Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- આજનું રાશિફળ (૨૪/૦૪/૨૦૨૬)
- આજ નું પંચાંગ (૨૪/૦૪/૨૦૨૬)
- ૧૧૧-ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણી – ૨૦૨૬; સાંજે 5 વાગ્યા સુધીમાં અંદાજિત ૫૪.૪૩ % મતદાન
- તમિલનાડુ અને પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે સ્ટેજ તૈયાર: શું એમકે સ્ટાલિન અને મમતા બેનર્જી પોતાનો પક્ષ રાખશે?
- અમેરિકન રાષ્ટ્રપ્રમુખ નો નવો આદેશ??
- EU એ યુક્રેન લોન અને રશિયા સામે 20મા પ્રતિબંધ પેકેજને ઔપચારિક રીતે મંજૂરી આપી
- દિલ્હી મેયર ચૂંટણી: ભાજપે પ્રવેશ વાહીને મેયર પદના ઉમેદવાર તરીકે અને મોનિકા પંતને ડેપ્યુટી પદના ઉમેદવાર બનાવ્યા
- ટોમ ક્રૂઝની ‘ટોપ ગન’ ની 40મી વર્ષગાંઠ નિમિત્તે ભારતમાં ફરીથી રિલીઝ થશે
- ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે વિદ્યાભારતી વનવાસી શિક્ષણ સમિતિ, વિશ્વબંધુ પરિવાર દ્વારા આયોજિત સમૂહ લગ્નોત્સવમાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ ની ઉપસ્થિતિ
- ભારત અને જર્મની સંરક્ષણ સંબંધોને વધુ ગાઢ બનાવવા સંમત થયા
- ડેનમાર્કમાં બે ટ્રેનો અથડાતા 18 લોકો ઘાયલ થયા
- વહીવટી તંત્રમાં સચિવાલયના અધિકારીઓની ભૂમિકા અત્યંત મહત્વની: આ સ્તરે લેવાયેલા નિર્ણયોની અસર લાંબા ગાળા સુધી રહેતી હોય છે : મુખ્ય સચિવશ્રી મનોજકુમાર દાસ
Author: dhrumit
વર્ષ 2024માં M.B.B.S.પૂર્ણ કરનાર 3136 ડૉકર્સ પૈકી 3039ને બોન્ડેડ નિમણૂંક અપાઇ આરોગ્યમંત્રીશ્રીએ વિધાનસભા ગૃહમાં રાજ્યના P.H.C. અને C.H.C.માં વર્ગ-1 થી 4 માં ભરવામાં આવેલ જગ્યાઓ અને ખાલી મહેકમ ભરવા સંદર્ભેની વિગતો આપી (જી.એન.એસ) તા. 11 ગાંધીનગર, આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલે વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતુ કે, રાજ્ય આરોગ્ય સંસ્થાઓમાં સીધી ભરતીથી વર્ગ-1 ના વિવિધ સંવર્ગની 1146 જગ્યાઓ ભરવા માટે જી.પી.એસ.સી.ને માંગણપત્રક મોકલવામાં આવ્યા છે. જે પૈકી C.H.C.માં નિમણુંક આપી શકાય તેવા વિવિઘ સંવર્ગોની ૯૪૭ જગ્યાઓ છે. વર્ગ – 1 સંદર્ભે રાજ્યના P.H.C. અને C.H.C.માં વર્ગ-1ના તબીબોની નિમણૂંક સંદર્ભે જણાવ્યું હતું કે, કમિશ્રરશ્રી કચેરી દ્વારા દરરોજ વોક ઇન ઇન્ટરવ્યુ લઇ છેલ્લા ૨…
સહકાર વિભાગની રૂ. ૧,૫૪૨.૦૬ કરોડની અંદાજપત્રીય માંગણીઓ વિધાનસભા ગૃહમાં પસાર “કો-ઓપરેશન એમોન્ગ ધી કો-ઓપરેટીવ મૂવમેન્ટ”ના પરિણામે રાજ્યની સહકારી બેંકોની ડિપોઝીટમાં રૂ. ૬,૫૦૦ કરોડનો વધારો (જી.એન.એસ) તા. 11 ગાંધીનગર, વિધાનસભા ગૃહ ખાતે સહકાર વિભાગની અંદાજપત્રીય માંગણીઓ પરની ચર્ચામાં સહકાર રાજ્ય મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ પોતાના વિચાર રજૂ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ અમારી સરકારે સહકારિતા આંદોલનને જનઆંદોલન બનાવ્યું છે. સહકારી ક્ષેત્રના સુગ્રથિત વિકાસ માટે રાજ્ય સરકારે આદરેલી હકારાત્મક નીતિઓના પરિણામે આજે ગુજરાતનું સહકારી મોડલ દેશના અન્ય રાજ્યો માટે પ્રેરણારૂપ બન્યું છે. સહકાર મંત્રી શ્રી વિશ્વકર્માએ વધુમાં જણાવ્યું હતું કે, તાજેતરમાં જ યુનાઇટેડ નેશન જનરલ…
