આજે આસો નવરાત્રીનો ત્રીજો દિવસ
નવરાત્રીના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટા પુજા કરવામાં આવે છે
માઁ દુર્ગાના ત્રીજા સ્વરૂપનું નામ ‘ચંદ્રઘંટા’ છે. નવરત્રી દરમિયાન માતાજીની આરાધનમાં ત્રીજા દિવસની પૂજાનું ખૂબ જ મહત્વ હોય છે. આ અવતારમાં, દેવીના કપાળ પર ઘંટડી આકારનો અર્ધચંદ્રાકાર ચંદ્ર છે, જેના કારણે તેમનું નામ ચંદ્રઘંટા રાખવામાં આવ્યું છે. દેવી ચંદ્રઘંટાએ તેજસ્વી લાલ અને પીળા વસ્ત્રો પહેર્યા છે.
દેવી ચંદ્રઘંટાનું સ્વરૂપ અત્યંત શાંતિપૂર્ણ અને કલ્યાણકારી છે. વાઘ પર સવાર ચંદ્રઘંટાના શરીરનો રંગ સોના જેવો તેજસ્વી છે. તેના કપાળ અર્ધચંદ્રાકાર છે, તેથી તેને ચંદ્રઘંટા કહેવામાં આવે છે. 10-ભૂજાવાળી દેવી દરેક હાથમાં અલગ-અલગ શસ્ત્રો છે. સફેદ ફૂલોની માળા તેના ગળાનો શણગાર છે.સિંહ તેમનું વાહન છે. જે કોઇ માતાની ઉપાસના કરે છે તે ઉપાસક સિંહની જેમ બહાદુર અને નિર્ભય બની જાય છે.
મા ચંદ્રઘંટાની પૂજામાં તેમને ખીરનો ભોગ લગાવવામાં આવે તો ખાસ કૃપા મળે છે. ખીરમાં કેસરનો ઉપયોગ કરવો શુભ માનવામાં આવે છે. તેના સિવાય માતાને લવિંગ, ઈલાયચી, પંચમેવો અને દૂધથી બનેલી મીઠાઈઓનો ભોગ પણ લગાવી શકાય છે. આવું કરવાથી દેવી પ્રસન્ન થાય છે અને સાધકને સુખ-સમૃદ્ધિના આશીર્વાદ આપે છે.
ચંદ્રઘંટા માતાની કૃપાથી સાધકના તમામ પાપ અને વિઘ્નો નાશ પામે છે. તેમની આરાધનાથી એક મહાન ગુણ એ છે કે ભક્તમાં બહાદુરી અને નિર્ભયતાની સાથે નમ્રતા પણ આવે છે.તણાવગ્રસ્ત અને પિત્ત પ્રકૃતિના લોકોએ મા ચંદ્રઘંટાનું પૂજન કરવું જોઈએ.

