Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- આજનું રાશિફળ (૨૬/૦૪/૨૦૨૬)
- આજનું પંચાંગ (૨૬/૦૪/૨૦૨૬)
- જાહેર વિતરણ વ્યવસ્થા ‘કૌભાંડ’ કેસમાં EDએ બંગાળમાં નવ સ્થળોએ દરોડા પાડ્યા
- પ્રધાનમંત્રી મોદીએ નીતિ આયોગના નવા ઉપાધ્યક્ષ અશોક લાહિરી અને અન્ય પૂર્ણ-સમયના સભ્યોને શુભેચ્છાઓ પાઠવી
- CEC જ્ઞાનેશ કુમારને હટાવવાની માંગ કરતી રાજ્યસભામાં વિરોધ પક્ષોએ નવી નોટિસ રજૂ કરી
- દાઉદ ઇબ્રાહિમના શંકાસ્પદ સાથી સલીમ ડોલાની તુર્કીમાં ધરપકડ
- અમેરિકા, ઇઝરાયલ સાથેના યુદ્ધ પછી ઈરાને પહેલી વાર તેહરાન આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી વાણિજ્યિક ફ્લાઇટ્સ ફરી શરૂ કરી
- તેલંગાણાના નેતા કે. કવિતાએ પોતાની રાજકીય પાર્ટી બનાવી, તેલંગાણા રાષ્ટ્ર સેનામાં નામ ઉમેર્યા
- ભાજપમાં જોડાયા બાદ રાઘવ ચઢ્ઢાએ કેજરીવાલ પર ‘શીશ મહેલ 2’ નો કટાક્ષ કર્યો
- ‘નરક’ વાળી પોસ્ટ શેર કરવા બદલ યુએસ કાયદા નિર્માતાઓએ ટ્રમ્પની ટીકા કરી
- નેતન્યાહૂને પ્રોસ્ટેટ કેન્સરના પ્રારંભિક તબક્કાની સારવાર કરાવી
- ઈરાને શંકાસ્પદ યુએસ લિંક્સના આધારે જહાજ જપ્ત કર્યું, દરિયાઈ ઉલ્લંઘનનો ઉલ્લેખ કર્યો
Author: dhrumit
ઓવરબ્રીજ બનાવાની કામગીરી વર્ષ ૨૦૨૭ સુધીમાં પૂર્ણ કરી દેવાશે (જી.એન.એસ) તા. 24 અમદાવાદ, અમદાવાદના APMC માર્કેટ વિશાલા સર્કલથી સરખેજ ચોકડી સુધી ઓવરબ્રીજ બનવાથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વચ્ચેની કનેક્ટિવિટીમાં વધારો થશે. આ ઓવરબ્રીજ બનાવવાની કામગીરી માટે રૂ. ૧૨૯૫.૩૯ કરોડ રકમના કામની તા. ૧૧ માર્ચ ૨૦૨૪એ મંજૂરી આપવામાં આવી છે, તેમ મુખ્યમંત્રીશ્રી વતી માર્ગ અને મકાન વિભાગનો જવાબ આપતા રાજ્ય મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું. મંત્રીશ્રી એ વધુમાં જણાવ્યું હતું કે, આ ૧૦.૬૩ કી.મી.ના બ્રીજ બનાવવાની કામગીરી આગામી વર્ષ ૨૦૨૭ સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે. વિશાલાથી સરખેજ સુધીના હાઈવે પર લોકલ ટ્રાફીકને કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગનો ઉપયોગ થતો હોવાથી બહારના ટ્રાફિકની…
વર્ષ-૨૦૩૬ની ઓલમ્પિકમાં એથ્લેટિક સ્પર્ધાઓ પોલીસ અકાદમી કરાઈની ભૂમિ પર થાય તેવી તૈયારીઓ થઈ રહી છે: રાજ્યના પોલીસ વડાશ્રી વિકાસ સહાય ગુજરાતની વિવિધ પોલીસ રેન્જની ૧૬ ટીમોના ૧૨૨ ખેલાડીઓ ડીજીપી કપ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ભાગ લીધો (જી.એન.એસ) તા. 24 ગાંધીનગર, ગુજરાત પોલીસ અકાદમી-કરાઈ ખાતે તા.૨૧મી માર્ચે “ડી.જી.પી. કપ બેડમિન્ટન ટુર્નામેન્ટ-૨૦૨૪”નો શુભારંભ કરવામાં આવ્યો હતો. આજે તા.