ચોખા, ઘઉં, મકાઈ, મગફળી અને સોયાબીનનું રેકોર્ડ ઉત્પાદન થયું છે કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણે પાકના બીજા આગોતરા અંદાજને મંજૂરી આપી (જી.એન.એસ) તા. 10 નવી દિલ્હી, કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે વર્ષ 2024-25 માટે મુખ્ય કૃષિ પાકો (ખરીફ અને રવી)ના ઉત્પાદનનો બીજો આગોતરો અંદાજ જાહેર કર્યો છે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ તથા ગ્રામીણ વિકાસ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે મુખ્ય કૃષિ પાકોના આંકડાને મંજૂરી આપીને જાહેર કરતા કહ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર કૃષિ ક્ષેત્રના વિકાસ માટે સતત કામ કરી રહી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, કૃષિ મંત્રાલય વિવિધ યોજનાઓ મારફતે ખેડૂતોને સહાય અને પ્રોત્સાહન પ્રદાન કરે છે, જેના…
(જી.એન.એસ) તા. 10 કચ્છ, કચ્છ જિલ્લાના અબડાસા અને લખપત તાલુકામાં સિંચાઈ માટે નર્મદાના પાણી પહોંચાડવા અંગેના પ્રશ્નનો પ્રત્યુત્તર આપતાં જળસંપત્તિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રી શ્રી મુકેશ પટેલે જણાવ્યું કે નર્મદાના પૂરના વધારાના ૧ મિલિયન એકરફીટ પાણીના વિતરણ અન્વયે અલગ અલગ યોજના કાર્યરત છે. જે અંતર્ગત તબક્કા-૧ અને તબક્કા-૨ હેઠળ આયોજિત કરેલી ૦.૫૦૬ મિલિયન એકરફીટ નર્મદાના પૂરના વધારાના પાણીના વિતરણની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે. જે અંતર્ગત મોડકુબાથી નર્મદાની કચ્છ બ્રાન્ચ કેનાલનું એક્ષ્ટેન્શન કરીને ૦.૧૮૨ મિલિયન એકરફીટ નર્મદાના પૂરનું વધારાનું પાણી મેળવીને અબડાસા અને લખપત તાલુકાની સિંચાઈ યોજનાઓને જોડાણ કરીને વિતરિત કરવા માટેનું પ્રાથમિક આયોજન કરવામાં આવી રહ્યું છે તેમ રાજ્યમંત્રીશ્રીએ…
“નમો સખી સંગમ મેળા” ને પ્રથમ દિવસે અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો: કેન્દ્રીય રાજ્યમંત્રીશ્રી શ્રીમતી નિમુબેન બાંભણિયા (જી.એન.એસ) તા. 10 ભાવનગર, ભાવનગરના જવાહર મેદાન ખાતે તા. ૯ થી ૧૨ માર્ચ સુધી યોજાનાર “નમો સખી સંગમ મેળા” માં બીજા દિવસે મોટીવેશનલ સ્પીકર જય વસાવડા અને નેહલબેન ગઢવી સહિતના મોટીવેશન સ્પિકરોનો સેમિનાર યોજાયો હતો. નમો સખી સંગમ મેળાના બીજા દિવસે કેન્દ્રીય રાજ્યમંત્રીશ્રી શ્રીમતી નિમુબેન બાંભણિયાએ પ્રાસંગિક પ્રવચન કરતાં જણાવ્યું હતું કે, “નમો સખી સંગમ મેળા”ને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. જેમાં પ્રથમ દિવસે સાંજે- 6 થી 10 વાગ્યા સુધી પગ મૂકવાની જગ્યા ન હતી, આશરે 10,500 થી વધુ લોકોએ મુલાકાત લીધી હતી. તેમજ ભાવનગરના લોકોએ…
રાજ્યની કોઈ એક જી.આઈ.ડી.સી.ને સંપૂર્ણપણે ગ્રીન એનર્જી આધારિત ઉદ્યોગો ધરાવતી વસાહત બનાવવાની દિશામાં સરકાર આગળ વધશે :મુખ્યમંત્રીશ્રી (જી.એન.એસ) તા. 10 અમદાવાદ/ગાંધીનગર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે હરિત ઊર્જાને વેગ આપવા રાજ્યમાં ઉદ્યોગોને પણ ગ્રીન એનર્જી પૂરી પાડવાની નેમ વ્યક્ત કરી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે રાજ્ય સરકારે એગ્રીકલ્ચર સેક્ટરમાં ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપ્યું છે, તેવી જ રીતે હવે ઈન્ડસ્ટ્રીયલ સેક્ટરમાં પણ વધુને વધુ ઉદ્યોગોને ગ્રીન એનર્જીના ઉપયોગ તરફ વાળવા છે. મુખ્યમંત્રીશ્રી સી.આઈ.આઈ. ગુજરાત આયોજિત એન્યુઅલ મિટ-2025માં સંબોધન કરી રહ્યા હતા. આ મિટિંગમાં ‘વિકસિત ગુજરાત-પાવરિંગ અ પ્રોસ્પરસ ઈન્ડિયા’ની વિષયવસ્તુ સાથે ચર્ચા-સત્રો પણ યોજવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ તકે…
