Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- આજનું રાશિફળ (૨૪/૦૪/૨૦૨૬)
- આજ નું પંચાંગ (૨૪/૦૪/૨૦૨૬)
- ૧૧૧-ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણી – ૨૦૨૬; સાંજે 5 વાગ્યા સુધીમાં અંદાજિત ૫૪.૪૩ % મતદાન
- તમિલનાડુ અને પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે સ્ટેજ તૈયાર: શું એમકે સ્ટાલિન અને મમતા બેનર્જી પોતાનો પક્ષ રાખશે?
- અમેરિકન રાષ્ટ્રપ્રમુખ નો નવો આદેશ??
- EU એ યુક્રેન લોન અને રશિયા સામે 20મા પ્રતિબંધ પેકેજને ઔપચારિક રીતે મંજૂરી આપી
- દિલ્હી મેયર ચૂંટણી: ભાજપે પ્રવેશ વાહીને મેયર પદના ઉમેદવાર તરીકે અને મોનિકા પંતને ડેપ્યુટી પદના ઉમેદવાર બનાવ્યા
- ટોમ ક્રૂઝની ‘ટોપ ગન’ ની 40મી વર્ષગાંઠ નિમિત્તે ભારતમાં ફરીથી રિલીઝ થશે
- ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે વિદ્યાભારતી વનવાસી શિક્ષણ સમિતિ, વિશ્વબંધુ પરિવાર દ્વારા આયોજિત સમૂહ લગ્નોત્સવમાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ ની ઉપસ્થિતિ
- ભારત અને જર્મની સંરક્ષણ સંબંધોને વધુ ગાઢ બનાવવા સંમત થયા
- ડેનમાર્કમાં બે ટ્રેનો અથડાતા 18 લોકો ઘાયલ થયા
- વહીવટી તંત્રમાં સચિવાલયના અધિકારીઓની ભૂમિકા અત્યંત મહત્વની: આ સ્તરે લેવાયેલા નિર્ણયોની અસર લાંબા ગાળા સુધી રહેતી હોય છે : મુખ્ય સચિવશ્રી મનોજકુમાર દાસ
Author: dhrumit
પીએમ-આશા યોજના 2025-26 સુધી લંબાવવામાં આવી આંધ્રપ્રદેશ, ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર અને તેલંગાણામાં નાફેડ અને એનસીસીએફ મારફતે એમએસપી પર ઉત્પાદનની ખરીદી ચાલુ છેઃ શ્રી શિવરાજસિંહ ચૌહાણ (જી.એન.એસ) તા. 27 નવી દિલ્હી, કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, મોદી સરકાર ખેડૂતલક્ષી સરકાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર ખેડૂતોની સુખાકારી માટે સંપૂર્ણ પ્રતિબદ્ધતા સાથે સતત કામ કરી રહી છે. આ દિશામાં ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે ઉપજ ખરીદવાનું કામ પણ થઈ રહ્યું છે. શ્રી ચૌહાણે જણાવ્યું હતું કે, કઠોળમાં આત્મનિર્ભરતા એ અમારો સંકલ્પ છે અને આ સંદર્ભમાં તુવેરનું ઉત્પાદન કરતા મુખ્ય રાજ્યોમાં તુવેરની ખરીદી થઈ રહી છે, જેણે વેગ પકડ્યો છે. કઠોળના ઘરેલુ…
