Author: dhrumit

પત્રકારો અને સામાન્ય જનતા સરળતાએ વધુ સારી માહિતી મેળવી શકશે (જી.એન.એસ) તા. 22 ગાંધીનગર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે માહિતી ખાતાની નવા કલેવર સાથેની યુઝર ફ્રેન્ડલી વેબસાઈટ gujaratinformation.gujarat.gov.in નું ગાંધીનગરમાં લોંન્ચિંગ કર્યુ હતું. આ વેબસાઈટમાં પત્રકારો અને સામાન્ય જનતા સરળતાએ વિવિધ પ્રેસનોટ, પ્રકાશનોનો લાભ લઈ શકશે. મુખ્યમંત્રીશ્રીએ લોંચ કરેલી માહિતી ખાતાની નવિનતમ વેબસાઈટને વધુ યુઝર ફ્રેન્ડલી અને મોબાઈલ ફ્રેન્ડલી બનાવવામાં આવી છે. જેમાં જૂની વેબસાઈટ કરતાં ઘણા વધારે ફિચર પણ એડ કરવામાં આવ્યા છે. જે યુઝરને વધારે ઉપયોગી બની રહેશે. નવી વેબસાઈટમાં પ્રેસનોટને ટેક્સ્ટ ફોર્મેટ, વિડીયો, ફોટો સાથે મલ્ટીમીડિયા ફોર્મેટમાં અપલોડ કરવામાં આવશે. તેમજ પ્રેસનોટને જિલ્લા, વિભાગ અને તારીખ પ્રમાણે ફિલ્ટર…

Read More

કુલ ૧૧ જિલ્લાનો ૩૫ હજાર ચો.કિમી. વિસ્તાર ‘ડાયરેક્ટ બીટ વેરીફીકેશન’ પદ્ધતિથી સાંકળી લેવાશે (જી.એન.એસ) તા. 21 ગાંધીનગર/ગીર, સિંહ, સાવજ, ઊંટિયો વાઘ, બબ્બર શેર, કેસરી, ડાલામત્થો જેવા ઉપનામોથી ઓળખાતા એશિયાઈ સિંહ એ આખા વિશ્વમાં માત્ર ગુજરાતનાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ગીર અભયારણ્યમાં જોવા મળે છે. વર્ષ ૧૯૮૦થી ગીર એશિયાઇ સિંહોના એકમાત્ર નિવાસસ્થાન તરીકે સુપ્રસિદ્ધ થયું છે. એશિયાઈ સિંહ માત્ર ગુજરાતનું જ નહીં એશિયાનું પણ ગૌરવ છે. ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા દર પાંચ વર્ષે સિંહની વસ્તી ગણતરી કરવામાં આવે છે. જે અંતર્ગત એશિયાઈ સિંહનો આગામી ૧૬મો વસ્તી અંદાજ-૨૦૨૫ સંભવિત તા.૧૦ થી ૧૩ મે દરમિયાન બે તબક્કામાં યોજવામાં આવશે. જેમાં પ્રાથમિક વસ્તી અંદાજ…

Read More

છેલ્લા ૦૩ દિવસમાં સાદીરેતી, તથા ગ્રેવલ ખનિજના બિનઅધિકૃત વહન કરતાં કુલ ૧૨ વાહનો સહિત ૩.૩૭ કરોડનો મુદ્દામાલ જપ્ત  (જી.એન.એસ) તા. 21 ગાંધીનગર, ગાંધીનગર કલેકટરશ્રી મેહુલ કે.દવે ની આગેવાનીમાં જીલ્લા વહીવટ તંત્રને રેતી ખનીજનું બિન અધિકૃત રીતે થતું રેતી ખનન/વહન/સંગ્રહ અટકાવવામાં નોંધપાત્ર સફળતા મળી છે.સતત રજાના દિવસો દરમિયાન પણ કલેકટરશ્રીની વિશેષ સુચના થકી ભૂસ્તર તંત્ર દ્વારા ચેકીંગની કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે,જેના પરિણામે કાયદેસર કાર્યવાહી કરી ખનીજ ચોરી અટકાવવાની નેમ સાથે તંત્ર દિવસરાત સરાહનીય કામગીરી કરી રહ્યું છે. વિગતે વાત કરવામાં આવે તો, કલેક્ટરશ્રી, ગાંધીનગર મેહુલ કે.દવે ના માર્ગદર્શન અને મદદનીશ ભુસ્તરશાસ્ત્રી પ્રણવ સિંહ ની સુચના હેઠળ ગાંધીનગર જીલ્લાના…

