Author: dhrumit

વર્ષ ૨૦૨૩-૨૪માં ૧૧,૩૦૦થી વધુ લાભાર્થીઓને કુલ રૂ. ૧૩.૫૧ કરોડથી વધુની સહાય ચૂકવાઈ: સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્ય મંત્રી શ્રી ભીખુસિંહ પરમાર (જી.એન.એસ) તા. 27 ગાંધીનગર, વિધાનસભા ગૃહ ખાતે સભ્યશ્રી દ્વારા કુંવરભાઈનું મામેરું યોજના અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં સામાજિક ન્યાય અને અધિકારિકતા રાજ્ય મંત્રી શ્રી ભીખુસિંહ પરમારે જણાવ્યું હતું કે, કુંવરબાઇનું મામેરું યોજનાનો લાભ રાજ્યની દરેક જરૂરિયાતમંદ મહિલાઓને સત્વરે અને સરળતાથી પહોંચાડવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. અગાઉ આ યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થીઓને ૧૩ જેટલા પુરાવા રજૂ કરવા પડતાં હતાં, જેમાં સુધારો કરી હવે માત્ર જૂજ પુરાવા જ રજૂ કરવાના હોય છે. તેમણે વિગતવાર માહિતી આપતા ઉમેર્યું હતું કે,…

Read More

16માં નાણા પંચના અધ્યક્ષ શ્રી અરવિંદ પનગઢિયા પણ બીજા સત્ર દરમિયાન “ઈન્ડિયા ઈન ગ્લોબલ ઈકોનોમીઃ ધ નેક્સ્ટ ડિકેડ” વિષય પર વિચારો રજુ કરશે (જી.એન.એસ) તા. 27 નવી દિલ્હી, કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોનાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ 1 માર્ચ, 2025નાં રોજ નવી દિલ્હીમાં ઇન્ડિયન સિવિલ એકાઉન્ટ્સ સર્વિસનાં સ્થાપના દિવસ પ્રસંગે 49માં સિવિલ એકાઉન્ટ્સ ડેનાં રોજ આયોજિત ઉજવણીની અધ્યક્ષતા કરશે. ઉદઘાટન સત્ર દરમિયાન પબ્લિક ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ સિસ્ટમ (પીએફએમએસ) પર “ડિજિટલાઇઝેશન ઓફ પબ્લિક ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ ઇન ઇન્ડિયા: ધ ટ્રાન્સફોર્મેટિવ ડિકેડ (2014-24)” શીર્ષક સાથેનો એક સંગ્રહ પણ બહાર પાડવામાં આવશે. કન્ટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સ (સીજીએ)ની સંસ્થા દ્વારા ડિઝાઇન, વિકસિત અને અમલીકૃત પીએફએમએસ સરકારના નાણાકીય વહીવટ માટેનું મુખ્ય આઇટી પ્લેટફોર્મ છે, જેમાં ચુકવણી, પ્રાપ્તિ, એકાઉન્ટિંગ, રોકડ વ્યવસ્થાપન અને નાણાકીય રિપોર્ટિંગ સામેલ…

Read More

પીડિતાઓને ન્યાય અપાવવા રાજ્ય સરકાર દ્વારા દુષ્કર્મના ગુનામાં ગુનેગારો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થતી રહેશે: ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી (જી.એન.એસ) તા. 27 ગાંધીનગર, રાજ્યમાં મહિલાઓ અને બાળકો પર અત્યાચાર, શોષણ અને દુષ્કર્મના બનાવો પર સદંતર અંકુશ લાવવા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સુચના છે, ત્યારે ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ આ પ્રકારના ગુનાઓમાં પિડીતા સાથે વિશેષ સંવેદના અને કાળજી રાખીને આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવા ઠોસ પુરાવાઓ સાથે મજબૂત કેસ બનાવવા ગુજરાત પોલીસને આદેશ કર્યા છે. ગુજરાત પોલીસ તે જ દિશામાં મક્કમતાથી આગળ વધી રહી છે તેનું પરિણામ આરોપીઓને મળી રહેલી કડક સજાના ચુકાદાઓમાં જોઇ શકાય…