પરિક્રમા માર્ગ અને તમામ ઘાટો પર ₹3.82 કરોડના ખર્ચે અનેક સુવિધાઓ ઊભી કરવામાં આવી (જી.એન.એસ) તા. 27 ગાંધીનગર, ગુજરાતમાં વડોદરા અને નર્મદા જિલ્લામાંથી પસાર થતી નર્મદા નદી નર્મદા જિલ્લામાં લગભગ 6 કિમી સુધી ઉત્તર દિશામાં વહે છે અને તેથી જ દર વર્ષે ચૈત્ર મહિનામાં ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા યોજાય છે, જેનું વિશેષ માહાત્મ્ય છે. આ વર્ષે 29 માર્ચથી ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા શરૂ થવા જઇ રહી છે, જે આગામી 27 એપ્રિલ એટલે કે લગભગ એક મહિના સુધી યોજાશે. આ પરિક્રમામાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિત અનેક રાજ્યોના ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડશે તેવી અપેક્ષા છે. પરિક્રમાર્થીઓની સુવિધા માટે પૂરજોશમાં તૈયારીઓ ઉત્તરવાહિની…
(જી.એન.એસ) તા. 27 નવી દિલ્હી, ભારતીય રાષ્ટ્રીય ધોરણો સંસ્થા, બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સની દિલ્હી શાખાએ 19 માર્ચના રોજ દિલ્હીના મોહન કોઓપરેટિવ ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં સ્થિત એમેઝોન સેલર્સ પ્રાઇવેટ લિમિટેડના વેરહાઉસમાં ઝડતી અને જપ્તીની કાર્યવાહી હાથ ધરી હતી. આ કામગીરી 15 કલાકથી વધુ ચાલી હતી અને ISI માર્ક વિના અને નકલી ISI લેબલવાળા 3,500થી વધુ પ્રોડક્ટ્સ જપ્ત કરવામાં આવી હતી. જપ્ત કરાયેલા ઉત્પાદનો જેમ કે ગીઝર, ફૂડ મિક્સર અને અન્ય ઇલેક્ટ્રિકલ ઉપકરણોની કુલ અંદાજિત કિંમત આશરે રૂ. 70 લાખ છે. દિલ્હીના ત્રિનગરમાં સ્થિત ફ્લિપકાર્ટની સહાયક કંપની ઇન્સ્ટાકાર્ટ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ પર કરવામાં આવેલા અન્ય દરોડામાં, જરૂરી ISI માર્ક અને ઉત્પાદન તારીખ વિના ડિસ્પેચ માટે પેક કરાયેલા સ્પોર્ટ્સ ફૂટવેરનો સ્ટોક મળી આવ્યો હતો. આ કાર્યવાહી લગભગ રૂ. 6 લાખથી વધુની કિંમતના 590 જોડી સ્પોર્ટ્સ ફૂટવેર જપ્ત કરવામાં આવ્યા…
(જી.એન.એસ) તા. 27 અમદાવાદ, ભારતીય માનક બ્યૂરો (BIS)એ ભારતની રાષ્ટ્રીય માનક સંસ્થા છે, જે ગ્રાહક બાબતો ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય હેઠળ કાર્યરત છે. 1947માં તેની સ્થાપના થઈ ત્યારથી, BISએ ઉદ્યોગો અને ગ્રાહકોને માનકીકરણ, અનુરૂપતા આકારણી, પ્રયોગશાળા સેવાઓ, હોલમાર્કિંગ અને અન્ય પહેલ દ્વારા સેવા આપી છે. લગભગ દરેક ભારતીય ઘરમાં ISI ચિહ્ન ગુણવત્તાનો પર્યાય બની ગયું છે. હોલમાર્કિંગ યોજનાએ ગ્રાહકોને સોનાની શુદ્ધતાની સૌથી વધુ ખાતરી આપી છે. BISએ શૈક્ષણિક સંસ્થાઓમાં સ્ટાન્ડર્ડ ક્લબની રચના કરીને ગુણવત્તાયુક્ત જાગૃતિ લાવવા માટે એક ઉમદા પહેલ શરૂ કરી છે, જેમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓને સભ્યો તરીકે સામેલ કરીને તેમને યુવા રાજદૂતોમાં ફેરવવામાં આવ્યા છે. આ ક્લબો દ્વારા આયોજિત વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા, યુવા પ્રતિભાઓને ગુણવત્તા અને માનકીકરણ…