૨૪મી માર્ચે રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયની અધ્યક્ષતામાં આ ટુર્નામેન્ટનો સમાપન સમારોહ યોજાયો હતો. ટુર્નામેન્ટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી મેડલ જીતનાર વિજેતા ખેલાડીઓને રાજ્યના પોલીસ વડાશ્રીના હસ્તે મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. શ્રી વિકાસ સહાયે કહ્યું હતું કે, દિવસ-રાત વિવિધ પરિસ્થિતિઓ વચ્ચે પણ પોતાની ફરજ બજાવતા પોલીસ…
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે હાટકેશ્વર મંદિરના લાઈટ એન્ડ સાઉન્ડ શો, સુવર્ણ શિખર અને યજ્ઞશાળાના લોકાર્પણ કર્યું (જી.એન.એસ) તા. 14 ગાંધીનગર/વડનગર, વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ દેશના અલગ અલગ હેરિટેજ સ્થળો, પૌરાણિક-ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થાનો તથા જુદા જુદા મોન્યુમેન્ટ્સની વિરાસત જાળવી રાખીને વધુને વધુ પ્રવાસીઓ-લોકોને તેના ઇતિહાસ, સંસ્કૃતિ અને અન્ય મહાત્મયથી પરિચિત કરાવવા “વિરાસત ભી, વિકાસ ભી”નો અભિગમ અપનાવવાની પ્રેરણા આપી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં રાજ્ય સરકારે વડાપ્રધાનશ્રીના આ અભિગમને વડનગરના હાટકેશ્વર મંદિરના નવનિર્મિત લાઈટ એન્ડ સાઉન્ડ શોથી સાકાર કર્યો છે. હાટકેશ્વર મંદિરના દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓ આ મંદિરના પૌરાણિક ઇતિહાસને સુપેરે જાણી શકે તે હેતુથી ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા…
(જી.એન.એસ) તા. 24 ગાંધીનગર, વિધાનસભા ગૃહમાં ધારાસભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નનો મુખ્યમંત્રીશ્રી વતી જવાબ આપતા ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે છેલ્લા બે વર્ષમાં સાબરકાંઠા જિલ્લામાં બિન ખેતી માટેની પરવાનગી માંગતી કુલ ૨,૧૫૪ જેટલી અરજીઓ મળી છે, જેમાંથી રાજ્ય સરકાર દ્વારા ૧,૩૭૦ અરજીઓ મંજૂર કરવામાં આવી છે. મંત્રીશ્રીએ તાલુકાવાર વિગતો આપતા જણાવ્યું કે સાબરકાંઠા જિલ્લામાં મળેલી કુલ અરજીઓમાંથી હિંમતનગર તાલુકામાં ૬૨૭ અરજીઓ, ઈડરમાં ૧૯૮, વડાલીમાં ૮૯, ખેડબ્રહ્મામાં ૫૫, પ્રાંતિજમાં ૨૧૨, વિજયનગરમાં ૦૮, પોશીનામાં ૧૨ અને તલોદ તાલુકામાં ૧૬૯ એમ કુલ ૧,૩૭૦ અરજીઓ મંજૂર કરવામાં આવી છે. ઉદ્યોગ મંત્રીશ્રીએ પેટા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા જણાવ્યું કે બિનખેતી પરવાનગીની સમગ્ર પ્રકિયા ૯૦ દિવસની…
