(જી.એન.એસ) તા. ૯
ગાંધીનગર,
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટ બેઠક બાદ પત્રકાર પરિષદને સંબોધન કરતા પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, ગત તા. ૦૭ ઓક્ટોબરના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની જનસેવા સાધના અને રાષ્ટ્ર સમર્પણના ૨૫ વર્ષ પૂર્ણ થયા છે. વિતેલા ૨૫ વર્ષોમાં વડાપ્રધાનશ્રીએ સત્તા નહીં પરંતુ સેવાને શાસનના કેન્દ્રમાં રાખીને ‘રાષ્ટ્ર પ્રથમ’ના સંકલ્પની અવિરત સાધના કરી છે.
આ સાધનાને બિરદાવવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની જનસેવા અને રાષ્ટ્રસમર્પણના ૨૫ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સર્વાનુમતે એક વિશેષ અભિનંદન પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે. જે શબ્દશઃ નીચે મુજબ છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની જનસેવા સાધના અને રાષ્ટ્ર માટે સમર્પણના 25 વર્ષ પૂર્ણ થવા અંગે
રાજ્ય મંત્રીમંડળનો અભિનંદન પ્રસ્તાવ-
તા.7 ઓક્ટોબરનો દિવસ દેશના લોકતાંત્રિક ઇતિહાસમાં જનહિત અનેરાષ્ટ્રહિત માટેની અવિરત સેવાશક્તિ માટેના પ્રેરણાદાયી પડાવ રૂપે અંકિત થયોછે. ગુજરાતનું ગૌરવ, વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને દેશના યશસ્વીવડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જનસેવા તથા રાષ્ટ્ર સમર્પણના સફળ 25 વર્ષપૂર્ણ થયાં છે. તે જનવિશ્વાસ અને જનસમર્થનનું પ્રતિબિંબ છે.
તા.7 ઓક્ટોબર 2001થી તા.7 ઓક્ટોમ્બર 2026 સુધીના 25 વર્ષમાં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે 13 વર્ષ અને પ્રધાનમંત્રી તરીકેના 12 વર્ષપ્રધાનસેવકના રૂપમાં સૌથી લાંબો “હેડ ઓફ ગવર્મેન્ટ” નો સેવાકાળ એજનસેવા અને દેશની સર્વાંગી પ્રગતિ માટે અવિસ્મણીય બની રહ્યો છે અનેવિશ્વમાં સૌથી લોકપ્રિય નેતૃત્વ તરીકે તેઓ પ્રેરણા આપી રહ્યાં છે ત્યારે શ્રીનરેન્દ્રભાઈ મોદીના પ્રમાણિક વ્યક્તિત્વ, અથાક પરીશ્રમ, જનકલ્યાણનીતિ-યોજનાઓ, દેશના સર્વાંગી વિકાસ અને વિશ્વમાં ભારતનાગૌરવ વધારવાના અવિરત પ્રયાસોને રાજય મંત્રીમંડળની આ બેઠક ગૌરવ સાથેબિરદાવે છે અને હૃદયપૂર્વક અભિનંદન સાથે આભારની લાગણી વ્યક્ત કરે છે.
તા.07 ઓક્ટોબર 2001ના રોજ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતનામુખ્યમંત્રી તરીકે સેવાદાયિત્વ સંભાળ્યું ત્યારે ગુજરાત ભૂકંપ, વીજળી અનેપાણીની અછત, સતત દુષ્કાળની પરિસ્થિતિ, પ્રાથમિક અને માળખાકીયજનસુવિધાઓનો અભાવ જેવા અનેક પડકારો અને ગુજરાતને સતત બદનામકરવાના અપપ્રચારો સામે ઝઝૂમીને તેમણે ગુજરાતને માત્ર બેઠું કર્યું જ નહીં પરંતુ, સર્વાંગી પ્રગતિ માટે ગુજરાતને પુનઃચેતનવંતુ, ધબકતું અને દોડતું કર્યું. તેમનીવિકાસની રાજનીતિએ દેશ અને વિશ્વમાં ગુજરાતને વિકાસના શ્રેષ્ઠ મોડેલ તરીકેનુંગૌરવ અપાવ્યું છે. તેને ગુજરાતની જનતા જનાર્દન કયારેય ભૂલી શકશે નહિં.
સ્વતંત્રતા હોય કે સુરાજય ગુજરાતે હમેશાં દેશને દિશા આપી છે. શ્રીનરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતાં ત્યારે કહેતાં કે, “ગુજરાત મારોઆત્મા છે, ભારત મારો પરમાત્મા છે.” હું ગુજરાતના વિકાસ દ્વારા ભારતનોવિકાસ કરવા માગું છું. ગુજરાતમાં 24 કલાક વીજળી,પાણીનું વ્યાપકવ્યવસ્થાપન, શિક્ષણ, આરોગ્યસેવા, માળખાકીય સુવિધા, મૂડીરોકાણ, પ્રવાસન, ગરીબ અને મધ્યમ વર્ગ માટેની યોજનાઓ, ખેડૂતહિત યોજના, યુવાનોનેશિક્ષણ અને રોજગારીની તકો, મહિલા સશક્તિકરણ, આદિવાસીઓ, SC, OBC કલ્યાણ માટેની યોજનાઓથી તેમના નેતૃત્વમાં ગુજરાતની સર્વસમાવેશી, સર્વસ્પર્શી અને સર્વગ્રાહી વિકાસયાત્રાના એક યુગનો પ્રારંભ થયો.
ઊર્જા ક્ષેત્રમાં આવેલી ક્રાંતિથી ગુજરાતે અકલ્પનીય ગતિ અને પ્રગતિઅનુભવી છે.
