Author: dhrumit

રિફાઈનરીએ 300 વ્યક્તિઓ માટે સીધી રોજગારી અને 10,000થી વધુ વ્યક્તિઓ માટે પરોક્ષ રોજગારીનું સર્જન કર્યું છે (જી.એન.એસ) તા. 23 વડોદરા, ગુજરાતના વડોદરામાં આવેલ ગુજરાત રિફાઇનરીના દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રિફાઇનરી દ્વારા મેળવેલી સિદ્ધિઓ સહિત આગામી સમયમાં શરૂ કરવામાં આવનારા નવા પ્રોજેક્ટસની જાણકારી આપવામાં આવી હતી. પરિષદની શરૂઆત કર્તા પહેલા ગઈકાલે પહેલગામમાં થયેલ આતંકી હુમલાના મૃતકો માટે બે મિનીટનું મૌન પાળવામાં આવ્યું હતું. આ પત્રકાર પરિષદમાં જાણકારી આપતા રિફાઇનરીના ગુજરાત અધ્યક્ષ અને ઇડી બીપ્લોય બીશ્વાસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ઇન્ડિયન ઓઇલ ભારતની ટોચની ઉર્જા PSU છે, જે 2024 ફોર્ચ્યુન 500 યાદીમાં 116મા ક્રમે છે. 23 ભારતીય રિફાઇનરીઓમાંથી 11નું સંચાલન…

Read More

ઓર્ગેનિક ખેતી અને પ્રાકૃતિક ખેતી તદ્દન અલગ છે: ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન આપવું જરૂરી ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન વેચવા જગ્યા ઉપલબ્ધ કરાવવી અનિવાર્ય છે: કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ (જી.એન.એસ) તા. 23 ગાંધીનગર, રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, આજે ગ્લોબલ વોર્મિંગ વિશ્વની સૌથી મોટી સમસ્યા બની છે. હાલ, વધતી જતી બીમારીઓ વચ્ચે શુદ્ધ ખોરાક, શુદ્ધ હવા અને ચોખ્ખું પાણી એ આપણી જરૂરિયાત બની છે, લોકોનું સ્વાસ્થ્ય અને પ્રકૃતિનું રક્ષણ કરવાનો એકમાત્ર ઉપાય છે પ્રાકૃતિક કૃષિ. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના આગ્રહથી રાજ્યના તમામ કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીઓની ગુરુકુળ કુરુક્ષેત્રના પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાત કરાવવામાં આવી હતી. જેના પરિણામ સ્વરૂપે…

Read More

વિકસિત ભારત’ના નિર્માણમાં કુપોષણ મુક્ત ભારતનું નિર્માણ અત્યંત મહત્વનું- સચિવશ્રી રાકેશ શંકર (જી.એન.એસ) તા. 22 અમદાવાદ, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન ખાતે અમદાવાદ ગ્રામ્ય માં પોષણ સંગમ (Community based management of acute malnourished & EGF) વર્કશોપનું આયોજન મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવશ્રી રાકેશ શંકરના અધ્યક્ષ ધ્યાને યોજવામા આવ્યું હતુ. જિલ્લામાં પ્રોટીનયુક્ત આહાર, ટેક હોમ રાશન (THR), માતૃશક્તિ, બાલશકિતના ફાયદા વિષયક જનજાગૃત્તિ પ્રસરાવવા માટે સચિવશ્રી રાકેશ શંકરે આ તકે અનુરોધ કર્યો હતો. સચિવશ્રીએ જણાવ્યું હતું કે,વિકસિત ભારત’ના નિર્માણમાં કુપોષણ મુક્ત ભારતનું નિર્માણ અત્યંત મહત્વનું છે. પોષણ અભિયાન એક નિર્ણાયક પગલું સાબિત થઈ રહ્યું છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં વર્ષમાં બે વખત, સપ્ટેમ્બર…

Read More

(જી.એન.એસ) તા. 22 અમદાવાદ, ગુજરાતમાં આધાર નોંધણી અને અપડેટ પ્રક્રિયાઓને વધારવા તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરતા, યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) મુખ્યાલયે, UIDAI રાજ્ય કાર્યાલય, અમદાવાદ અને ગુજરાત શિક્ષણ વિભાગ સાથે સંકલનમાં, 22 એપ્રિલ, 2025 ના રોજ એક મેગા તાલીમ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ તાલીમ અમદાવાદ ખાતે યોજાઈ હતી અને ગુજરાત શિક્ષણ વિભાગ માટે આધાર ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. આ કાર્યક્રમનું નેતૃત્વ UIDAI મુખ્યાલયના માસ્ટર ટ્રેનર શ્રી હિતેશ ગુર્જર, સેક્શન ઓફિસર (SO) શ્રી કુમાર આનંદ અને UIDAI રાજ્ય કાર્યાલય, અમદાવાદના આસિસ્ટન્ટ મેનેજર (AM) શ્રી અશ્વિન દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. ગુજરાતના 15 જિલ્લાઓમાંથી ઓપરેટરો,…