Read More

ધારાસભ્ય શ્રી કનુભાઈ પટેલે ‘PM સૂર્ય ઘર’  યોજના અપનાવવા કર્યો અનુરોધ-માણકોલમાં ‘PM સૂર્ય ઘર’ જાગૃતિ કેમ્પ (જી.એન.એસ) તા. 21 અમદાવાદ, ગુજરાત સરકારના સુશાસનના અભિગમને ચરિતાર્થ કરતા અને વહીવટી તંત્રને પ્રજાની વધુ નજીક લઈ જતા ‘સેવા સેતુ’ કાર્યક્રમનો સાતમો તબક્કો રાજ્યભરમાં ચાલી રહ્યો છે. આ જ શ્રુંખલા અંતર્ગત, અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં આજે કુલ ૬ તબક્કામાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે પૈકી ફેઝ-૧નો કાર્યક્રમ ગોકળપુરા ગામ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. આ સેવા સેતુ કાર્યક્રમ જિલ્લા પંચાયત સીટ મોડાસર ક્લસ્ટર આવરી લેવાયો હતો, જેમાં ગોકળપુરા સહિત કુલ ૧૨ ગામો – નાની દેવતી, મોડાસર, ગોરજ, લેખંબા, કુંવાર, ચરલ, હીરાપુર, બોળ,…

Read More

જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી ખાતે ૧૮૪૧ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ (જી.એન.એસ) તા. 21 જામનગર, રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતમાં રાજમાતા શ્રી ગુલાબકુંવરબા સભાગૃહ ખાતે વિશ્વની સૌપ્રથમ આયુર્વેદ યુનિવર્સિટી, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીનો ૨૯ મો ૫દવીદાન સમારોહ યોજાયો હતો. આ પદવીદાન સમારોહમાં ડીપ્લોમા, પી.જી.ડીપ્લોમા, બેચલર ડીગ્રી, માસ્ટર ડીગ્રી, એમ.ડી., એમ.એસ. અને પી.એચડી.ના મળી 1841 વિદ્યાર્થીઓ તેમજ બે વિશેષ વ્યકિતત્વને ડોકટરેટ ઓફ લીટરેટર આયુર્વેદની ઉપાઘિ એનાયત કરવામાં આવી હતી. સાથે જ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે અભ્યાસમાં ઉચ્ચ ગુણાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને સુવર્ણ અને રજત મેડલ પણ એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, સ્વસ્થ શરીરથી ઉત્તમ બીજું…

Read More

(જી.એન.એસ) તા. 21 ગાંધીનગર, ગુજરાતી ચલચિત્રો ગુણવત્તાયુક્ત બને અને તેને વધુ પ્રોત્સાહન મળે તે હેતુસર રાજ્ય સરકાર દ્વારા ગુજરાતી ચલચિત્રો માટે ‘ગુણવત્તા સમન્વિત પ્રોત્સાહન નીતિ-૨૦૧૯’ હેઠળ ગુજરાતી ચલચિત્રોના કલાકાર કસબીઓને વિવિધ કેટેગરીમાં રોકડ પુરસ્કાર-પારિતોષિક એનાયત કરવામાં આવે છે. જે અંતર્ગત કેલેન્ડર વર્ષ-૨૦૨૪માં નિર્માણ કે પ્રસારણ પામેલા ગુજરાતી ચલચિત્રો, દસ્તાવેજી ચિત્રો અને બાળચિત્રોના સંબંધિત નિર્માતાઓ/ અરજદારો પાસેથી નિયત નમુનામાં અરજીઓ મંગાવવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં લાયસન્સ ધરાવતાં સિનેમાગૃહોમાં જાન્યુઆરી-૨૦૨૪ થી ડિસેમ્બર-૨૦૨૪ દરમિયાન પ્રથમ વખત પ્રદર્શિત થયા હોય એવા ગુજરાતી ચલચિત્રોને એવોર્ડ માટે અરજી કરવાની રહેશે. ગુજરાતી ચલચિત્રો, દસ્તાવેજી ચિત્રો અને બાળચિત્રો પૈકી શ્રેષ્‍ઠ ચલચિત્રો-કલાકાર કસબીઓને પારિતોષિક માટે તા.૩૦ એપ્રિલ, ૨૦૨૫ સુધીમાં…

