Author: dhrumit

500 જનરક્ષક પીસીઆર વેન તમામ જિલ્લાઓમાં ફાળવવામાં આવશે, કમાન્ડ કન્ટ્રોલ સેન્ટર દ્વારા તમામ જિલ્લાઓનું રિયલટાઇમ મોનિટરિંગ થશે (જી.એન.એસ) તા. 25 ગાંધીનગર, ગુજરાતના તમામ નાગરિકોને એક જ ફોન નંબર પર તમામ ઇમરજન્સી સેવાઓ મળી રહે તેના માટે વર્ષ 2019માં 112 ERSS (ઇમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ) હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો હતો. 112 નંબરના માધ્યમથી સ્વાસ્થ્ય અને પરિવાર, પોલીસ, આગ, મહિલા અને બાળ વિકાસ અને રેવન્યુ- આપદા વ્યવસ્થાપન વિભાગના સ્વતંત્ર ટોલ-ફ્રી નંબરને એકીકૃત કરવામાં આવ્યા હતા. પ્રાથમિક તબક્કામાં આ કામગીરી રાજ્યમાં અત્યારે ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, મોરબી, છોટા ઉદેપુર, બોટાદ, અરવલ્લી અને મહિસાગરમાં શરૂ છે જેને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ…

Read More

આ યોજના અંતર્ગત કુલ રૂ.૧,૦૦૯ કરોડના ખર્ચે ૭૩,૭૬૨ કિ.મી.જર્જરિત વીજ લાઈનો અને ૧.૭૪ લાખથી વધુ થાંભલા બદલવામાં આવ્યા (જી.એન.એસ) તા. 25 ગાંધીનગર, વાવાઝોડા કે સાયકલોન જેવી કુદરતી આપત્તિ સમય દરિયાકિનારાના જિલ્લાઓમાં વીજ વાયરોને થતું નુકસાન અટકાવવા અને ખેડૂતોને સતત વીજળી મળી રહે તે માટે તબક્કાવાર ઓવર હેડ લાઈનને અંડર ગ્રાઉન્ડ કરવાની કામગીરી હાલમાં પ્રગતિ હેઠળ છે. તા. ૦૧ ડિસેમ્બર ૨૦૨૪ની સ્થિતિએ જૂનાગઢ જિલ્લામાં ‘સાગરખેડૂ સર્વાંગી વિકાસ યોજના’ હેઠળ વીજ માળખું સુરક્ષિત અને વીજ પુરવઠો ચાલુ રહે તે માટે ૧૬.૯૭ વીજ લાઈનના બે વીજ ફીડરને રૂ.૨.૭૪ કરોડથી વધુના ખર્ચે અંડરગ્રાઉન્ડ કેબલમાં રૂપાંતરિત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે તેમ,આજે વિધાનસભા ગૃહમાં ધારાસભ્યશ્રી…

Read More

સામાન્ય યોજના હેઠળ ખેડૂત પાસેથી માત્ર સર્વિસ કનેક્શન ચાર્જ અને એનર્જી ડિપોજિટના નાણાં જ લેવાય છે (જી.એન.એસ) તા. 25 ગાંધીનગર, ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ વિધાનસભા ગૃહમાં જવાબ આપતા જણાવ્યું હતું કે, વડોદરા જિલ્લામાં સામાન્ય યોજના હેઠળ છેલ્લા બે વર્ષમાં ૨,૫૯૦ જેટલા કૃષિ વિષયક વીજ જોડાણ આપવામાં આવ્યા છે જેની પાછળ ૪૯,૩૫,૧૧, ૦૦૦નો ખર્ચ કરવામાં આવ્યો છે. મંત્રીશ્રીએ પેટા પ્રશ્નનો ઉત્તર આપતા જણાવ્યું હતું કે, સામાન્ય યોજના હેઠળ વીજ જોડાણ ખેડૂત પાસેથી માત્ર સર્વિસ કનેક્શન ચાર્જ અને એનર્જી ડિપોજિટના નાણાં જ લેવામાં આવે છે. નવા કૃષિ વિષયક વીજ જોડાણ માટે ખેડૂતોને તેમના ખેતીવાડી વીજ જોડાણ માટે આગવુ ટ્રાન્સફોર્મર આપવામાં આવે…

