Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- આજ નું પંચાંગ (૦૬/૦૬/૨૦૨૬)
- વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે સુરત ખાતેથી દક્ષિણ ગુજરાતમાં રૂ.૧૮,૭૭૮ કરોડના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ
- ૧૨ વર્ષ – વિકાસના, જનવિશ્વાસના અને જનકલ્યાણના
- રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ વંદે ભારત ટ્રેન દ્વારા અમદાવાદથી વાપી સુધી કરી મુસાફરી
- નડિયાદ માહિતી કચેરી ખાતે કલમની શક્તિએ લીધો હરિયાળો સંકલ્પ
- આજનું રાશિફળ (૦૬/૦૬/૨૦૨૬)
- આજનું રાશિફળ (૦૩/૦૬/૨૦૨૬)
- આજ નું પંચાંગ (૦૩/૦૬/૨૦૨૬)
- ICC એ ક્રિકેટ કેનેડાની સભ્યપદ સસ્પેન્ડ કર્યું
- ઇઝરાયલના નેતન્યાહૂએ બેરૂતના દક્ષિણ ઉપનગરોમાં હુમલાઓનો આદેશ આપ્યો
- આજનું રાશિફળ (૦૧/૦૬/૨૦૨૬)
- આજનું પંચાંગ (૦૧/૦૬/૨૦૨૬)
Author: gujdesk
(જી.એન.એસ) તા. 23 નર્મદા/ગાંધીનગર, ભાજપના સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો કે, ચોમાસાના આગમન પહેલા નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટીના વહીવટી તંત્ર દ્વારા કેવડિયા કોલોની વિસ્તાર સહિતના સ્થાનિક આદિવાસીઓના મકાનો-દુકાનો તોડી પાડવામાં આવ્યા હતા તે બાબતે સ્થાનિકો આગેવાનોને સાથે રાખી બેઠક બોલાવીને યોગ્ય ઉકેલ લાવવા રજૂઆત કરવામાં આવી હતી. સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, ‘કેવડિયા કોલોની વિસ્તારના સ્થાનિક આગેવાનોએ તેમના સળગતા પ્રશ્નો અંગે રજૂઆત કરી છે. જેમાં ચોમાસાની ઋતુના એક મહિના પહેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેના મકાનોને તંત્રએ તોડી પાડ્યા છે, તે યોગ્ય નથી. આ સાથે સ્થાનિક આદિવાસી લોકોની રોજગારીને લઈને મને રજૂઆત મળી છે. સમગ્ર મામલે…
અમદાવાદના ઉત્તર પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 10 કેસ નોંધાયા, પશ્ચિમ ઝોન અને દક્ષિણ ઝોનમાં 7-7 કેસ નોંધાયા (જી.એન.એસ) તા. 23 અમદાવાદ, રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે ખાસ કરીને અમદાવાદ. છેલ્લા 24 કલાકમાં શહેરમાં 20 નવા કેસ નોંધાયા છે, જેના કારણે હાલમાં એક્ટિવ કેસની સંખ્યા 31 સુધી પહોંચી ગઈ છે. ગુજરાતમાં કોરોનાના કુલ 80 ટકા કેસ એકલા અમદાવાદથી નોંધાયા છે, જે રાજ્યની વિકટ સ્થિતિને દર્શાવે છે. મે મહિનામાં અત્યાર સુધીમાં 38 દર્દીઓ કોરોના પોઝિટિવ નોંધાયા છે, જેમાંથી 31 હજુ સારવાર હેઠળ છે. આ ઝડપી વધારાએ આરોગ્ય વિભાગ અને નાગરિકોમાં ચિંતા વધારી દીધી છે, જોકે સરકારી અધિકારીઓએ સ્પષ્ટ…
(જી.એન.એસ) તા. 23 વડોદરા, થોડા દિવસો પહેલા વડોદરાના હરણી વિસ્તારમાં પોલીસને એક ટ્રકમાંથી હાઇબ્રીડ ગાંજાનો મોટો જથ્થો મળી આવ્યો હતો, તે સમયે ટ્રકનો ડ્રાઈવર ત્યાંથી ફરાર હતો જેની શોધખોળ કરતાં પોલીસ અધિકારીઓ દ્વારા ફરાર ટ્રક ચાલકને રાજસ્થાનના એક ગામમાંથી ઝડપી લેવામાં આવ્યો હતો. વડોદરાની હરણી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ગોલ્ડન ચોકડી નજીક એક ટ્રકમાંથી હાઇબ્રીડ ગાંજાના 45 પેકેટ મળી આવ્યા હતા. પરંતુ ટ્રક ચાલક કે અન્ય કોઈ વ્યક્તિ હાથ લાગી ન હતી. હરણી પોલીસે 27 લાખની કિંમતના ગાંજાના કેસ અંગે ગુનો નોંધ્યો હતો. જેની તપાસ પોલીસ કમિશનરે એસઓજીને સોંપી હતી. આ મામલે પોલીસની ટીમે ટ્રકમાંથી મળેલા કાગળોને આધારે…
