Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- આજનું રાશિફળ (૨૬/૦૪/૨૦૨૬)
- આજનું પંચાંગ (૨૬/૦૪/૨૦૨૬)
- જાહેર વિતરણ વ્યવસ્થા ‘કૌભાંડ’ કેસમાં EDએ બંગાળમાં નવ સ્થળોએ દરોડા પાડ્યા
- પ્રધાનમંત્રી મોદીએ નીતિ આયોગના નવા ઉપાધ્યક્ષ અશોક લાહિરી અને અન્ય પૂર્ણ-સમયના સભ્યોને શુભેચ્છાઓ પાઠવી
- CEC જ્ઞાનેશ કુમારને હટાવવાની માંગ કરતી રાજ્યસભામાં વિરોધ પક્ષોએ નવી નોટિસ રજૂ કરી
- દાઉદ ઇબ્રાહિમના શંકાસ્પદ સાથી સલીમ ડોલાની તુર્કીમાં ધરપકડ
- અમેરિકા, ઇઝરાયલ સાથેના યુદ્ધ પછી ઈરાને પહેલી વાર તેહરાન આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી વાણિજ્યિક ફ્લાઇટ્સ ફરી શરૂ કરી
- તેલંગાણાના નેતા કે. કવિતાએ પોતાની રાજકીય પાર્ટી બનાવી, તેલંગાણા રાષ્ટ્ર સેનામાં નામ ઉમેર્યા
- ભાજપમાં જોડાયા બાદ રાઘવ ચઢ્ઢાએ કેજરીવાલ પર ‘શીશ મહેલ 2’ નો કટાક્ષ કર્યો
- ‘નરક’ વાળી પોસ્ટ શેર કરવા બદલ યુએસ કાયદા નિર્માતાઓએ ટ્રમ્પની ટીકા કરી
- નેતન્યાહૂને પ્રોસ્ટેટ કેન્સરના પ્રારંભિક તબક્કાની સારવાર કરાવી
- ઈરાને શંકાસ્પદ યુએસ લિંક્સના આધારે જહાજ જપ્ત કર્યું, દરિયાઈ ઉલ્લંઘનનો ઉલ્લેખ કર્યો
Author: dhrumit
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના 10 વર્ષના કાર્યકાળમાં, સ્વતંત્રતા પછીની બધી જ સરકારોના 70 વર્ષના કાર્યકાળ કરતાં વધુ વિકાસ થયો છે (જી.એન.એસ) તા. 13 અમદાવાદ/ગાંધીનગર, કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ગુજરાતના અમદાવાદમાં રૂ. 146 કરોડના અનેક વિકાસ કાર્યોનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે પોતાના સંબોધનની શરૂઆત દેશવાસીઓને હોળીના પર્વની શુભકામનાઓ આપીને કરી હતી. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, અત્યારે ત્રણ પ્રોજેક્ટનું ઇ-ઉદ્ઘાટન થઈ રહ્યું છે અને તેનો શિલાન્યાસ વર્ચ્યુઅલ રીતે થઈ રહ્યો છે. જેમાં એક મહત્વનો ઘટનાક્રમ સાણંદ-ચેખલા-કડી રોડ પર અમદાવાદ-વિરમગામ રેલવે ટ્રેક પર અંદાજે 1 કિમી લાંબો રેલવે ઓવરબ્રિજ બનાવવાનો છે. જેમાં 60 કરોડના રોકાણનો સમાવેશ થાય છે. શ્રી શાહે ભારપૂર્વક જણાવ્યું…
(જી.એન.એસ) તા. 13 નવી દિલ્હી, ભારત સરકારે 15માં નાણા પંચ ચક્ર દરમિયાન 2025-26 સુધી સંકલિત પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન (PM-AASHA) યોજના ચાલુ રાખવાની મંજૂરી આપી છે. સંકલિત PM-AASHA યોજના ખરીદી કામગીરીના અમલીકરણમાં વધુ અસરકારકતા લાવવા માટે સંચાલિત છે. જે ખેડૂતોને તેમના ઉત્પાદન માટે લાભદાયી ભાવો પૂરા પાડવામાં જ મદદ કરતું