Author: Nikhil Bhatt - Business Editor

Nikhil Bhatt is global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.

આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (આઈએમએફ)એ ભારત અંગે નવો અને વધુ સાવચેત અંદાજ રજૂ કર્યો છે. આઈએમએફ ની તાજેતરની સ્ટાફ કન્સલ્ટેશન રિપોર્ટ અનુસાર ભારત હવે નાણાકીય વર્ષ ૨૦૨૭ને બદલે નાણાકીય વર્ષ ૨૦૨૯માં ૫ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બને તેવી શક્યતા વ્યક્ત કરી છે. આ અંદાજ પહેલાંના મૂલ્યાંકન કરતાં એક વર્ષનો વિલંબ દર્શાવે છે, જેનું મુખ્ય કારણ જીડીપી વૃદ્ધિમાં ધીમો પડકાર અને રૂપીમાં નોંધપાત્ર નબળાઈ છે. આઈએમએફનું માનવું છે કે ભારતીય અર્થતંત્ર ઝડપથી વિકસતું હોવા છતાં વિનિમય દરમાં ઉછાળો સમગ્ર આર્થિક મૂલ્યને ડોલર ટર્મ્સમાં દબાવી રહ્યો છે. રિપોર્ટ મુજબ ભારત નાણાકીય વર્ષ ૨૦૨૬માં ૪ ટ્રિલિયન ડોલરનો આંકડો પાર કરી દેશે. પરંતુ નાણાકીય વર્ષ ૨૦૨૮…

Read More

ઓક્ટોબર માસમાં ફુગાવો નોંધપાત્ર રીતે ઘટીને ઐતિહાસિક નીચી સપાટીએ પહોંચ્યા બાદ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા આગામી મોનેટરી પોલિસી બેઠકમાં રેપો રેટ ઘટાડે તેવી બજારમા અપેક્ષા મજબૂત બની છે. ફૂડ આઈટમોના ભાવમાં નરમાઈ અને કેટલાક કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ પર જીએસટી ઘટાડાના પ્રભાવથી મહિનાઓ પછી ફૂડ ઇન્ફ્લેશનમાં તીવ્ર ઘટાડો નોંધાયો છે. ઓક્ટોબર માસનો રિટેલ ફુગાવો માત્ર ૦.૨૫% રહ્યો હતો, જે મુજબ ઘરેલું માંગમાં ગતિ લાવવા આરબીઆઈ રેપો રેટમાં ૨૫ બેઝિસ પોઈન્ટની કટ કરે તેવી શકયતા બેન્કિંગ વર્તુળોમાં વ્યક્ત થઈ રહી છે. નીચા ફુગાવાના માહોલમાં માંગને પ્રોત્સાહિત કરવા આરબીઆઈ હવે પોલિસીને વધુ સોફ્ટ બનાવે તેવી દિશામાં સંકેત મળી રહ્યા છે. આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાએ…

Read More

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૮.૧૧.૨૦૨૫ ના રોજ… બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૫૭૨૦ સામે ૮૫૭૯૧ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૫૫૭૭ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૩૯૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૩ પોઈન્ટના ઘટાડા સાથે ૮૫૭૦૬ પોઈન્ટ બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૬૩૯૦ સામે ૨૬૩૪૧ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૬૩૩૬ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૨૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી…

Read More

સ્મોલ અને મિડકેપ કંપનીઓએ આ વખતે મોટી કંપનીઓની સરખામણીએ ઘણી વધુ કમાણી કરી છે. નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ના બીજા ક્વાર્ટરમાં, નિફ્ટી-૫૦માં સામેલ મોટી કંપનીઓનું પ્રદર્શન નબળું રહ્યું છે, જ્યારે નાની અને મધ્યમ કદની કંપનીઓએ મજબૂત વૃદ્ધિ દર્શાવી છે. નિફ્ટી-૫૦ કંપનીઓના વેચાણમાં માત્ર ૬.૪% નો વધારો થયો છે, જે છેલ્લા ૧૭ ક્વાર્ટરમાં સૌથી નબળી વૃદ્ધિ છે. કમાણીના મામલે પણ મોટી કંપનીઓ ફસડાઈ ગઈ છે. નિફ્ટી-૫૦ કંપનીઓના નફામાં માત્ર ૧.૨%નો વધારો નોંધાયો છે, જે છેલ્લા ત્રણ વર્ષમાં સૌથી ઓછો છે. તેની સામે, દેશની બાકીની તમામ લિસ્ટેડ ૨૬૪૭ કંપનીઓના કુલ નફામાં ૧૦.૮% નો મજબૂત વધારો થયો છે. મોટી કંપનીઓની નબળી કમાણીના કારણે કુલ કોર્પોરેટ…