(જી.એન.એસ) તા. 27 મુંબઈ, 10મા ACTCM બાર્જ, LSAM 24 (યાર્ડ 134)નો લોન્ચિંગ સમારોહ 26 માર્ચ 2025ના રોજ મેસર્સ સૂર્યદીપ્તા પ્રોજેક્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ થાણે ખાતે યોજાયો હતો. લોન્ચિંગ સમારોહના મુખ્ય મહેમાન કમાન્ડર રાહુલ જગત, SPS, સબમરીન ઓવરસીઇંગ ટીમ (SOT), મુંબઈ હતા. MSME શિપયાર્ડ, મેસર્સ સૂર્યદીપ્તા પ્રોજેક્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ, થાણે સાથે અગિયાર (11) એમ્યુનિશન કમ ટોર્પિડો કમ મિસાઇલ બાર્જના બાંધકામ માટેનો કરાર 05 માર્ચ 2021ના રોજ પૂર્ણ થયો હતો. આ બાર્જને શિપયાર્ડ દ્વારા અનુક્રમે ભારતીય શિપ ડિઝાઇન ફર્મ અને ભારતીય રજિસ્ટર ઓફ શિપિંગ (IRS)ના સહયોગથી સ્વદેશી રીતે ડિઝાઇન કરીને બનાવવામાં આવ્યા છે. દરિયાઈ યોગ્યતા સુનિશ્ચિત કરવા માટે વિશાખાપટ્ટનમ સ્થિત નેવલ સાયન્સ એન્ડ ટેકનોલોજીકલ લેબોરેટરી (NSTL) ખાતે મોડેલ…
ઉત્તરાખંડ ટૂરિઝમ ડેવલપમેન્ટ બોર્ડ (યુટીડીબી) એ ચાર ધામ યાત્રા માટે આધાર-આધારિત નોંધણી શરૂ કરી, જેથી ભીડનું વધુ સારું વ્યવસ્થાપન સુનિશ્ચિત થાય (જી.એન.એસ) તા. 26 દહેરાદૂન, નોંધણી પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા માટે, ઉત્તરાખંડ ટૂરિઝમ ડેવલપમેન્ટ બોર્ડ (યુટીડીબી) એ ભારતમાં સૌથી મહત્વપૂર્ણ તીર્થયાત્રાઓમાંની એક, ચાર ધામ અને હેમકુંડ સાહિબ યાત્રા માટે નોંધણી કરાવવા માટે આધાર પ્રમાણીકરણ અને ઇકેવાયસી રજૂ કર્યું છે. તેનો હેતુ નોંધણીનો સમય ઘટાડવાનો અને યાત્રાળુઓને સુખદ અનુભવ આપવાનો છે. આધાર-આધારિત ઓનલાઇન નોંધણીના કારણે, અધિકારીઓ યાત્રાળુઓની હિલચાલ પર નજર રાખી શકે છે, મંદિરોમાં ભીડ ન થાય તે માટે વધુ સારી રીતે તૈયારી કરી શકે છે અને ખાસ કરીને ઊંચાણવાળા વિસ્તારોમાં હવામાન સંબંધિત માહિતીના પ્રસારમાં સુધારો કરી શકે છે. ટેકનોલોજી…
(જી.એન.એસ) તા. 26 નવી દિલ્હી, ભારત સરકારના ટપાલ વિભાગ દ્વારા માતા કર્મા, એક આદરણીય સંત, સમાજ સુધારક અને ભગવાન કૃષ્ણના પ્રખર ભક્તની 1009મી જન્મજયંતિ નિમિત્તે તેમના માનમાં એક સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી છે. 25 માર્ચ, 2025ના રોજ રાયપુરમાં આયોજિત આ કાર્યક્રમમાં છત્તીસગઢના માનનીય મુખ્યમંત્રી શ્રી વિષ્ણુ દેવ સાઈ, ભારત સરકારના કેન્દ્રીય ગૃહ અને શહેરી બાબતોના રાજ્યમંત્રી શ્રી તોખન સાહુ, છત્તીસગઢ સરકારની વિધાનસભાના સભ્યો અને અખિલ ભારતીય તૈલિક મહાસભાના માનનીય સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા. ભગવાન કૃષ્ણના સમર્પિત અનુયાયી માતા કર્માએ અતૂટ શ્રદ્ધા, સાહસ અને નિઃસ્વાર્થ સેવાનું ઉદાહરણ આપ્યું છે. પોતાની અદમ્ય ભક્તિથી પ્રેરાઈને તેમણે ભગવાન કૃષ્ણના આશીર્વાદ મેળવવા માટે…