Read More

સેમિકન્ડક્ટર, સોલાર અને સ્માર્ટ ઉત્પાદન જેવા ક્ષેત્રોમાં ઓનલાઇન અને હાઇબ્રિડ કોર્સ ઉપલબ્ધ થશે (જી.એન.એસ) તા. 21 ગાંધીનગર, કેન્દ્રીય કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) અને શિક્ષણ રાજ્યમંત્રી શ્રી જયંત ચૌધરીએ ગુજરાતના ગાંધીનગર ખાતે નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NSDC) અને પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી (PDEU) દ્વારા સંયુક્ત રીતે સ્થાપિત સેન્ટર ઓફ એક્સેલન્સ (CoE)નું લોન્ચિંગ કર્યું હતું. લોન્ચ દરમિયાન સંબોધન કરતા શ્રી જયંત ચૌધરીએ જણાવ્યું કે, “યુનિવર્સિટીઓ ફક્ત શિક્ષણ સંસ્થાઓ નથી – તે એક એવો સેતુ છે જે યુવા માનસને વાસ્તવિક દુનિયાની સતત બદલાતી પરિસ્થિતિઓ સાથે જોડે છે. તેમને ટેક્નિકલ સજ્જતા અને વૈવિધ્યસભર જ્ઞાન પ્રદાન કરીને, તેઓ વિદ્યાર્થીઓનો વિવેચનાત્મક રીતે વિચારવા,…

Read More

(જી.એન.એસ) તા. 21 નવી દિલ્હી, એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ)એ ફેબ્રુઆરી 2025 માટે કામચલાઉ પેરોલ ડેટા જાહેર કર્યો છે. જેમાં 16.10 લાખ સભ્યોનો નેટ ઉમેરો થયો હોવાનું બહાર આવ્યું છે. વર્ષ-દર-વર્ષ વિશ્લેષણ ફેબ્રુઆરી 2024ની તુલનામાં ચોખ્ખા પગારપત્રકના ઉમેરામાં 3.99%ની વૃદ્ધિ દર્શાવે છે. જે રોજગારની તકોમાં વધારો અને કર્મચારી લાભો વિશે જાગૃતિ વધારવાનો સંકેત આપે છે, જેને ઇપીએફઓની અસરકારક આઉટરીચ પહેલ દ્વારા ટેકો મળ્યો છે. ઇપીએફઓ પેરોલ ડેટા (ફેબ્રુઆરી 2025)ની મુખ્ય વિશેષતાઓ નીચે મુજબ છે: નવા સબસ્ક્રાઇબર્સ: ઇપીએફઓએ ફેબ્રુઆરી 2025માં લગભગ 7.39 લાખ નવા ગ્રાહકોની નોંધણી કરી હતી. નવા સબ્સ્ક્રાઇબર્સના આ ઉમેરા માટે રોજગારીની વધતી જતી તકો, કર્મચારીઓના લાભો અંગે જાગૃતિમાં વધારો અને ઇપીએફઓના સફળ આઉટરીચ કાર્યક્રમોને આભારી છે. વયજૂથ 18-25 પગારપત્રકના ઉમેરામાં મોખરે છેઃ ડેટાનું એક નોંધપાત્ર…