નથી, પરંતુ ગ્રાહકોને પોષણક્ષમ ભાવે તેમની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરીને આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં થતી અસ્થિરતાને પણ નિયંત્રિત કરે છે. સંકલિત PM-AASHA યોજનાની ભાવ સહાય યોજના હેઠળ, નિર્ધારિત વાજબી સરેરાશ ગુણવત્તા (FAQ) ને અનુરૂપ સૂચિત કઠોળ, તેલીબિયાં અને કોપરાની કેન્દ્રીય નોડલ એજન્સીઓ (CNAs) દ્વારા રાજ્ય સ્તરની એજન્સીઓ દ્વારા પૂર્વ-નોંધાયેલા ખેડૂતો પાસેથી સીધા લઘુત્તમ ટેકાના ભાવ (MSP) પર ખરીદી કરવામાં આવે છે. કઠોળના સ્થાનિક ઉત્પાદનમાં વધારો કરવા અને આયાત પર નિર્ભરતા ઘટાડવા…
(જી.એન.એસ) તા. 13 સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા મહિલા ખેલાડીઓના પ્રોત્સાહન માટે વર્ષ ૨૦૨૪-૨૫’ અંતર્ગત ‘મહિલા રોકડ પુરસ્કાર’ આપવામાં આવશે. આ યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૪-૨૫માં વિવિધ રમતોની રાજ્યકક્ષાની શાળાકીય સ્પર્ધાઓ અંડર ૧૪,૧૭,૧૯ અને સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત રાષ્ટ્રકક્ષાની સ્પર્ધામાં એસ.એ.જી.દ્વારા રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું હોય અથવા ભાગ લીધો હોય તે મહિલા ખેલાડીઓને સન્માનિત કરવામાં આવશે. યાદીમાં વધુમાં જણાવાયું છે કે, મહિલા ખેલાડીઓ કોઈ પણ એક જ રમતમાં તેમજ ખેલમાં એક જ સિદ્ધિ માટે “મહિલા રોકડ પુરસ્કાર યોજના” માટે ફોર્મ ભરી શકશે. આ ફોર્મ ભરવા માટે ખેલાડીઓએ સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતની સાઈટ https: // sportsauthority.gujarat.gov.in પર તા. ૧૮…
(જી.એન.એસ) તા. 13 જ્યારે ગુજરાતના પનોતા પુત્ર શ્રી નરેન્દ્ર મોદી મોરેશિયસ ગયા, ત્યારે ગુજરાત અને મોરેશિયસ વચ્ચેના ઘણા રસપ્રદ જોડાણો જાણવા મળ્યા. મોરેશિયસના વડાપ્રધાન શ્રી નવીન રામગુલામે એક ઘટનાનું વર્ણન કર્યું, જેમાં તેમણે જણાવ્યું કે મોરેશિયસના ઘડવૈયા ગણાતા અને પ્રથમ વડાપ્રધાન સર સીવુસાગુર રામગુલામે એક વખત ઉલ્લેખ કર્યો હતો કે વિઠ્ઠલભાઈ પટેલ તેમના માર્ગદર્શક હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય સભાના પ્રથમ અધ્યક્ષ સર હરિલાલ વાઘજી ગુજરાતી મૂળના હતા. ઓક્ટોબર 1901માં મહાત્મા ગાંધીજીએ ડરબનથી મુંબઈ જતી વખતે મોરેશિયસની મુલાકાત લીધી હતી અને ઘણા દિવસો સુધી ત્યાં રહ્યા હતા. ગાંધીજીની સલાહ પર, મણિલાલ મગનલાલ ડૉક્ટર મોરેશિયસ ગયા હતા અને તેમની…
