Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- દૈનિક રાશિફળ (૦૯/૦૫/૨૦૨૬)
- આજ નું પંચાંગ (૦૯/૦૫/૨૦૨૬)
- વ્હાઇટ હાઉસની વાતચીત બાદ ક્યુબાના નેતા નું મોટું નિવેદન
- ગાંધીનગર-ગિફ્ટ સિટીમાં ઈન્ડિયા એરક્રાફ્ટ લિઝિંગ એન્ડ ફાઈનાન્સીંગ સમિટ 2.0નો પ્રારંભ કરાવતાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
- અંકલેશ્વર GIDCની કેડિલા કંપનીમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ, 2 કામદારો ગંભીર રીતે દાઝ્યા
- રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ટેક્સ ચુકવણી માટે આવેલ ચેક બાઉન્સ થતા નોટીસ ફટકારવામાં આવી
- હંટાવાયરસનો ચેપ દુર્લભ, ભારતે ચિંતા કરવાની કોઈ જરૂર નથી!
- ઉત્તર રેલ્વે માટે સુરક્ષા વધારવા અને માળખાગત સુવિધાઓને આધુનિક બનાવવા માટે મુખ્ય કવચ વિસ્તરણને મંજૂરી
- સિંગાપોરે 2025 માં 16.9 મિલિયન પ્રવાસીઓથી SGD 32.8 બિલિયનની કમાણી કરી
- ગુજરાતનો 870 મેગાવોટનો પાવર બેકઅપ તૈયાર: વધારાની વીજળીનો સંગ્રહ કરતી બેટરી સિસ્ટમ
- સુરત પોલીસના ‘ઓપરેશન મુસ્કાન’થી ચાર મહિનામાં ૬૯૬ પરિવારોના ઘરમાં ફરી ખુશીઓ લહેરાઈ
- અમદાવાદના વટવામાં ૩૪ વર્ષ અગાઉ થયેલ મહિલાના મૃત્યુ મામલે થયો મોટો ઘટસ્ફોટ
Author: Nikhil Bhatt - Business Editor
Nikhil Bhatt is global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.
દેશના રિયલ એસ્ટેટ ક્ષેત્રે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં મજબૂત વેચાણ નોંધાવ્યું છે. એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન ૨૮ લિસ્ટેડ રિયલ એસ્ટેટ કંપનીઓએ કુલ રૂ.૯૨૫૦૦ કરોડની પ્રોપર્ટીનું વેચાણ કર્યું છે. રેગ્યૂલેટરી ફાઈલિંગ્સ અનુસાર આ કંપનીઓનું સંયુક્ત પ્રી-સેલ્સ રૂ.૯૨૪૩૭ કરોડ સુધી પહોંચ્યું છે, જેમાં બેંગલુરુ સ્થિત પ્રેસ્ટિજ એસ્ટેટ્સે સૌથી વધુ રૂ.૧૮૧૪૩.૭ કરોડનું વેચાણ બુકિંગ નોંધાવ્યું છે. દેશની સૌથી મોટી ડેવલપર કંપનીઓમાંની ડીએલએફ લિમિટેડે આ ગાળામાં રૂ.૧૫૭૫૭ કરોડનું પ્રી-સેલ્સ કર્યું છે, જ્યારે મુંબઈની ગોદરેજ પ્રોપર્ટીઝે રૂ.૧૫૫૮૭ કરોડનું બુકિંગ દર્શાવ્યું છે. લોઢા ડેવલપર્સે રૂ.૯૦૨૦કરોડ અને સિગ્નેચર ગ્લોબલે રૂ.૪૬૫૦ કરોડનું પ્રી-સેલ્સ નોંધાવ્યું છે. નોંધનીય છે કે માત્ર પાંચ મોટા ડેવલપર્સ મળી કુલ રૂ.૬૩૦૦૦ કરોડની પ્રોપર્ટીનું…