જૂનાગઢ અને રાજકોટ વિભાગના ૧૦ જિલ્લાના પ્રાકૃતિક કૃષિ મિશનના પ્રથમ હરોળના સૈનિકો એવા ગ્રામ સેવક વિસ્તરણ અને બાગાયત અધિકારીને પ્રેરક માર્ગદર્શન (જી.એન.એસ) તા. 23 જુનાગઢ, રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે જૂનાગઢ અને રાજકોટ વિભાગના ૧૦ જિલ્લાના પ્રાકૃતિક કૃષિ મિશનના પ્રથમ હરોળના સૈનિક એવા ગ્રામ સેવક, વિસ્તરણ અને બાગાયત અધિકારી સહિતના લોકોને પ્રાકૃતિક કૃષિને જન-જન સુધી લઈ જવા માટે પ્રેરણાદાયી સંબોધન કર્યું હતું. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સરદાર પટેલ સભાગૃહ ખાતે રાજ્યના કૃષિ વિભાગના વિભાગીય કક્ષાના વિસ્તરણ કાર્યકરો અને અધિકારીઓને પ્રાકૃતિક કૃષિની ઝુંબેશનો વ્યાપ વધારવા માર્ગદર્શન આપ્યું હતું. પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક કૃષિ મિશનને કર્તવ્ય માની તેને…
ઉમમેદવારો માટે હવે 12 પાસની જગ્યાએ ઉમેદવારોએ ગ્રેજ્યુએટ હોવું જરૂરી (જી.એન.એસ) તા. 23 ગાંધીનગર, પરીક્ષાની રાહ જોઈ રહેલા લોકો માટે આવ્યા સારા સમાચાર, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહેસૂલ તલાટીની 2389 જેટલી જગ્યાઓ માટે ભરતીને લઈને નોટિફિકેશન બહાર પાડ્યું હતું. જેમાં આગામી 26 મે, 2025ના બપોરના 2 વાગ્યાથી 10 જૂન, 2055ના રાત્રે 11:59 સુધીમાં ફોર્મ ભરી શકાશે. મહેસૂલ વિભાગ હસ્તકની આગામી રેવન્યુ તલાટીની વર્ષ 2025 માટે ભરતી પ્રક્રિયા નવા નિયમો હેઠળ લેવામાં આવશે. જેમાં ઉમેદવારોની લાયકાત, ઉંમર, પરીક્ષા સહિતની બાબતોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. રાજ્યમાં 2389 રેવન્યુ તલાટીની ભરતી માટે બે સ્તરમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. જેમાં પ્રાથમિક કસોટી…
(જી.એન.એસ) તા. 23 પ્રકાશન, આંધ્રપ્રદેશમાં એક ગંભીર માર્ગ અકસ્માત થયો હતો જેમાં પ્રકાશન જિલ્લામાં એક કાર અને ટ્રકની અથડામણમાં છ લોકોના કરૂણ મોત થયા છે. ડ્રાઈવરને ઝોકું આવી જતા આ દુર્ઘટના બની હતી. આ અકસ્માત અંગે આંધ્રપ્રદેશ પોલીસે જણાવ્યું હતું કે, ‘આજે(23 મે) પ્રકાશમ જિલ્લામાં એક ટ્રક સાથે કાર અથડાતા છ લોકો (બે મહિલાઓ અને ચાર પુરુષો) ના મોત થયા હતા અને એક વ્યક્તિને ઈજા થઈ હતી. આ અકસ્માત બપોરે 1:40 વાગ્યે પ્રકાશમ જિલ્લાના કોમારોલુ મંડળના મોટુ ગામમાં કડપ્પા, ગિદ્દાલુરુ, માર્કપુર અને અન્ય સ્થળોને જોડતા હાઇવે પર થયો હતો. પ્રકાશન જિલ્લાના પોલીસ અધિક્ષક એ. આર. દામોદરે જણાવ્યું હતું કે, કારમાં…
