Author: dhrumit

(જી.એન.એસ) તા. 28 નવી દિલ્હી, સંરક્ષણ રાજ્યમંત્રી શ્રી સંજય સેઠે 28 ફેબ્રુઆરી, 2025ના રોજ નવી દિલ્હીમાં યુરોપિયન કમિશનના સંરક્ષણ અને અવકાશ કમિશનર શ્રી એન્ડ્રિયસ કુબિલિયસ સાથે બેઠક યોજી હતી. તેમણે ભારત-યુરોપિયન યુનિયન દ્વિપક્ષીય સંરક્ષણ અને સુરક્ષા સહયોગ અંગે વ્યાપક ચર્ચા કરી હતી. જેમાં ભારત-પેસિફિકમાં દરિયાઈ જોડાણો અને માહિતીની વહેંચણી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. શ્રી સંજય સેઠ અને શ્રી એન્ડ્રિયસ કુબિલિયસે સંરક્ષણ ઔદ્યોગિક સહયોગ વધારવાના માર્ગો અને માધ્યમો પર ખાસ કરીને ભારતમાં સંયુક્ત પ્રોજેક્ટ્સ અને સહ-ઉત્પાદન તકોમાં યુરોપિયન સંરક્ષણ કંપનીઓની ભાગીદારી પર ચર્ચા કરી હતી. તેમણે EUના કાયમી માળખાગત સહકાર અને અન્ય યુરોપીય વિકાસ પ્રોજેક્ટ્સમાં ભારતીય ભાગીદારીની પદ્ધતિઓ પર વિચાર કર્યો. શ્રી…

Read More

(જી.એન.એસ) તા. 28 ભુજ, કચ્છની મુલાકાતે પધારેલા ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીએ ધોરડો ખાતે સફેદ રણમાં કેમલ સફારીની સવારી કરીને સૂર્યાસ્તનો આહલાદક નજારો નિહાળ્યો હતો. રાષ્ટ્રપતિશ્રીએ સફેદ રણની રમણીય સાંજને માણતા માણતા કેવી રીતે ધોરડો ગામે દુનિયાના “બેસ્ટ ટુરિઝમ વિલેજ”નો ખિતાબ હાંસલ કર્યો તેના વિશે વિસ્તૃત જાણકારી મેળવી હતી. કચ્છના રણની મુલાકાત દરમિયાન ધોરડો ગામના સરપંચશ્રી મિયાં હુસેને આ સ્થળ કેવી રીતે વિશ્વ પ્રવાસન સ્થળ તરીકે ઉભરી આવ્યું તેના વિશે રાષ્ટ્રપતિશ્રીને અવગત કરાવ્યા હતા. સરપંચશ્રીએ રાષ્ટ્રપતિશ્રીને જણાવ્યું હતું કે, આજે સફેદ રણ અને રણોત્સવના કારણે વિશ્વભરના પર્યટકો અહીં આવે છે. રણ વિસ્તારના તબક્કાવાર વિકાસ, ધોરડો ગામના પ્રવાસનના કેન્દ્ર બનવા સાથે…

Read More

રાજ્યની બિનસરકારી અનુદાનિત કૉલેજોના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓને મળતા મેડિકલ ભથ્થામાં ₹.૭૦૦નો વધારો કરાયો (જી.એન.એસ) તા. 28 ગાંધીનગર, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા રાજ્યની બિન અનુદાનિત કૉલેજના કર્મચારીઓને મળતા મેડિકલ ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યની બિન અનુદાનિત કૉલેજના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓના મેડિકલ ભથ્થામાં રૂપિયા ૭૦૦નો વધારો કરવામાં આવ્યો છે. અગાઉ તમામ કર્મચારીઓને પ્રતિમાસ ₹.૩૦૦ લેખે મેડિકલ અલાઉન્સ આપવામાં આવતું હતું. આ નિર્ણય બાદ તારીખ ૧-૦૪-૨૦૨૫ ના ઠરાવથી પ્રતિમાસ કુલ રૂપિયા ૧૦૦૦નું મેડિકલ ભથ્થું મળવાપાત્ર બનશે. રાજ્ય સરકારના આ નિર્ણયથી શૈક્ષણિક ૩૭૦૩ અને બિનશૈક્ષણિક ૧૨૦૫ મળીને કુલ-૪૯૦૮ કર્મચારીઓને લાભ થશે.

