Author: gujdesk

ભાલા ફેંક ખેલાડી નીરજ ચોપરાએ દોહા ડાયમંડ લીગમાં 90 મીટરનો થ્રો કરી ઈતિહાસ રચ્યો (જી.એન.એસ) તા. 17 દોહા, ભારતના ખ્યાતનામ ગોલ્ડ મેડાલિસ્ટ ભાલા ફેંક ખેલાડી નીરજ ચોપરા એ દોહા ડાયમંડ લીગમાં ઇતિહાસ રચ્યો છે જેથી દેશનું માં આંતરરાષ્ટ્રીય સ્તરે ફરી એકવાર વધ્યું છે. નિરજે પોતાની કારકિર્દીમાં પહેલી વાર 90 મીટરનો થ્રો કર્યો છે, અત્યાર સુધીમાં નીરજનો શ્રેષ્ઠ થ્રો ૮૯.૪૫ મીટર હતો. દોહા ડાયમંડ લીગમાં તેઓએ ત્રીજા પ્રયાસમાં 90.23 મીટર ભાલો ફેંક્યો હતો. તેઓના પહેલા પ્રયાસમાં ૮૮.૪૪ મીટર ભાલા ફેંક્યા બાદ બીજા રાઉન્ડમાં ફાઉલ કર્યો હતો. પેરિસ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યા બાદ નીરજ પહેલી વાર મેદાનમાં ઉતર્યો છે. ભારતીય ભાલા ફેંક ખેલાડી…

Read More

(જી.એન.એસ) તા. 17 જામનગર, જાનગર મહાનગર પાલિકા દ્વારા ચોમાસાની ઋતુમાં પાણી ભરાઈ જવાની સમસ્યાના સમાધાન ના ભાગ રૂપે ડ્રેનેજનમાં નડતરરૂપ મકાનો તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વુભાગ દ્વારા નડતર બાંધકામો પર ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગાંધીનગર વિસ્તારનાં મોમાઈ નગર શેરી નં. 1 માં ત્રણ મકાન તોડી પાડી જગ્યા ખુલી કરાઈ હતી. વરસાદી પાણીના નિકાલ માટે ડ્રેનેજને નડતર રૂપ મકાન તોડી પાડવામાં આવ્યા હતા. રંગમતી નદીના વહેણને અવરોધ થવાથી ચોમાસામાં અન્ય વિસ્તારોમાં પાણી ભરાય છે. એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા શહેરના મોમાઈનગર વિસ્તારમાં નદીના વહેણમાં કરવામાં આવેલ ગેરકાયદે દબાણોનાં કારણે વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા…

Read More

(જી.એન.એસ) તા. 17 કેદારનાથ, ઉત્તરાખંડના પવિત્ર યાત્રાધામ કેદારનાથમાં એક એર એમ્બ્યુલન્સ હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. ઋષિકેશ એઈમ્સથી એર એમ્બ્યુલન્સ કેદારનાથ પહોંચ્યું. આ સમયે કેદારનાથના હેલિપેડ પર લેન્ડિંગ કરતા પહેલા જ ક્રેશ થઈ ગયું. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. આ ઘટના મામલે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, શનિવારે ઋષિકેશ એઈમ્સનું હેલિકોપ્ટર કેદારનાથ ધામ પાસે બનેલા હેલિપેડથી 20 મીટર પહેલા લેન્ડ થવાનું હતું. હેલિકોપ્ટર લેન્ડિંગ પહેલા જ ક્રેશ થયું. આ અકસ્માતમાં પાયલોટ સુરક્ષિત બહાર નીકળી ગયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે હેલિકોપ્ટર એક દર્દીને લેવા માટે ઋષિકેશથી કેદારનાથ આવી રહ્યું હતું. આ અકસ્માત બાબતે એઇમ્સ હોસ્પિટલના પીઆરઓ સંદીપ કુમારે…

