Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- દૈનિક રાશિફળ (૧૩/૧૦/૨૦૨૬)
- આજ નું પંચાંગ (૧૩/૧૦/૨૦૨૬)
- કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ અમદાવાદ ખાતે આયોજિત BRICS ટ્રેડિશનલ એન્ડ ઇન્ડિજીનસ ડેમોન્સ્ટ્રેશન ગેમ્સ-2026નો પ્રારંભ કરાવ્યો
- રિયાધ એરપોર્ટ પર હુથીઓના હુમલામાં ઘાયલ થયેલા ૩૦૦ લોકોમાં ૧૧ ભારતીયોનો સમાવેશ; દૂતાવાસ સ્થાનિક સત્તાવાળાઓના સંપર્કમાં
- તણાવપૂર્ણ સંબંધો વચ્ચે બાંગ્લાદેશના ગૃહમંત્રી ભારતમાં યોજાનારી BIMSTEC બેઠકમાં હાજરી નહીં આપે
- ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ તેજ ગતિએ: રાજ્યમાં વધુ ૨૫ ઔદ્યોગિક એકમોને સહાય મંજૂર
- આજે નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીના હસ્તે અમદાવાદમાં ૧૫૮ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાશે
- અમદાવાદમાં નવરાત્રિના પ્રથમ નોરતે ગરબાના સ્થળોએ ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા ફૂડ સ્ટોલની મનપા. દ્વારા તપાસ
- નવસારી મહાનગરપાલિકામાં તમામ વિભાગના 600થી વધુ કર્મચારીઓ હડતાળ પર
- ગાંધીનગર મનપા. ચૂંટણી દરમિયાન થયેલ હોબાળા મામલે કોંગ્રેસ નેતાની તકલીફમાં વધારો!?
- ભરૂચ SOGની ટીમે જંબુસર બાયપાસ ચોકડી પાસેની રજવાડી ચાની ફ્રેન્ચાઈઝીના સંચાલકને 96 ગ્રામ અફીણ ઝડપી પાડ્યો
- વડોદરામાં દિલ્હી-મુંબઈ રાજધાની મેઇન લાઇન પર તમામ 14 પોર્ટલ બીમનું કામ પૂર્ણ
Author: GNSnewsAdmin
(જી.એન.એસ) તા. 13 અમદાવાદ, અમદાવાદ GPOની ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે મુખ્ય પોસ્ટમાસ્ટર, જનરલ પોસ્ટ ઓફિસ, સલાપસ રોડ, અમદાવાદ-380001 ખાતે 26.03.2025ના રોજ 11:00 કલાકે ડાક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. આ ડાક અદાલતમાં ફક્ત અમદાવાદ GPOની ટપાલ ખાતાની સેવાઓ જેવી કે મનીઓર્ડર, રજીસ્ટર અને કાઉન્ટર પરની સેવાઓ વગેરેને લગતી ફરિયાદોનો નિકાલ કરવામાં આવશે. આ અંગેની ફરિયાદો તારીખ 20.03.2025 સુધીમાં મેનેજર, કસ્ટમર કેર સેન્ટર, અમદાવાદ GPO અમદાવાદ-380001 પર મોકલવાની રહેશે. તારીખ 20.03.2025 બાદ આવેલી ફરિયાદો વિચારણામાં લેવામાં આવશે નહીં. ફરિયાદ સ્પષ્ટ, મુદ્દાસર અને એક જ વિષય પર હોવી જરૂરી છે. સામાન્ય પ્રકારની તેમ જ નીતીવિષયક ફરિયાદો ધ્યાનમાં લેવાશે નહીં.