Read More

ખેડૂતો પાસેથી રૂ. ૧,૯૦૩ કરોડના મૂલ્યનો ૩.૩૬ લાખ મેટ્રિક ટન ચણાનો જથ્થો ખરીદી કરાશે (જી.એન.એસ) તા. 21 ગાંધીનગર, કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતેથી રાજ્યભરમાં ટેકાના ભાવે ચણા અને રાયડાની ખરીદીનો વર્ચ્યુઅલ શુભારંભ કરાવ્યો હતો. તેમણે આ વેળાએ જણાવ્યું હતું કે, ટેકાના ભાવે ચણાના વેચાણ માટે રાજ્યના કુલ ૩.૩૬ લાખથી વધુ ખેડૂતોએ તેમજ રાયડાના વેચાણ માટે રાજ્યના કુલ ૧.૧૮ લાખથી વધુ ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવી છે. નોંધાયેલા તમામ ખેડૂતો પાસેથી રાજ્ય સરકાર દ્વારા ચણા માટે નક્કી કરાયેલા ૧૭૯ ખરીદ કેન્દ્રો અને રાયડા માટે નક્કી કરાયેલા ૮૭ ખરીદ કેન્દ્રો ખાતેથી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. પ્રાઇઝ સપોર્ટ સ્કીમ…

Read More

FSSAI અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ લીવર એન્ડ બિલીયરી સાયન્સના સહયોગથી લીવર હેલ્થ કેમ્પનું આયોજન (જી.એન.એસ) તા. 21 નવી દિલ્હી, વિશ્વ લીવર દિવસ 2025ની ઉજવણીમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી જગત પ્રકાશ નડ્ડાએ આજે નિર્માણ ભવનમાં મંત્રાલય દ્વારા આયોજિત સ્વાસ્થ્ય શિબિરમાં “લીવર સ્વાસ્થ્ય શપથ સમારંભ”નું નેતૃત્વ કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રીમતી અનુપ્રિયા પટેલ, કેન્દ્રીય આરોગ્ય સચિવ સુશ્રી પુણ્ય સલિલા શ્રીવાસ્તવ, આરોગ્ય સેવાઓના મહાનિદેશક પ્રોફેસર (ડો.) અતુલ ગોયલ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ લીવર એન્ડ બિલિયરી સાયન્સીસના ડિરેક્ટર પ્રોફેસર (ડો.) એસ.કે.સરીન, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI)ના સીઇઓ શ્રી જી. કમલા વર્ધન રાવ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ વર્ષના વિશ્વ લીવર દિવસની થીમ “ફૂડ ઇઝ મેડિસિન” – પોષણ અને લીવરના આરોગ્ય વચ્ચેના મહત્ત્વના જોડાણ પર ભાર મૂકે છે. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, “આપણે સૌ જાણીએ છીએ કે, લીવર એ આપણા શરીરના સૌથી મહત્વપૂર્ણ અંગોમાંનું એક છે જે પાચન, ડિટોક્સિફિકેશન અને ઊર્જા સંગ્રહ જેવા આવશ્યક કાર્યો કરે છે. જો લીવર તંદુરસ્ત ન હોય તો આખું શરીર પીડાય છે.” લીવરના સ્વાસ્થ્યના મહત્વ પર ભાર મૂકતા શ્રી નડ્ડાએ કહ્યું, “ફેટી લીવર માત્ર લીવરના કાર્યને અસર કરતું નથી પણ હૃદય રોગ, ડાયાબિટીસ, હાયપરટેન્શન અને કેન્સરનું જોખમ પણ નોંધપાત્ર રીતે વધારે છે.” તેમણે એમ પણ ઉમેર્યું, “સારા સમાચાર એ છે કે ફેટી લીવરને સ્વસ્થ જીવનશૈલી અને સ્વસ્થ ખોરાકની આદતો અપનાવીને અટકાવી શકાય છે અને મોટાભાગે ઉલટાવી શકાય તેવું છે.” તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે “તાજેતરમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ “મન કી બાત”માં તેમના સંબોધન દરમિયાન દેશને રસોઈમાં તેલનો ઉપયોગ ઓછામાં…

Read More