Read More

વિશ્વભરમાં વધતા સપ્લાયને પગલે આગામી વર્ષોમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ભારે ઘટાડો થવાની શક્યતા વ્યક્ત થઈ છે. વર્તમાન વર્ષે અત્યાર સુધીમાં બ્રેન્ટ ક્રૂડના ભાવમાં ૧૪%નો ઘટાડો નોંધાયો છે, અને તાજેતરના રિપોર્ટ્સ સૂચવે છે કે આ દબાણ આગળના બે વર્ષમાં વધુ ઊંડું થઈ શકે છે. જેપી મોર્ગનના અંદાજ મુજબ, વર્ષ ૨૦૨૭ સુધીમાં બ્રેન્ટ ક્રૂડનો સપ્લાય એટલો વધી જશે કે તેની કિંમત પ્રતિ બેરલ ૩૦ ડોલર સુધી તૂટી શકે છે. રિપોર્ટ મુજબ ૨૦૨૬માં જ ક્રૂડ ૬૦ ડોલરથી નીચે ખસી શકે છે અને વર્ષના અંત સુધીમાં ૫૦ ડોલર સુધી ઢળી શકે છે. વર્ષ ૨૦૨૭માં સ્થિતિ વધુ ગંભીર બની શકે છે કારણ કે વધી રહેલા…

Read More

રોકાણની ગતિ ધીમી પડી હોવા છતાં, મ્યુચ્યુઅલ ફંડ હાઉસિસ નવા શેરોના ઉમેરામાં તેજી જાળવી રહી છે. ગયા વર્ષ દરમિયાન મ્યુચ્યુઅલ ફંડ મેનેજરોએ તેમના પોર્ટફોલિયોમાં કુલ ૧૬૪ નવા શેર ઉમેર્યા છે, જે વાર્ષિક ધોરણે ૧૫.૨% નો વધારો દર્શાવે છે, અને આ વૃદ્ધિ દર જુલાઈ ૨૦૨૪ પછીનો સૌથી ઝડપી છે. કુલ મળીને, મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગ હવે ૧૨૪૪ શેરોમાં રોકાણ ધરાવે છે, જે સતત પાંચમા મહિને નવો રેકોર્ડ બનાવી રહ્યું છે. જો જૂન ૨૦૧૭ની સરખામણી કરીએ, તે સમયે ફંડ્સ માત્ર ૭૪૬ શેરોમાં રોકાણ ધરાવતા, એટલે કે છેલ્લા કેટલાક વર્ષોમાં રોકાણનો વ્યાપ લગભગ દોગણથી વધુ થયો છે. આ વિકાસ એવા સમયે જોવા મળ્યો છે…

Read More

ડિસેમ્બર મહિનામાં રશિયન ક્રુડ તેલની આયાત ત્રણ વર્ષની નીચી સપાટીએ પહોંચવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે, કારણ કે પશ્ચિમી દેશોની વધતી સખતાઈને કારણે ભારત માટે રશિયન ક્રુડ ખરીદવું મુશ્કેલ બન્યું છે. ૨૧ નવેમ્બરથી રશિયાની બે મુખ્ય ઓઈલ સપ્લાયર્સ પર લાગુ કરાયેલા પ્રતિબંધો બાદ ડિસેમ્બર સહિત આગામી મહિનાઓમાં ભારતની રશિયન ક્રુડ ખરીદીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળે તેવી ધારણા છે. નવેમ્બરમાં અનેક મહિનાઓની ઉચ્ચ સપાટીએ પહોંચેલી આયાત ડિસેમ્બરમાં ધડાકાભેર ઘટી ૧૮.૭૦ લાખ બેરલ પ્રતિદિનથી ઘટીને માત્ર ૬ થી ૬.૫૦ લાખ બેરલ પ્રતિદિન રહેવાની શક્યતા છે. પ્રતિબંધો બાદ ભારતીય રિફાઈનરો રોઝનેફટ અને લુકઓઈલ જેવી મોટી રશિયન કંપનીઓ સાથે કોઈ નવા કરાર કર્યા નથી…