જ્યોતિગ્રામ યોજના દ્વારા 18 હજાર ગામોમાં થ્રી ફેઝ વીજપૂરવઠો પૂરોપાડીને સમગ્ર દેશમાં ગુજરાત વીજક્રાંતિનું માઈલસ્ટોન બની ગયું. ગુજરાતનીસમગ્ર જનતાને 24 કલાક વિજળીથી ઘર અને તમામ પ્રકારની નાની-મોટીસુવિધા, રોજગાર માટેનાં એક હાંશકારાની અનુભૂતિ થઈ હતી. એક સમયેવીજળીની અછત સામે ઝઝૂમી રહેલું ગુજરાત સરપ્લસ રાજય બન્યું છે. 2001-2002માં રાજ્યની સ્થાપિત વીજક્ષમતા 8,750 મેગાવોટ હતી જે 2025-26માંવધીને 71,965 મેગાવોટ પહોંચી છે. રીન્યુએબલ એનર્જીના મહત્વને સમજીને2012માં દેશનો પ્રથમ સોલાર પાવર પ્લાન્ટ ચારણકામાં શરૂ કરાવ્યો. કચ્છ ખાતેવિશ્વનો સૌથી મોટો હાઈબ્રીડ રીન્યુએબલ એનર્જીપાર્ક બની રહ્યો છે. આજેરીન્યુએબલ એનર્જી ક્ષેત્રે ગુજરાત દેશનું અગ્રીમ રાજય બન્યું છે. સમગ્ર દેશમાંસોલાર રૂફટોપના અમલીકરણમાં ગુજરાત અગ્રેસર છે. પી.એમ.સૂર્યઘર મફતવિજળી યોજનામાં સોલાર રૂફટોપ લાભાર્થીઓને 4520 કરોડથી વધુનીસબસીડી આપવામાં આવી છે. પર્યાવરણ સુરક્ષા માટે એશિયાભરમાં પ્રથમ વખત ગુજરાતમાં તેમના નેતૃત્વમાં ક્લાયમેટ ચેન્જનો વિભાગ શરૂ થયો અને પર્યાવરણ મૈત્રીપૂર્ણ વિકાસને તેમને નવી ગતિ આપી છે.
પાણીદાર નેતૃત્વ જ પાણી, વિકાસ અને સુરક્ષા આપી શકે -અવરાનવાર પડતા દુષ્કાળ અને પાણીની કારમી અછતનો ઉપાય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપ્યો
સમગ્ર ગુજરાતમાં પાણી અંગે અત્યંત ખરાબ અને દયનીય સ્થિતી હતી. ગુજરાતની પ્રજાને પીવાના પાણી માટે ફાંફા હતાં. ત્યારે સિંચાઈના પાણી માટેપૂછવું જ શું ? સતત દુષ્કાળના ડાકલા સાથે પાણી વગર ટળવળતા ખેડૂતો વગેરેડરામણાં દૃશ્યો ગુજરાતની જનતા ભૂલી નથી. ભૂતકાળમાં નર્મદા ડેમની ઊંચાઈ, વિસ્થાપિતો, ડેમના દરવાજા, પર્યાવરણ અને નર્મદા વિરોધીને પ્રોત્સાહન મળવાનેકારણે નર્મદા યોજના સંપૂર્ણ ખોરંભે પડી ગઈ હતી. ગુજરાત વિરોધીઓએ નર્મદાયોજનાને સતત અટકાવવા, લટકાવવા અને ભટકાવવાનો પ્રયાસ કર્યો હતો. તેસમયે શ્રી નરેન્દ્રભાઈ નર્મદા યોજના માટે કેન્દ્ર સામે ઝઝૂમ્યાં અને નર્મદા યોજના માટે તેમણે ઉપવાસ કરીને ગુજરાત હિતની કટીબદ્ધતા દર્શાવી દીધી હતી.
તા.26મી મે, 2014માં વડાપ્રધાન બન્યાં પછી માત્ર 17માં દિવસે નર્મદાયોજનાનાં તમામ પ્રકારના અવરોધો દૂર કરીને ડેમના દરવાજા મૂકવાની પરવાનગીઆપીને ગુજરાતની વર્ષો જૂની લાગણી અને માંગણીનો ઉકેલ લાવી લીધો હતો. આજે નર્મદા એ ગુજરાતની સમૃદ્ધિની ભાગ્યરેખા બની ગઈ છે. ઉત્તર ગુજરાતમાંસુજલામ-સુફલામ યોજના દ્વારા 1.30 લાખ હેકટર વિસ્તારમાં સિંચાઈની સુવિધાઉપલબ્ધ બની છે અને 1300થી વધુ ગામડાઓને તેને લાભ મળી રહ્યો છે. સૌનીયોજના દ્વારા સૌરાષ્ટ્રના 109 જળાશયો, 234 તળાવો, 1616 ચેકડેમને નર્મદાનાપાણીથી ભરવામાં આવ્યાં છે. જેના પરિણામે સિંચાઈ અને પીવાના પાણીનીઉપબ્ધતામાં નોંધપાત્ર વધારો થયો છે. નર્મદાના મુખ્ય કેનાલથી લઈનેસબમાઈનોર કેનાલનું 70,000 કિ.મી.થી વધુનું નેટવર્ક તેમજ 1,25,000 કિ.મી.થી વધુના સપ્લાઈગ્રીડ પાઈપલાઈનનું નેટવર્ક જે એશિયાનું સૌથી મોટુંનેટવર્ક છે.
એક સમયે પાણીની અછત અને દુષ્કાળનો અવારનવાર સામનો કરતા ગુજરાતમાં શ્રી મોદી સાહેબના આયોજનબદ્ધ જળ વ્યવસ્થાપનથી આ સમસ્યાનું મહદઅંશે નિવારણ થયું છે.