૫૬ નિષ્ણાત તબીબી અધિકારીઓ, ૩૮ તબીબી અધિકારીઓ, ૧૧ દંત ચિકિત્સકો, ૫૭ ઓટી ટેકનિશિયનની નિમણૂક કરવામાં આવી (જી.એન.એસ) તા. 13 રાંચી, ઝારખંડના આરોગ્ય મંત્રી ડૉ. ઇરફાન અંસારીએ જણાવ્યું હતું કે આરોગ્ય વિભાગ માનનીય મુખ્યમંત્રી શ્રી હેમંત સોરેનના સ્વસ્થ ઝારખંડ, સુખી ઝારખંડના વિઝનને પૂર્ણ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. આગામી દિવસોમાં ઝારખંડમાં આરોગ્ય ક્ષેત્રમાં ઘણા ફેરફારો જોવા મળશે. રિમ્સમાં દર્દીઓનું દબાણ ઓછું કરવા માટે, ખૂબ જ ટૂંક સમયમાં 5 સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલો સ્થાપિત થવા જઈ રહી છે. ઝારખંડમાં ડોકટરોની અછતને પૂરી કરવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, આ ક્રમમાં આજે ડોકટરોને નિમણૂક પત્રો આપવામાં આવી રહ્યા છે. આ પહેલા પણ કોમ્યુનિટી…
સ્થાનિક સ્તરે શાંતિ સમિતિઓ સાથે બેઠકો યોજી સમન્વય અને સહકાર સુનિશ્ચિત કરવા તેમજ અફવાઓ અંગે ખાસ સોશિયલ મીડિયા મોનીટરીંગ કરવા જરૂરી તાકીદ કરાઈ (જી.એન.એસ) તા. 12 ગાંધીનગર, રાજ્યના નાગરિકોને સુરક્ષિત અને શાંતિપૂર્ણ વાતાવરણમાં તહેવારોની ઉજવણી કરી શકે તે ઉદ્દેશ સાથે રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે આજે તમામ પોલીસ કમિશનરશ્રી અને પોલીસ અધિક્ષકશ્રી સાથે એક વિડિઓ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. આગામી દિવસોમાં આવી રહેલા તહેવારો હોળી, ધૂળેટી અને રમજાનને ધ્યાનમાં રાખીને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તથા શાંતિ અને સલામતીનું વાતાવરણ કાયમ રહે તે હેતુથી આ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. આ બેઠકમાં તહેવારો દરમિયાન સુરક્ષા અને શાંતિ જાળવવા…
(જી.એન.એસ) તા. 12 ગાંધીનગર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની પ્રોત્સાહક અને પ્રેરક સહભાગીતાથી ગુજરાત વિધાનસભાના સભ્યોએ રંગ અને ઉમંગના પર્વ હોળીની રંગારંગ ઉજવણી કરી હતી. વિધાનસભાની બેઠકની બુધવારના દિવસની કાર્યવાહી પૂરી થયા બાદ ગૃહના નેતા અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તથા વિધાનસભા અધ્યક્ષશ્રી, મંત્રીશ્રીઓ, ધારાસભ્યો, સૌ વિધાનસભા ગૃહની સામેના હરિયાળા પ્રાંગણમાં આ હોળી ઉત્સવ માટે એકત્ર થયા હતા. આદિવાસી કલાકારો દ્વારા પ્રસ્તુત પરંપરાગત ઘેરૈયા નૃત્યોના તાલના સંગે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ અને અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી તથા મંત્રીશ્રીઓ, ધારાસભ્યો, વિધાનગૃહમાંથી પગપાળા આ પ્રાંગણમાં પહોંચ્યા હતા. વિધાનસભા પરિસર સામેના આ હરિયાળા પ્રાંગણમાં હોળીગીતોની સંગીતમય પ્રસ્તુતિ, તથા આદિવાસીઓનાં હોળીનૃત્યોના…
