Author: gujdesk

(જી.એન.એસ) તા. 17 અમદાવાદ, આવનાર દિવસો માટે હવામાન વિભાગની આગાહી અનુસાર અરબી એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાઈ શકે છે, જેને લઈને આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદ સાથે વાવાઝોડાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જો વાવાઝોડું ગુજરાત તરફ ફંટાશે તો ભારે પવન સાથે વરસાદનું અનુમાન છે પરંતુ જો અન્ય જગ્યાએ ફંટાઈ જાય તો પણ 22 મેની આસપાસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત ઉત્તર પૂર્વ ભારતમાં વાવાઝોડા સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત દક્ષિણ ભારતમાં દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, યાનમ, રાયલસીમા, તેલંગાણા, કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ અને માહેમાં વરસાદ, વીજળી અને વાવાઝોડાની આગાહી કરવામાં…

Read More

(જી.એન.એસ) તા. 17 નવી દિલ્હી, રાષ્ટ્રીય રાજધાની ખાતે એક મોટા રાજકીય ઘટનાક્રમમાં, આમ આદમી પાર્ટી (AAP) ના 15 કાઉન્સિલરોએ રાજીનામું આપી દીધું છે અને એક નવી પાર્ટીની રચનાની જાહેરાત કરી છે, જે અરવિંદ કેજરીવાલના નેતૃત્વ હેઠળની પાર્ટી માટે મોટો ઝટકો છે. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) માં ત્રીજા મોરચાની રચનાનો દાવો કરતા, તેઓએ “ઇન્દ્રપ્રસ્થ વિકાસ પાર્ટી” નામના નવા રાજકીય સંગઠનની શરૂઆતની જાહેરાત કરી છે. નવી પાર્ટીનું નેતૃત્વ વરિષ્ઠ કાઉન્સિલર મુકેશ ગોયલ કરશે, જેઓ 15 કાઉન્સિલરોના સમર્થનનો દાવો કરે છે. બળવાખોર જૂથે 2022 ની MCD ચૂંટણીમાં સત્તામાં આવ્યા પછી AAP ના ટોચના નેતૃત્વ પર મ્યુનિસિપલ કોર્પોરેશનનું ગેરવહીવટ કરવાનો આરોપ લગાવ્યો છે. કાઉન્સિલરોનો…

Read More

(જી.એન.એસ) તા. 17 ભુવનેશ્વર, ઓડિશામાં તેજ વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો હતો. આ સાથે અનેક જગ્યાએથી વીજળી પડવાના સમાચાર પણ સામે આવ્યા હતાં. વિવિધ જગ્યાએથી વીજળી પડવાની ઘટનામાં 6 મહિલા સહિત ઓછામાં ઓછા 9 લોકોના મોત નિપજ્યા છે અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ બાબતે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, કોરાપુટ જિલ્લામાં ત્રણ લોકોના વીજળી પડવાના કારણે મોત નિપજ્યા છે. જોકે, જાજપુર અને ગંજામ જિલ્લામાં બે-બે અને ઢેંકાનાલ તેમજ ગજપતિ જિલ્લામાં 1-1 વ્યક્તિના મોત નિપજ્યા છે. આ મામલે વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, કોરાપુટ જિલ્લાના લક્ષ્મીપુર પોલીસ સ્ટેશનના વિસ્તારના પરીડીગુડા ગામમાં શુક્રવારે બપોરે વીજળી પડવાના કારણે ત્રણ મહિલાના મોત નિપજ્યા…

Read More

(જી.એન.એસ) તા. 17 નવી દિલ્હી, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ફરી એકવાર વાયુ પ્રદૂષણ ‘જોખમી સ્તરે’ પહોંચતા ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન(GRAP)-1 લાગુ કરવામાં આવ્યું છે. કમિશન ઓફ એર ક્વોલિટી ઇન્ડેક્સ મેનેજમેન્ટ (CAQM) આ નિર્ણય લીધો છે. હાલમાં GRAP-1 દિલ્હી અને NCRના અન્ય શહેરોમાં લાગુ કરવામાં આવ્યું છે. જેમાં નોઈડા, ગાઝિયાબાદ, ગુરુગ્રામ, ફરીદાબાદનો સમાવેશ થાય છે. મહત્વનું છે કે, GRAP-1 છેલ્લે ઑક્ટોબર 2024માં લાગુ કરવામાં આવ્યું હતું, જ્યારે AQI 224 નોંધાયું હતું. ફેબ્રુઆરી 2025માં GRAP-3 રદ કરવામાં આવ્યું હતું, અને GRAP-1 અને GRAP-2 હેઠળના પગલાં શરૂ રાખવામાં આવ્યા હતા. જોકે, મે મહિનામાં ગરમી અને ધૂળના કારણે પ્રદૂષણ વધ્યું હોવાનું સામે આવ્યું છે. ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન…