(જી.એન.એસ) તા. 24 ગાંધીનગર, રાજય સરકારશ્રીના રમતગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરિત કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્વારા આયોજિત તથા જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર દ્વારા સંચાલિત તા.૨૬/૦૩/૨૦૨૫ના રોજ ‘યુથ પાર્લીમેન્ટ”નું આયોજન કરવામાં આવનાર છે. “યુથ પામેિન્ટ-અંતર્ગત ૧૫ થી ૨૯ વર્ષની વયજુથ ધરાવતા ગાંધીનગર જિલ્લાના રસ ધરાવતા યુવક-યુવતીઓ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. જેમાં (૧) ભારતીય બંધારણના ગૌરવશાળી વર્ષ (ર) વિકસિત ભારત @૨૦૪૭ (3) વન નેશન વન ઈલેક્શન: વિકસિત ભારત માટે મોકળો માર્ગ આ વિષય પર ગુજરાતી. હિન્દી અથવા અંગ્રેજી ભાષામાં પાંચ મિનિટની સમયમર્યાદામાં પોતાનું વકતવ્ય આપવાનું રહેશે. તથા આ…
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા સીધી ભરતીથી કુલ ૪૧ જગ્યા ભરવા માટેની કામગીરી પ્રગતિમાં: રાજ્યમંત્રીશ્રી (જી.એન.એસ) તા. 24 ગાંધીનગર, રાજ્યમાં તાલુકા વિકાસ અધિકારીઓની ભરેલી જગ્યાઓ અંગે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતાં પંચાયત રાજ્યમંત્રી શ્રી બચુભાઈ ખાબડે જણાવ્યું કે રાજ્યમાં તાલુકા વિકાસ અધિકારીઓની કુલ ૨૪૮ જગ્યાઓ પૈકી ૨૦૫ જગ્યાઓ ભરાયેલી છે, જ્યારે ૪૩ જેટલી ખાલી જગ્યાઓ પૈકી ૮ જગ્યા પર ટૂંક સમયમાં નિમણૂક કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું. આ સિવાયની સીધી ભરતીથી ભરવાની અન્ય જગ્યાઓમાંથી ૧૧ જગ્યાઓનો ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪ની જાહેરાતમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ જ રીતે, બીજી ૩૦ જગ્યાઓ માટે તા. ૧લી જાન્યુઆરી,…
(જી.એન.એસ) તા. 24 ગાંધીનગર, ભારતના નવીનતા ક્ષેત્રને મજબૂત બનાવવા માટે એક સીમાચિહ્નરૂપ પહેલ તરીકે, 22 માર્ચ 2025ના રોજ ગુજરાતના ગાંધીનગર સ્થિત GIFT સિટી ખાતે “ભારતીય નવીનતા ઇકોસિસ્ટમમાં સિનર્જીનું નિર્માણ” વિષય પર રાષ્ટ્રીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રાષ્ટ્રીય પરિષદનું આયોજન નીતિ આયોગ દ્વારા કરવામાં આવ્યું હતું અને તેનું આયોજન ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST), DST, ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યશાળાનો ઉદ્દેશ્ય સરકારી અધિકારીઓ, શૈક્ષણિક નેતાઓ, ઔદ્યોગિક નિષ્ણાતો, સ્ટાર્ટઅપ સ્થાપકો અને આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ સહિત મુખ્ય હિસ્સેદારો વચ્ચે સંવાદ અને જ્ઞાન વહેંચણીને સરળ બનાવવાનો હતો. વિવિધ ક્ષેત્રોમાં સિનર્જીને પ્રોત્સાહન આપવા માટે રચાયેલ કાર્યસૂચિ સાથે, આ કાર્યશાળામાં સંશોધન અને વિકાસ રોકાણો, નવીનતા પર રાજ્ય નીતિઓ, વૈશ્વિક નવીનતા વલણો અને પાયાના ઉદ્યોગસાહસિકતા જેવા મહત્વપૂર્ણ…
