Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- આજ નું પંચાંગ (૨૫/૦૪/૨૦૨૬)
- આજનું રાશિફળ (૨૪/૦૪/૨૦૨૬)
- આજ નું પંચાંગ (૨૪/૦૪/૨૦૨૬)
- ૧૧૧-ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણી – ૨૦૨૬; સાંજે 5 વાગ્યા સુધીમાં અંદાજિત ૫૪.૪૩ % મતદાન
- તમિલનાડુ અને પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે સ્ટેજ તૈયાર: શું એમકે સ્ટાલિન અને મમતા બેનર્જી પોતાનો પક્ષ રાખશે?
- અમેરિકન રાષ્ટ્રપ્રમુખ નો નવો આદેશ??
- EU એ યુક્રેન લોન અને રશિયા સામે 20મા પ્રતિબંધ પેકેજને ઔપચારિક રીતે મંજૂરી આપી
- દિલ્હી મેયર ચૂંટણી: ભાજપે પ્રવેશ વાહીને મેયર પદના ઉમેદવાર તરીકે અને મોનિકા પંતને ડેપ્યુટી પદના ઉમેદવાર બનાવ્યા
- ટોમ ક્રૂઝની ‘ટોપ ગન’ ની 40મી વર્ષગાંઠ નિમિત્તે ભારતમાં ફરીથી રિલીઝ થશે
- ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે વિદ્યાભારતી વનવાસી શિક્ષણ સમિતિ, વિશ્વબંધુ પરિવાર દ્વારા આયોજિત સમૂહ લગ્નોત્સવમાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ ની ઉપસ્થિતિ
- ભારત અને જર્મની સંરક્ષણ સંબંધોને વધુ ગાઢ બનાવવા સંમત થયા
- ડેનમાર્કમાં બે ટ્રેનો અથડાતા 18 લોકો ઘાયલ થયા
Author: dhrumit
કૉલેજ જવા માટે અંતરિયાળ વિસ્તારોની વિદ્યાર્થિનીઓને એસટી બસભાડામાં ૧૦૦ ટકા, જ્યારે વિદ્યાર્થીઓને ૮૦ ટકા સુધીની રાહત અપાય છે: મંત્રી શ્રી પાનશેરિયા (જી.એન.એસ) તા. 26 ગાંધીનગર, રાજ્યની કૉલેજોમાં ફીના માળખા અંગેની વિગતો આપતાં શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું કે રાજ્યની સરકારી તથા ગ્રાન્ટેડ કૉલેજોમાં ફીનું ધોરણ સમાન છે. આ અંગે મંત્રીશ્રીએ કહ્યું કે રાજ્ય સરકારના તા. ૬ જૂન, ૨૦૦૩ના ઠરાવ અન્વયે આર્ટ્સ, કૉમર્સ અને સાયન્સ પ્રવાહમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ પાસેથી શિક્ષણ ફી સ્વરૂપે ફક્ત રૂ. ૬૦૦ની રકમ લેવામાં આવે છે, જ્યારે સરકારી અને ગ્રાન્ટેડ કૉલેજોની વિદ્યાર્થિનીઓને શિક્ષણ ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે તેમ તેમણે ઉમેર્યું હતું. આ જ પ્રકારે,…
રાજ્ય સરકારના પ્રો-એક્ટિવ પગલાઓના પરિણામે લોકોને આ વાયરસથી સંક્રમિત થતા બચાવી શકાયા (જી.એન.એસ) તા. 26 ગાંધીનગર, આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં હ્યુમન મેટાન્યુમોવાઈરસ (HMPV)ના નોંધાયેલ કેસમાં એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી. HMPV ના છેલ્લા એક વર્ષમાં ૧૦ કેસ નોંધાયા હતા. આ વાયરસને ફેલાતો અટકાવવા સરકાર દ્વારા સમયાંતરે ગાઈડ લાઈન જાહેર કરવામાં આવી હતી. આ ઉપરાંત તમામ હોસ્પિટલોમાં બેડ, ઓક્સીજન, પી.પી.ઈ. કીટ, N-95 માસ્ક, ડ્રગ્સ અને લોજીસ્ટીક પૂરતા પ્રમાણમાં તેમજ વેન્ટીલેટર, PSA (PRESSURE SWING ADSORPTION) પ્લાન્ટ ફન્કશનલ કરાયા છે. સરકાર દ્વારા આ રોગને અટકાવવા માટે વિવિધ પગલાં લેવામાં આવ્યા છે જેમાં,…