(જી.એન.એસ) તા. 9 નવસારી, નવસારીમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ બોર્ડરૂમ શૈલીમાં લખપતિ દીદીઓ સાથે સંવાદ કર્યો હતો. આ રીતે તેઓ કંપનીના સીઇઓ સાથે વાતચીત કરતા હોય છે. હાથમાં નોટપેડ અને પેન્સિલ રાખીને તેમણે ચર્ચા દરમિયાન મહત્વના મુદ્દાઓને ટાંક્યા હતા. મોટાભાગની મહિલાઓએ સંવાદમાં જણાવ્યું કે પીએમ મોદી, તેમની નીતિઓ અને તેમણે આપેલી પ્રેરણાને કારણે જ તેઓ લખપતિ દીદી બનવામાં સફળ રહી છે. લખપતિ દીદીઓના સકારાત્મક અનુભવો અને પ્રગતિ સાંભળીને વડાપ્રધાને કહ્યું કે 3 કરોડ લખપતિ દીદીનો લક્ષ્યાંક ટૂંક સમયમાં સિદ્ધ થઈ શકે છે અને આવનારા સમયમાં 5 કરોડનો લક્ષ્યાંક પણ પ્રાપ્ત કરી શકાય છે. મહિલાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે પીએમ મોદીના…
રાજ્યના ૩૩ જિલ્લામાં ૨૭૨ તાલુકા, ૧૮,૭૨૩ ગામ માટે રી સરવેની કામગીરી હાથ ધરવાનું નક્કી કરાયું હતું જે પૈકી ૧૮,૦૪૬ ગામોને રી-સરવેની કામગીરી હેઠળ આવરી લેવાયા (જી.એન.એસ) તા. 7 ગાંધીનગર/અરવલ્લી/સાબરકાંઠા, વિધાનસભા ખાતે અરવલ્લી, સાબર કાંઠા અને છોટા ઉદેપુર જિલ્લામાં જમીન રી સરવે ની કામગીરી અંગેના પ્રશ્નના પ્રત્યુત્તરમાં મુખ્યમંત્રીશ્રી વતી જવાબ આપતા ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિહ રાજપૂતે જણાવ્યું છે કે, દેશભરમાં ગુજરાત પ્રથમ રાજ્ય છે જેણે પાર દર્શીતા અને નિર્ણાયક્તાથી જમીન રી સરવેની કામગીરી આરંભી છે ત્યારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ જમીન રી-સરવેની કામગીરી સંપૂર્ણ પારદર્શી રીતે કરીને રાજ્યનો એક પણ ખેડૂત રહી નજાય એ જ અમારો નિર્ધાર છે. તેમણે…
“જ્યારે તમે કોઈપણ કામ કરો તેમાં તમને આત્મસંતોષ મળે તે જ તમારો સાચો પુરસ્કાર છે”- કમિશનરશ્રી આઈ.સી.ડી.એસ (જી.એન.એસ) તા. 7 ગાંધીનગર, સંકલિત બાળ વિકાસ સેવા યોજના, મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા આયોજિત ‘પાપા પગલી’ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્ય કક્ષાનો ભૂલકામ મેળો 2024-25 “શિક્ષણમાં સર્જનાત્મકતા” અંતર્ગત તા. 07-માર્ચ, 2025 ના રોજ સેક્ટર-07, કોમ્યુનિટી હોલ ગાંધીનગર ખાતે કમિશનરશ્રી આઈ.સી.ડી.એસ રણજિતકુમાર સિંહની અધ્યક્ષતામાં યોજાયો હતો. રાજ્ય કક્ષાના આ ભૂલકા મેળામાં જુદા જુદા જિલ્લાની આંગણવાડીની કાર્યકર બહેનો તથા બાળકોએ સુંદર મજાની કૃતિઓ રજૂ કરી હતી. જેમાંથી શ્રેષ્ઠ કૃતિઓને પ્રમાણપત્ર તથા ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી. આ ઉપરાંત આ મેળાનું મુખ્ય આકર્ષણ…