Read More

(જી.એન.એસ) તા. 17 નવી દિલ્હી, ઓપરેશન સિંદૂર અને સરહદ પાર આતંકવાદ સામે ભારતની સતત લડાઈના સંદર્ભમાં, સાત સર્વપક્ષીય પ્રતિનિધિમંડળો આ મહિનાના અંતમાં યુએન સુરક્ષા પરિષદના સભ્યો સહિત મુખ્ય ભાગીદાર દેશોની મુલાકાત લેવાના છે. સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ આતંકવાદના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓનો સામનો કરવા માટે ભારતની રાષ્ટ્રીય સર્વસંમતિ અને મક્કમ અભિગમ દર્શાવશે. તેઓ આતંકવાદ સામે દેશના શૂન્ય સહિષ્ણુતાના મજબૂત સંદેશને વિશ્વ સમક્ષ પહોંચાડશે. વિવિધ પક્ષોના સંસદસભ્યો, અગ્રણી રાજકીય વ્યક્તિઓ અને પ્રખ્યાત રાજદ્વારીઓ દરેક પ્રતિનિધિમંડળનો ભાગ હશે. નીચેના સંસદ સભ્યો સાત પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે:- 1) શ્રી શશિ થરૂર, INC 2) શ્રી રવિશંકર પ્રસાદ, ભાજપ 3) શ્રી સંજય કુમાર ઝા, JDU 4) શ્રી બૈજયંત…

Read More

અમદાવાદમાં લપકામણ ગામથી અદાણી શાંતિગ્રામ સુધીની બાઇક રેલીમાં ભારત માતાનો અવિરત જયઘોષ – હિંદની સેનાના પરાક્રમના પુષ્પોથી વધામણા (જી.એન.એસ) તા. 17 અમદાવાદ, ભારતીય સેનાના અપ્રતિમ શૌર્ય અને પરાક્રમના પ્રતીક ઓપરેશન સિંદૂરને સન્માનિત કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ના વિધાન સભા મત વિસ્તાર ઘાટલોડિયા વિસ્તારમાં ભવ્ય તિરંગા યાત્રા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. લપકામણ ગામથી પ્રારંભ થયેલી આ રેલી અદાણી શાંતિગ્રામ સુધી પહોંચી હતી જે દરમિયાન રાષ્ટ્રભક્તિના અનોખા દ્રશ્યો સર્જાયા હતાં. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ રેલીમાં સહભાગી થઈને યુવાનો અને ગ્રામજનોમાં રાષ્ટ્રપ્રેમનો સંચાર કર્યો હતો. ખુલ્લી જીપમાં સવાર થઈને તેમણે સમગ્ર રૂટ દરમિયાન ગ્રામજનોનું ઉષ્માભર્યું અભિવાદન ઝીલ્યું હતું. લપકામણ,…

Read More

સખી વન સ્ટોપ સેન્ટર-ખેડાના નવ નીર્મિત ભવનનું ઈ-લોકાર્પણ સહિત વિવિધ યોજનાઓના લાભાર્થીઓને ચેક વિતરણ કરાશે (જી.એન.એસ) તા. 17 ગાંધીનગર, રાજ્ય સરકાર દ્વારા નારી ઉત્કર્ષ માટે લોકજાગૃતિ લાવવાના હેતુથી “મહિલા સંમેલન” ઉજવવામાં આવે છે. મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષસ્થાને આજે, તા. ૧૭ મેના રોજ ગાંધીનગર ટાઉનહોલ ખાતે “મહિલા સંમેલન” યોજાશે. રાજ્ય સરકારે કન્યા કેળવણી, બેટી બચાવો બેટી પઢાવો અભિયાન, સ્ત્રી ભ્રૂણહત્યા નિવારણ, મહિલાઓના સંરક્ષણ હેતુ વિવિધ કાયદાઓનું અનુપાલન તથા વિવિધ મહિલા કલ્યાણકારી યોજનાઓના યોગ્ય અમલીકરણ થકી નારીઓના ઉત્થાનમાં યોગદાન આપ્યું છે. આજે સાંજે ૫ કલાકે ભારત સરકાર પુરસ્કૃત સખી વન સ્ટોપ સેન્ટર-ખેડાના નવ નીર્મિત ભવનનું ઈ-લોકાર્પણ, ગુજરાત…

Read More

(જી.એન.એસ) તા. 16 કૌશામ્બી, ઉત્તર પ્રદેશના કૌશામ્બીમાં અચાનક હાઇવે પર 500 રૂપિયાની નોટો ઉડતી જોવા મળતા લોકોની ભીડ એકઠી થઈ ગઈ. બધાને એવું લાગ્યું કે, ક્યાંકથી નોટોનો વરસાદ થઈ રહ્યો છે. રસ્તા પર ફેલાયેલી નોટો જોઈને લોકોએ પોતાના જીવ જોખમમાં મુકીને નોટો લૂંટવાનું શરૂ કરી દીધું હતું. મળતી માહિતી પ્રમાણે આ નોટો એક વેપારીની લૂંટ થયા પછી રસ્તા પર વેરવિખેર ફેલાયેલી જોવા મળી હતી. આ સમગ્ર મામલે આ અંગે પોલીસને જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે હાઇવે પર આવેલા ઢાબા પર એક વેપારીની થયેલી લૂંટનો મામલો સામે આવ્યો છે. પોલીસના…

