Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- આજનું રાશિફળ (૦૮/૦૮/૨૦૨૬)
- આજ નું પંચાંગ (૦૮/૦૮/૨૦૨૬)
- કોકરોચ જનતા પાર્ટીએ રાષ્ટ્રીય કાર્યકારી સમિતિની રચના કરી, દિપકે તેના કન્વીનર, દાસ અને રંકા સહ-કન્વીનર
- ઉપરાષ્ટ્રપતિ, શ્રી સી. પી. રાધાકૃષ્ણન 8-9 ઓગસ્ટ, 2026 ના રોજ અંદમાન અને નિકોબાર દ્વીપસમૂહની બે દિવસીય મુલાકાત પર
- બિહારના પટનામાં એક ઝડપી બસે વ્યક્તિને કચડી નાખતાં માહોલ બગડ્યો; અનેક વાહનોને આગ ચાંપી
- પ્રજાના સ્વાસ્થ્ય સાથે બેદરકારી નહીં ચાલે: આરોગ્ય મંત્રીશ્રી પ્રફુલ પાનશેરીયાની ચેતવણી
- YRFની પહેલી હોરર ફિલ્મનું નેતૃત્વ વરુણ ધવન કરશે, ૨૦૨૭ માં થિયેટરમાં રિલીઝ થવાની યોજના
- નીટ પરીક્ષા મામલે CBI ચાર્જશીટમાં મોટા ખુલાસા થયા
- સંસદચોમાસુ સત્રનો 15મો દિવસ: સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ વિકાસ (સુધારા) બિલ, ૨૦૨૬ લોકસભામાં પસાર
- અમૃતસર પોલીસ કમિશનર ગુરપ્રીત સિંહ ભુલ્લરને હટાવાયા; હરમનબીર સિંહને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો
- ‘એક પર હુમલો એટલે બધા પર હુમલો’: પાકિસ્તાન, સાઉદી, તુર્કીએ મહત્વપૂર્ણ સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા
- બહુમતી જૂથો હોવા છતાં યુએસ વિઝા મંજૂરીઓમાં 62 ટકાનો ઘટાડો થતાં ભારતીય વિદ્યાર્થીઓને ફટકો પડ્યો
Author: gujdesk
તિથિ ષષ્ટિ (છઠ્ઠ) – 06:14:48 સુધી, સપ્તમી (સાતમ) – 29:54:58 સુધી નક્ષત્ર શ્રાવણ – 19:30:45 સુધી કરણ વાણિજ – 06:14:48 સુધી, વિષ્ટિ ભદ્ર – 18:09:18 સુધી પક્ષ કૃષ્ણ યોગ બ્રહ્મ – 28:35:01 સુધી વાર સોમવાર સુર્ય અને ચંદ્રની ગણતરીઓ સૂર્યોદય 05:57:06 સૂર્યાસ્ત 19:15:02 ચંદ્ર રાશિ મકર ચંદ્રોદય 24:53:59 ચંદ્રાસ્ત 11:18:59 ઋતુ ગ્રીષ્મ હિન્દૂ ચંદ્ર તારીખ શક સંવત 1947 વિશ્વાવસુ વિક્રમ સંવત 2082 કાળી સંવત 5126 પ્રવિષ્ટા / ગત્તે 5 મહિનો પૂર્ણિમાંત જયેષ્ઠ (જેઠ) મહિનો અમાંત વૈશાખ દિન કાળ 13:17:56 અશુભ સમય દુર મુહુર્ત 13:02:40 થી 13:55:52 ના, 15:42:16 થી 16:35:27 ના કુલિક 15:42:16 થી 16:35:27 ના દુરી / મરણ 08:36:42 થી 09:29:53 ના રાહુ કાળ 07:36:51 થી 09:16:36 ના કાલવેલા/અર્ધ્યામ 10:23:05…
