Author: dhrumit

સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયાના ન્યાયાધીશ શ્રી બેલા ત્રિવેદી અને શ્રી અરવિંદ કુમારના હસ્તે યુનિવર્સિટીના કુલ ૨૮૬ વિદ્યાર્થીઓને કાયદાની વિવિધ ડિગ્રીઓ એનાયત કરાઈ* (જી.એન.એસ) તા. ૨૬ ગાંધીનગર, જેમાં સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયાના ન્યાયાધીશ શ્રી બેલા ત્રિવેદી અને શ્રી અરવિંદ કુમારના હસ્તે UG ૨૦૧૯-૨૪ અને PG ૨૦૨૩-૨૦૨૪ની બેચના કુલ ૨૮૬ વિદ્યાર્થીઓને કાયદાની વિવિધ ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. જેમાંથી ૧૬ પીએચ.ડી. વિદ્વાનો, ૮૫ એલએલ.એમ. અનુસ્નાતકો; ગાંધીનગર કેમ્પસના ૬૭ અને સિલવાસા કેમ્પસના ૧૮ વિદ્યાર્થીઓ તેમજ અંડરગ્રેજ્યુએટ એલએલ.બી. (ઓનર્સ) પ્રોગ્રામના ૧૮૫ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત દીક્ષાંત સમારોહના ભાગરૂપે કાયદાકીય શિક્ષણના વિવિધ ક્ષેત્રોમાં તેજસ્વી વિદ્યાર્થીઓના અસાધારણ શૈક્ષણિક પ્રદર્શન અને યોગદાનને બિરદાવવા અંડરગ્રેજ્યુએટ (UG)…

Read More

ડેટા ડ્રિવન પોલીસિંગના અભિગમ સાથે “Evening Policing” પર વિશેષ ભાર મુકી પોલીસે દારૂ, જુગાર, નશામાં વાહન ચલાવવું તેમજ જીપી એક્ટ ૧૩૫ હેઠળ સૌથી વધુ ગુના દાખલ કર્યા (જી.એન.એસ) તા. 26 ગાંધીનગર/અમદાવાદ, ગુજરાત પોલીસે ડેટા ડ્રિવન પોલિસિંગના અભિગમ સાથે રાજ્યમાં શરીર સંબંધી ગુનાઓને નિયંત્રિત કરવા માટે ‘SHASTRA’ (Sharir Sambandhi Tras Rokva Abhiyan) પ્રોજેક્ટની શરૂઆત તા. 16મી ફેબ્રુઆરી, 2025થી કરી હતી. ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં રાજ્ય પોલીસ વડા શ્રી વિકાસ સહાયના માર્ગદર્શન હેઠળ અમલમાં મૂકાયેલા આ પ્રોજેક્ટ હેઠળ ચાર મહાનગરો – અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટના 33 અસરગ્રસ્ત પોલીસ સ્ટેશન વિસ્તારોમાં “Evening Policing” પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.…

Read More

(જી.એન.એસ) તા. 26 વેટિકન સિટી, ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી. દ્રૌપદી મુર્મુએ શનિવારે (26 એપ્રિલ, 2025) વેટિકન સિટીના સેન્ટ પીટર્સ સ્ક્વેર ખાતે પવિત્ર પોપ ફ્રાન્સિસના અંતિમ સંસ્કારમાં હાજરી આપી હતી. આ સમારોહમાં કેન્દ્રીય સંસદીય બાબતો અને લઘુમતી બાબતોના મંત્રી શ્રી કિરેન રિજિજુ, લઘુમતી બાબતોના રાજ્યમંત્રી શ્રી જ્યોર્જ કુરિયન અને ગોવા વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર શ્રી જોશુઆ ડી સોઝા ઉપસ્થિત રહ્યા હતા. જેઓ સત્તાવાર ભારતીય પ્રતિનિધીમંડળમાં સામેલ હતા.

