(જી.એન.એસ) તા. ૩૦
અમદાવાદ,
કેટલીક વખત એવી ઘટનાઓ પણ સામે આવે છે કે, સંચાલકોની બેદરકારીના કારણે લોકો જીવ ગુમાવે છે. બોટ સેફ્ટીના સાધનો ન હોય અથવા તો પ્રવાસીઓને લાઈફ જેકેટ પહેરાવવામાં આવતા નથી.
અમદાવાદ શહેરમાં તળાવમાં સુરક્ષાને લઈને SOP જાહેર કરવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનરે લોકોની સુરક્ષા માટે SOP જાહેર કરી છે. બોટિંગ સ્થળે ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ ફરજીયાત કરવામાં આવી છે.SOP મુજબ મુસાફરો જેટલા લાઈફ જેકેટ રાખવા પડેશ. ટિકિટ સમયે મુસાફરનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે. જરૂર હોય ત્યાં CCTV કેમેરા લગાવવા SOPમાં સૂચના આપવામાં આવી છે.બોટિંગ સ્થળે મુસાફરોની ક્ષમતા દર્શાવતા બોર્ડ લગાવવાના રહેશે.ટ્રીપમાં કેટલા મુસાફરો ગયા તેનો રેકોર્ડ રાખવો પડશે.
બોટિંગ સ્થળે ઇમરજન્સી બોટ ફરજીયાત રાખવી પડશે. બોટિંગ સ્ટાફ, તરવૈયા અને નિષ્ણાત લોકોને રાખવા પડશે. કોર્પોરેશન મંજૂરી વગર કોઈપણ સ્ટોલ નહીં રાખી શકાય.
થોડા વર્ષો પહેલા વડોદરાની ન્યૂ સનરાઈઝ નામની શાળાના વિદ્યાર્થીઓને હરણી તળાવ ખાતે પ્રવાસ માટે લઈ જવાયા હતા. જ્યાં બાળકોને બોટિંગ કરાવવામાં આવ્યુ હતુ. તે સમયે બોટ પલટી ગઇ હતી. આ દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકનું ડૂબવાથી મોત નિપજ્યું હતું. આ બોટમાં તમામને લાઈવ જેકેટ પણ આપવામાં આવ્યા ન હતા. તપાસમાં ખુલાસો થયો હતો કે, બોટની ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડવાને કારણે જ આ ગોઝારી દુર્ઘટના સર્જાઈ હતી. ત્યારે હવે આવી ઘટનાઓ ન બને તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સફાળું જાગ્યું છે. આવી દુખદ ઘટનાઓ ન બને અને લોકોને જીવ ગુમાવવાનો વારો ન આવે તે માટે એસઓપી જાહેર કરવામાં આવી છે.