બિહારમાં મોટો રાજકીય ઘટનાક્રમ (જી.એન.એસ) તા. 18 પટણા/કલ્યાણ બિગહા, બિહારના રાજકારણમાંથી મોટા સમાચાર સામે આવ્યા, મુખ્યમંત્રી નીતિશ કુમારના ક્યારેક અત્યંત અંગત ગણાતા આરસીપી સિંહ હવે પ્રશાંત કિશોરની જન સુરાજ પાર્ટીમાં જોડાઈ ગયા છે. આ સાથે તેમની પાર્ટીનો પણ પીકેની પાર્ટીમાં વિલય કર્યાનું એલાન કર્યું છે. જે નીતિશ કુમાર માટે મોટો ઝટકો મનાઈ રહ્યો છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી આરસીપી સિંહ (રામચંદ્ર પ્રસાદ સિંહ) એક દિગ્ગજ અનુભવી નેતા તરીકે છાપ ધરાવે છે. તેઓ જેડીયુના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. નીતિશ કુમારના બે વિરોધી મજબૂત નેતા એક થતાં જ બિહાર રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. ચૂંટણીના રણનીતિકારથી રાજનેતા બનેલા પ્રશાંત કિશોર બિહારના…
(જી.એન.એસ) તા. 18 લેંગકાવી સંરક્ષણ રાજ્યમંત્રી શ્રી સંજય સેઠ 20 થી 24 મે, 2025 દરમિયાન મલેશિયાના લેંગકાવી ખાતે યોજાનાર 17માં લેંગકાવી ઇન્ટરનેશનલ મેરીટાઇમ એન્ડ એરોસ્પેસ એક્ઝિબિશન (LIMA 2025)માં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે. LIMA 2025માં એક ભારતીય પેવેલિયન સ્થાપિત કરવામાં આવ્યું છે, જેનું ઉદ્ઘાટન રક્ષા રાજ્યમંત્રી દ્વારા કરવામાં આવશે. માઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ, ભારત ડાયનેમિક્સ લિમિટેડ, બીઈએમએલ, હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ અને ગ્લાઈડર્સ ઈન્ડિયા લિમિટેડ સહિત અનેક ડીપીએસયુ અને ખાનગી સંરક્ષણ કંપનીઓ આ પ્રદર્શનમાં ભાગ લેશે અને ભારતીય સંરક્ષણ ઉદ્યોગની કુશળતાનું પ્રદર્શન કરશે. આ વર્ષે ડોર્નિયર એરક્રાફ્ટ અને ભારતીય નૌકાદળના જહાજ સહિત ભારતીય સંપત્તિઓ પણ LIMA 2025માં ભાગ લેશે. પ્રદર્શન દરમિયાન સંરક્ષણ રાજ્યમંત્રી મલેશિયાના સંરક્ષણ મંત્રી દાતો સેરી મોહમ્મદ ખાલિદ બિન નોર્ડિનને પણ…
(જી.એન.એસ) તા. 18 કેંટકી/મિસૌરી/વર્જીનિયા, અમેરિકાના મિડવેસ્ટ અને સાઉથ વિસ્તારમાં ભારે વાવાઝોડું જોવા મળ્યું હતું. કેંટકી, મિસૌરી અને વર્જીનિયામાં વાવાઝોડાએ ભારે તબાહી મચાવી હતી. કેન્ટુકીના અધિકારીઓએ જણાવ્યું હતું કે શુક્રવારે મોડી રાત્રે લોરેલ કાઉન્ટીમાં વાવાઝોડું ત્રાટક્યું હતું, જેમાં 14 લોકોએ જીવ ગુમાવ્યા અને ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. લોરેલ કાઉન્ટી શેરિફ જોન રૂટની ઓફિસે સોશિયલ મીડિયા પર પોસ્ટમાં કહ્યું છે કે, વાવાઝોડાના કારણે અનેક વિસ્તારોમાં લોકો ગુમ થઈ ગયા છે, જેને શોધવા માટે પુરજોશમાં બચાવ કામગીરી ચાલી રહી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ મિઝોરીમાં એક ભારે વાવાઝોડું સહિત અનેક વખત વાવાઝોડું આવ્યું છે. આ ઉપરાંત વિસ્કોન્સિનમાં પણ ભારે અસર થઈ છે.…
