Author: dhrumit

રાજ્યના ચાર ઝોનમાં FRC ફી નિયમન સમિતિ કાર્યરત (જી.એન.એસ) તા. 12 ગાંધીનગર, રાજ્યની ખાનગી શાળાઓમાં ફી નિયમન માટે સરકાર દ્વારા ગુજરાત સ્વનિર્ભર શાળા ફી અધિનિયમ ૨૦૧૮ હેઠળ FRCની રચના કરવામાં આવી છે. જેના, ભાગરૂપે રાજ્યની ખાનગી શાળાઓમાં FRCની માર્ગદર્શિકા મુજબ નિયત ફી નિર્ધારિત કરવામાં આવી છે તે મુજબ ફી લેવામાં આવે છે.સ્વનિર્ભર શાળા દ્વારા જ્યારે ફી નક્કી કરવામાં આવે છે ત્યારે તેને સૌપ્રથમ FRC સમક્ષ રજૂ કરવામાં આવે છે જ્યાં યોગ્ય ચકાસણી બાદ તેને ફેરફાર સાથે મંજૂર અથવા ના મંજૂર કરવામાં આવે છે તેમ, આજે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતા શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોરે જણાવ્યું હતું. શિક્ષણ મંત્રી…

Read More

વર્ષ ૨૦૨૪-૨૫માં જુનાગઢ જિલ્લામાં ૬૯૪, વડોદરા જિલ્લામાં ૮૩૧ તથા વડોદરા શહેરમાં ૨૭૩૫ વિદ્યાર્થીઓને આરટીઈ એક્ટ હેઠળ પ્રવેશ અપાયો: શિક્ષણમંત્રીશ્રી (જી.એન.એસ) તા. 12 ગાંધીનગર/વડોદરા/જુનાગઢ, વડોદરા અને જુનાગઢ જિલ્લામાં રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ વિદ્યાર્થીઓને પ્રવેશ અંગેની વિગતો આપતાં શિક્ષણ મંત્રીશ્રી ડૉ. કુબેર ડિંડોરે જણાવ્યું કે રાજ્યમાં આરટીઈ એક્ટ હેઠળ ખાનગી શાળાઓમાં ૨૫ ટકા બેઠકો નિયત કરવામાં આવી છે. આ માટે નિયત આવક ધરાવતાં વિદ્યાર્થીઓના વાલીઓએ ઓનલાઇન પોર્ટલ પર અરજી કરવાની રહે છે. આ અંગે માહિતી આપતાં મંત્રીશ્રીએ જણાવ્યું કે રાજ્યમાં તા. ૧ એપ્રિલ, ૨૦૧૦થી આરટીઈ એક્ટ-૨૦૦૯ અમલી છે. જે મુજબ, શહેરી વિસ્તારમાં રૂ. ૧.૫૦ લાખ, જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં રૂ. ૧.૨૦ લાખની વાર્ષિક…

Read More

કૃષિ વૈવિધ્યકરણ યોજના હેઠળ છેલ્લા બે વર્ષમાં સુરત જિલ્લામાં અંદાજે ૫,૨૩૧ ખેડૂતોને લાભ અપાયો (જી.એન.એસ) તા. 12 ગાંધીનગર, રાજ્યના આદિજાતિ ખેડૂતોને આધુનિક તેમજ બાગાયત ખેતી તરફ વાળવા સરકાર સતત પ્રયત્નશીલ છે.જેના ભાગરૂપે કૃષિ વૈવિધ્યકરણ યોજના હેઠળ તા. ૩૧ ડિસેમ્બર ૨૦૨૪ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં સુરત જિલ્લામાં અંદાજે ૫,૨૩૧ આદિજાતિ ખેડૂતોને લાભ આપવામાં આવ્યો છે. આ યોજના હેઠળ સુરત જિલ્લાના ઉમરપાડા, મહુવા, માંગરોળ અને બારડોલી તાલુકાના આદિજાતિ ખેડૂતોનો સમાવેશ થાય છે તેમ,આજે વિધાનસભા ગૃહમાં ધારાસભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતા આદિજાતિ મંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું હતું. આદિજાતિ મંત્રી શ્રી ડૉ. ડિંડોરે કહ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત…