Read More

વર્ષ ૨૦૭૦ સુધીમાં દેશનું કાર્બન ઉત્સર્જન ઝીરો કરવામાં રિન્યૂએબલ એનર્જી સ્રોતો મારફત ૧૦૦ ગીગાવોટ વીજ ઉત્પાદનનું ગુજરાતનું લક્ષ્ય: મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ (જી.એન.એસ) તા. 25 ગાંધીનગર, રાજ્ય વિધાનસભાના બજેટ સત્રમાં રાજ્યના ગ્રાહકોને અપાયેલી વીજરાહત અંગેના પ્રશ્નના પ્રત્યુત્તરમાં ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે વર્ષ-૨૦૨૪ દરમિયાન રાજ્યમાં બે વખત વીજદરોમાં ઘટાડો કરવામાં આવતાં વીજગ્રાહકોને કુલ સરેરાશ રૂ. ૨૦૦૪ કરોડની રાહત આપવામાં આવી છે. આ અંગેની વિગતો આપતાં ઊર્જા મંત્રીશ્રીએ જણાવ્યું કે ગુજરાત વીજ નિયમન પંચ દ્વારા દર ત્રણ મહિને રાજ્યમાં જે પ્રમાણમાં વીજ ઉત્પાદન થાય, તેની સામે થયેલા ખર્ચની ગણતરી કરીને તે મુજબ ફ્યૂઅલ ચાર્જ નિયત કરવામાં આવે છે. મંત્રીશ્રીએ…

Read More

કિસાન કલ્પવૃક્ષ યોજના હેઠળ આદિજાતિ વિસ્તારની ‘અ’ અને ‘બ’ વર્ગની બજાર સમિતિઓને પ્રોજેક્ટ કોસ્ટના ૫૦ ટકા મુજબ તેમજ ‘ક’ અને ‘ડ’ વર્ગને ૭૫ ટકા મુજબ સહાય ચૂકવાય છે (જી.એન.એસ) તા. 25 ગાંધીનગર, વિધાનસભા ગૃહમાં સહકાર રાજ્ય મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું જે છેલ્લા એક વર્ષમાં દાહોદ જિલ્લાની આદિજાતિ વિસ્તારની ૩ બજાર સમિતિઓને રાજ્ય સરકાર દ્વારા સહાય મંજૂર કરવામાં આવી છે. બજાર સમિતિઓની વિગતવાર માહિતી આપતા મંત્રીશ્રીએ કહ્યું કે બજાર સમિતિઓની છેલ્લા ૩ વર્ષની વાર્ષિક આવકના આધારે ‘અ’, ‘બ’, ‘ક’ અને ‘ડ’ એમ ૪ વર્ગમાં વિભાજિત કરવામાં આવે છે. આ અંતર્ગત જે બજાર સમિતીની છેલ્લા ૩ વર્ષની વાર્ષિક આવક રૂ. ૧…

Read More

મુખ્યમંત્રીશ્રીના હસ્તે GARCની વેબસાઈટનું લોન્ચિંગ- ભલામણ અહેવાલ વેબસાઈટ પર ઉપલબ્ધ (જી.એન.એસ) તા. 25 ગાંધીનગર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીજીની સુશાસન ક્રાંતિને આગળ ધપાવીને રાજ્યમાં ગુડ ગવર્નન્સની દિશા અપનાવી છે. મુખ્યમંત્રીશ્રી આ હેતુસર રાજ્યના વહીવટી માળખા તથા કાર્ય પદ્ધતિમાં જરૂરી સુધારણાઓ કરવા અને માનવ શક્તિનું તર્ક સંગીકરણ કરવા સાથે નવીન ટેકનોલોજીના ઉપયોગથી સરકારી તંત્રની કાર્યક્ષમતા વૃદ્ધિ માટે આ વર્ષના બજેટમાં ગુજરાત વહીવટી સુધારણા પંચ GARCની રચના મુખ્યમંત્રીશ્રીના મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢિયાના અધ્યક્ષસ્થાને કરવાની જાહેરાત કરી હતી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ઝડપી ગતિશીલ અને પારદર્શક કાર્યસંસ્કૃતિનું વધુ એક…

Read More

છોટાઉદેપુર જિલ્લામાં ખેતીવાડી વીજ જોડાણ ધરાવતા કુલ ૮૪૬ ગામડાઓના ૪૨,૬૭૦ ખેડૂતોને દિવસે વીજળી મળી રહી છે (જી.એન.એસ) તા. 25 ગાંધીનગર/છોટાઉદેપુર, રાજ્યના ખેડૂતોને દિવસે વીજળી મળવા અંગેના પ્રશ્નનો પ્રત્યુત્તર આપતાં ઊર્જા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, રાજ્યના ૯૭ ટકા ગામોને દિવસે વીજળી મળતી થઈ છે. જ્યારે બાકી રહેલા ત્રણ ટકા વિસ્તારોમાં કે જેમાં બનાસકાંઠા,દેવભૂમિ દ્વારકા અને કચ્છ જિલ્લાના જમીન અને કાયદાકીય પ્રશ્નોનું સત્વરે નિરાકરણ લાવવાની કામગીરી હાલ ચાલી રહી છે. આ કામગીરી ટુંક સમયમાં જ પૂર્ણ કરી ખેડૂતોને વીજળી અપાશે. આ ઉપરાંત છોટાઉદેપુર જિલ્લામાં ખેતીવાડી વીજ જોડાણ ધરાવતા કુલ ૮૪૬ ગામડાઓ છે. જેના ૪૨,૬૭૦ ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવી રહી…