Read More

વડાપ્રધાનશ્રીની દીર્ઘદ્રષ્ટિથી નિર્માણ પામેલા સ્મૃતિવન મ્યૂઝિયમની દેશના નાગરિકોને મુલાકાત લેવા સંરક્ષણ મંત્રીશ્રીનો અનુરોધ (જી.એન.એસ) તા. 16 ભુજ, કચ્છની મુલાકાતે પધારેલા દેશના સંરક્ષણ મંત્રીશ્રી રાજનાથ સિંહે ભુજના સ્મૃતિવન મ્યૂઝિયમ એન્ડ મેમોરિયલની મુલાકાત લઈને ભૂકંપના દિવંતગોને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી અને ભૂકંપના દિવંગતોની યાદમાં નિર્મિત સ્મૃતિવન મેમોરિયલની મુલાકાત દરમિયાન ભારતના સંરક્ષણ મંત્રીશ્રીએ જીવસૃષ્ટિની ઉત્પતિ, માનવજીવનો ક્રમિક વિકાસ, દુનિયાની ઉત્પત્તિથી માંડીને કુદરતી આપદાઓ, આફતો સામેની ભવિષ્યની તૈયારીઓ વિશેની વિગતો મેળવી હતી. આ ઉપરાંત ઐતિહાસિક હડપ્પન વસાહતો, ભૂકંપને લગતી વૈજ્ઞાનિક માહિતીના વિવિધ ચાર્ટ, મોડેલ નિહાળીને સંરક્ષણ મંત્રીશ્રી પ્રભાવિત થયા હતા. સ્મૃતિવનની મુલાકાત બાદ સંરક્ષણ મંત્રીશ્રી રાજનાથ સિંહે જણાવ્યું…

Read More

(જી.એન.એસ) તા. 16 અમદાવાદ, અમદાવાદ શહેરમાં ગેરકાયદે વસાહતો અને મિલ્કતો પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સમયાંતરે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે જેમાં ચંડોળા તળાવમાં થોડા દિવસ પહેલા મેગા ડિમોલિશન કર્યા બાદ મેગા ડિમોલિશનનો બીજો તબક્કો 20 મેથી શરૂ થશે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ ઝોનની એસ્ટેટ ટીમ સાથે ફરી એકવાર મેગા ડિમોલિશન શરૂ કરવામાં આવશે. તાજેતરમાં જ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા ડિમોલિશન કરવા અંગેનો સર્વે શરૂ થઈ ગયો છે. જેમાં ચંડોળા તળાવમાં રહેનારા તમામ લોકોને મકાનો ખાલી કરી દેવા માટેની સૂચના પણ આપી દેવામાં આવી છે. આ બાબતે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ભરત પરમારે જણાવ્યું હતું કે ચંડોળા તળાવમાં આગામી…

Read More

(જી.એન.એસ) તા. 16 ગાંધીનગર, ગુજરાત સરકારની ઉદાર ઉદ્યોગ નીતિના અસરકારક અમલીકરણના પરિણામે ગુજરાત ઔદ્યોગિક વિકાસમાં અગ્રેસર રાજ્ય તરીકે પ્રસ્થાપિત થયું છે. ગુજરાત સરકાર સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો – MSME માટે સહાય યોજનાઓ અંતર્ગત વર્ષ ૨૦૨૦-૨૧થી વર્ષ ૨૦૨૪-૨૫ સુધીમાં કુલ ૧.૩૦ લાખ કરતાં વધુ એકમોને રૂ. ૭,૮૬૪ કરોડ કરતાં વધુની સહાય આપી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત@૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવામાં સિંહફાળો આપી રહી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતના નેતૃત્વમાં ઉદ્યોગ ક્ષેત્રમાં ‘ઝીરો ઇફેક્ટ ઝીરો ડિફેક્ટ’-ZED સર્ટિફિકેશનમાં ગુજરાત સમગ્ર દેશમાં મોખરે છે. રાજ્યમાં અંદાજે ૮૯ હજાર કરતાં વધુ ZED-રજિસ્ટર્ડ MSME અને ૫૯ હજાર…

Read More