(જી.એન.એસ) તા. 26 ભારત સરકારના ગૃહ મંત્રાલય હેઠળ રાષ્ટ્રીય મહત્વની સંસ્થા રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (આરઆરયુ) એ 24 માર્ચ, 2025ના રોજ બેંગલુરુમાં મીડિયા સાથે જોડાણ કર્યું હતું. જેમાં કાર્યકારી વ્યાવસાયિકો માટે તેના પ્રકારનો પ્રથમ હાઇબ્રિડ પ્રોગ્રામ – નાણાકીય અને આર્થિક ગુનાઓમાં માસ્ટર્સ (MFEC) રજૂ કરવામાં આવ્યો હતો. આ અગ્રણી કાર્યક્રમ કોર્પોરેટ બાબતોના મંત્રાલયની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોર્પોરેટ અફેર્સ (આઇઆઇસીએ)ના સહયોગથી શરૂ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની શરૂઆત પીઆઈબીના ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી જ્યોર્જ મેથ્યુના સન્માન સાથે થઈ હતી. જેમના કારણે આર.આર.યુ.ના વાઇસ ચાન્સેલર પ્રોફેસર (ડો.) બિમલ એન.પટેલે મીડિયાને સંબોધન કરીને MFEC કાર્યક્રમ અને તેના મહત્ત્વ વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ કાર્યક્રમનાં સાચા લાભાર્થીઓ દરેક નાગરિક નાણાકીય અને આર્થિક વૃદ્ધિ માટે આતુર છે. કારણ કે વ્યક્તિગત અને રાષ્ટ્રીય…
વર્ષ 2011ની વસતિ ઘોરણ અને નિયત માપદંડો પ્રમાણે રાજ્યમાં P.H.C, C.H.C, સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ અને ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલની સંખ્યામાં કોઇ ઘટ નહીં – આરોગ્યમંત્રીશ્રી (જી.એન.એસ) તા. 26 ગાંધીનગર, આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશ પટેલે વિધાનસભા ગૃહમાં સામુહિક આરોગ્ય કેન્દ્રને સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં અપગ્રેડ કરવાના વિવિધ પ્રશ્નો સંદર્ભે વિગતો આપતા જણાવ્યું હતું કે, રાજ્યમાં કુલ 12 જેટલા સામુહિક આરોગ્ય કેન્દ્રોને સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં અપગ્રેડ કરવાની કામગીરી હાથ ધરાઇ છે. વર્ષ 2011ની વસતિ ઘોરણ અને નિયત માપદંડો પ્રમાણે રાજ્યમાં P.H.C, C.H.C, સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ અને ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલની સંખ્યા પૂરતી છે. કોઇપણ પ્રકારની ઘટ્ટ નિયત માપદંડો પ્રમાણે નથી. તેમ છતાં રાજ્ય સરકારે હાલની માંગણીઓને ધ્યાનમાં લઇ…
ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગની વર્ષ ૨૦૨૫-૨૬ની અંદાજપત્રીય માંગણીઓ વિધાનસભા ગૃહમાં પસાર (જી.એન.એસ) તા. 26 ગાંધીનગર, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગની વર્ષ ૨૦૨૫-૨૬ માટેની અંદાજપત્રીય માંગણી પરની ચર્ચામાં વિધાનસભા ખાતે સહભાગી થતાં ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ કહ્યું હતું કે,ગુજરાતના પનોતા પુત્ર અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કંડારેલા વિકાસપથ પર ગુજરાત સતત આગળ વધી રહ્યું છે.વિકાસની આ વણથંભી યાત્રાને સતત ચાલુ રાખવા મક્કમ અને નિર્ણાયક એવા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળની અમારી સરકાર સંકલ્પબદ્ધ છે. મંત્રી શ્રી કનુભાઈએ કહ્યું હતું કે, મને જણાવતાં આનંદ થાય છે કે કેન્દ્ર સરકારના પાવર મંત્રાલય દ્વારા દેશની ૪૨ સરકારી વીજ વીતરણ કંપનીઓમાં સેવા અને ગુણવત્તાની ચકાસણી…