Read More

ટેરિફ સહિતના બાહ્ય પડકારો વચ્ચે પણ ભારત મજબૂત આર્થિક ગતિ જાળવી રાખશે, એમ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ)એ જણાવ્યું છે. સંસ્થાએ ઓક્ટોબરમાં આપેલો ૬.૬% જીડીપી ગ્રોથનો અંદાજ યથાવત્ રાખ્યો છે, જ્યારે આવતા વર્ષ માટેનો અંદાજ ૬.૪%થી ઘટાડીને ૬.૨% કર્યો છે. આઈએમએફના મુજબ રિટેલ ફુગાવો નીચો છે અને આવનારા મહિનાઓમાં સ્થિર રહેશે, જેના કારણે ભાવ નિયંત્રણ અને નીતિગત નિર્ણયો લેવા માટે આરબીઆઈને સગવડ રહેવાની શક્યતા છે. આથી, આગામી મોનીટરી પોલિસી મીટિંગમાં વ્યાજદર ઘટાડાની સંભાવના પણ વધી છે. આઈએમએફે જણાવ્યું કે બાહ્ય અનિશ્ચિતતા છતાં ભારતનું અર્થતંત્ર મજબૂત મોમેન્ટમ સાથે આગળ વધી રહ્યું છે. તેણે જૂન ક્વાર્ટરની સમીક્ષા કરતા જણાવ્યું કે ગત વર્ષના ૬.૪%…

Read More

ભારતમાં ખાનગી ક્ષેત્રની બેંકોનો બજારહિસ્સો નાણાકીય વર્ષ ૨૦૨૬માં પણ ઘટવાની ધારણા છે, જે સતત બીજો વર્ષ હશે જ્યારે તેમની લોન વૃદ્ધિ ઉદ્યોગની એકંદર વૃદ્ધિ કરતાં નીચી રહેશે. આ પ્રવૃત્તિ ૧૫ વર્ષથી વધુ દરમિયાન પહેલી વાર જોવા મળી રહી છે. એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક અને એક્સિસ બેંક સહિત લિસ્ટેડ ખાનગી બેંકોની કુલ લોન બુક નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન ૮.૯% અને નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ના પ્રથમ અર્ધ વર્ષમાં ૯.૯% વધી હતી, જ્યારે સમાન સમયગાળામાં લિસ્ટેડ તમામ બેંકોની લોન બુકમાં ૧૧.૪% અને ૧૧.૭%નો વધારો નોંધાયો હતો. જે ખાનગી બેંકો માટે ધીમી ગતિ દર્શાવે છે. સપ્ટેમ્બર ૨૦૨૫સુધી ખાનગી બેંકોની કુલ લોન બુક રૂ.૭૭.૧૪ લાખ કરોડ…

Read More

વર્તમાન વર્ષ સમાપ્ત થવાને હજુ એક મહિનાની વાર છે ત્યારે વીજ સંચાલિત વાહનોનો રજિસ્ટ્રેશન આંક વર્તમાન એટલે કે ૨૦૨૫ના વર્ષમાં પહેલી જ વખત વીસ લાખને પાર કરી ગયો છે. દરેક પ્રકારના વીજ વાહનો માટે દેશમાં આકર્ષણ વધી રહ્યાનું વીજ સંચાલિત વાહનોના વેચાણ આંક પરથી કહી શકાય છે. વીજ સંચાલિત વાહનો માટે સરકાર તરફથી નીતિવિષયક ટેકા અને સારા પ્રોડકટસની ઉપલબ્ધતાથી વીજ વાહનોના સ્વીકારમાં વધારો થઈ રહ્યો છે. વર્તમાન વર્ષના ૨૫ નવેમ્બર સુધીમાં દરેક પ્રકારના ઈ-વ્હીકલ્સનો વેચાણ આંક ૨૦.૦૨ લાખ રહ્યો છે જે ૨૦૨૪ના આ ગાળા સુધીમાં ૧૯.૫૦ લાખ રહ્યો હતો. વીજ વાહનો માટેની નીતિમાં વારંવાર ફેરબદલ છતાં, માગમાં મજબૂતાઈ રહી છે.…

Read More