Read More

ચાઇનીઝ સાયબર ક્રાઇમ ગેંગના સાગરીતો અને ડિજિટલ એરેસ્ટ જેવા વિવિધ ગુનાઓ આચરતા ભેજાબાજોને ગુજરાત પોલીસની એક્ષપર્ટ ટીમોએ ઝડપી પાડ્યા ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ આ સફળતા બદલ ગુજરાત પોલીસની તમામ ટીમો અને તેમને માર્ગદર્શન આપનાર અધિકારીઓને અભિનંદન પાઠવ્યા (જી.એન.એસ) તા. 17 ગાંધીનગર/અમદાવાદ, સાયબર ક્રાઇમ સમગ્ર વિશ્વમાં એક પડકારરૂપ બની રહ્યો છે ત્યારે દેશમાં કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહના નેતૃત્વમાં ટેક્નોલોજીના મહત્તમ ઉપયોગ સાથે સાયબર ક્રાઇમ અટકાવવા તેમજ સાયબર ક્રાઇમ કરતા ગુનેગારોને પકડવા મક્કમતાથી કાર્યવાહી થઇ રહી છે. જે અંતર્ગત ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગુજરાત પોલીસે સાયબર ક્રાઇમ…

Read More

(જી.એન.એસ) તા. 17 સુરત, આખા રાજ્યમાં ચકચાર મચાવીદેનાર એવા સુરતના ડુમસનું રૂ.2 હજાર કરોડનું જમીન કૌભાંડ કેસમાં સી.આઇ.ડી ક્રાઇમ બ્રાંચે મોટી કાર્યવાહી કરી છે. કરોડોના જમીન કૌભાંડ કેસમાં સી.આઇ.ડી ક્રાઇમ બ્રાંચે ભાગેડૂ સિટી સર્વે સુપરિન્ટેન્ડન્ટ અનંત પટેલની મહારાષ્ટ્રના પૂણેથી ધરપકડ કરી લીધી છે. ત્યારે હવે આ કેસમાં મોટા ખુલાસાઓ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સમગ્ર મામલે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજ, સુરત નજીક આવેલા ડુમસમાં સરકારી માલિકીની અંદાજે રૂ. 2000 કરોડના મૂલ્યની સર્વે નંબર 311-3 હેઠળની 2.17 લાખ ચોરસ મીટર સરકારી માલિકીની જમીન ગણોતિયા કૃષ્ણમુખલાલ ભગવાનદાસ શ્રોફને નામે ચઢાવી દઈને બિલ્ડરને વેચી દેવાનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. સરકારી…

Read More

(જી.એન.એસ) તા. 17 સિંગાપુર, આનંતરરાષ્ટ્રીય સ્તરે ફરી એકવાર કોરોના વાયરસે માથું ઊંચક્યું છે, મીડિયા સૂત્રોમાં પ્રકાશિત થયેલા એક રિપોર્ટથી જાણવા મળે છે કે સિંગાપોર-હોંગકોંગ સહિત આસપાસના અનેક વિસ્તારોમાં ફરી એકવાર કોરોનાના કેસ વધવા લાગ્યા છે. અહીંના સ્વાસ્થ્ય અધિકારીઓએ લોકોને ચેતવણી આપી છે કે, સંક્રમણથી બચીને રહેવા માટે ફરી એકવાર જરૂરી ઉપાય શરુ કરી દે. જાહેર કરાયેલા આંકડાથી જાણી શકાય છે કે, એશિયન દેશોમાં ફરી કોરોનાના કેસ ચર્ચામાં છે. સિંગાપોર-હોંગકોંગમાં ન માત્ર સંક્રમણમાં વૃદ્ધિ જોવા મળી છે, પરંતુ અહીં હૉસ્પિટલમાં દાખલ થનારા લોકોની સંખ્યામાં પણ વધારો જોવા મળ્યો છે. સેન્ટર ફોર હેલ્થ પ્રોટેક્શનમાં કમ્યુનિકેબલ ડિઝીઝના પ્રમુખ આલ્બર્ટ ઔએ જણાવ્યું કે, અહીં…