(જી.એન.એસ) તા. 18 હેલસિંકી, ફિનલેન્ડના દક્ષિણપૂર્વમાં આવેલા યુરા એરપોર્ટ નજીક જંગલ વિસ્તારમાં એક મોટો હવાઈ અકમાત થયો હતો જેમાં બે હેલિકોપ્ટર ધડાકાભેર અથડાયા હતાં જેમાં પાંચ લોકોના મોત થયા હતાં. આ અકસ્માત અંગે પોલીસે જણાવ્યું હતું કે, શનિવારે બપોરે કૌટુઆ શહેર નજીક હવામાં જ બે હેલિકોપ્ટર અથડાયા હતાં. આ બંને હેલિકોપ્ટરનું કચ્ચરઘાણ થયુ હતું. જેનો કાટમાળ ઓહિકુલ્કુટી રોડથી લગભગ 700 મીટર દૂર પડ્યો હતો. આ હવાઈ અકસ્માત અંગે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, બંને હેલિકોપ્ટર એસ્ટોનિયન કંપની NOBE અને Eleon ના હતાં. નેશનલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનની પોલીસે આ ઘટના પાછળનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. એક હેલિકોપ્ટર હોબી…
રશિયાની યુક્રેન પર ભયંકર મોટી એરસ્ટ્રાઈક (જી.એન.એસ) તા. 18 કિવ, રશિયાનો અત્યાર સુધીનો સૌથી મોટો યુક્રેન પર હુમલો, રશિયાએ એરસ્ટ્રાઈક કરીને યુક્રેનના શહેરોમાં 273 ડ્રોન વડે હુમલા કર્યા છે. આ હુમલાને યુક્રેનના અધિકારીઓએ અત્યારસુધીનો સૌથી ભયંકર અને ઘાતક હુમલો ગણાવ્યો છે. કીવમાં એક મહિલાનું મોત થયુ છે, જ્યારે અન્ય ઘણા ઘાયલ થયા છે. આ મામલે યુક્રેનની વાયુસેનાના જણાવ્યા પ્રમાણે, રશિયાએ મોટાભાગના હુમલા કીવના કેન્દ્રીય ક્ષેત્ર અને દેશના પૂર્વીય ભાગોમાં કર્યા છે. અગાઉ ફેબ્રુઆરી, 2025માં પણ રશિયાએ 267 ડ્રોન હુમલા કર્યા હતા. આજે 273 ડ્રોન વડે હુમલો કર્યો છે. રશિયા દ્વારા રવિવારે વહેલી સવારે યુક્રેનની રાજધાની કીવમાં ડ્રોન વડે મોટા પ્રમાણમાં હુમલાઓ…
(જી.એન.એસ) તા. ૧૮ જામનગર ગુજરાતમાં દારુ પર પ્રતિબંધિત હોવા છતાં પણ બુટલેગરો દારુનો વેપાર કરતા હોય છે ત્યારે જામનગર પંથકમાંથી કનસુમરા ગામ નજીક નકલી વિદેશી દારૂ બનાવતી મીની ફેક્ટરી પર LCBએ દરોડો પાડ્યો હતો જેમાં નકલી દારુનો જથ્થો જપ્ત કર્યો હતો. નકલી વિદેશી દારુ બનાવતા 3 શખ્સો ઝડપાયા હતા. આ 3 આરોપીઓ ગ્રામ્ય પંથકમાં એક શેડ ભાડે રાખી નકલી દારૂ બનાવવાની ફેક્ટરી ચલાવતા હતા. તેઓ કેમિકલ્સમાં સ્પિરિટ ભેળવીને નકલી દારુ બનાવતા હોવાની માહિતી સામે આવી હતી જેમાં મોટી માત્રામાં સ્પિરિટ અને 59 બોટલ નકલી દારુ જપ્ત કરવામાં આવ્યું હતું. LCB પોલીસ દ્વારા આરોપી ઉપર કાર્યવાહી હાથ ધરી છે અને તેમને…