રાજ્યના જાહેર દેવાના પ્રમાણમાં ઉત્તરોત્તર ઘટાડો થતાં વર્ષ ૨૦૨૫-૨૬માં રાજ્યનું જાહેર દેવુ ૧૫.૨૮ ટકા થવાનો અંદાજ, જે ૨૭.૧૦ ટકાની નિયત મર્યાદા કરતાં ધણું ઓછું: નાણાં મંત્રીશ્રી (જી.એન.એસ) તા. 26 ગાંધીનગર, રાજ્યના નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ વિધાનસભા ગૃહમાં વર્ષ ૨૦૨૫-૨૬ માટેની નાણાં વિભાગની અંદાજપત્રીય માગણીઓ રજૂ કરતાં નાણાં મંત્રી શ્રી દેસાઈએ જણાવ્યું કે રાજ્યનો નાણાં વિભાગ રાજવિત્તીય અધિનિયમ, ૨૦૦૫ના નિયત માપદંડો મુજબ નાણાકીય વ્યવસ્થાપન માટે શિસ્તબદ્ધ રીતે કાર્યરત્ છે. આ માટેના નિયત માપદંડોને અનુસરીને રાજ્યની મહેસૂલી ખાધ ક્રમશઃ નાબૂદ કરીને સુદૃઢ રાજવિત્તીય વ્યવસ્થાતંત્ર અને રાજવિત્તીય સ્થિરતા સુનિશ્ચિત કરવામાં સફળ રહી છે તેમ તેમણે વિશ્વાસપૂર્વક જણાવ્યું હતું. નાણાં મંત્રીશ્રીએ કહ્યું કે…
(જી.એન.એસ) તા. 26 ગાંધીનગર/કચ્છ, કચ્છ જિલ્લામાં ક્ષેત્રીય વનીકરણ કાર્યક્રમ વિશે વિધાનસભા ગૃહમાં વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું કે છેલ્લા એક વર્ષમાં કુલ ૭,૪૨૪ હેક્ટર વિસ્તારમાં રૂ. ૩,૬૫૦ લાખના ખર્ચે ૪૨૭.૫૮ લાખ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે, જેમાંથી જીવંત રોપાની સંખ્યા ૩૫૪.૬૭ લાખ જેટલી છે. જે અંતર્ગત છેલ્લા એક વર્ષમાં નખત્રાણા તાલુકામાં રૂ. ૨૮૩.૯૯ લાખના ખર્ચે કુલ ૭૬૮ હેકટરમાં રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે. વિગતવાર માહિતી આપતા મંત્રીશ્રીએ જણાવ્યું કે છેલ્લા એક વર્ષમાં કચ્છ જિલ્લામાં વન વ્યવસ્થા અને વિકાસની યોજના હેઠળ ૩,૦૬૯ હેક્ટર વિસ્તારમાં રૂ. ૧,૦૭૫.૯૬ લાખના ખર્ચે ૨૫.૭૨ લાખ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે, જેમાંથી જીવંત…
રાજ્યમાં ઝોન વાઇઝ સુપરસ્પેશ્યાલિટી હોસ્પિટલ ધરાવતી મેડિસીટી નિર્માણ પામતા ટ્રાન્સ્પ્લાન્ટ સેન્ટર પણ કાર્યરત બનશે (જી.એન.એસ) તા. 26 ગાંધીનગર, આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશ પટેલે ગુજરાત વિધાનસભામાં સ્પષ્ટપણે કહ્યું છે કે, રાજ્યમાં બ્રેઇનડેડ કે લાઇવ અંગદાતા તરફથી મળતા અંગોના ટ્રાન્સપ્લાન્ટ માટેની પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શી છે. અંગધાનમા મળતા અંગોના ટ્રાન્સપ્લાન્ટમાં વ્હાલા-દવલા કે કોઇપણ પ્રકારની ઓળખાણ કે લાગવગ ચલાવવાની નીતિને અવકાશ નથી. તેમણે વધુમાં ઉમેર્યુ કે, રાજ્ય સરકાર દ્વારા અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટની પ્રક્રિયા વેગવંગી બનાવવા અને સમગ્ર પ્રક્રિયાનું મોનટરીંગ અને સંચાલન કરવા વર્ષ – 2019માં SOTTO (સ્ટેટ ઓર્ગન ટીસ્યુ એન્ડ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગનાઇઝેશન)ની રચના કરવામાં આવી છે. SOTTO દ્વારા અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટની પ્રક્રિયા સરળ અને ઝડપી બનાવવામાં…
(જી.એન.એસ) તા. 26 ગાંધીનગર, રાજ્યના ઐતિહાસિક વારસાને ઉજાગર કરવા છ જેટલા નવા સંગ્રહાલયનું નિર્માણ હાલમાં પ્રગતિ હેઠળ છે. હાલમાં તા. ૩૧ ડિસેમ્બર ૨૦૨૪ની સ્થિતિએ ગુજરાતના ઐતિહાસિક વારસાને પ્રદર્શિત કરતા ‘ગુજરાત વંદના સંગ્રહાલય’નું ૧૨ એકર વિસ્તારમાં SOU-એકતા નગર ખાતે નિર્માણ કરવાની કામગીરી ચાલી રહી છે. આ માટે છેલ્લા બે વર્ષમાં અંદાજે રૂ. ૩.૯૩ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે તેમ, આજે વિધાનસભા ગૃહમાં ધારાસભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુતર આપતાં સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું. મંત્રી શ્રી મુળુભાઈએ પેટા પ્રશ્નનો જવાબ આપતા કહ્યું હતું કે,‘ગુજરાત વંદના સંગ્રહાલય’માં ગુજરાતની સ્થાપના અને દેશના વિકાસમાં રાજ્યના યોગદાનની ઝાંખી દર્શાવવામાં આવનાર છે.જેમાં ટેકનોલોજીયુકત વિવિધ…