ઇન્ફ્રાસ્ટ્રકચરથી વિકાસની નવી ગતિ
વિકાસની પહેલી શરત પરિવહન માટે રોડ, રસ્તા, રેલ, હવાઈ માર્ગ, સમુદ્ર માર્ગ એમ ચારેયનું સુદ્રઢ માળખું અપનાવીને શ્રી નરેન્દ્રભાઈએ પાણી, વીજળી જેવી પાયાની જરૂરિયાતો સંતોષવા સાથોસાથ વિકાસની નવી ઉંચાઈ સર કરવા રાહ ચિંધ્યો.
પ્રગતિપથ, વિકાસપથ, પ્રવાસીપથ, કિસાનપથ અને મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાથી 73 હજાર કિલોમીટરથી વધુ લાંબા, પાકા અને બારમાસી રસ્તાઓનો લાભ ગ્રામીણ જનતાને મળતો થયો.
વર્ષ 2014થી અત્યાર સુધીમાં ગુજરાતમાં રૂ. 21,618 કરોડના ખર્ચે 314 કિમી લાંબા એક્સપ્રેસ-વેનું નિર્માણ પૂર્ણ થયું છે અને રૂ. 27,944 કરોડના ખર્ચે436 કિમીના એક્સપ્રેસ-વેનું નિર્માણ કાર્ય પ્રગતિમાં છે. રોડ નેટવર્ક સાથે રેલવે સુવિધાઓ પણ તેમણે રાજ્યમાં સુદ્રઢ બનાવી વંદે ભારત ટ્રેનો, રેલવેના ગેજ કન્વર્ઝન, રેલવે લાઈનોનું 100 ટકા ઈલેક્ટ્રીફિકેશન અને શહેરોમાં મેટ્રો ટ્રેન જેવી ભેટથી ગુજરાતની વિકાસ ગતિને વેગ મળ્યો છે.
રાજકોટ અને સુરતને ઇન્ટરનેશનલ એરપોર્ટ મળતા એર કનેક્ટિવિટીથી વિશ્વ સાથે જોડાણ થયું.
રાજ્યના બંદરો સમૃદ્ધિના પ્રવેશ દ્વાર બન્યા અને સામુદ્રિક વિરાસતની ભવ્યતા ઉજાગર કરતું નેશનલ મેરી ટાઈમ હેરિટેજ કોમ્પલેક્ષ નિર્માણ થઈ રહ્યું છે.
શ્રી મોદી સાહેબે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસને પણ અગ્રતા આપી અને જીસ્વાન નેટવર્કથી છેક ગ્રામ્ય વિસ્તારોને ડિજિટલ કનેક્ટિવિટી મળી. ઇ-ગ્રામ-વિશ્વગ્રામથી ગ્રામ પંચાયતોમાં પણ ઓનલાઇન સર્વિસીસ અને નગરોમાં સીટીઝન સેન્ટ્રિક સેવાઓનો વ્યાપ વધ્યો. પ્રજાની સમસ્યાની રજૂઆત અને ત્વરિત નિવારણ માટે પણ ટેકનોલોજીનો ઉપયોગ થઈ શકે તે દેશને તેમણેગુજરાતના સ્વાગત ઓનલાઇનની સફળતાથી બતાવી દીધું.
સરકારની યોજનાઓની સંપૂર્ણ જાણકારી અને ઘેર બેઠા લાભ મળી રહે તે માટે યોજનાકિય પોર્ટલ્સ અને મારી યોજનાનો અભિગમ અપનાવ્યો. યોજનાના લાભાર્થીઓને કોઈ જ વચેટીયા વિના સીધા જ લાભ તેમના બેંક ખાતામાં આપવા ડીબીટી અને ડિજિટલ ટ્રાન્ઝેક્શનની ભેટ પણ શ્રી મોદી સાહેબે આપી છે.
જગતના તાતના હિતોના રક્ષણથી અન્નદાતા આત્મનિર્ભર બનાવવાની દિશા
વડાપ્રધાનશ્રીએ જગતના તાત કહેવાતા ખેડૂતોના હિતોને અને તેની આત્મનિર્ભરતાને અગ્રતા આપી છે. એક સમયે આકાશી ખેતી કરતો ખેડૂત કૃષિ મહોત્સવ, પશુ આરોગ્ય મેળાથી આર્થિક સમૃદ્ધ થયો છે.ખેડૂતોની આવકમાં વધારો થાય, ખેતી વધુ ટકાઉ અને સમૃદ્ધ બને તથા ખેતી સાથે સંકળાયેલી નવી તકોનું સર્જન થાય તે દિશામાં અનેકવિધ પ્રયાસો કરવામાં આવ્યા છે. ‘બેક ટુ બેઝિક’ના મંત્ર સાથે પ્રાકૃતિક ખેતીને પણ વેગ આપવામાં આવ્યો છે. ગુજરાતમાં આશરે 8.50 લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવીને માત્ર પોતાની જમીન અને ખેતીને નવી દિશા આપી રહ્યા નથી, પરંતુ ધરતીમાતાને ઝેરમુક્ત બનાવવા અન્ય ધરતીપુત્રો માટે પણ પ્રાકૃતિક ખેતી અપનાવવાના પ્રેરણારૂપ છે.
ખેડૂતોને સીધી આર્થિક સહાય પહોંચાડવાના ઉદ્દેશથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં રાજ્યના 69 લાખથી વધુ ખેડૂત પરિવારોને અત્યાર સુધીમાં 23 હપ્તામાં કુલ રૂ. 23 હજાર કરોડથી વધુની રકમ સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવી છે. આ યોજના ખેડૂતો માટે મહત્વપૂર્ણ આધાર બની છે.
