં લગભગ ૦.૮% ઘટ નોંધાઈ હતી. ગત સપ્તાહના અંતે રૂપિયો વધુ ૦.૧૭% ફસલાઈને ૮૯.૪૬ પ્રતિ ડોલર પર બંધ રહ્યો હતો. એશિયાઈ ચલણોમાં રૂપિયો હાલ સૌથી નબળું પ્રદર્શન કરતું ચલણ બની ગયું છે. એક તરફ, સરકારે શુક્રવારની સાપ્તાહિક હરાજીમાં લગભગ રૂ.૩૨,૦૦૦ કરોડનાં સરકારી બોન્ડ વેચ્યા હતા. ડીલરના જણાવ્યા મુજબ, ૭ વર્ષના બોન્ડ પર કટઓફ યિલ્ડ ૬.૪૩% નક્કી કરવામાં આવી હતી, જે મજબૂત માંગ દર્શાવે છે. ખાનગી બેંકના એક ડીલરે કહ્યું કે, પાછલી હરાજી – જેમાં ૭ વર્ષની સિક્યોરિટીઝ રદ થઈ હતી, સરખામણીમાં આ વખતે માંગમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો. વ્યાજદરમાં…

Read More

ધિરાણ માગમાં સુધારા અને એસેટ ક્વોલિટીમાં સતત મજબૂતીને કારણે વર્તમાન નાણાં વર્ષે બેન્કોની કામગીરી સકારાત્મક રહેવાની ધારણા વ્યક્ત કરવામાં આવી રહી છે. રેટિંગ એજન્સીના અંદાજ મુજબ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં બેન્કિંગ ક્ષેત્રની ધિરાણ વૃદ્ધિ ૧૧.૫૦-૧૨.૫૦% સુધી રહેવાની શક્યતા છે. ગત નાણાં વર્ષના ૧૧%ના વૃદ્ધિ દરની તુલનામાં આ વધુ તેજી દર્શાવે છે. પાછલા છ મહિનામાં કોર્પોરેટ લોનની માંગ વધતી જોવા મળી છે અને જીએસટીમાં તાજેતરમાં કરાયેલા ઘટાડા બાદ ઉપભોગમાં વધારો થતા રિટેલ સેગમેન્ટમાં પણ લોન માગ મજબૂત બની છે. બેન્કિંગ ક્ષેત્રમાં ખાસ કરીને જાહેર ક્ષેત્રની બેન્કોમાં એનપીએનું સ્તર ઐતિહાસિક રીતે નીચું રહેતા બેન્કોની બેલેન્સ શીટ વધુ મજબૂત છે. રિઝર્વ બેન્ક તરફથી ફેબ્રુઆરીથી…

Read More

બોન્ડ માર્કેટમાં મૂડી એકત્રીકરણમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે, કારણ કે અનેક મોટી સરકાર સંલગ્ન સંસ્થાઓએ અપેક્ષિત કરતાં ઓછા ઇશ્યૂ જારી કર્યા છે. સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા (સીડબી), પાવર ફાઇનાન્સ કોર્પોરેશન (PFC), એક્સિસ બેંક અને સુંદરમ ફાઇનાન્સે મળીને અંદાજીત રૂ.૧૪૫૦૦ કરોડ જ એકત્ર કર્યા, જ્યારે બજારની અપેક્ષા મુજબ આ આંકડો રૂ.૨૫૦૦૦ કરોડની આસપાસ રહેવાનો હતો. પાવર ફાઇનાન્સ અને નાબાર્ડે તેમના ટૂંકા ગાળાના બોન્ડ ઇશ્યૂ પાછા ખેંચી લીધા હોવાથી બજારમાં ઇશ્યૂ પ્રવૃત્તિ વધુ ધીમી પડી છે. નાણાકીય નીતિ સમિતિની આગામી બેઠકમાં રેપો રેટમાં ઘટાડાની ધારણા વધી રહી છે, જેનાથી ટૂંકા ગાળાના બોન્ડ યીલ્ડ્સ ઘટી શકે છે. આવી સ્થિતિમાં કંપનીઓ માટે…