Read More

૧૨ દૂધાળા પશુના ડેરી ફાર્મ સ્થાપનાની સહાય યોજના હેઠળ વર્ષ ૨૦૨૩-૨૪માં ગીર સોમનાથના ૩૯ પશુપાલકોને રૂ. ૪૨.૧૯ લાખ સહાય ચૂકવાઈ (જી.એન.એસ) તા. 12 ગાંધીનગર, પશુપાલન મંત્રી શ્રી રાઘવજી પટેલે વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે, વર્ષોથી ખેતી અને પશુપાલન એકબીજાના પૂરક વ્યવસાય રહ્યા છે. સમયાંતરે દૂધની વધતી જતી માંગ અને તેના વેચાણ દ્વારા મળતા આર્થિક લાભને કારણે આજે પશુપાલન એક સ્વતંત્ર વ્યવસાય તરીકે ઉભરી આવ્યો છે. વધુ માહિતી આપતા મંત્રી શ્રી પટેલે જણાવ્યું હતું કે, ખેડૂતો પશુપાલન વ્યવસાય થકી મહત્તમ આવક મેળવી શકે તે માટે ગુજરાત સરકારે વર્ષ ૨૦૧૮-૧૯થી “૧૨ દૂધાળા પશુના ડેરી ફાર્મ સ્થાપનાની સહાય યોજના” અમલમાં મૂકી હતી. આ…

Read More

છેલ્લા બે વર્ષમાં ખેડા જિલ્લાના ૨,૨૪૬ ખેડૂતોને સ્માર્ટ ફોન સહાય યોજના હેઠળ રૂ. ૧૦૦ લાખથી વધુની સહાય ચૂકવાઈ (જી.એન.એસ) તા. 12 ગાંધીનગર, વિધાનસભા ગૃહમાં કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતે દેશમાં સૌપ્રથમવાર ખેડૂતોને સ્માર્ટ ફોન ખરીદી પર સહાય આપવાની યોજના શરૂ કરી છે. છેલ્લા બે વર્ષમાં ખેડા જિલ્લાના ૨,૨૪૬ ખેડૂત લાભાર્થીઓને સ્માર્ટ ફોન સહાય યોજના હેઠળ રૂ. ૧૦૦ લાખથી વધુની સહાય ચૂકવવામાં આવી છે. ગુજરતના ખેડૂતો હવામાન-વરસાદની આગાહી, સંભવીત રોગ-જીવાત ઉપદ્રવ અને તેના નિયંત્રણ માટેની માહિતી, ખેડૂત ઉપયોગી પ્રકાશનો, નવીનતમ ખેત પદ્ધતિ તેમજ સરકારની કૃષિલક્ષી યોજનાઓની માહિતી ફોનના માધ્યમથી સરળતાથી મેળવી…

Read More

વર્ષ ૨૦૨૩-૨૪માં સુરેન્દ્રનગર જિલ્લામાં ૧,૭૯૪ હેક્ટર વિસ્તારમાં દાડમનું વાવેતર થયું; દાડમનું ઉત્પાદન ૧૮,૧૧૯ મે. ટન નોંધાયું (જી.એન.એસ) તા. 12 ગાંધીનગર/સુરેન્દ્રનગર, વિધાનસભા ગૃહમાં સભ્યશ્રી દ્વારા દાડમ પાકના વાવેતર અંગે પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં દાડમ પાકના ઉત્પાદનની અનુકુળતાને ધ્યાને લઈને રાજ્યના ખેડૂતોને દાડમના વાવેતર માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. દાડમની બજારમાં સારી માંગ રહેતી હોવાથી ખેડૂતોની આવકમાં પણ વધારો થાય છે. સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં કુલ ૫૮૯ ખેડૂત લાભાર્થીઓને રૂ. ૨,૪૬,૬૬,૮૨૦ ની સહાય ચૂકવવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં દાડમ પાકનું પુષ્કળ વાવેતર થઈ રહ્યું છે. વર્ષ ૨૦૨૩-૨૪માં જ સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ ૧,૭૯૪ હેક્ટર…

Read More

વસ્ત્રાપુર હાટ, અમદાવાદ ખાતે યોજાઇ રહ્યો છે ત્રિદિવસીય બાગાયત ખેડૂત હાટ ૨૦૨૫ (જી.એન.એસ) તા. 11 અમદાવાદ, નાયબ બાગાયત નિયામક,અમદાવાદ દ્વારા વસ્ત્રાપુર હાટ, અમદાવાદ ખાતે બાગાયત ખેડૂત હાટ -૨૦૨૫ યોજાઈ રહ્યો છે. ૧૨ માર્ચ સુધી યોજાનાર ત્રિદિવસીય બાગાયત ખેડૂત હાટમાં રાજ્યભરના પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો, પ્રાકૃતિક કૃષિ ઉત્પાદકો, બાગાયાતદારો ભાગ લઈ રહ્યા છે. ૧૦૦ જેટલા સ્ટોલ્સ પર બાગાયત, ઓર્ગેનિક અને પ્રાકૃતિક કૃષિ પેદાશોનું પ્રદર્શન સહ વેચાણ ઉપલબ્ધ રહેશે. બાગાયત ખેડૂત હાટ -૨૦૨૫માં પ્રાકૃતિક બાગાયત ઉત્પાદનો, મૂલ્યવર્ધીત બાગાયતી પેદાશો, ટેરેરીયમ, માઇક્રોગ્રીન્સ, શહેરી ખેતીમાં ઉપયોગી સામગ્રીનું પ્રદર્શન અને વેચાણ સાથે સંકળાયેલા ખેડૂતો અને સંસ્થાઓ ભાગ લેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, બાગાયત ખેડૂત હાટમાં…