અન્નદાતા ખેડૂતોને તેમની કૃષિ પેદાશોના યોગ્ય ભાવ મળે તે માટે ટેકાના ભાવે ખરીદીની વ્યવસ્થાને પણ મજબૂત કરવામાં આવી છે. 11315 કરોડ રૂપિયાના મુલ્યની 38.44 લાખ કપાસ ગાસડી ટેકાના ભાવે ખરીદી છે. ૨૦૧૪-૧૫થી આજદિન સુધી ૪૬,૮૮,૯૭૮ ખેડૂતો પાસેથી રૂ.૬૩,૨૧૧ કરોડનામૂલ્યની જણસી ટેકાના ભાવે ખરીદ કરવામાં આવી છે.
સહકાર સે સમૃદ્ધિનો વડાપ્રધાનશ્રીએ આપેલો મંત્ર સહકારી મંડળીઓના સશક્તીકરણથી સાકાર થયો છે. પેક્સનો વિવિધ સેવા કેન્દ્ર તરીકે વ્યાપ વધારવામાં આવ્યો છે અને દેશની પ્રથમ ત્રિભૂવન સહકારી યુનિવર્સિટી વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી ગુજરાતમાં સ્થપાઈ છે. રાજ્યમાં 14 હજાર ગામોમાં દૂધ મંડળીઓ માટે 12500 માઈક્રો એટીએમથી સહકારી મંડળીઓ અને ગ્રામીણ અર્થતંત્ર વધુ મજબુત થયાં છે.
નારી તું નારાયણી – મહિલા સશક્તિ કરણનો નવો અધ્યાય
મહિલાઓની આરોગ્ય રક્ષા, સન્માન અને જીવનની ગુણવત્તામાં સુધારો લાવવા સાથે મહિલાઓના સર્વાંગી વિકાસ માટે અલાયદા મહિલા અને બાળ વિકાસ વિભાગની શરૂઆત કરાવવાની તત્કાલિન મુખ્યમંત્રી શ્રી મોદી સાહેબે મહત્વપૂર્ણ પહેલ કરી હતી. ગુજરાત નારી ગૌરવ નીતિનું ગઠન કરનારું પ્રથમ રાજ્ય બન્યું. તેમનાં માર્ગદર્શનમાં ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મહિલાઓ માટે 50 ટકા અનામતની શરૂઆત થઈ છે.
મહિલાઓને માત્ર લાભાર્થી નહીં પરંતુ આર્થિક રીતે સશક્ત અને આત્મનિર્ભર બનાવવાના પ્રયાસોથી ગુજરાતની ૫.૯૬ લાખથી વધુ મહિલાઓ લખપતિ દીદી બની છે. 4500 જેટલી મહિલા સંચાલિત દૂધ મંડળીઓ અને સખી મંડળોની રચના કરીને માતા-બહેનોને પરિવારનો આર્થિક આધાર બનવાની તક આપી છે. ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ દ્વારા લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે એક તૃતીયાંશ અનામતની જોગવાઈ કરવામાં આવી છે. અભયમ હેલ્પલાઈન દ્વારા મહિલા સુરક્ષા સુનિશ્ચિત કરી છે. શ્રી મોદી સાહેબે હોસ્પિટલમાં પ્રસુતિ પછી માતા અને નવજાત બાળકને સુરક્ષિત રીતે ઘરે પહોંચાડવા ખિલખિલાટ સેવા શરૂ કરાવીને માતૃશક્તિ પ્રત્યેની સંવેદના વ્યક્ત કરી છે.
યુવા શક્તિને મળી ઊંચી ઉડાન
વડાપ્રધાનશ્રીના પ્રયાસોના પરિણામે ગુજરાત આજે દેશમાં સૌથી ઓછો બેરોજગારી દર ધરાવતું રાજ્ય છે. ભારત સરકારના પીરીયોડિક લેબર ફોર્સ સર્વે (PLFS) મુજબ, દેશના સરેરાશ ૩.૨ ટકા બેરોજગારી દરની સામે ગુજરાતમાં માત્ર ૧.૧ ટકા જેટલો નીચો દર છે.
રાજ્યમાં યુવા ઉદ્યોગસાહસિકતા અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે મજબૂત સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમનું નિર્માણ કર્યુ છે. ઇન્ક્યુબેટર્સ, ઇનોવેટિવ યુવા, ટેક્નોલોજી ક્ષેત્રની ઇન્ડસ્ટ્રીઝ તથા તેમને પ્રોત્સાહન અને માર્ગદર્શન આપતી વિવિધ નીતિઓના પરિણામે ગુજરાત દેશના સ્ટાર્ટઅપ રેન્કિંગમાં સતત ‘બેસ્ટ પરફોર્મિંગ સ્ટેટ’ તરીકે સ્થાન મેળવી રહ્યું છે. ગુજરાતના યુવાનોમાં રહેલી ઉદ્યોગસાહસિકતા, નવીન વિચારશક્તિ અને ટેક્નોલોજી આધારિત વિકાસની ક્ષમતાનું આ પ્રતિબિંબ છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખેલે તે ખિલેના ઉદ્દેશ સાથે રાજ્યમાં ૨૦૧૦માં ખેલ મહાકુંભની શરૂઆત કરાવી હતી. ખેલ મહાકુંભથી લોકોમાં રમતગમત પ્રત્યે જાગૃતિ કેળવાય, શારિરીક તંદુરસ્તી જળવાઈ રહે અને રમતગમતની સંસ્કૃતિનો વિકાસ થાય સાથો સાથ ફિટનેસને પણ મહત્વ મળે તે માટે ગ્રામ્યકક્ષાથી રાજયકક્ષા સુધીની વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે.