Read More

શ્રેષ્ઠ રાષ્ટ્રનાં નિર્માણની સાથે દેશને વિશ્વની 3જી અર્થવ્યવસ્થા બનાવવામાં યોગદાન આપો: કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયા (જી.એન.એસ) તા. 26 અમદાવાદ, શનિવારે સમગ્ર દેશમાં 47 સ્થળોએ આયોજિત 15માં રોજગાર મેળામાં 51 હજારથી વધુ યુવાઓને નિમણૂંક પત્ર આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુલી સંબોધન કર્યું હતું. જ્યારે અમદાવાદ ખાતે આયોજિત કાર્યક્રમમાં ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ કેન્દ્રીય રાજ્યમંત્રી, શ્રીમતી નિમુબેન બાંભણિયાએ 296 જેટલા નવનિયુક્ત કર્મચારીઓને નિમણૂંક પત્ર એનાયત કર્યા હતા. આ પ્રસંગે સંબોધન કરતા રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 22 ઓક્ટોબર, 2022માં શરૂ કરેલી આ રોજગાર મેળાની પહેલનો આજે 15મો મણકો છે. રોજગારનું સર્જન કરવાની પ્રધાનમંત્રીજીની સંકલ્પનાને સાકાર કરવાની દિશામાં આ મહત્વનું પગલું છે. તેમણે કહ્યું હતું કે, મોદીજી ત્રીજી વખત…

Read More

પંચના બીજા અહેવાલમાં જાહેર સેવાઓની સરળ ઉપલબ્ધતામાં ટેકનોલોજીના વિનિયોગ પર વિશેષ ફોકસ કરવામાં આવ્યું મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનેગુજરાત વહીવટી સુધારણા પંચનો દ્વિતીય ભલામણ અહેવાલ સોંપવામાં આવ્યો (જી.એન.એસ) તા. 25 ગાંધીનગર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા વિકસિત ભારત @ ૨૦૪૭માં વિકસિત ગુજરાત @ ૨૦૪૭ને અગ્રેસર રાખવાના ધ્યેયથી રાજ્ય શાસનના વહીવટી માળખા અને કાર્ય પદ્ધતિમાં જરૂરી ફેરફાર માટે ગુજરાત વહીવટી સુધારણા પંચની રચના કરેલી છે. ગુજરાત વહીવટી સુધારણા પંચની રચનાની જાહેરાત થયાના એક જ મહિનામાં પોતાનો પ્રથમ ભલામણ અહેવાલ રાજ્ય સરકારને આ પંચે સુપ્રત કરેલો છે. GARC અધ્યક્ષ ડૉ. હસમુખ અઢીયાના દિશાદર્શનમાં એ જ પરંપરા આગળ ધપાવતા પંચની રચના…

Read More

આ ચુકાદો ગુજરાતના ન્યાયતંત્ર અને પોલીસ તંત્રની કાર્યક્ષમતા તેમજ રાજ્ય સરકારની ગુનાઓ સામે કડક કાર્યવાહીની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે: મંત્રી શ્રી હર્ષ સંઘવી (જી.એન.એસ) તા. 25 આણંદ, આણંદ જિલ્લાના ખંભાત રૂરલ પોલીસ સ્ટેશન હેઠળના કાણીસા ગામમાં તા.૨૮મી ઓક્ટોબર-૨૦૧૯ના રોજ ૭ વર્ષની નાની બાળકી પર રેપ અને હત્યા જેવો જઘન્ય ગુનો બન્યો હતો. આ ગુનામાં ૨૪ વર્ષિય આરોપી દડો ઉર્ફે અર્જુન અંબાલાલ ગોહેલ વિરુદ્ધ દોઢ મહિનામાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. આજે, ખંભાત સેશન્સ કોર્ટે આરોપી અર્જુન ગોહેલને પોક્સો એક્ટ તેમજ હત્યાના ગુનામાં દોષી ઠેરવી, ડબલ ફાંસીની સજા સંભળાવી છે. આ ચુકાદો ન્યાયની દિશામાં એક ઐતિહાસિક પગલું છે, જે પીડિતા અને તેના…

Read More

(જી.એન.એસ) તા. 25 ગાંધીનગર, જીએમઆરસી જણાવે છે કે રવિવાર તા. ૨૭.૦૪.૨૦૨૫ થી મેટ્રોની સેવાઓ રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે સચિવાલય સુધી લંબાવવામાં આવશે અને તેની સાથે નીચે મુજબના નવા સાત સ્ટેશનો પણ કાર્યરત થશે. ૧. કોટેશ્વર રોડ ૨. વિશ્વકર્મા કોલેજ ૩. તપોવન સર્કલ ૪. નર્મદા કેનાલ ૫. કોબા સર્કલ ૬. સેક્ટર-૧૦એ ૭. સચિવાલય ટ્રેનના સમય અંગેની વિગતો માટે વેબસાઈટ https://www.gujaratmetrorail.com ઉપર શનીવારથી દર્શાવવામાં આવશે.