(જી.એન.એસ) તા. ૧૮ નવી દિલ્હી, GSTના આઠ વર્ષ પૂર્ણ થવાના ભાગરૂપે, સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ (CBIC)એ FIT INDIA ચળવળ સાથે સંકલનમાં, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલ FIT INDIA ચળવળના નેજા હેઠળ “સન્ડેઝ ઓન સાયકલ” નામની રાષ્ટ્રવ્યાપી સાયક્લોથોનનું આયોજન કર્યું હતું. આ મુખ્ય કાર્યક્રમ રવિવારે વહેલી સવારે નવી દિલ્હીના મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ખાતે યોજાયો હતો, જેમાં દેશભરના 100થી વધુ CGST કમિશનરો પણ ભાગ લઈ રહ્યા હતા. સાયક્લોથોનને લીલી ઝંડી આપતા, CBICના સભ્ય (GST) શ્રી શશાંક પ્રિયાએ ભારતીય કરવેરા પ્રણાલી પર GSTના પરિવર્તનશીલ પ્રભાવ પર પ્રકાશ પાડ્યો અને ભાર મૂક્યો કે, કેવી રીતે GST એ લગભગ 30 વિવિધ પરોક્ષ કરને એક જ, પારદર્શક કર માળખામાં એકીકૃત કર્યા છે, જેનાથી વ્યવસાયો અને નાગરિકો બંને માટે કર વહીવટ અને પાલન સરળ બન્યું છે. શ્રી…
કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહના હસ્તે રૂ.૧૫૯૩ કરોડનાં કુલ ૯૪ વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત
ઓપરેશન સિંદૂર અંતર્ગત આતંકીઓના સફાયા ઉપરાંત પાકિસ્તાનને ઉઘાડું પાડવાનું પણ મોટું કામ થયું : કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી અમિત શાહ (જી.એન.એસ) તા. 18 અમદાવાદ, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી તથા ગાંધીનગર લોકસભાના સાંસદ શ્રી અમિત શાહે પલ્લવ બ્રિજના લોકાર્પણ સહિત અમદાવાદ મહાનગરપાલિકા તેમજ ગાંધીનગર લોકસભા વિસ્તારમાં અંદાજે રૂ.૧૫૯૩ કરોડના ખર્ચે નિર્માણ પામનારાં કુલ ૯૪ પ્રજાલક્ષી વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું હતું. અમદાવાદના પલ્લવ ચાર રસ્તા ખાતે આયોજિત આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા તથા અમદાવાદનાં મેયરશ્રી પ્રતિભાબહેન જૈન પણ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે હું પોતે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં 40…
બસપા પ્રમુખ માયાવતીના ભત્રીજા આકાશ આનંદ ફરી એકવાર રાજકારણમાં થશે સક્રિય (જી.એન.એસ) તા. 18 લખનૌ, બહુજન સમાજ પાર્ટી (BSP) ના વડા માયાવતીએ ફરી એકવાર તેમના ભત્રીજા આકાશ આનંદ પર વિશ્વાસ વ્યક્ત કર્યો અને તેમના ભત્રીજા આકાશ આનંદને પાર્ટીના મુખ્ય રાષ્ટ્રીય સંયોજક તરીકે નિયુક્ત કર્યા, મહિનાઓ પછી તેમને પાર્ટીના તમામ પદો પરથી દૂર કર્યા. મીડિયા સુત્રોએ જણાવ્યા પ્રમાણે, આગામી ચૂંટણીમાં આકાશ આનંદને પક્ષનો પ્રચાર કરવાની કમાન સોંપવામાં આવશે. બસપામાં હાલ ત્રણ નેશનલ કોઓર્ડિનેટર છે. જેમની ઉપર આકાશ આનંદ ચીફ નેશનલ કોઓર્ડિનેટર તરીકે દેખરેખ રાખશે. બસપાના નેશનલ કોઓર્ડિનેટરમાં રાજ્યસભા સાંસદ રામજી ગૌતમ, રણધીર બેનીવાલ અને રાજારામ સામેલ છે. રામજી ગૌતમ સંગઠનમાં બિહાર પ્રદેશના…