આદિવાસીઓ વિકાસની મુખ્ય ધારામાં આવ્યા
રાજ્યના આદિજાતિ વિસ્તારોને પણ વિકાસની મુખ્યધારામાં લાવવાના શ્રી નરેન્દ્રભાઈના વિઝનથી વનબંધુ કલ્યાણ યોજનામાં રૂ.1 લાખ કરોડના ખર્ચદ્વારા વનબંધુઓના આજીવિકા, આવાસ, શિક્ષણ પીવાનું પાણી, સિંચાઈ જેવી સુવિધાઓ અને સહાય મળતી થઈ છે.
આદિવાસીઓના ભગવાન બિરસામુંડાની 150મી જન્મજયંતિના અવસરે વડાપ્રધાનશ્રીએ ગુજરાતને વધુ રૂ.2 લાખ કરોડની જનજાતિય કલ્યાણ યોજના આગામી પાંચ વર્ષ માટે આપી છે. આદિજાતિ વિસ્તારના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણની વધુ તકો ઉપલબ્ધ થાય તે માટે પંચમહાલ જિલ્લામાં શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટી અને નર્મદા જિલ્લામાં બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે.
આદિવાસી સંસ્કૃતિના સંવર્ધન માટે ટ્રાઈબલ મ્યુઝિયમનું નિર્માણ તેમની પ્રેરણાથી થયુ છે. વન અધિકાર નિયમ અંતર્ગત 1 લાખથી વધુ દાવાઓ મંજૂર કરવામાં આવ્યા છે અને 70 હજાર હેક્ટર જંગલ જમીનની ફાળવણી કરવામાં આવી છે.
વંચિતોને વરિયતા એ વડાપ્રધાનશ્રીનો હંમેશા અભિગમ રહ્યો છે. તેમના દિશાદર્શનમાં દેશમાં ડો.બાબા સાહેબ આંબેડકર સાથે જોડાયેલા પાંચ અગ્રણી સ્થળોનો પંચ તીર્થ તરીકે વિકાસ થયો છે. તેમાં વડોદરામાં સંકલ્પ ભૂમિ પણ નિર્માણ પામી છે. ડો. આંબેડકરે આપેલા સંવિધાનનું સન્માન વડાપ્રધાનશ્રીએ હાથીની અંબાડી પર સંવિધાનની યાત્રા યોજીને કર્યુ અને દેશને એક નવો રાહ ચિંધ્યો.
શહેરોમાં ઉચ્ચ અભ્યાસ માટે આવતા એસ.સી., એસ.ટી., ઓબીસીના વિદ્યાર્થીઓ માટે સમરસ છાત્રાલયો તેમની પ્રેરણાથી બન્યા છે. વિદેશ અભ્યાસ અને ઉચ્ચ અભ્યાસ માટે લોન સહાય પણ તેમણે શરૂ કરાવી છે.
ગરીબ કલ્યાણ અને સામાજિક સુરક્ષાથી ગરીબ બન્યો સશક્ત-કોઈ ભુખ્યુ ન સુવે તેની કાળજી – રોટીનો ટુકડો હરી આવે ઢુકડો
સમાજના ગરીબ, વંચિત અને જરૂરિયાતમંદ વર્ગોને વિકાસની મુખ્યધારામાં જોડવાના સંકલ્પ સાથે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત ગુજરાતના ૩.૩૫ કરોડથી વધુ લાભાર્થીઓને લાભ મળ્યો છે. ગરીબ પરિવારોને અન્ન સુરક્ષા પૂરી પાડવાની સાથે તેમની આર્થિક સક્ષમતા વધે તે માટે પણ અનેક કલ્યાણકારી પગલાં લેવામાં આવ્યા છે.
ગરીબોને તેમનો હક સીધો જ મળે અને વચેટિયાઓ નાબૂદ થાય તે હેતુથી તેમણે 2009માં ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ કરાવ્યો હતો. અત્યાર સુધીમાં રાજ્યમાં યોજાયેલા ગરીબ કલ્યાણ મેળાઓથી 2 કરોડથી વધુ લાભાર્થીઓએ વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવ્યો છે.
પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ ગુજરાતના ૧.૯૮ કરોડ ખાતાધારકોનો સમાવેશ થાય છે. આ યોજનાઓએ ગરીબ અને સામાન્ય પરિવારોને બેંકિંગ વ્યવસ્થા સાથે જોડીને નાણાકીય સેવાઓની પહોંચ વધુ વ્યાપક બનાવી છે.
‘સૌના માથે પાકી છત’નો સંકલ્પ સાકાર કરવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા ગુજરાતમાં શહેરી વિસ્તારોમાં ૯.૨૦ લાખથી વધુ અને ગ્રામીણ વિસ્તારોમાં ૭.૦૪ લાખથી વધુ આવાસોનું નિર્માણ થયું છે. આ આવાસોએ લાખો પરિવારોને માત્ર રહેઠાણ જ નહીં, પરંતુ સુરક્ષા, સન્માન અને પોતાના ઘરનું સ્વપ્ન પણ પૂરું પાડ્યું છે.
શિક્ષણ-21મી સદીના વિકાસનો આધાર
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતે શિક્ષણ ક્ષેત્રે વિકાસની એક નવી દિશા કંડારી છે. શિક્ષણને માત્ર ડિગ્રી મેળવવાનું સાધન નહીં, પરંતુ જ્ઞાન, કૌશલ્ય, સંશોધન અને રોજગારનું મજબૂત માધ્યમ બનાવવાનો અભિગમ ગુજરાતે સાકાર કર્યો છે.
ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ જેવી પહેલો દ્વારા બાળકોને શાળામાં પ્રવેશ અપાવવા અને ખાસ કરીને દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવાનું કાર્ય થયું છે. શાળાઓમાં માળખાકીય સુવિધાઓ, વર્ગખંડો સ્માર્ટ ક્લાસ પણ વધ્યાં છે.
ગુજરાતનું ઉચ્ચ શિક્ષણ પણ ખૂબ વિસ્તર્યું છે. 109 યુનિવર્સિટીઓ ઉચ્ચ અભ્યાસની તકો પુરી પાડે છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં જ્ઞાનથી વિકાસ, કૌશલ્યથી સશક્તિકરણ અને શિક્ષણથી આત્મનિર્ભર ગુજરાતની વિકાસયાત્રા મજબૂત બની છે.
આરોગ્ય સેવાઓ બની વધુ સુલભ-સરળ અને સુરક્ષિત
શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં હેલ્થકેર ક્ષેત્રે વ્યાપક અને મહત્વપૂર્ણ પરિવર્તનો આવ્યા છે અને સારવારની સાથે પ્રિવેન્ટિવ, પ્રોમોટિવ અને હોલિસ્ટિક હેલ્થકેરના અભિગમને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. આધુનિક તબીબી વિજ્ઞાન માટે અદ્યતન માળખાકીય સુવિધાઓનું નિર્માણ, જરૂરી માનવબળનો વિકાસ તથા ફ્યુચરિસ્ટિક ટેકનોલોજીના ઉપયોગ દ્વારા દરેક નાગરિક સુધી ગુણવત્તાયુક્ત અને પરવડે તેવી આરોગ્ય સેવાઓ પહોંચી છે.
ગંભીર બીમારીઓની સારવારના ઊંચા ખર્ચથી આર્થિક સુરક્ષા અને ગરીબ તથા જરૂરિયાતમંદ પરિવારોને ગુણવત્તાયુક્ત આરોગ્યસેવા ઉપલબ્ધ થાય તે માટે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના–આયુષ્માન ભારત અંતર્ગત રૂ. ૫ લાખ સુધીનું આરોગ્ય કવચ પૂરું પાડવામાં આવ્યું છે. રાજ્ય સરકારે આ યોજનામાં વધુ રૂ. ૫ લાખની સહાય ઉમેરીને જરૂરિયાતમંદ નાગરિકો માટે રૂ. ૧૦ લાખ સુધીનું આરોગ્ય સુરક્ષા કવચ ઉપલબ્ધ કરાવ્યું છે.
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત ૨.૭૮ કરોડ નાગરિકોને આયુષ્માન કાર્ડ આપવામાં આવ્યાં છે. આ ઉપરાંત, ૭૦ વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને આવકની કોઈપણ મર્યાદા વિના આરોગ્ય સુરક્ષા ઉપલબ્ધ થાય તે માટે આયુષ્માન વય વંદના કાર્ડનો લાભ અપાય છે, રાજકોટમાં અદ્યતન સુવિધાઓથી સજ્જ AIIMS હોસ્પિટલ કાર્યરત છે. રાજ્યના નાગરિકોને ઘરઆંગણે જ ગુણવત્તાયુક્ત તબીબી શિક્ષણ અને આરોગ્યસેવાઓ ઉપલબ્ધ થાય તે હેતુથી મેડિકલ બેઠકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે.
મેડિકલ કોલેજોની સંખ્યા 2001-02માં 8 હતી, તે વધીને 2025-26માં 43થઈ છે. તબીબી શિક્ષણની તકો અને અદ્યતન આરોગ્યસુવિધાઓમાં થયેલા વિસ્તરણને કારણે નાગરિકોને રાજ્યમાં જ ઉચ્ચ ગુણવત્તાની તબીબી શિક્ષણ અને સારવારની સુવિધાઓ મળી રહે છે.
ગુજરાતની વેપાર-ઉદ્યોગ સાહસિકતાને ગ્લોબલ પ્લેટફોર્મ:- વાઇબ્રન્ટ સમિટ ઔદ્યોગિક વિકાસ
શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત અને ગુજરાતીઓની વેપાર અને ઉદ્યોગ સાહસિકતાને ગ્લોબલ પ્લેટફોર્મ આપવાનો અભિનવ વિચાર આપ્યો. તેમણે 2003માં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની પહેલ કરી. એ વખતે ૩૦૦ જેટલા વેપાર-ઉદ્યોગકારો, પ્રતિનિધિઓની સહભાગીતાથી શરૂ થયેલી સમિટમાં આજે વિશ્વના અનેક દેશો બિઝનેસ ડેલિગેટ્સ, ઇન્ડસ્ટ્રીઝ આઈકોન જોડાય છે.
વાઇબ્રન્ટની ઉત્તરોત્તર સફળતાને પગલે ગુજરાત ગ્લોબલ ગેટવે ટુ ધ ફ્યુચર બન્યું છે એટલું જ નહીં, સૌથી વધુ એફ.ડી.આઈ. મેળવનારા રાજ્યના ગૌરવ સાથે બેસ્ટ ચોઈસ ફોર ઇન્વેસ્ટમેન્ટ બન્યું છે.
વડાપ્રધાનશ્રીની પ્રેરણા અને દિશાદર્શનમાં રિજનલ વાઇબ્રન્ટ કોન્ફરન્સથી વોકલ ફોર લોકલ અને લોકલ ટુ ગ્લોબલને વેગ મળ્યો છે.