(જી.એન.એસ) તા. 23 બસ્તર, છત્તીસગઢના નારાયણપુર જિલ્લાના અબુઝહમાડના જંગલ વિસ્તારમાં ડાબેરી ઉગ્રવાદીઓ સામે આ વર્ષે હાથ ધરવામાં આવેલા સૌથી મોટા ઓપરેશનના ભાગ રૂપે સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે થયેલી અથડામણમાં 21 મેના રોજ કુલ 27 નક્સલીઓ માર્યા ગયા હતા. ‘ઓપરેશન કાગર’ નામના આ આક્રમણમાં 20,000 જેટલા સૈનિકો સામેલ હતા અને તેનું નેતૃત્વ છત્તીસગઢ પોલીસના એકમો સાથે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) દ્વારા કરવામાં આવ્યું હતું. સુરક્ષા દળોએ તેમના કબજામાંથી વિસ્ફોટકો, હથિયાર બનાવવાની ફેક્ટરીઓ અને ઉગ્રવાદીઓની અન્ય લોજિસ્ટિકલ વસ્તુઓનો મોટો જથ્થો પણ જપ્ત કર્યો હતો. એક વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, અથડામણમાં માર્યા ગયેલા નક્સલીઓની ઓળખ રાજ્યમાં 3.33 કરોડ રૂપિયાનું ઇનામ…
(જી.એન.એસ) તા. 23 મહેસાણા/ગાંધીનગર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણા અને સાબરકાંઠાની સરહદ પર આવેલા પ્રસિદ્ધ ધરોઈ ડેમ ખાતે દેશના સૌથી લાંબા તેમજ રાજ્યના પ્રથમ એવા ‘ધરોઈ એડવેન્ચર ફેસ્ટ’નો શુભારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ એડવેન્ચર ઝોનનું ઉદઘાટન કર્યુ હતું અને સ્પીડ બોટ રાઈડનો આનંદ પણ માણ્યો હતો. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પ્રવાસન મંત્રી શ્રી મૂળુભાઈ બેરા અને મહાનુભાવો સાથે એડવેન્ચર ઍક્ટિવિટી સ્થળની મુલાકાત લઈને પેરા મોટરીંગ સહિતની રાઇડસ પણ નિહાળી હતી અને ટેન્ટસિટીનું ઉદ્દઘાટન કરીને તેની મુલાકાત લીધી હતી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ધરોઈ ડેમ વિસ્તારનો વર્લ્ડ ક્લાસ સબસ્ટેનેબલ ટુરિઝમ પિલગ્રીમેજ ડેસ્ટિનેશન તરીકે વિકાસ કરવામાં આવી રહ્યો છે. ધરોઈ ડેમ રિજીયન…
(જી.એન.એસ) તા. 23 જેરૂસલેમ/વોશિંગ્ટન, ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ શુક્રવારે અમેરિકામાં બે ઇઝરાયલી રાજદ્વારીઓની નિર્દયતાથી હત્યાની નિંદા કરી અને ઇઝરાયલ સાથે ઉભા રહેવા બદલ ડોનાલ્ડ ટ્રમ્પનો આભાર માન્યો. X પર શેર કરાયેલા એક વિડિઓ સંદેશ દ્વારા આપેલા પોતાના ભાષણમાં, ઇઝરાયલી વડા પ્રધાને કહ્યું, “ગઈકાલે રાત્રે વોશિંગ્ટનમાં કંઈક ભયાનક ઘટના બની. એક ક્રૂર આતંકવાદીએ એક યુવાન સુંદર યુગલ – યારોન લિશિન્સ્કી અને સારા મિલ્ગ્રીમને ખૂબ જ ઠંડા મગજે ગોળી મારી દીધી. યારોને હમણાં જ સારાહ માટે સગાઈની વીંટી ખરીદી હતી. તે આવતા અઠવાડિયે જેરુસલેમમાં તેને તે આપવાનું આયોજન કરી રહ્યો હતો. તેઓ સાથે એક નવું અને સુખી જીવન શરૂ કરવાની યોજના…
(જી.એન.એસ) તા. 23 મોસ્કો, આતંકવાદ વિરોધી ઓપરેશન સિંદૂર પર ભારતનું વલણ દર્શાવવા માટે ભારતના 6 પ્રતિનિધિમંડળ 22 મેના રોજ રશિયા જવા રવાના થયું હતું. રશિયામાં મોસ્કો ઍરપોર્ટ પર ડ્રોન એટેક થતાં ડીએમકે સાંસદ કનિમોઝીની સાથે ભારતીય સાંસદોના પ્રતિનિધિમંડળને લઈ જનારા વિમાનને મોસ્કો ઍરપોર્ટ પર લેન્ડ થવામાં મુશ્કેલી પડી હતી. યુક્રેને રશિયાના મોસ્કો ઍરપોર્ટ પર ડ્રોન હુમલો કર્યો હોવાના અહેવાલ છે. ભારતથી રશિયા ગયેલા પ્રતિનિધિમંડળમાં ડીએમકે સાંસદ કનિમોઝી, સમાજવાદી પાર્ટીના સાંસદ રાજીવ રાય, આરજેડી સાંસદ પ્રેમચંદ ગુપ્તા, કૅપ્ટન બ્રિજેશ, અશોક કુમાર મિત્તલ અને રાજદૂત મંજીવ સિંહ પુરીનો સમાવેશ થાય છે. રશિયન અધિકારીઓના જણાવ્યા અનુસાર મધ્યરાત્રિથી મોસ્કો તરફ ઉડતાં 23 ડ્રોનને હવામાં…