(જી.એન.એસ) તા. 26 સુરત, બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સના અધિકારીઓએ બ્યુરોના માન્ય લાઇસન્સ વિના ઉત્પાદકો દ્વારા ઉત્પાદિત રમકડાં વેચતા વેપારીઓ પર પ્રતિબંધ મૂક્યો છે, 1) મેસર્સ એડિકેડી એન્ટરપ્રાઇઝ, પ્લોટ નંબર 72, ગોદામ 1-બી, શુભમ હાઇટ્સ ના સામે, ડભોલી, સૂરત ગુજરાત – 395004, 2) મેસર્સ એક્રો એન્ટરપ્રાઇઝ, પ્લોટ નંબર 72, ગોદામ 1-એ, શુભમ હાઇટ્સ ના સામે, ડભોલી, સૂરત ગુજરાત 395004 પર 25.03.2025ના રોજ દરોડા પાડવામાં આવ્યા હતા. આ બંને ઉદ્યોગપતિઓ બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ પાસેથી માન્ય લાઇસન્સ મેળવ્યા વિના ઉત્પાદકો દ્વારા બનાવેલી તેમની દુકાનોમાં રમકડાં વેચતા હતા. દરોડા દરમિયાન બંને વેપારીઓ પાસેથી ISI માર્ક વગરના કુલ 13,650 Pcs (લગભગ) રમકડાં જપ્ત કરવામાં આવ્યા હતા. જેમાંથી મેસર્સ એડિકેડી એન્ટરપ્રાઇઝના પાસે 12,900 Pcs અને મેસર્સ એક્રો એન્ટરપ્રાઇઝ ના પાસે 750 Pcs રમકડાં પ્રાપ્ત થયા હતા. ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના 25 ફેબ્રુઆરી 2020 ના આદેશ નંબર 11(4)/9/2017-CI મુજબ, આવા ઉત્પાદનો (રમકડાં) અથવા સામાન અથવા સ્પષ્ટપણે 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકો દ્વારા રમવા માટેનો હેતુ 1 જાન્યુઆરી, 2021થી ઉત્પાદિત સામાન પર ISI ચિહ્ન ફરજિયાત કરવામાં આવ્યું છે, એટલે કે, ISI ચિહ્ન વિના કોઈપણ ઉત્પાદક અથવા વેપારી રમકડાંનું ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ કરી શકશે નહીં. જો આમ કરતા જોવા મળશે, તો બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ એક્ટ, 2016ની કલમ 17ના ઉલ્લંઘન બદલ કાર્યવાહી કરવામાં આવશે. આ ગુનામાં બે વર્ષ સુધીની કેદ અથવા ઓછામાં ઓછા રૂ. 2,00,000/-નો દંડ અથવા બંને થઈ શકે છે. અનૈતિક ઉત્પાદકો અને વેપારીઓ સામાન્ય રીતે લોકોને છેતરવા માટે ભારતીય માનક બ્યુરોના લાયસન્સ વિના આવા ઉત્પાદનોનું ઉત્પાદન કરે છે અથવા વેપારીઓ ISI ચિહ્ન વિના રમકડાં વેચે છે. બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ સમયાંતરે આવી સામગ્રીના ઉપયોગને કારણે સામાન્ય લોકોને છેતરપિંડી અને સંભવિત સુરક્ષા જોખમોથી બચાવવા માટે દુરુપયોગની પ્રાપ્ત/સંગ્રહિત માહિતી અનુસાર શ્રેણીબદ્ધ દરોડા પાડે છે. કોઈપણ વ્યક્તિ કે જેમની પાસે બ્યુરો ઑફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડના પ્રમાણપત્રના દુરુપયોગ વિશેની માહિતી હોય અથવા ફરજિયાત પ્રમાણપત્ર હેઠળ આવરી લેવામાં આવતી પ્રોડક્ટ્સનું ઉત્પાદન કે વેચાણ કરતા હોય, તો તેઓ ચીફ, બ્યુરો ઑફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ, સુરત બ્રાન્ચ ઑફિસ, પ્રથમ માળ, દૂરસંચાર ભવનનો સંપર્ક કરી શકે છે , કરીમાબાદ એડમિન બિલ્ડીંગ, ઘોડ દોડ રોડ, સુરત- 395001 (ટેલિફોન – 0261- 2990071, 2991171, 2992271, 2990690). subo-bis@bis.gov.in અથવા cmed@bis.gov.in પર ઈમેલ દ્વારા ફરિયાદ કરી શકાય છે. આવી માહિતી આપનાર વ્યક્તિની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.