(જી.એન.એસ) તા. 6 ગાંધીનગર, ભારત સરકાર દ્વારા ભારતની ટોચની ૩૦૦+ અગ્રણી કંપનીમાં બેરોજગાર ઉમેદવારો માટે પી.એમ. ઈન્ટર્નશીપ યોજના અમલમાં આવેલ છે. જેમાં ધોરણ-૧૦, ધોરણ-૧૨, આઈ.ટી.આઈ., ડિપ્લોમા, તથા ગ્રેજ્યુએટની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોને ભારતની ટોચની અગ્રણી કંપનીમાં ૧૨ માસ માટે ઈન્ટર્નશીપ યોજનાનો વિનામૂલ્યે લાભ મેળવી શકશે. જેની શૈક્ષણિક લાયકાત એસ.એસ.સી (ધોરણ-૧૦), એચ.એસ.સી (ધોરણ-૧૨) , આઈ.ટી.આઈ, ડિપ્લોમા તથા ગ્રેજ્યુએટ છે. અન્ય શરતો મુજબ ઉંમરની લાયકાત ૨૧ થી ૨૪ વર્ષ, ફુલ ટાઈમ નોકરી કે અભ્યાસ કરતા ના હોવા જોઈએ, પરિવારમાં કોઈપણ સભ્ય સરકારી નોકરી કરતા ના હોવા જોઈએ તેમજ આવક મર્યાદા વાર્ષિક ૮ લાખ કે તેથી ઓછી હોવી જોઈએ,સરકારની કોઈ એપ્રેન્ટીસ યોજના…
(જી.એન.એસ) તા. 6 ગાંધીનગર, રાજ્યની બિનસરકારી અનુદાનિત માધ્યમિક ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં પસંદગી પામેલ આચાર્ય આગામી તા.૧૫ માર્ચ-૨૦૨૫ સુધી પોતાની જગ્યા પર હાજર થઇ શકશે. બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્ય ભરતી-૨૦૨૪ અંતર્ગત આચાર્યની જગ્યા માટે પસંદગી પામેલ જે કોઇ ઉમેદવારો તા.૨૬ ફેબ્રુઆરી ૨૦૨૫ સુધીની આપેલી સમય મર્યાદામાં હાજર થઇ શક્યા ન હોય તેવા ઉમેદવારો પ્રત્યે સંવેદનશીલતા દાખવી શાળા અને વિદ્યાર્થીઓના બહોળા હિતમાં સંસ્થાઓને આચાર્ય મળી રહે તેવા ઉમદા હેતુસર શાળામાં હાજર થવા માટેની આખરી મુદત તા.૧૫ માર્ચ -૨૦૨૫ સુધી લંબાવવા ભરતી પસંદગી સમિતિ, ગાંધીનગર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આ સ્પર્ધામાં ભાગ લેવાની તારીખ લંબાવવામાં આવી છે, ૧૩ માર્ચ ૨૦૨૫ સુધીમાં અરજી સબમીટ કરી શકાશે (જી.એન.એસ) તા. 6 દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવ્યાંગ વ્યક્તિઓ તથા તેમને કામે રાખતા નોકરીદાતાઓ તથા તેમને નોકરીમાં સ્થાયી કરવાની વિશિષ્ટ કામગીરી કરતા પ્લેસમેન્ટ ઓફિસર્સ માટે રાજ્ય પારિતોષિક સ્પર્ધા-૨૦૨૪નું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં વધુમાં વધુ દિવ્યાંગ ઉમેદવારો ભાગ લે તે માટે આ અરજી સ્વીકારવાની તારીખ લંબાવવામાં આવી છે. આ સ્પર્ધામાં ભાગ લેવા ૧૩ માર્ચ ૨૦૨૫ સુધીમાં મદદનીશ નિયામક રોજગાર કચેરી -શાહીબાગ ખાતે રૂબરૂ તથા ટપાલ મારફતે અરજી સબમીટ કરાવવાની રહેશે. અત્રે ઉલ્લેખનીય છેકે વર્ષ-૨૦૨૪માં વિવિધ કેટેગરીમાં રાજ્યકક્ષાના દિવ્યાંગ પારિતોષિકો મેળવવા માટે…