Read More

છોટાઉદેપુર જિલ્લામાં સરકારી વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજોમાં વિવિધ સંવર્ગની ૪૩ મંજૂર મહેકમ સામે ૨૯ જગ્યાઓ ભરાયેલી છોટાઉદેપુર જિલ્લાની ગ્રાન્ટેટ કોલેજોમાં આચાર્યની ૦૩,અધ્યાપકોની ૫૫ જગ્યાઓ ભરાયેલી (જી.એન.એસ) તા. 11 ગાંધીનગર, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા એ જણાવ્યું છે કે, રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોમાં વિવિધ સંવર્ગની વાર્ષિક ભરતી કેલેન્ડર મુજબ સમયાનુસાર ભરતી કરાય છે, અને બાકી રહેતી જગ્યાઓ પણ સત્વરે ભરવાનું અમારૂ આયોજન છે.          વિધાનસભા ખાતે છોટાઉદેપુર જિલ્લામાં વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન પ્રવાહની સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોમાં મંજૂર મહેકમના પ્રશ્નના પ્રત્યુંત્તરમાં મંત્રીશ્રી એ કહ્યું કે, છોટાઉદેપુર જિલ્લામાં સરકારી વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજોમાં વિવિધ સંવર્ગની ૪૩…

Read More

કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ કમ્પોનન્ટ હેઠળ અત્યાર સુધી ગુજરાત સ્ટેટ કેમ્પાને કુલ રૂ. ૨૩૪૯.૧૨ કરોડ ટ્રાન્સફર કરાયા (જી.એન.એસ) તા. 11 ગાંધીનગર, વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલે વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા જણાવ્યું કે કેમ્પા યોજના હેઠળ છેલ્લા બે વર્ષમાં તાપી જિલ્લામાં કુલ ૮૫૫ હેક્ટરમાં રૂ. ૯.૯૧ કરોડના ખર્ચે રોપાઓના વનીકરણની કામગીરી કરવામાં આવી છે. અત્યાર સુધીમાં કેન્દ્ર સરકાર તરફથી ગુજરાત સ્ટેટ કેમ્પાને વિવિધ કમ્પોનન્ટ હેઠળ કુલ રૂ. ૨૩૪૯.૧૨ કરોડ ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. મંત્રીશ્રીએ વધુ વિગતો આપતા કહ્યું કે વર્ષ ૨૦૨૩-૨૪માં તાપી જિલ્લામાં રૂ. ૨.૧૧ કરોડના ખર્ચે ૧૯૦ હેક્ટરમાં ૧.૭૪ લાખ રોપાનું વનીકરણ કરવામાં આવ્યું હતું, જેમાંથી…

Read More

(જી.એન.એસ) તા. 11 ભટિંડા, ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ ભટિંડા ખાતે સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ પંજાબના દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ કહ્યું કે દીક્ષાંત સમારોહ એ વિદ્યાર્થીઓના જીવનના એક તબક્કાની પૂર્ણાહુતિ અને બીજા તબક્કાની શરૂઆતનો પ્રસંગ છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે તમામ વિદ્યાર્થીઓ પોતાના આચરણ અને યોગદાન દ્વારા આ યુનિવર્સિટી, પોતાના પરિવારો અને દેશનું ગૌરવ વધારશે. રાષ્ટ્રપતિએ વિદ્યાર્થીઓને પાંચ સારી બાબતો જેવી કે જિજ્ઞાસા, મૌલિકતા, નૈતિકતા, દૂરંદેશી અને સ્વયંસ્ફુરિતતાને તેમના જીવનનો ભાગ બનાવવાની સલાહ આપી છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે જિજ્ઞાસા વ્યક્તિને નવી માહિતી મેળવવા માટે ઉત્સુક રાખે છે. જિજ્ઞાસુ લોકો જીવનભર નવી વસ્તુઓ શીખતા રહે છે. તેમણે જણાવ્યું હતું કે કોઈપણ વિષયને યોગ્ય…

Read More