વૈશ્વિક અર્થતંત્ર મંદીના દબાણમાં છે ત્યારે ભારતે ચમત્કારિક આર્થિક પ્રગતિ દર્શાવી વિશ્વનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. અમેરિકાથી લઈ ચીન અને યુરોપિયન યુનિયન જેવા વિકસિત દેશો મંદી અને ધીમી વૃદ્ધિ સાથે સંઘર્ષ કરી રહ્યા છે, ત્યારે ભારત સતત ઉંચા વૃદ્ધિદર સાથે સૌથી ઝડપી વિકસતી મોટી અર્થવ્યવસ્થા તરીકે ઉભર્યું છે. કોવિડ-19 પછીના પડકારજનક સમયમાં ભારતે જે વિકાસ હાંસલ કર્યો છે તે આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્રીઓ અને રેટિંગ એજન્સીઓને પણ અચંભિત કરી રહ્યા છે. હાર્વર્ડ યુનિવર્સિટીના જાણીતા અર્થશાસ્ત્રી જેસન ફર્મને સોશિયલ મીડિયા પર શેર કરેલા ડેટાએ આ હકીકત વધુ સ્પષ્ટ કરી છે. તેમની તરફથી રજૂ કરાયેલા આંકડાકીય ચાર્ટમાં વિશ્વની અગ્રીય અર્થવ્યવસ્થાઓની ૨૦૧૯ પૂર્વ અને…
એપ્રિલથી ઓક્ટોબર દરમ્યાન ભારતમાંથી હોંગકોંગ ખાતેની નિકાસમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. વાણિજ્ય મંત્રાલયના તાજેતરના આંકડા મુજબ, વર્તમાન નાણાં વર્ષના એપ્રિલ–ઓક્ટોબરમાં હોંગકોંગ તરફની નિકાસ ૨૦% વધીને ૪.૩૬ અબજ ડોલર થઈ છે, જ્યારે ગયા વર્ષે તે જ સમયગાળામાં ૩.૬૦ અબજ ડોલર હતી. જેમ્સ-જ્વેલરી અને ટેલિકોમ સાધનો જેવી કેટેગરીમાં વધતી માગને આ વૃદ્ધિ માટે મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે. ભારતના ટોચના દસ નિકાસ મથકોમાં હોંગકોંગનું સ્થાન છે, અને કુલ નિકાસમાં તેનો હિસ્સો લગભગ ૨% છે. અમેરિકાએ ભારતીય ઉત્પાદનો પર ઉચ્ચ ટેરિફ લગાવ્યા બાદ ભારત સરકાર અને નિકાસ ઉદ્યમોએ નિકાસ મથકોમાં વૈવિધ્યતા લાવવા માટે જે પ્રયાસો કર્યા હતા, તેની સકારાત્મક અસર હવે…
ટેરિફના પ્રતિકૂળ પ્રભાવ વચ્ચે અમેરિકામાં નવેમ્બર માસની ઉત્પાદન પ્રવૃત્તિ નબળી પડી ચાર મહિનાની નીચી સપાટીએ પહોંચી છે. ઊંચા ટેરિફને કારણે આયાતી માલ મોંઘા થતા માંગ પર અસર જોવા મળી છે, જેનાથી ફેક્ટરીઓના ઉત્પાદન પર સીધી નકારાત્મક અસર થઈ છે. પ્રાથમિક અંદાજ મુજબ, નવેમ્બરની ઉત્પાદન પ્રવૃત્તિ ઓકટોબર કરતાં થોડું નબળી રહી છે. એસએન્ડપી ગ્લોબલના ડેટા દર્શાવે છે કે અમેરિકાનો ઉત્પાદન ક્ષેત્રનો પ્રારંભિક PMI ઓકટોબરના ૫૧.૯૦થી ઘટીને નવેમ્બરમાં ૫૧.૬૦ રહ્યો છે. નોંધનીય છે કે PMI ૫૦થી નીચે જાય તો ક્ષેત્રમાં સંકોચન ગણાય છે. અમેરિકન અર્થતંત્રમાં ઉત્પાદન ક્ષેત્રનો હિસ્સો હાલમાં લગભગ ૧૦.૨૦% છે. સર્વેમાં ભાગ લેનાર ઉત્પાદકોએ જણાવ્યું હતું કે નવા ઓર્ડર્સમાં ઘટાડો…
રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૪.૧૧.૨૦૨૫ ના રોજ… બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૫૨૩૧ સામે ૮૫૩૨૦ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૪૭૧૦ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૭૬૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૩૧ પોઈન્ટના ઘટાડા સાથે ૮૪૯૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૬૦૭૭ સામે ૨૬૧૧૧ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૫૯૫૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૧૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી…
ભારતે અમેરિકા સાથે ૨.૨ મિલિયન ટન એલપીજીની સપ્લાઈ માટે ટર્મ કરાર કર્યો છે, જે વૈશ્વિક ઊર્જા બજારમાં વધતી અનિશ્ચિતતાઓ વચ્ચે દેશની ઊર્જા સુરક્ષા વધુ મજબૂત બનાવશે. કરાર મુજબ, ૨૦૨૬થી ભારતની સરકારી તેલ કંપનીઓ દેશની કુલ એલપીજી જરૂરિયાતનો લગભગ ૧૦% ભાગ અમેરિકાથી આયાત કરશે. હાલ સુધી ભારતનું અમેરિકા સાથે એલપીજી સપ્લાઈ અંગે લાંબા ગાળાનું કોઈ કરાર ન હતું. દેશ પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે અંદાજે ૬૦% એલપીજી આયાત કરે છે, જેમાંથી લગભગ ૯૦% ભાગ પશ્ચિમ એશિયાના દેશો યુએઈ, કતાર, સાઉદી અરેબિયા અને કુવૈતમાંથી આવે છે. વિશે‐શ્લેષકો કહે છે કે અમેરિકાથી એલપીજી લેવાનું પગલું ભારતને ઊર્જા સ્ત્રોતોની વિવિધતા મળે તે માટે મહત્વપૂર્ણ…
જીએસટીમાં ૬%નો ઘટાડો પ્રીમિયમ કાર સેગમેન્ટ માટે મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો છે. નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં નકારાત્મક વૃદ્ધિ દર્શાવનાર પ્રીમિયમ કાર માર્કેટ, તાજેતરના જીએસટી રાહત પછી ફરી સ્થિરતા તરફ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને ડિઝલ કાર પર મળેલી રાહતે તેની માંગમાં નોંધપાત્ર વધારો લાવ્યો છે, જેના કારણે માર્કેટ શેર ૨૯% થી વધી ૪૦% થયો છે અને તેમાં ગુજરાત સૌથી આગળ છે, એમ મર્સિડીઝ-બેન્ઝ ભારતના એમડી અને સીઇઓ સંતોષ અય્યરે જણાવ્યું હતું. કંપનીએ ચાકણ પ્લાન્ટમાં લગભગ રૂ.૩૦૦૦ કરોડનું રોકાણ કર્યું છે, જ્યાં વર્ષે ૨૦,૦૦૦ લક્ઝરી કાર બનાવવાની ક્ષમતા છે. ભારતમાં દર વર્ષે આશરે ૫૦,૦૦૦ લક્ઝરી કારનું…