Read More

વિધાનસભા ગૃહમાં કાયદા વિભાગની અંદાજપત્રીય માંગણીઓ પસાર (જી.એન.એસ) તા. 25 ગાંધીનગર, વિધાનસભાગૃહમાં વર્ષ 2025-26 ની કાયદા વિભાગ માટેની અંદાજપત્રની માંગણીઓ પરની ચર્ચાના પ્રત્યુતરમાં કાયદા મંત્રીશ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં ઉતરાખંડ બાદ સમાન સિવીલ કૉડ લાગુ કરનારૂ ગુજરાત રાજ્ય દેશનું બીજુ રાજ્ય બનશે. રાજ્યના તમામ લોકોને સમાન ન્યાય મળે અને એક ભારત શ્રેષ્ઠ ભારતની સંકલ્પના સાકાર કરવાની દિશામાં આ કદમ છે. મંત્રીશ્રીએ વધુમાં કહ્યુ કે, ન્યાયિક પ્રક્રીયાને વેગ મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા રાજકોટ, સુરત તથા વડોદરા જિલ્લામથક ખાતે ત્રણ નવી આર્બીટ્રેશન ટ્રીબ્યુનલની જોગવાઇ કરી છે. રાજ્યમાં મ્યુનિસીપાલટીઝ અને પંચાયતના કેસોને પણ આર્બીટ્રેશન ટ્રીબ્યુનલ ખાતે ચલાવવાનો નિર્ણય…

Read More

રાજ્ય આરોગ્ય વ્યવસ્થાઓને સર્વશ્રેષ્ઠ બનાવવા ગત્ વર્ષની તુલનાએ આ વર્ષના બજેટમાં ૧૬.૩૫ ટકા જેટલો વધારો કરાયો અમદાવાદ સિવિલ મેડિસીટીમાં ન્યુરોલોજીકલ સાયન્સની સ્વાયત સંસ્થા નિર્માણ પામશે, જે મગજ, નર્વસિસ્ટમ સંબંધિત રોગોની સારવાર અને સંશોધન માટે આશીર્વાદરૂપ બનશે – આરોગ્યમંત્રીશ્રી (જી.એન.એસ) તા. 25 અમદાવાદ, આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશ પટેલે સ્પષ્ટપણે કહ્યું છે કે, રાજ્યના પ્રત્યેક નાગરિકને શ્રેષ્ઠ આરોગ્ય સુવિધાઓ પુરી પાડવા પક્ષ – વિપક્ષ ન જોઇને સૌને સાથે રાખીને કામ કરવાની અમારી નીતિ છે. આરોગ્યસેવાઓને વધુ સુદ્રઢ બનાવવા માટે ટીકાત્મક ઉપરાંત સર્જનાત્મક સૂચન પણ હંમેશા સરકારમાં આવકાર્ય છે. જેનો સરકાર ખુલ્લા મને સ્વીકાર કરીને તેના પર કામ કરે છે. આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશ પટેલ આજે વિધાનસભા…

Read More

નાણા મંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં સંશોધન સાથેનું ફાઈનાન્સ બિલ 2025 રજૂ કર્યું હતું (જી.એન.એસ) તા. 25 નવી દિલ્હી, મંગળવારે લોકસભામાં 35 સરકારી સુધારા સાથે ફાઈનાન્સ બિલ 2025ને મંજૂરી આપવામાં આવી હતી, લોકસભામાં મંજૂરી મળ્યા બાદ હવે રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. લોકસભામાં નાણા મંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં સંશોધન સાથેનું ફાઈનાન્સ બિલ 2025 રજૂ કર્યું હતું. ફાઈનાન્સ બિલમાં 35 સુધારાઓ પૈકી એક સુધારો ઓનલાઈન જાહેરાતો પર લાગુ 6 ટકા ડિજિટલ ટેક્સ નાબૂદ કરવાની જોગવાઈ સામેલ છે. રાજ્યસભામાં બિલને મંજૂરી મળી તો 2025-25 માટેની બજેટ પ્રક્રિયામાં નવા સુધારેલા ફાઈનાન્સ બિલનો સમાવેશ કરવામાં આવશે. યુનિયન બજેટ 2025-26માં સરકારે કુલ રૂ. 50.65 લાખ કરોડનો ખર્ચ કરવાનો અંદાજ…

Read More