Read More

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલા જનફરિયાદ નિવારણના ટેકનોલોજીયુક્ત અભિગમ “સ્વાગત”ની સફળતાના આજે 22 વર્ષ પૂર્ણ થયા (જી.એન.એસ) તા. 24 ગાંધીનગર, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2003માં શરૂ કરાવેલા જનફરિયાદ નિવારણના ટેકનોલોજીયુક્ત અભિગમ “સ્વાગત” કાર્યક્રમની સફળતાના 22 વર્ષ પૂરા થયા છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સુશાસન-ગુડ ગવર્નન્સની સાચી દિશા અપનાવી અને સૌને એ માટે પ્રેરિત કર્યા છે. તેમણે શરૂ કરાવેલો આ સ્વાગત પ્રકલ્પ આજે લોકોના જીવનમાં પરિવર્તનકારી અસર લાવીને પેપરલેસ, પારદર્શક અને મુશ્કેલીમુક્ત રીતે સમસ્યાઓનું નિરાકરણ લાવવાનું અસરકારક માધ્યમ બન્યો છે શ્રી નરેન્દ્રભાઈ દ્વારા હાથ ધરાયેલા સામાન્ય માનવી, ગરીબ વંચિત, ગ્રામીણ નાગરિકની આવી…

Read More

અદ્યતન ટેક્નોલોજીથી સુસજ્જ “આઈ-ખેડૂત ૨.0 પોર્ટલ”નો કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલના હસ્તે શુભારંભ (જી.એન.એસ) તા. 24 ગાંધીનગર, ગુજરાત સરકારની કૃષિ, બાગાયત અને પશુપાલન સંબંધિત તમામ યોજનાઓનો અમલ અને સહાય ચૂકવણું આઈ-ખેડૂત પોર્ટલના માધ્યમથી થઈ રહ્યું છે. જેના પરિણામે ખેડૂતોને અનેક કૃષિલક્ષી યોજનાઓના લાભ ઘરે બેઠા, આંગળીના ટેરવે જ મળી રહ્યા છે. ખેડૂતો માટેના આ મહત્વપૂર્ણ “આઈ-ખેડૂત પોર્ટલ”ને નવીન ટેકનોલોજીના સહારે હવે વધુ અદ્યતન અને સુવિધાયુક્ત બનાવવામાં આવ્યું છે. આજે કૃષિ અને પશુપાલન મંત્રી શ્રી રાઘવજી પટેલના હસ્તે નવીન “આઈ-ખેડૂત ૨.0 પોર્ટલ”નો ગાંધીનગર ખાતેથી શુભારંભ કરાવવામાં આવ્યો છે. કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે “આઈ-ખેડૂત ૨.0 પોર્ટલ”નો શુભારંભ કરાવતા જણાવ્યું હતું કે,…

Read More

વિદ્યાર્થીઓનું જ્ઞાન, સંશોધન અને પ્રતિબદ્ધતા ગ્રામ્ય જીવનના વિકાસને નવી દિશા આપશે: પશુપાલન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ (જી.એન.એસ) તા. 24 ગાંધીનગર, રાજ્યપાલ અને કુલાધિપતિ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને અને પશુપાલન મંત્રી શ્રી રાઘવજી પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ટાઉનહોલ-ગાંધીનગર ખાતે કામધેનુ યુનિવર્સિટીનો ૧૧મો દીક્ષાંત સમારોહ યોજાયો હતો. જેમાં ૭૪૨ વિદ્યાર્થીઓને પશુચિકિત્સા, ડેરી અને મત્સ્યપાલન શાખાઓના વિવિધ અભ્યાસક્રમોની પદવી એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત રાજ્યપાલશ્રીના હસ્તે તેજસ્વી વિદ્યાર્થીઓને ૧૦૫ મેડલ પણ અર્પણ કરવામાં આવ્યા હતા. આ અવસરે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, આપણે રહેવા માટે મકાનો બનાવીએ છીએ, કેનાલો બનાવીએ છીએ, કારખાનાઓ ઊભા કરીએ છીએ, વિશાળ હૉલ બનાવીએ છીએ, એટલે કે જીવનમાં…

Read More