Read More

હોટેલ અને મીક્ષ યુઝ પોલીસી, ૨૦૧૬ અંતર્ગત AUDAને ફી અને ચાર્જીસ પેટે છેલ્લા ૨ વર્ષમાં ₹. ૬.૩૮ કરોડની આવક થઈ :- મંત્રી શ્રી ઋષિકેશ પટેલ (જી.એન.એસ) તા. 28 ગાંધીનગર, મંત્રી શ્રી ઋષિકેશ પટેલે આજે વિધાનસભા ગૃહમાં છેલ્લા બે વર્ષમાં અમદાવાદ શહેરી વિસ્તાર સત્તામંડળ (AUDA)ની હદમાં એગ્રીકલ્ચર ઝોનમાં આવતી જમીનમાં હોટલ પોલીસી અંતર્ગત બાંધકામ અંગે મંજુરીઓ કે વિકાસ પરવાનગીનો જવાબ આપતા જણાવ્યું હતું કે, ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના મોજે. મુલસણામા કર્ણાવતી ક્લબ લીમીટેડને તા.૨૧-૦૧-૨૦૨૩ ના રોજ ૧,૭૧,૧૭૩ ચો.મી અને , મોજે. વાયણામા રાજપથ ક્લબ લીમીટેડને. તા. ૨૧-૦૨-૨૦૨૩ ના રોજ ૧,૩૧,૩૫૩ ચોરસ મીટર (કુલ જમીન ક્ષેત્રફળના ૪૦% કપાત બાદની જમીન)ની પરવાનગી પ્રોજેક્ટ…

Read More

બાળકો અને પુખ્ત વયના લોકો માટે જંક ફૂડ વિશે આપણે નિયમન અને જાગૃતિ લાવવાની જરૂર છે, જે સ્થૂળતાના રોગચાળામાં ફાળો આપી રહ્યું છે: શ્રી લ્યુક (જી.એન.એસ) તા. 28 નવી દિલ્હી, શ્રી લ્યુક કોઉટિન્હોએ નવી દિલ્હીમાં એક આંગણવાડી કેન્દ્રની મુલાકાત લેતાં જણાવ્યું હતું કે, આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી મેદસ્વીપણાની આ સમસ્યાનો સામનો કરવાનાં તેમનાં વિઝનમાં સંપૂર્ણપણે સાચાં છે. શ્રી લ્યુક કોઉટિન્હો જાણીતા હોલિસ્ટિક આરોગ્ય કોચ અને લ્યુક કોઉટિન્હો હોલિસ્ટિક હીલિંગ સિસ્ટમ્સના સહ-સ્થાપક છે. તેઓ એક મીડિયા કોન્ક્લેવમાં ભાગ લેવા દિલ્હીની મુલાકાતે છે. પોષણ વિશે વાત કરતાં શ્રી લ્યુકે કહ્યું હતું કે ત્રણ મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. પહેલું, બાળકના પોષણને યોગ્ય બનાવવા…

Read More

(જી.એન.એસ) તા. 28 બોટાદ તાલુકાના રોડના કામ વિશે વિગતો આપતા મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે, બોટાદ તાલુકાના બોટાદ-તુરખા-રંગપર રોડ, કારિયાણી-લાખીયાણી-રોહીશાળાના રસ્તાઓની કામગીરી ટેન્ડર મુજબ યોગ્ય રીતે કરવામાં આવી છે. વિવિધ રસ્તાઓની ગુણવત્તાની ચકાસણી માટે રાજ્યના દરેક જિલ્લામાં ગુજરાત એન્જીનીયરીંગ રીસર્ચ ઇન્સ્ટીટયુટ (ગેરી) લેબોરેટરીની સ્થાપના કરવામાં આવી છે. આ લેબોરેટરીમાં બાંધકામમાં (રસ્તા, પુલો, મકાનો) વપરાતા જરૂરી માલસામાનના પરીક્ષણો કરવામાં આવે છે. આ પરીક્ષણોના પરિણામના આધારે સરકાર દ્વારા યોગ્ય પગલા લેવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા એપ્રિલ ૨૦૨૩ થી ઓકટોબર ૨૦૨૩ માં અંદાજે ૨૫૭૩ જેટલા રસ્તાઓના કામોના નિરીક્ષણ કરવામાં આવ્યા છે. નિરીક્ષણ દરમિયાન રસ્તાની સપાટીને નુકશાન થયેલ હોય, ચકાસણી દરમિયાન રસ્તાની…