પ્રારંભિક જાહેર ઓફર (IPO)માં ઓફર્સ ફોર સેલ (OFS) મારફતે ઉઠાવાયેલી રકમ ૨૦૨૫માં લગભગ રૂ. ૯૬,૦૦૦ કરોડ સુધી પહોંચી છે, જે ગયા વર્ષના રૂ. ૯૫,૨૮૫ કરોડના રેકોર્ડને પાર કરી ચૂકી છે. આ વર્ષની અંદર આઈપીઓ દ્વારા કુલ રૂ. ૧.૫૩ લાખ કરોડ ભંડોળ એકત્રિત થયું છે. આ વર્ષે નવા શેર ઇશ્યુ દ્વારા મળેલી તાજી મૂડી રૂ. ૫૬,૭૯૬ કરોડ રહી છે, જેને નિષ્ણાતો સ્વતંત્ર ધોરણે પણ મજબૂત આંકડો માને છે. વર્ષના અંત સુધીના બાકી રહેલા છ અઠવાડિયામાં, આઈપીઓની કુલ સંખ્યા પણ ગયા વર્ષની સરખામણીમાં નવો રેકોર્ડ બનાવવાની નજીક છે. ખાસ કરીને, OFS દ્વારા એકત્ર થતી રકમ પહેલીવાર રૂ. ૧ લાખ કરોડનો આંકડો વટાવવાની…
ઓક્ટોબર મહિનામાં દેશના આઠ કોર સેક્ટરનો વિકાસ દર શૂન્ય રહ્યો હતો, જે છેલ્લા ૧૪ મહિનાનો સૌથી નીચો સ્તર છે. સપ્ટેમ્બરમાં ૩.૩% વૃદ્ધિ બાદ આ ફ્લેટ ગ્રોથથી અર્થવ્યવસ્થાના મુખ્ય સેક્ટરોના મોમેન્ટમ પર બ્રેક લાગી છે, એવું વાણિજ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ તાજેતરના આંકડા દર્શાવે છે. ઉત્પાદન સેક્ટરમાં કોલસા અને વીજ ઉત્પાદન બંનેમાં નોંધપાત્ર ઘટાડો નોંધાય છે. કોલસાના ઉત્પાદનમાં ૮.૫%નો નેગેટિવ ગ્રોથ જોવા મળ્યો, જ્યારે વીજ ઉત્પાદન ૭.૬% ઘટ્યું હતું. નેચરલ ગેસનું ઉત્પાદન પણ ૫% ઘટ્યું અને ક્રૂડ ઓઈલ ઉત્પાદન ૧.૨% ઓછું રહ્યું. બીજી તરફ, કેટલાક સેક્ટરે ઓક્ટોબરમાં સુધારાની નિશાની આપી છે. રિફાઈનરી પ્રોડક્ટ્સનું ઉત્પાદન સતત બે મહિના ઘટ્યા બાદ ૪.૬% વધ્યું…
રિઝર્વ બેન્ક ડિસેમ્બરમાં રેપો રેટમાં ૦.૨૫%નો ઘટાડો કરી શકે છે, એમ મોર્ગન સ્ટેન્લીએ તેના તાજેતરના અહેવાલમાં જણાવ્યું છે. રિપોર્ટ પ્રમાણે રિટેલ મોંઘવારીનો દર નોંધપાત્ર રીતે ઘટ્યો છે અને આગામી મહિનાઓમાં પણ તે નિયંત્રણમાં જ રહેશે તેવી સંભાવના છે. અનુમાન મુજબ, ડિસેમ્બરની મોનિટરી પોલિસી મીટિંગમાં રેપો રેટ ૨૫ બેસિસ પોઈન્ટ ઘટીને ૫.૨૫% થઈ શકે છે. જોકે, આરબીઆઈ પોતાની વ્યાપક નીતિ-વૃત્તિ યથાવત રાખશે અને આવનારા ડેટા ઉપર આધારિત ‘વેઈટ એન્ડ વોચ’ અભિગમ અપનાવશે. મોર્ગન સ્ટેન્લીએ જણાવ્યું છે કે આરબીઆઈ વ્યાજદર, લિક્વિડિટી અને રેગ્યુલેટરી ફ્રેમવર્ક – આ ત્રણેય ક્ષેત્રોમાં સંતુલિત સ્ટ્રેટેજી અપનાવશે. આ અભિગમથી ઘેરા સ્તરે આર્થિક ગતિશીલતાનો અંદાજ મેળવવામાં મદદ મળશે, જે…