જળ શક્તિ મંત્રાલય (પીવાના પાણી અને સ્વચ્છતા વિભાગ)ની સુધારેલી વેબસાઇટનું અનાવરણ – DBIM અને GIGW 3.0 માર્ગદર્શિકા સાથે સંરેખિત (જી.એન.એસ) તા. 26 નવી દિલ્હી, કેન્દ્રીય જલ શક્તિ મંત્રી સી.આર.પાટીલે રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં “રિપલ્સ ઑફ ચેન્જઃ જેન્ડર-ટ્રાન્સફોર્મેટિવ રૂરલ વોશ પ્રોગ્રામ્સ ઇન ઇન્ડિયા” પુસ્તકનો શુભારંભ કરાવ્યો હતો. જલ શક્તિ મંત્રાલય અને યુનિસેફ ઇન્ડિયાના ડ્રિન્કિંગ વોટર એન્ડ સેનિટેશન વિભાગ (ડીડીડબલ્યુએસ)ના સંયુક્ત પ્રકાશનમાં રિપલ્સ ઓફ ચેન્જ ગ્રામીણ ભારતની દસ શક્તિશાળી વાર્તાઓ રજૂ કરવામાં આવી છે. યુનિસેફ (UNICEF) દ્વારા દસ્તાવેજીકરણ કરાયેલી આ વાર્તાઓ લૈંગિક સશક્તીકરણ, સામુદાયિક નેતૃત્વ અને પાયાના સ્તરે નવીનતાના ચશ્માં મારફતે સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અને જલ જીવન મિશનની પરિવર્તનશીલ અસરને પ્રતિબિંબિત કરે છે. આ કાર્યક્રમ દરમિયાન મંત્રીશ્રીએ જલ શક્તિ મંત્રાલય (પેયજળ…
રાસાયણિક ખેતીથી દેશની આર્થિક પરિસ્થિતિ, લોકોનાં સ્વાસ્થ્ય અને પર્યાવરણને ગંભીર અસર થઈ છે : રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી જૈવિક ખેતી (ઑર્ગેનિક ખેતી) અને પ્રાકૃતિક ખેતી વચ્ચે જમીન-આસમાનનું અંતર છે: રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી (જી.એન.એસ) તા. 26 ગાંધીનગર, રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી સમગ્ર દેશમાં પહેલી એપ્રિલથી રાષ્ટ્રીય પ્રાકૃતિક ખેતી મિશન શરૂ થઇ રહ્યું છે. જેના પરિણામે પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધશે. આજે ગ્લોબલ વોર્મિંગ દુનિયા સામે મોટો પડકાર છે. રાસાયણિક ખાતરના વપરાશથી જમીનના જૈવિક કાર્બનમાં મોટાપાયે ઘટાડો થયો છે. આઝાદી પછીના સમયમાં દેશની જમીનમાં ૨ થી ૨.૫ ટકા જૈવિક કાર્બન હતો. જે ઘટીને ૦.૨ થી ૦.૫ ટકા થઈ ચૂક્યો…
(જી.એન.એસ) તા. 