ગુજરાતને વિકાસનું રોલ મોડેલ બનાવતી અભિનવ પહેલો સાકાર કરવામાંવડાપ્રધાનશ્રીનું દિશાદર્શન
શ્રી મોદી સાહેબે જે શ્રેષ્ઠ હોય તે ગુજરાતના લોકોને મળે અને ગુજરાતવિકાસનું રોલ મોડલ બને તેવી હંમેશાં નેમ રાખી છે. શિક્ષણ ક્ષેત્રે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, રક્ષા શક્તિ યુનિવર્સિટી અનેરિસર્ચ યુનિવર્સિટી તેમના જ વિઝનથી ગુજરાતમાં કાર્યરત થઈ છે.
પહેલી આંતરરાષ્ટ્રીય ફાઇનાન્સ સીટી-ગિફ્ટ, ભાવનગરમાં પ્રથમસી.એન.જી. ટર્મિનલ, વડોદરામાં ડિફેન્સ એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ, કચ્છનોરિન્યુએબલ એનર્જી પાર્ક, ધોલેરા સાણંદ સેમિકન્ડક્ટર હબ, દાહોદમાં મેક ઇનઇન્ડિયા પહેલ અંતર્ગત લોકોમોટીવ ઉત્પાદન, બુલેટ ટ્રેન, ડી.એફ.આઈ.સી જેવાપ્રકલ્પો તેમના દિશાદર્શનમાં સાકાર થયા છે.
વિરાસતોના ગૌરવની અને ઉત્સવોને લોકોત્સવ બનાવવાની પરંપરા પણતેમણે ગુજરાતમાં ઊભી કરે છે.
સરદાર સાહેબની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી,ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલ, ભુજનું સ્મૃતિવન, માનગઢમાં ગોવિંદગુરુ સ્મારક અને વન જેવા સ્થળો તેમની રાષ્ટ્રહિત ભાવનાના દ્યોતક છે.
શાસ્ત્રોમાં લખ્યું છે કે જનતા હંમેશા ઉત્સવપ્રિય હોવી જોઈએ. ઉત્સવો નિરાશા, હતાશા દૂર કરીને શ્રદ્ધા અને આશા જગાવે છે. ગરીબ, પૈસાદાર, જાતિ-જાતિ વચ્ચેના ભેદભાવ દૂર કરે છે. સામાજિક સમરસતા અને એકતાનું વાતાવરણ નિર્માણ થાય છે. શ્રી નરેન્દ્રભાઈએ ઉત્સવોને રોજગાર અને પ્રવાસન સાથે જોડીને ગુજરાતના આર્થિક વિકાસની તકોને ઉજાગર કરી છે.
ટુરિઝમ માટે કચ્છમાં રણોત્સવ, સાપુતારા મોન્સુન ફેસ્ટિવલ, પતંગોત્સવ, મૂડી રોકાણ અને રોજગારી માટે વાયબ્રન્ટ સમિટ અને નવરાત્રિ ઉત્સવથી ગુજરાતની ગરબા પરંપરાને તેમણે વૈશ્વિક ઓળખ આપી છે.
ગુજરાત ગૌરવ દિવસ, સ્વતંત્રતા દિવસ, પ્રજાસત્તાક દિવસ જેવા રાષ્ટ્રીયપર્વની ઉજવણી જિલ્લાઓમાં કરવાની કેડી તેમણે ગુજરાતમાં કંડારી છે.
ગુજરાતની જનતા જનાર્દનનો શ્રી નરેન્દ્રભાઈ પરનો વિશ્વાસ અને ભરોસો દેશ વાસીઓએ 2014માં અપનાવ્યા: દેશનું સુકાન શ્રી મોદી સાહેબને સોંપ્યું
ગુજરાત અને સમગ્ર દેશની જનતા જનાર્દને શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાંજે સર્વાંગી વિકાસ થયો તે મોડેલને જોયું, જાણ્યું અને અનુભવ્યું, આના જપરિણામે 2014ની ચૂંટણીઓમાં તેમના ટેસ્ટેડ અને ટ્રસ્ટેડ વ્યક્તિત્વને પ્રચંડજનાદેશથી દેશનું સુકાન સોંપ્યું. શ્રી નરેન્દ્રભાઈએ પણ સૌના સાથ, સૌનાવિકાસના મંત્ર સાથે પ્રધાન સેવક તરીકે સત્તાને બદલે સેવાને કેન્દ્રમાં રાખીને જન સેવા એ જ પ્રભુ સેવાના મંત્રને ચરિતાર્થ કર્યો છે.
દેશમાં વિકાસની રાજનીતિ અને પોલિટિક્સ ઓફ પરફોમન્સનો ઇતિહાસરચ્યો. વડાપ્રધાન તરીકે સેવાદાયિત્વ સંભાળવા સાથે તેમણે ગુજરાતનાઅનુભવોના આધારે જનહિત યોજનાઓનો રાષ્ટ્રવ્યાપી વ્યાપ વધાર્યો. માં અમૃતમથી આયુષ્માન ભારત, જ્યોતિગ્રામ યોજનાથી દીન દયાળઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના, નિર્મળ ગુજરાતથી સ્વચ્છ ભારત મિશન, જલમંદિરથી અમૃત સરોવર અને કન્યા કેળવણીથી બેટી બચાવો, બેટી પઢાવોતથા ખેલ મહાકુંભથી ખેલો ઇન્ડિયા જેવા આયોજનો સાકાર થયાં.
શ્રી નરેન્દ્રભાઈએ દેશના વડાપ્રધાન તરીકે પોતાના પ્રથમ પ્રવચનમાં કહ્યું હતુંકે, વંચિતોને વરીયતા તેમની પ્રાથમિકતા છે.