Read More

(જી.એન.એસ) તા. 22 ગાંધીનગર, ગુજરાતના ખેડૂતોને પડતી મુશ્કેલીઓ અને તેમની માંગણીઓને ધ્યાને લઈને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે ખેડૂતોને ખેતી વિષયક વીજ જોડાણ વધુ સરળતાથી પૂરા પાડવા ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ ખેડૂતોના હિતમાં વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. પ્રવર્તમાન જોગવાઇ મુજબ ખેતી વિષયક નવું વીજ જોડાણ મેળવવા માટે ૭-૧૨ના ઉતારામાં એક કરતા વધારે સહમાલીકના નામ હોય તો નોટરાઈઝ્ડ સ્ટેમ્પ પેપર પર સહમાલિકનું સંમતિ પત્રક મેળવવાની રહે છે. જેના કારણે ખાસ કરીને આદિજાતિ વિસ્તારોમાં વધુ વારસદારો હોવાથી આંતરિક વહેચણી કરેલ હોય પરંતુ મહેસૂલી નોંધ ન હોવાને કારણે ખેતી વિષયક નવું વીજ જોડાણ મેળવવા માટે મુશ્કેલીઓ પડતી…

Read More

અરજદારો, રજૂઆતકર્તાઓ સવારે ૮-૦૦થી ૧૧-૦૦ વાગ્યા સુધીમાં પોતાની રજૂઆતો મુખ્યમંત્રીના જનસંપર્ક એકમમાં આપી શકશે (જી.એન.એસ) તા. 22 ગાંધીનગર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રાજ્યના નાગરિકો, પ્રજાજનોની રજૂઆતો અને સમસ્યાઓના ઓનલાઈન નિવારણ માટેનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ આવતીકાલે ગુરૂવાર, તા. ૨૪મી એપ્રિલે યોજાશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વર્ષ ૨૦૦૩થી શરૂ થયેલા સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અન્વયે દર મહિનાના ચોથા ગુરુવારે રાજ્ય સ્વાગત યોજવામાં આવે છે. આ ઉપક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં એપ્રિલ-૨૦૨૫નો રાજ્યકક્ષાનો સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ તા. ૨૪મી એપ્રિલે યોજાશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, ગુરૂવારે ૨૪મી એપ્રિલે રાજ્ય સ્વાગતમાં ઉપસ્થિત રહેશે અને નાગરિકોની રજૂઆતો સાંભળશે. સામાન્ય નાગરિકો,…

Read More

(જી.એન.એસ) તા. 22 ગાંધીનગર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર રાજ્યમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉત્તરોતર સંગીન બનાવીને નાગરિકો તથા વ્યાપાર, ઉદ્યોગોને ઈઝ ઓફ ટ્રાન્સપોર્ટેશન આપવાનો સુચારુ અભિગમ અપનાવ્યો છે. મુખ્યમંત્રીશ્રીએ આ સંદર્ભમાં તમામ જિલ્લાઓમાં રસ્તાઓની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને અત્યંત જરૂરિયાતવાળા રસ્તાઓના રિસરફેસિંગ અને અન્ય આનુષાંગિક કામગીરી માટે ૧૧૮ માર્ગોની ૭૩૫ કિલોમીટર લંબાઇમાં આવા કામો હાથ ધરવા ૯૭૫ કરોડ રૂપિયા માર્ગ-મકાન વિભાગ માટે મંજૂર કર્યા છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ ઉપરાંત મહેસાણા જિલ્લાના કડી તથા કચ્છના દેશલપર-હાજીપીરમાં રોડ નેટવર્કના વિવિધ કામો માટે કુલ ૨૬૭ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. તદઅનુસાર, મહેસાણા જિલ્લાના મહત્વપૂર્ણ એવા કડી તાલુકામાં આવતા માર્ગોની જરૂરી સુધારણાના ચાર કામો…