Read More

આક્રમક હાઈબ્રિડ મ્યુચ્યુઅલ ફંડ્સની એસેટ્સ ઓક્ટોબરના અંતે વધીને અંદાજીત રૂ.૨.૫ લાખ કરોડ થઈ ગઈ છે, જે એક વર્ષ અગાઉના રૂ.૨.૨૧ લાખ કરોડની સરખામણીએ ૧૩% વૃદ્ધિ દર્શાવે છે. મિશ્ર પોર્ટફોલિયો ધરાવતા આ ફંડ્સે છેલ્લા બે વર્ષમાં મજબૂત વળતર આપ્યા હોવાથી રોકાણકારોમાં તેની લોકપ્રિયતા સતત વધી રહી છે. AMFIના તાજેતરના ડેટા મુજબ, એગ્રેસીવ હાઈબ્રિડ કેટેગરીમાં રોકાણકારોના ફોલિયોની સંખ્યા પણ ૪ લાખથી વધુ વધીને ૬૦.૪૪ લાખ થઈ ગઈ છે, જે ગત વર્ષે ઓક્ટોબરમાં ૫૬.૪૧ લાખ હતી. આ વૃદ્ધિ એ દર્શાવે છે કે રોકાણકારો ગ્રોથ સાથે સ્થિરતા મેળવવા માટે મિશ્ર પોર્ટફોલિયો અપનાવવાનો અભિગમ અપનાવી રહ્યા છે. પરફોર્મન્સની દૃષ્ટિએ, એગ્રેસીવ હાઈબ્રિડ ફંડ્સે બેન્ચમાર્કની સરખામણીએ વધુ…

Read More

દેશના ફોરેક્સ રિઝર્વમાં એક સપ્તાહ દરમિયાન નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. 21 નવેમ્બરે પૂરા થયેલા સપ્તાહમાં ભારતનું કુલ ફોરેક્સ રિઝર્વ 4.472 અબજ ડોલર ઘટીને 688.104 અબજ ડોલર થયું હોવાનું રિઝર્વ બેન્કે શુક્રવારે જાહેર કર્યું. અગાઉના સપ્તાહે રિઝર્વમાં 5.543 અબજ ડોલરનો મજબૂત વધારો નોંધાયો હતો, પરંતુ તાજેતરના ડેટા અનુસાર વિદેશી મુદ્રા અને સોનાના રિઝર્વ બંનેમાં નરમાઈ જોવા મળી છે. ફોરેન કરન્સી એસેટ્સ (FCA)માં 1.69 અબજ ડોલરનો ઘટાડો નોંધાઈ કુલ FCA 560.6 અબજ ડોલર પર આવી પહોંચ્યું. ગોલ્ડ રિઝર્વમાં પણ તીવ્ર ઘટાડો નોંધાયો છે, જે 2.675 અબજ ડોલર ઘટીને 104.182 અબજ ડોલર પર આવી ગયું. આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (IMF) સમક્ષ ભારતનું…

Read More

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૧.૧૨.૨૦૨૫ ના રોજ… બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૫૭૦૬ સામે ૮૬૦૬૫ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૫૪૮૯ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૬૬૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૬૪ પોઈન્ટના ઘટાડા સાથે ૮૫૬૪૧ પોઈન્ટ બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૬૩૮૭ સામે ૨૬૪૫૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૬૩૦૧ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૯૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી…

Read More

કેલેન્ડર વર્ષ ૨૦૨૫ના અંત સુધી એક મહિનો બાકી હોવા છતાં ઘરેલું સંસ્થાકીય રોકાણકારો (DII)એ ભારતીય ઇક્વિટી બજારમાં ખરીદીનો રેકોર્ડ સ્તર સ્પર્શ્યો છે. ૨૬ નવેમ્બર સુધીના આંકડા મુજબ DIIએ ઇક્વિટી કેશ માર્કેટમાં કુલ અંદાજીત રૂ.૭,૦૦,૪૭૫.૧૨ કરોડની નેટ ખરીદી કરી છે, જે કેલેન્ડર વર્ષ ૨૦૨૪માં કરાયેલી રૂ.૫,૨૭,૪૩૮.૪૫ કરોડની ખરીદીની સરખામણીએ નોંધપાત્ર રીતે ઊંચી છે. મ્યુચ્યુઅલ ફંડ, વીમા કંપનીઓ અને બેંકો સહિતના સંસ્થાકીય રોકાણકારોની મજબૂત માંગે આ વૃદ્ધિને મુખ્ય ટેકો આપ્યો છે. ચાલુ વર્ષે જ્યારે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII)એ ભારે વેચવાલી કરી છે ત્યારે DIIએ બજારના માનસને સ્થિર રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. વર્ષ ૨૦૨૫માં અત્યાર સુધી એફઆઈઆઈએ ઇક્વિટી કેશ માર્કેટમાં અંદાજીત રૂ.૨,૬૭,૦૧૭.૫૫…

Read More