Read More

કંગાળ પાકિસ્તાનની પરિસ્થિતિ એવી છે કે એક સાંધે ને તેર તૂટે (જી.એન.એસ) તા. 17 ઇસ્લામાબાદ, પાકિસ્તાન તરફથી ભારતના હુમલાની સૌથી મહત્વપૂર્ણ સ્વીકૃતિ તરીકે, ઇસ્લામાબાદે રાવલપિંડી સહિત અનેક સ્થળોએ તેના મહત્વપૂર્ણ લશ્કરી થાણાઓના સમારકામ માટે ટેન્ડર બહાર પાડ્યા છે. નોંધપાત્ર રીતે, કલ્લર કહાર એરબેઝ, રિસાલપુર એરબેઝ અને પાકિસ્તાનમાં અન્ય મહત્વપૂર્ણ સ્થળોના સમારકામ માટે પણ ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. આંતરરાષ્ટ્રીય મીડિયાએ પણ પાકિસ્તાન આર્મીના ઠેકાણા અને એરફિલ્ડ્સ પર હુમલો કરવામાં ભારતની ધાર પર અહેવાલ આપ્યો છે, જે નવી દિલ્હીના નુકસાન પહોંચાડવાના અને ઇસ્લામાબાદ સાથેના તેના સંબંધોમાં નવી સામાન્યતા બનાવવાના દાવાઓને માન્ય કરે છે. મીડિયા સૂત્રોના અહેવાલમાં જણાવ્યું છે કે હુમલા પહેલા…

Read More

(જી.એન.એસ) તા. 17 નવી દિલ્હી, ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખરે કહ્યું હતું, “શું આપણે એવા દેશોને સશક્ત બનાવી શકીએ છીએ, જે આપણા હિતોના વિરોધી છે? સમય આવી ગયો છે જ્યારે આપણામાંના દરેકે આર્થિક રાષ્ટ્રવાદ વિશે ઊંડાણપૂર્વક વિચાર કરવો જોઈએ,” તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, “આપણી ભાગીદારીને કારણે હવે આપણે મુસાફરી કે આયાત દ્વારા તે દેશોની અર્થવ્યવસ્થામાં સુધારો કરી શકીએ નહીં, જેઓ કટોકટીના સમયે તે દેશો આપણી વિરુદ્ધ ઉભા રહે છે.” નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે જયપુરિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટના વાર્ષિક દીક્ષાંત સમારોહને સંબોધતા શ્રી ધનખડે કહ્યું, “દરેક વ્યક્તિ સુરક્ષામાં રાષ્ટ્રને મદદ કરવા માટે સશક્ત છે. ખાસ કરીને વેપાર, વ્યવસાય, વાણિજ્ય અને ઉદ્યોગ સુરક્ષાના મુદ્દાઓમાં મુખ્ય…

Read More

(જી.એન.એસ) તા. 17 હરિયાણા, યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ કરવામાં આવી છે. તેમના સહિત 6 લોકો અરેસ્ટ થયા છે. જ્યોતિ પર પાકિસ્તાન માટે જાસૂસી કરવાનો આરોપ છે. રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ અને પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીઓ સાથેના સંબંધોના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. Jyoti Malhotra espionag “ટ્રાવેલ વિથ” નામની યુટ્યુબ ચેનલ ચલાવે છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસર જ્યોતિ મલ્હોત્રાએ વર્ષ 2023માં પાકિસ્તાનની મુલાકાત લીધી હતી. તેણે કમિશન દ્વારા વિઝા મેળવીને આ યાત્રા કરી હતી. આ દરમિયાન જ્યોતિની મુલાકાત પાકિસ્તાન હાઈ કમિશનના કર્મચારી એહસાન-ઉર-રહીમ ઉર્ફે દાનિશ સાથે થઇ હતી. દાનિશના માધ્યમથી જ્યોતિનો પરિચય પાકિસ્તાની ગુપ્તચર એજન્સીના અન્ય એજન્ટો સાથે થયો હતો. જેમાં અલી…

Read More