મહિલા અને બાળ વિકાસ વિભાગની રૂ. ૭,૬૬૮.૦૩ કરોડની અંદાજપત્રીય માંગણીઓ વિધાનસભા ગૃહમાં પસાર (જી.એન.એસ) તા. 12 ગાંધીનગર, વિધાનસભા ગૃહ ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગની અંદાજપત્રીય માંગણીઓની ચર્ચામાં મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા વતી રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ જવાબ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, મહિલાઓને પૂર્ણ સન્માન અને દરેક ક્ષેત્રે સમાન તકો મળે એ ગુજરાત સરકારની નેમ છે. આ સંદર્ભે તેમણે ઉમેર્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ તેમણે માતૃશક્તિને પૂરતું મહત્ત્વ આપીને “મહિલા સશક્તીકરણ”ને હરહંમેશ સરકારનું કેન્દ્રબિંદુ રાખ્યું છે. મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળતાની સાથે જ તેમણે મહિલા માટે…
મધ્યાહન ભોજનમાં લીલા શાકભાજીનો ઉપયોગ શરૂ કરાયો, કપાસિયા તેલના સ્થાને સીંગતેલનો ઉપયોગ કરવાનું પણ આયોજન: શિક્ષણમંત્રીશ્રી (જી.એન.એસ) તા. 12 ગાંધીનગર, વિધાનસભા ગૃહ ખાતે રાજ્યમાં છેલ્લાં બે વર્ષમાં મધ્યાહન ભોજન યોજના માટે કરવામાં આવેલા ખર્ચ અંગેની વિગતો આપતાં શિક્ષણ મંત્રીશ્રી ડૉ. કુબબેરભાઈ ડિંડોરે જણાવ્યું કે તા.૧ ફેબ્રુઆરી, ૨૦૨૩થી તા.૩૧ જાન્યુઆરી, ૨૦૨૪ સુધીમાં રૂ. ૧૧૪૬.૧૨ કરોડ અને તા.૧ ફેબ્રુઆરી, ૨૦૨૪થી તા.૩૧ જાન્યુઆરી, ૨૦૨૫ સુધીમાં રૂ. ૧૦૭૩.૫૬ કરોડ ખર્ચ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત, બાળકદીઠ ખર્ચની માહિતી આપતાં શિક્ષણમંત્રીશ્રીએ કહ્યું કે તા.૧ ફેબ્રુઆરી, ૨૦૨૩થી તા.૩૧ જાન્યુઆરી, ૨૦૨૪ સુધીમાં (ઘઉં ચોખા) ઉપરાંત, બાલવાટિકાથી ધોરણ ૫ના બાળક માટે પ્રતિ માસ રૂ.૧૫૬.૭૮ અને ધોરણ ૬થી ૮ના…
(જી.એન.એસ) માથાનો દુખાવો, બેચેની, ઊલટી-ઉબકા, તાવ વગેરે જેવાં લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવા આરોગ્ય વિભાગનો અનુરોધ હાલમાં ઉનાળાની ઋતુમાં હીટવેવનાં કારણે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. જે મનુષ્યના આરોગ્યને હાનિકર્તા છે જેથી શરીરમાં સનસ્ટ્રોક (લુ) લાગવાની શક્યતા ઘણી વધારે છે. જાહેર જનતાનાં હિતાર્થ સન સ્ટ્રોક (લુ) થી બચવા જી. એન. એસ નેશનલ ન્યૂઝ એજન્સી તથા આરોગ્ય દ્વારા કેટલાક સુચનો અનુસરવા અનુરોધ કરાયો છે. અસહ્ય ગરમીમાં ભારે પરીશ્રમ કરવાથી શરીરનું તાપમાન વધી જાય છે. શરીરમાંથી પાણી તથા ક્ષારનું પ્રમાણ ઘટી જાય છે, જેનાં કારણે સન સ્ટ્રોક (લુ)ની અસર જણાય છે. સન સ્ટ્રોક (લુ) લાગવાના લક્ષણો:- માથાનો…