Read More

(જી.એન.એસ) તા. 27 ગાંધીનગર, વિકસતી જાતિના વિદ્યાર્થીઓ રાજ્ય સરકારના ઉચ્ચ શિક્ષણ લક્ષી અભિગમના પરિણામે આજે વિદેશમાં અભ્યાસ કરીને ઉજ્જવળ કારકિર્દી ઘડી રહ્યા છે. મહેસાણા, સુરત અને બનાસકાંઠા જિલ્લામાં તા. ૩૧ ડિસેમ્બર ૨૦૨૪ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં વિકસતી જાતિ કલ્યાણ હસ્તક કુલ ૪૬૫ વિદ્યાર્થીઓને પ્રતિ વિદ્યાર્થી દીઠ રૂ. ૧૫ લાખ પેટે કુલ રૂ. ૬૧ કરોડથી વધુની રકમ વિદેશ અભ્યાસ લોન યોજના હેઠળ ચૂકવવામાં આવી છે તેમ, વિધાનસભા ગૃહમાં ધારાસભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુતર આપતા સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી શ્રી ભીખુસિંહ પરમારે જણાવ્યું હતું. રાજ્ય મંત્રી શ્રી પરમારે વધુ વિગતો આપતા કહ્યું હતું કે, આ યોજના હેઠળ છેલ્લા બે વર્ષમાં મહેસાણા…

Read More

સાયકલની ગુણવત્તા અને તેમાં આપવામાં આવેલી સુવિધામાં કોઈ પણ ક્ષતિ રહી ન જાય તે માટે ટેકનિકલ અને ફીજીકલ ઇન્સ્પેક્શનને વધારે વિસ્તૃત કરવામાં આવ્યું (જી.એન.એસ) તા. 27 ગાંધીનગર, સરસ્વતી સાધના યોજના અંતર્ગત સાયકલ આપવા બાબતે વિધાનસભા ગૃહમાં પુછાયેલા પ્રશ્નનો સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી તરફથી જવાબ આપતા મંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રાજ્યની દીકરીઓને અભ્યાસ કરવા માટે ઘર અને શાળાએ અવર-જવર કરવામાં અગવડતા ન પડે અને ચાલીને શાળાએ જવું ન પડે એ માટે અમલી કરેલી સરસ્વતી સાધના યોજના લાખો પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. છેલ્લા પાંચ વર્ષમાં ધોરણ-૯માં અભ્યાસ કરતી રાજ્યની ૭,૯૩,૧૨૨ દીકરીઓને સાયકલ આપવામાં આવી છે. સાયકલ…

Read More

બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ‘જૂના શિક્ષક ભરતી-૨૦૨૪’ અંતર્ગત ભરતી પસંદગી સમિતિની આજે બેઠક મળી હતી (જી.એન.એસ) તા. 27 ગાંધીનગર, આ બેઠકમાં તા.૦૧ માર્ચ, ૨૦૨૫ના રોજ જૂના શિક્ષક માટેના ઉમેદવારોને શાળા ફાળવણી જાહેર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વધુમાં, તા.૦૯ માર્ચ, ૨૦૨૫ના રોજ ઉમેદવારોને નિમણૂક હુકમ અને ભલામણ પત્ર આપીને રાજ્યમાં જૂના શિક્ષક ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે, એમ બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક સ્ટાફની ભરતી પસંદગી સમિતિ, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

Read More

(જી.એન.એસ) તા. 27 -:વન્ય – જળચર પ્રાણીઓનો સમૃદ્ધ વારસો:- • ગુજરાતમાં એશિયાઈ સિંહની સંખ્યા ૬૭૪થી વધુ નોંધાઈ • રાજ્યના ૧૩ જિલ્લામાં ૨,૨૧૭ ચો. કિ.મી.ના વિસ્તારમાં અંદાજે ૨૨૨ વરૂનો વસવાટ • ભારતમાં એક માત્ર ગુજરાતમાં જોવા મળતા ઘુડખરની કુલ વસ્તી ૭,૬૭૨ • ગુજરાતનો દરિયો ડોલ્ફિનનું ‘ઘર’: રાજ્યના ૪,૦૮૭ ચો. કિ.મી.ના દરિયાઈ વિસ્તારમાં અંદાજે ૬૮૦ ડોલ્ફિન • ધરમપુર ખાતે કાર્યરત સૌપ્રથમ “સર્પ સંશોધન સંસ્થાન”માં ૩૦૦થી વધારે ઝેરી સર્પોનું થાય છે સંવર્ધન ઇકોસિસ્ટમ, લુપ્તપ્રાય વનસ્પતિ, પ્રાણીસૃષ્ટિને બચાવવા અને પર્યાવરણનું જતન કરવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી તેમણે કડક કાયદાઓ, નિયમો અને યોજનાઓ અમલમાં મૂકી છે. જેને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર…