ભારત સરકારે સિંહોના સંરક્ષણ માટે ₹2900 કરોડથી વધુના ખર્ચે મંજૂર કર્યો પ્રોજેક્ટ લાયન (જી.એન.એસ) તા. 1 ગાંધીનગર, આગામી 3 માર્ચના રોજ વિશ્વ વન્યજીવ દિવસની ઉજવણી કરવામાં આવશે, જેનું વર્ષ 2025નું થીમ છે, ‘વાઇલ્ડલાઇફ કન્ઝર્વેશન ફાઇનાન્સ: ઇન્વેસ્ટિંગ ઇન પીપલ એન્ડ પ્લેનેટ’ (વન્યજીવ સંરક્ષણ નાણા: લોકોમાં અને પૃથ્વી ગ્રહમાં રોકાણ). આ થીમ થકી વિશ્વ વન્યજીવ દિવસ વૈશ્વિક સંરક્ષણ પ્રયાસોમાં ટકાઉ ભંડોળની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂકે છે. આ જ વિઝનને અનુરૂપ, ગુજરાતમાં કાર્યરત પ્રોજેક્ટ લાયન એક પરિવર્તનકારી પહેલ છે, જે એશિયાઇ સિંહોની વસ્તીના સંરક્ષણ અને સંવર્ધન માટે સમર્પિત પ્રોજેક્ટ છે, જે તેમના નિવાસસ્થાનના વ્યૂહાત્મક સંચાલન અને સામુદાયિક ભાગીદારી થકી સિંહોના લાંબાગાળાના અસ્તિત્વને…
રાજ્ય સરકારે સંત સુરદાસ યોજના અન્વયે લાભ મેળવવાની દિવ્યાંગ પાત્રતા ૮૦ ટકાથી ઘટાડી ૬૦ ટકા કરી છે. ૮૫ હજારથી વધુ દિવ્યાંગ જનોને પણ મળશે સહાય લાભ: મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ (જી.એન.એસ) તા. 28 ગાંધીનગર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં પ્રભુતામાં પગલાં પાડતા ૧૨ મૂક-બધિર નવદંપતીઓને આશીર્વાદ આપવા ૮માં દિવ્યાંગ સમૂહ લગ્નોત્સવમાં ઉપસ્થિત રહીને દિવ્યાંગજનો પ્રત્યેની સહજ સંવેદનશીલતાના દર્શન કરાવ્યા હતા. આ દિવ્યાંગ સમૂહ લગ્નોત્સવનું આયોજન ગાંધીનગરના સરસ્વતી એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સમર્પણ મૂક-બધિર શિશુ વિદ્યામંદિર દ્વારા કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ દિવ્યાંગ જનોને સહાયરૂપ થઈને તેમને સ્વમાનભેર જીવતા કરવા માટે તેમની પડખે ઉભા રહેવાની રાજ્ય સરકારની નેમ દર્શાવી હતી. આ સંદર્ભમાં…
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં; ટ્રાન્સપેરન્ટ – ટાઈમલી અને ટેક્નોલોજીયુક્ત ગવર્નન્સનું વધુ એક ઉત્તમ ઉદાહરણ (જી.એન.એસ) તા. 27 ગાંધીનગર, * નમો લક્ષ્મી યોજનામાં ૧૦.૭૦ લાખ કન્યા છાત્રાઓને રૂ.૨૦૩ કરોડ મળ્યા * નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાનો વિજ્ઞાન પ્રવાહના ૧.૫૦ લાખ જેટલા વિદ્યાર્થીઓ – વિદ્યાર્થીનીઓને રૂ. ૫૧ કરોડનો સહાય લાભ મળ્યો * મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના અન્વયે ૫૦ હજાર વિદ્યાર્થીઓને કુલ રૂ. ૩૩ કરોડથી વધુની સ્કોલરશીપ ચુકવવામાં આવી * મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના અંતર્ગત ૬૦ હજાર વિદ્યાર્થીઓને રૂ. ૨૬ કરોડથી વધુની સ્કોલરશીપનું ચુકવણું થયું * નમો લક્ષ્મી યોજનાના અમલ પછી ૨૦૨૪માં શૈક્ષણિક સત્ર શરૂ થયાના ફક્ત ૬ મહિનામાં…