(જી.એન.એસ) તા. 24 ગાંધીનગર, રાષ્ટ્રીય આંકડાકીય કચેરી (NSO)એ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ગાંધીનગર (IITGN)ના સહયોગથી IITGN કેમ્પસ ખાતે “હેક ધ ફ્યુચર” નામનું તેનું 36 કલાકનું હેકાથોન સફળતાપૂર્વક પૂર્ણ કર્યું. આ કાર્યક્રમમાં ભારતભરની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓનું પ્રતિનિધિત્વ કરતી 18 ટીમોએ ભાગ લીધો હતો. જેમાં IIT, NIT, IIIT વગેરેનો સમાવેશ થાય છે. સહભાગીઓએ મંત્રાલય અને સંસ્થાના માર્ગદર્શકો દ્વારા આપવામાં આવેલા માર્ગદર્શન સાથે તેમને રજૂ કરાયેલા ત્રણ નવીન પડકારોનો સામનો કર્યો હતો. ઉદ્યોગ, શિક્ષણ અને મંત્રાલયના નિષ્ણાતોનો સમાવેશ કરતી પાંચ જ્યુરી સભ્યોએ અંતિમ ઉકેલોનું મૂલ્યાંકન કર્યું હતું. સમાપન સત્રમાં MoSPIના સચિવ અને NSOના વડા ડૉ. સૌરભ ગર્ગ, NSO ઇન્ડિયાના ડિરેક્ટર જનરલ શ્રી પી.આર. મેશ્રામ અને IIT ગાંધીનગરના ડિરેક્ટર ડૉ. રજત મૂના ઉપસ્થિત રહ્યા હતા. પોતાના સંબોધનમાં શ્રી પી.આર. મેશ્રામએ બધા સહભાગીઓને અભિનંદન આપ્યા હતા અને ભાર મૂક્યો…
(જી.એન.એસ) તા. 24 રાયપુર, ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ, 24 માર્ચ, 2025ને સોમવારના રોજ રાયપુર ખાતે છત્તીસગઢ વિધાનસભાના રજત જયંતિ સમારોહમાં ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે છત્તીસગઢ વિધાનસભાએ લોકશાહી પરંપરાઓના ઉચ્ચતમ ધોરણો સ્થાપિત કર્યા છે. તેમણે ગૃહની કાર્યવાહી દરમિયાન વેલમાં પ્રવેશતા સભ્યોને આપમેળે સસ્પેન્ડ કરવાનો અસાધારણ નિયમ બનાવ્યો છે અને તેનું પાલન કર્યું છે. તેમને એ વાતનો આનંદ છે કે છેલ્લા 25 વર્ષો દરમિયાન ક્યારેય માર્શલનો ઉપયોગ કરવો પડ્યો નથી. તેમણે કહ્યું કે છત્તીસગઢ વિધાનસભાએ માત્ર ભારતને જ નહીં પરંતુ વિશ્વની તમામ લોકશાહી પ્રણાલીઓને ઉત્તમ સંસદીય આચરણનું એક અનોખું ઉદાહરણ રજૂ કર્યું છે. રાષ્ટ્રપતિએ મહિલા ધારાસભ્યોને…
(જી.એન.એસ) તા. 24 ગાંધીનગર, રાજ્યો વચ્ચે એકતાની ભાવનાને પ્રોત્સાહિત કરવા ખેલકૂદનું માધ્યમ ખૂબ જ પ્રભાવશાળી, યુનિફોર્મ સર્વિસમાં હંમેશા ખેલકૂદને અગ્રીમ સ્થાન આપવામાં આવી રહ્યું છે: રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાય ગુજરાતમાં પ્રથમ વાર યોજાઈ રહેલી ૭૨મી ઓલ ઇન્ડિયા પોલીસ એકવેટીક ક્લસ્ટર ચેમ્પિયનશિપ સ્પર્ધાનો સોમવારે ગુજરાત રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા, ગાંધીનગર ખાતેથી પ્રારંભ કરાવ્યો હતો. દેશના વિવિધ રાજ્યોમાંથી આ સ્પર્ધામાં સહભાગી થવા પધારેલા તમામ સ્પર્ધકોનું ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસ તરફથી સ્વાગત કરતા ગુજરાત રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે કહ્યું હતું કે, મહાત્મા ગાંધીજી અને સરદાર પટેલની આ ભૂમિ પર ઓલ ઇન્ડિયા પોલીસ…