Read More

(જી.એન.એસ) તા. 27 નવી દિલ્હી, સીએસસી ઓલિમ્પિયાડ (સીએસસી ઓલિમ્પિયાડ 5.0)ની પાંચમી આવૃત્તિ સંપન્ન થઈ છે. જેમાં અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાંથી 2,80,000થી વધુ વિદ્યાર્થીઓએ 15 વિષયોમાં નોંધણી કરાવી છે. જે શહેરી અને ગ્રામીણ ભારત વચ્ચેના શૈક્ષણિક તફાવતને દૂર કરવામાં એક નોંધપાત્ર સીમાચિહ્નરૂપ છે. નોંધાયેલા વિદ્યાર્થીઓમાંથી, 1,13,576 વિદ્યાર્થીઓએ પ્રેક્ટિસ પરીક્ષામાં ભાગ લીધો હતો અને 1,00,000થી વધુ ઓનલાઇન પરીક્ષાઓ એઆઈ પ્રોક્ટરિંગ સાથે લેવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલય હેઠળના કોમન સર્વિસ સેન્ટર ઇ ગવર્નન્સ દ્વારા જાહેર કરવામાં આવ્યા મુજબ, 163 વિદ્યાર્થીઓની કામગીરી-આધારિત શિષ્યવૃત્તિ માટે પસંદગી કરવામાં આવી છે. સીએસસી ઓલિમ્પિયાડ 5.0, જે ધોરણ 3 થી 12ના વિદ્યાર્થીઓને સેવા આપે છે. તેણે હિન્દી, અંગ્રેજી, તમિલ, મરાઠી, ગુજરાતી, ઓડિયા, તેલુગુ, મલયાલમ અને બંગાળી સહિત 10 પ્રાદેશિક ભાષાઓમાં પરીક્ષાઓ યોજી હતી. જેમાં સુલભતા અને સર્વસમાવેશકતા સુનિશ્ચિત કરવામાં આવી હતી. શૈક્ષણિક મૂલ્યાંકન ઉપરાંત, ઓલિમ્પિયાડનો ઉદ્દેશ નેતૃત્વ…

Read More

(જી.એન.એસ) તા. 27 ગાંધીનગર, 27 ફેબ્રુઆરી થી સમગ્ર રાજ્યમાં ધોરણ 10 અને 12 ની જાહેર પરીક્ષાઓ શરૂ થઈ રહી છે આ પરીક્ષામાં કુલ ૧૪.૨૮ લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે ત્યારે ધોરણ 10 ના 8.93 લાખ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 1.11,00,000 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહના 4.24 લાખ વિદ્યાર્થીઓ આ પરીક્ષા સાથે જોડાઈ રહ્યા છે. આ વિદ્યાર્થીઓ નિર્ભય બની મુક્તપણે પરીક્ષા આપી શકે અને કોઈપણ ગેરરીતિ કે અવ્યવસ્થા ન સર્જાય તે માટે ‘પેપર બોક્સ ઓથેન્ટીકેશન એન્ડ ટ્રેકિંગ એપ્લિકેશન’ એટલે કે પાટા એપ્લિકેશન વિકસાવવામાં આવી છે. શિક્ષણ મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડીંડોર તથા શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ શરૂ થયેલ…

Read More

કલેક્ટરશ્રીએ સંબંધિત અધિકારીઓને સરકાર દ્વારા નિયત કરાયેલા નિયમો મુજબ પ્રશ્નોને પ્રાથમિકતા આપી તાત્કાલિક ઉકેલ લાવવા જણાવ્યું (જી.એન.એસ) તા. 27 ગાંધીનગર, લોકપ્રશ્નોના નિરાકરણ માટે પ્રતિમાસ યોજાતા જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અરજદારો દ્વારા પ્રસ્તુત થયેલા પ્રશ્નો પૈકી મોટા ભાગના પ્રશ્નોનું સુખદ નિવારણ લાવવામાં આવ્યું હતું. કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેક્ટરશ્રી મેહુલ કે.દવેની અધ્યક્ષતામાં યોજાયેલા જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અરજદારોની રજૂઆત સાંભળ્યા બાદ કલેક્ટરશ્રીએ સંબંધિત અધિકારીઓને સરકાર દ્વારા નિયત કરાયેલા નિયમો મુજબ પ્રશ્નોને પ્રાથમિકતા આપી તાત્કાલિક ઉકેલ લાવવા જણાવ્યું હતું. સ્વાગત માં રજૂ થયેલા ૧૪ પ્રશ્રોનું પૈકી તમામે તમાનું હકારાત્મક નિરાકરણ આવ્યું હતું. આ ઉપરાંત, જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં કલેક્ટરશ્રી સમક્ષ જમીન સંપાદન, પરિવહન, દબાણ,…

Read More