Read More

સભ્યોના પરિવારને વધુ નાણાકીય સુરક્ષા અને સહાય પૂરી પાડવા માટે, EDLI યોજનામાં મુખ્ય ફેરફારો મંજૂર (જી.એન.એસ) તા. 28 નવી દિલ્હી, કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે નવી દિલ્હીમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (સીબીટી), ઇપીએફની 237મી બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં વાઇસ ચેરમેન સુશ્રી શોભા કરંદલાજે, કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગસાહસોનાં રાજ્ય મંત્રી, શ્રમ અને રોજગાર સચિવ સુશ્રી સુમિતા દાવરા તથા કેન્દ્રીય પીએફ કમિશનરનાં સભ્ય સચિવ શ્રી રમેશ કૃષ્ણમૂર્તિ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. સીબીટીએ નાણાકીય વર્ષ 2024-25 માટે સભ્યોના ખાતામાં ઇપીએફના સંચય પર 8.25 ટકા વાર્ષિક વ્યાજ દર જમા કરવાની ભલામણ કરી હતી. ભારત સરકાર દ્વારા વ્યાજના દરને સત્તાવાર રીતે સૂચિત કરવામાં…

Read More

સ્મૃતિવન પરિસરમાં વૃક્ષારોપણ કરીને પર્યાવરણના જતનનો સંદેશ આપતા રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ (જી.એન.એસ) તા. 28 ભુજ, કચ્છની મુલાકાતે પધારેલા ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીએ ભુજ ખાતે આવેલા સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ એન્ડ મ્યૂઝિયમની મુલાકાત લીધી હતી. સ્મૃતિવન મ્યૂઝિયમ પરિસરમાં, ઉપસ્થિત રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી, કચ્છના પ્રભારી મંત્રીશ્રી પ્રફુલ્લભાઈ પાનશેરીયા, ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના સી.ઈ.ઓ.શ્રી અનુપમ આનંદે રાષ્ટ્રપતિશ્રીનું પુષ્પગુચ્છ આપીને ભાવભીનું સ્વાગત કર્યું હતું. આ તકે રાષ્ટ્રપતિશ્રીએ સ્મૃતિવન પરિસરમાં વૃક્ષારોપણ કરીને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો. રાષ્ટ્રપતિશ્રીએ સ્મૃતિવન મેમોરિયલની વિવિધ ગેલેરીઓ નિહાળી હતી. જેમાં જીવનની ઉત્પતિ અને માનવ જીવનનો ક્રમિક વિકાસ સાથે ભૂકંપ જેવી આપદાઓ અંગે જાણકારી મેળવી હતી. આ સાથે…

Read More

(જી.એન.એસ) તા. 28 ગાંધીનગર, ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ, ગુજરાતનાં પાટનગર- ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ કહ્યું કે, આપણા દેશમાં ન્યાય આધારિત સામાજિક વ્યવસ્થા શ્રેષ્ઠ માનવામાં આવે છે. વારસા અને વિકાસને જોડીને આપણે ન્યાય આધારિત વિકસિત ભારતનું નિર્માણ કરી રહ્યા છીએ. છેલ્લા કેટલાક વર્ષોમાં ગૃહ મંત્રાલયે ફોરેન્સિક સાયન્સની ભૂમિકાને મજબૂત કરવા અને આ ક્ષેત્રમાં સુવિધાઓ અને ક્ષમતા વિકસાવવા માટે ઘણા અસરકારક પગલાં લીધાં છે. રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, કોઈપણ ન્યાય વ્યવસ્થા ત્યારે જ મજબૂત માનવામાં આવે છે, જ્યારે તે ખરેખર સમાવિષ્ટ હોય. તેમણે વિદ્યાર્થીઓને કહ્યું કે તેમનો ધ્યેય સમાજના તમામ વર્ગોને,…

Read More

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન દ્વારા 44મો દીક્ષાંત સમારોહ ઉજવાયો, 430 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી (જી.એન.એસ) તા. 28 અમદાવાદ, ડિઝાઇન ફક્ત સૌંદર્ય શાસ્ત્ર વિશે જ નથી, તે એક નવીનતા છે. જેનો ભારતના વારસા પર પ્રભાવ પડે છે અને દેશના વિકાસમાં ભૂમિકા ભજવશે. આ વાત કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પિયુષ ગોયલે 27 ફેબ્રુઆરી, 2025ના રોજ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન (NID)ના 44મા દીક્ષાંત સમારોહમાં પોતાના સંબોધન દરમિયાન કહી હતી. તેમણે વધુમાં નોંધ્યું હતું કે નવા સ્નાતકો વારસા અને આ દેશના ભવિષ્ય વચ્ચે સેતુ તરીકે કામ કરશે. ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ, ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્યમંત્રી શ્રી જિતિન પ્રસાદ અને ગવર્નિંગ…

Read More