Read More

(જી.એન.એસ) તા. 22 નવી દિલ્હી, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ કેન્દ્રીય પુરાતત્વ સલાહકાર બોર્ડ (CABA)ની 38મી બેઠકનું આયોજન બુધવાર, 23 એપ્રિલના રોજ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે કરશે. પુરાતત્વીય સંશોધન માટે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ અને ભારતીય યુનિવર્સિટીઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને રાજ્ય સરકારો વચ્ચે મજબૂત સંબંધોને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી ભારત સરકાર દ્વારા 1945માં આ બોર્ડની રચના કરવામાં આવી હતી. દર ત્રણ વર્ષે ભારત સરકારના સંસ્કૃતિ મંત્રી શ્રી ગજેન્દ્ર સિંહ શેખાવત, જે CABAના અધ્યક્ષ પણ છે તેમની મંજૂરી પછી ગેઝેટ સૂચના દ્વારા બોર્ડનું પુનર્ગઠન કરવામાં આવે છે. CABAની 37મી બેઠક 14.06.2022ના રોજ ભારત સરકારના તત્કાલીન સંસ્કૃતિ મંત્રી શ્રી જી. કિશન રેડ્ડીની અધ્યક્ષતામાં યોજાઈ હતી.…

Read More

(જી.એન.એસ) તા. 22 નવી દિલ્હી,ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ (ડીપીઆઇઆઇટી)એ સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને સ્ટ્રાઇડ વેન્ચર્સ સાથે ભાગીદારીમાં સ્ટાર્ટઅપ બોયન્સી પ્લાસ્ટિક્સ ફોર ચેન્જ રિસાયક્લિંગ પ્રાઇવેટ લિમિટેડને ભારત સ્ટાર્ટઅપ ગ્રાન્ડ ચેલેન્જ 2025ના વિજેતા તરીકે જાહેર કર્યું હતું, જે એક પહેલ છે, જેનો ઉદ્દેશ ઉચ્ચ-અસર ધરાવતા, હોમગ્રોન સ્ટાર્ટઅપ્સને ઓળખવા અને સશક્ત બનાવવાનો છે. પડકાર ચલાવવાના 30 દિવસ દરમિયાન પ્રાપ્ત થયેલી 120થી વધુ સ્ટાર્ટઅપ એપ્લિકેશનોમાંથી વિજેતાની પસંદગી કરવામાં આવી હતી. દેશના 22 રાજ્યોમાંથી સસ્ટેઇનેબિલિટી, ફિનટેક અને ઇ-મોબિલિટી સેક્ટરમાં કામ કરતા સ્ટાર્ટઅપ્સ પાસેથી અરજીઓ મળી હતી. આ ચેલેન્જના વિજેતા, પ્લાસ્ટિક્સ ફોર ચેન્જની સ્થાપના 2015માં થઈ હતી અને તે ફેર ટ્રેડ વેરિફાઇડ રિસાયકલ્ડ પ્લાસ્ટિક સપ્લાય ચેઇન બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. હાલમાં કંપની પ્લાસ્ટિક કચરાના નૈતિક સોર્સિંગ…

Read More

(જી.એન.એસ) તા. 22 નવી દિલ્હી, રવિવારે 5,000થી વધુ દોડવીરો આર્મી હોસ્પિટલ (સંશોધન અને રેફરલ), નવી દિલ્હી ખાતે સોલ્જરથોન ‘રન ફોર સોલ્જર્સ એન્ડ રન વિથ સોલ્જર્સ’ ના પ્રથમ સંસ્કરણ માટે એકઠા થયા હતા – જે સશસ્ત્ર દળોના બહાદુર નાયકોને સાચી શ્રદ્ધાંજલિ છે. આર્મી હોસ્પિટલ (R&R) અને ફિટિસ્તાન – અ ફિટ ઇન્ડિયા દ્વારા સંયુક્ત રીતે આયોજિત આ કાર્યક્રમમાં એકતા અને રાષ્ટ્રીય ગૌરવની ઉજવણીમાં નિવૃત્ત સૈનિકો, સૈનિકો, નાગરિકો, વિદ્યાર્થીઓ અને ફિટનેસ ઉત્સાહીઓએ ભાગ લીધો હતો. સોલ્જરથોનમાં ત્રણ રેસ કેટેગરીનો સમાવેશ થતો હતો – 10 કિમી ટાઇમ્ડ રન, 5 કિમી ફન રન અને 3 કિમી વોક – આ બધી જ શ્રેણીઓ સામૂહિક ભાગીદારી અને સમાવેશકતાને પ્રોત્સાહન આપવા માટે ડિઝાઇન કરવામાં આવી હતી. દોડવીરોએ ભારતીય સૈનિકો સાથે ટ્રેક શેર કર્યો, તેમની શિસ્ત, દૃઢ નિશ્ચય અને સેવાની ભાવનાથી પ્રેરણા લીધી. આ…

Read More