તેમણે ગરીબોને બેન્કિંગ વ્યવસ્થા સાથે જોડવા પ્રધાનમંત્રી જન ધન યોજના, ઉજ્વલા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, જલ જીવન મિશન અન્વયે નલ સેજલ, સ્વામિત્વ યોજના જેવી ગરીબકેન્દ્રી યોજનાઓ આપી.
એટલું જ નહિં, નવી શિક્ષણનીતિમાં કૌશલ્ય વિકાસ પર ફોકસ કર્યું અનેયુવાનોને મુદ્રા યોજના, સ્ટાર્ટ અપ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા, સ્પેસ સેક્ટર અનેઇનોવેશન સાથે જોડીને ગ્લોબલ યુથ બનાવ્યા.
વિકાસ માટે શુદ્ધ, સુરક્ષા માટે યુદ્ધ અને શાંતિ માટે બુદ્ધ એવીવડાપ્રધાનશ્રીની કાર્યશૈલી અને નીતિ
તેમણે દેશના વિકાસ માટે સુરક્ષા સલામતી સાથે આંતકવાદ – નકસલવાદસામે ઝીરો ટોલેરેન્સની નીતિ અપનાવી 370 કલમ નાબૂદ કરવાથી લઈને ત્રીપલતલાક કાનુન, CAA અને નારી શક્તિ વંદન અધિનિયમ, ઓપરેશન સિંદૂર, સર્જીકલ સ્ટ્રાઈક અને નક્સલવાદ નાબુદીથી તેમણે રાષ્ટ્રહિત સર્વોપરીની ભાવનાજગાવી છે.
ભરતી પ્રક્રિયામાં પેપર લિક અને નકલ જેવી પ્રવૃત્તિઓ કરનારા સામે કડક કાનુન લાવીને પારદર્શી ભરતી સુનિશ્ચિત કરી છે.
વિરાસોતોનું ગૌરવ અને સાંસ્કૃતિક આધ્યાત્મિક પુનરૂત્થાનથી વિકાસ ભી, વિરાસત ભી તેમના નેતૃત્વમાં સાકાર થયું છે. અયોધ્યામાં રામ મંદિર નિર્માણ, કાશી વિશ્વનાથ કોરીડોર, સોમનાથ સ્વાભિમાન પર્વ, પાવાગઢ પર 500 વર્ષ પછીધ્વજારોહણ, અંબાજી કોરિડોર વિકાસ, નવું સંસદ ભવન, કર્તવ્ય પથ જેવારાષ્ટ્રની સાંસ્કૃતિક ચેતના જગાવતા આયોજનો પાર પડ્યા છે.
દેશના સ્વાતંત્રવીરો, શહીદો અને મહા પુરુષોને સન્માન આપતા વંદેમાતરમનું સંપૂર્ણ ગાન દેશભરમાં તેમની જ પ્રેરણાથી શરૂ થયું છે. રાષ્ટ્રહિતસર્વોપરી માનનારા શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં 25 વર્ષમાં મોટા બદલાવો થયાં છે.
આ 25 વર્ષ ગુજરાત અને દેશનાં વિકાસ કાર્યો, જનહિત યોજનાઓ, દેશહિતના નિર્ણયો માટેનો સુવર્ણકાળ ગણાશે. આ 25 વર્ષ ગુજરાત અને દેશની સાંસ્કૃતિક વિરાસત અને વિકાસની રાજનીતિ માટેનું સિમાચિહ્ન છે.
આ 25 વર્ષ વિકસિત ભારત 2047ના વિઝન અને એક્શન માટેનું દિશાદર્શન અને ગરીબ-મધ્યમ વર્ગ માટેની સુવિધા-સુખાકારી સહિત રિફોર્મ-પરફોર્મ અને ટ્રાન્સફોર્મ માટે દિવાદાંડી સમાન રહેશે.
દૂનિયાના દેશમાં યોગને વૈશ્વિક ઓળખ, 100થી વધુ દેશોને કોરોનાની રસી પહોંચાડવી, ઈન્ટરનેશનલ સોલાર એલાયન્સ, જી-20 અને બ્રિક્સના સફળ આયોજનથી વિશ્વ એક પરિવાર – વન વર્લ્ડ, વન ફેમિલી, વન ફ્યુચરનું આગવું વિઝન તેમણે આપ્યું છે.
શ્રી નરેન્દ્રભાઈ મોદીને વિશ્વના 36થી વધુ દેશોના સર્વોચ ગૌરવ સન્માન મળ્યા છે. ગુજરાતના આ પનોતા પુત્ર માટે સાડા છ કરોડ ગુજરાતીઓ ગૌરવની લાગણી અનુભવે છે.
રાજ્ય મંત્રીમંડળની આ બેઠક શ્રી નરેન્દ્રભાઈ મોદીની વડનગરથી વિશ્વ ગૌરવ સુધીની સંઘર્ષથી સફળતા સાથેની યશસ્વી યાત્રા માટે,
* નાગરિક દેવો ભવથી શરૂ કરીને વસુધૈવ કુટુંબકમની ભાવના સાથેની અવિરત કર્મ સાધના માટે
* અંત્યોદયથી સર્વોદય અને આધ્યાત્મિક ચેતનાની જાગૃતિ જગાવવા માટે
* ભારતના વિકાસ અને સાંસ્કૃતિક વિરાસતને વધુ ઉજાગર કરવા માટે
વી વિલ ડુ ઈટના મંત્ર સાથે દેશના વિકાસ, સુરક્ષા અને ગૌરવ માટે સમર્પિત વ્યક્તિત્વ, કર્તૃત્વ અને નેતૃત્વને હૃદયપૂર્વકના અભિનંદન પાઠવે છે.