26 અમદાવાદ, ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય અને કર્ણાવતી યુનિવર્સિટીના સહયોગથી મીડિયા એન્ડ એન્ટરટેઈનમેન્ટ એસોસિએશન ઓફ ઈન્ડિયા (MEAI) 27 માર્ચ, 2025નાં રોજ અમદાવાદ ખાતે WAM (WAVES એનાઈમ અને મંગા સ્પર્ધા) ના આયોજન માટે રોમાંચિત છે! મુંબઈ, ગુવાહાટી, કોલકાતા, ભુવનેશ્વર, વારાણસી, દિલ્હી અને નાગપુરમાં તેની સફળ આવૃત્તિઓ પછી WAM! ક્રિએટ ઇન ઇન્ડિયા પહેલ સાથે, અમદાવાદ એનાઈમ, મંગા અને વેબટુનમાં ભારતની સર્જનાત્મક પ્રતિભાને પ્રોત્સાહન આપવાનું ચાલુ રાખ્યું છે. એનાઈમ, મંગા અને વેબટુન સંસ્કૃતિની ઉજવણી WAM! ભારતનું સૌથી મોટું એવીજીસી-એક્સઆર અને મીડિયા ઉદ્યોગ પ્લેટફોર્મ WAVES (વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ટરટેઈનમેન્ટ સમિટ – https://wavesindia.org/)નું અભિન્ન અંગ છે. આ કાર્યક્રમમાં ભારતીય કલાકારો, એનિમેટર્સ, સ્ટોરીટેલર્સ અને વોઇસ એક્ટર્સને તેમની પ્રતિભા દર્શાવવા માટે એક રાષ્ટ્રીય પ્લેટફોર્મ પ્રદાન કરીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. મહત્વકાંક્ષી સર્જકો વિવિધ કેટેગરીમાં જેવી કે, મંગા (જાપાની-શૈલીની કોમિક્સ), Webtoon (ડિજીટલ કોમિક્સ), એનાઈમ (જાપાની-શૈલીનું એનિમેશન) અને કોસ્પ્લે હરીફાઈમાં ભાગ લેશે, કર્ણાવતી યુનિવર્સિટીની યુનાઈટેડ વર્લ્ડ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ડિઝાઈન (UID) WAM! અમદાવાદના આ આયોજનમાં સૌથી આગળ છે. જે ડિઝાઇન અને સર્જનાત્મક કળામાં ઉત્કૃષ્ટતા માટે જાણીતું છે. સહભાગીઓ, ઉદ્યોગના નિષ્ણાતો અને ઉપસ્થિતો લોકો માટે એક સાતત્યપૂર્ણ અનુભવ સુનિશ્ચિત કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. UIDના ફેકલ્ટી, વિદ્યાર્થીઓ અને આયોજકો WAM! અમદાવાદને ભારતના વધતા એનાઈમ અને મંગા ઇકોસિસ્ટમમાં એક ઐતિહાસિક આયોજન બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યાં છે. પ્રતિષ્ઠિત જૂરી પેનલ:- આ સ્પર્ધાના વિજેતાઓ મીડિયા અને મનોરંજન ઉદ્યોગના કેટલાક સૌથી આદરણીય નામો દ્વારા નક્કી કરવામાં આવશે, જેમાં સામેલ છેઃ આ ઉદ્યોગના દિગ્ગજો સહભાગીઓનું મૌલિકતા, સર્જનાત્મકતા અને ટેકનિકલ ઉત્કૃષ્ટતાના આધારે મૂલ્યાંકન કરશે. જેથી ભારતની શ્રેષ્ઠ પ્રતિભાઓ કે જે લાયક છે તેમને માન્યતા મળે તે સુનિશ્ચિત થશે. આકર્ષક ઇનામો અને કારકિર્દીની તકો આ ઉપરાંત: આ અભિયાનમાં જોડાઓ અને WAM અમદાવાદનો ભાગ બનો! તારીખ: 27 માર્ચ 2025ના રોજ સવારથી આયોજિત WAM! અમદાવાદ માત્ર એક સ્પર્ધા કરતાં પણ વિશેષ છે – આ એનાઈમ, મંગા અને વેબટૂન સંસ્કૃતિ પ્રત્યેના ભારતના વધતી જતી ધગશની ઉજવણી છે. આ ઇવેન્ટમાં વિદ્યાર્થીઓ, વ્યાવસાયિકો, એનિમેશન ઉત્સાહીઓ અને ઉદ્યોગ જગતના અગ્રણીઓને એક મંચ પર લાવવામાં આવશે, જેથી ગુજરાત અને તેનાથી આગળના મહત્વાકાંક્ષી સર્જકો માટે એક જરૂરી અનુભવ બની જશે. આ સ્પર્ધાના વિજેતાઓની ઘોષણા સાંજે 4 વાગે એવોર્ડ સમારંભ દરમિયાન કરવામાં આવશે.