૧૦ વર્ષમાં અંદાજે કુલ-૨.૦૬ લાખ થી વધુ જગ્યાઓ ભરવાનું આયોજન હાથ ધરાયું નાગરિકો અને રાજ્ય સરકાર વચ્ચે સીધો અને અસરકારક સંવાદ થઇ શકે તે માટે મુખ્યમંત્રી હેલ્પલાઇન શરૂ કરવામાં આવશે (જી.એન.એસ) તા. 10 ગાંધીનગર, વિધાનસભા ગૃહમાં મંત્રીશ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે,મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં રાજ્ય વહીવટમાં પારદર્શિતા અને સુચારૂ સંચાલન માટે રાજ્ય સરકાર હંમેશાથી કટિબધ્ધ છે. તેમણે વધુમાં જણાવ્યું કે, રાજ્ય સરકારના વહીવટી વિભાગો હસ્તકના તમામ સંવર્ગોની ભરતીના આયેજનના ભાગરૂપે સરકાર દ્વારા વર્ષ-૨૦૨૪ થી ૨૦૩૩ માટે ૧૦ વર્ષિય ભરતી કેલેન્ડર નિયત કરવાની કાર્યવાહી કરવામાં આવી. જે અનુસાર આગામી ૧૦ વર્ષમાં અંદાજે કુલ-૨,૦૬,૯૯૧ જગ્યાઓ ભરવાનું આયોજન હાથ ધરાયું છે. ગુજરાતમાં…
ભિક્ષુ અખંડાનંદે વાંચનનું મૂલ્ય સમજ્યું અને વાંચનને સસ્તુ બનાવ્યું : કેન્દ્રીય મંત્રી શ્રી અમિત શાહ (જી.એન.એસ) તા. 9 કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે સસ્તુ સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટ દ્વારા પુનઃ મુદ્રિત 24 પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું હતું. 115 વર્ષથી ગુજરાતીઓને સસ્તા દરે શિષ્ટ સાહિત્ય પ્રદાન કરનાર સસ્તુ સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટના અમદાવાદ ખાતે આયોજિત ‘અખંડ આનંદોત્સવ’માં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ પ્રોત્સાહક બની રહી હતી. આ પ્રસંગે સસ્તુ સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટના અધ્યક્ષ તથા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે કોઈ પણ ભાષાનું અસ્તિત્વ અને સાતત્ય ત્યારે જ ગૌરવમય બને છે જ્યારે તેને આગળ…
કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રીશ્રી અમિતભાઈ શાહ અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ (જી.એન.એસ) તા. 9 અમદાવાદ, કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રીશ્રી અમિતભાઈ શાહ અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા આયોજિત નવા નોંધાયેલા વકીલોનો શપથગ્રહણ સમારોહ યોજાયો હતો. શ્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે, આજનો આ કાર્યક્રમ ઐતિહાસિક છે. આજે ૧૧ હજાર યુવા વકીલો સંવિધાનની રક્ષા અને નાગરિકોને ન્યાય અપાવવાની પ્રક્રિયા સાથે વ્યવસાયિક રૂપે જોડાવવાના છે અને બીજી રીતે આટલી વિશાળ સંખ્યામાં વકીલોને એક છત નીચે એકત્રિત કરવા એ પણ એક ઇતિહાસ જ છે. યુવા તેઓએ ધારાશાસ્ત્રીઓને હૃદય પૂર્વક અનંત શુભકામનાઓ પાઠવતા કહ્યું…
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને સહકાર રાજ્યમંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની ઉપસ્થિતિ (જી.એન.એસ) તા. 9 અમદાવાદ, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના અધ્યક્ષસ્થાને અમદાવાદના જેતલપુર ખાતે એડીસી બેંકનો સ્વર્ણિમ શતાબ્દી સમાપન સમારોહ યોજાયો હતો. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યમંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા આ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે આ પ્રસંગે એડીસી બેંક દ્વારા ‘બી અવેર, બી સિક્યોર’ના મંત્ર સાથે શરૂ કરવામાં આવનાર સાયબર સેફ્ટી એન્ડ સિક્યોરિટી પાયલોટ પ્રોજેકટનું લોકાર્પણ કર્યું હતું તેમજ જેતલપુર સેવા સહકારી મંડળીના સુપર મોલનો વર્ચ્યુઅલ માધ્યમથી શિલાન્યાસ કરાવ્યો આવ્યો હતો. અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કૉ-ઑપરેટિવ બૅંકના શતાબ્દી વર્ષની પૂર્ણાહુતિ…
