Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- દાહોદમાં ભાજપાની ભવ્ય બાઈક રેલી
- આજનું રાશિફળ (૨૨/૦૪/૨૦૨૬)
- આજનું પંચાંગ (૨૨/૦૪/૨૦૨૬)
- લેખ- ડિજિટલ યુગમાં લુપ્ત થતી જતી માનવીય સંવેદનાઓ: શું આપણે યંત્રો બની રહ્યા છીએ?
- વ્યાજખોરીના આતંક સામે ગુજરાત પોલીસની “સર્જિકલ સ્ટ્રાઈક”
- ચારધામ યાત્રા 2026 : ગંગોત્રી-યમુનોત્રીના કપાટ ખુલ્યા
- ‘સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-૨૦૨૬’ અંતર્ગત કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે રાજ્ય પોલીસ વડા ડો. કે. એલ. એન. રાવની અધ્યક્ષતામાં વીડિયો કોન્ફરન્સ યોજાઈ
- રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીએ દરિયાઈ સુરક્ષા, કાયદો અને ક્ષમતા નિર્માણ માટે વ્યૂહાત્મક પ્લેટફોર્મ તરીકે મહાસાગર એકેડેમીનું ઉદ્ઘાટન કર્યું
- ભારતીય સેનાની માઇનફિલ્ડ ભંગ ક્ષમતામાં થશે વધારો
- દિલ્હી-એનસીઆરમાં ગ્રેનેડ હુમલાનું આયોજન કરવાના આરોપમાં બે ISI ઓપરેટિવ્સની ધરપકડ, પિસ્તોલ, જીવતા કારતૂસ જપ્ત
- ECI દ્વારા ઇન્ટરનેશનલ ઇલેક્શન વિઝિટર્સ પ્રોગ્રામ-2026 ના બીજા તબક્કાનો પ્રારંભ
- રાષ્ટ્રજોગ સંબોધન દરમિયાન સાંસદો પર ‘આક્ષેપ’ કરવા બદલ કોંગ્રેસે પીએમ મોદી વિરુદ્ધ વિશેષાધિકાર નોટિસ આપી
Author: dhrumit
(જી.એન.એસ) તા. ૯ રાજકોટ, વિધાનસભા ગૃહ ખાતે સભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં ખાદી, કુટીર અને ગ્રામોદ્યોગ રાજ્ય મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું હતું કે, શ્રી વાજપેયી બેન્કેબલ યોજના અંતર્ગત રાજકોટ જિલ્લામાં શ્રી તા. ૩૧-૧૨-૨૦૨૫ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં કુલ ૪,૧૫૭ અરજી મળી છે, જે તમામ અરજીઓની બેન્કમાં ભલામણ કરવામાં આવી છે. જે પૈકી બેન્કો દ્વારા કુલ ૨,૯૧૩ અરજી મંજૂર કરીને લાભાર્થીઓને લોનનો લાભ આપવામાં આવ્યો છે. તેવી જ રીતે, કચ્છ જિલ્લામાં પણ આ યોજના હેઠળ છેલ્લા એક વર્ષમાં ૧,૯૧૯ અરજીઓ મળી છે. તે પૈકીની ૧,૯૧૫ અરજીઓની બેન્કને ભલામણ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત બેન્કો દ્વારા કુલ ૧,૪૬૩ લાભાર્થીઓની અરજી…
(જી.એન.એસ) તા. ૯ ગાંધીનગર, ગાંધીનગર ખાતે સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયા અને શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાની ઉપસ્થિતિમાં MoU સંપન્ન ડિજિટલ ગવર્નન્સમાં ઉભરતી ટેકનોલોજીના હસ્તક્ષેપને વધુ સુદ્રઢ કરવાના એક મહત્વપૂર્ણ પહેલ અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), બ્લોકચેન, સાયબર સિક્યુરિટી અને ઈમરજિંગ ટેકનોલોજી લો એન્ડ પોલિસીમાં ‘પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા કોર્સ’ શરૂ કરવા માટે ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડ (GIL),વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (DST) અને ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી (GNLU) વચ્ચે આજે કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ગાંધીનગર ખાતે આજે આયોજિત ‘ગુજરાત વાઇસ ચાન્સેલર્સ મીટ’ દરમિયાન આ એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી…
(G.N.S Dt. 9 વડોદરા, સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના રેમેડિયલ કોચિંગ સેલ દ્વારા “વ્યક્તિત્વ વિકાસ, મનોવિજ્ઞાન અને તનાવ વ્યવસ્થાપન” પર બે દિવસીય રાષ્ટ્રીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્કશોપમાં આશરે 180 વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી અને સક્રિયપણે ભાગ લીધો. મનોવિજ્ઞાન, શિક્ષણ, નેતૃત્વ અને વ્યવસ્થાપન ક્ષેત્રના અનેક નિષ્ણાતોએ ઉદ્ઘાટન સત્રમાં વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા. કાર્યશાળાનો પરિચય આપતા, ગાંધીવાદી વિચાર અને શાંતિ અભ્યાસ વિભાગના એસોસિયેટ પ્રોફેસર અને રેમેડિયલ કોચિંગ સેલના સંયોજક ડૉ. બી. જગન્નાથમે વિદ્યાર્થીઓમાં તણાવ વ્યવસ્થાપનના મહત્વ પર પ્રકાશ પાડ્યો. તેમણે કહ્યું કે આજના વૈશ્વિક વિશ્વમાં, ઘણા પરિબળો વિદ્યાર્થીઓના જીવનને પ્રભાવિત કરે છે, જેના કારણે તેમના માટે તનાવનું અસરકારક રીતે સંચાલન કરવું મહત્વપૂર્ણ બને…
(G.N.S) Dt. 9 ગીર સોમનાથ/ જૂનાગઢ, નેશનલ ક્રાઈમ રેકર્ડ બ્યૂરોના વર્ષ ૨૦૨૩ના આંકડા પ્રમાણે બાળકો સામેના ગુનામાં ગુજરાત દેશમાં ૨૭માં ક્રમે ગુજરાત વિધાનસભા ખાતે સભ્યશ્રી દ્વારા ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં ગુમ થયેલ બાળકો-મહિલાઓ અંગે પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં રાજ્ય મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું હતું કે, એક પરિવાર માટે તેમનું બાળક જીવનની મૂડી સમાન હોય છે. આવા નાના બાળકો વિખુટા પડે, ત્યારે તેમના પરિવાર પર આભ ફાટી પડે છે. આ વિષયની ગંભીરતાને ધ્યાને રાખીને ગુજરાતનું પોલીસ તંત્ર ગુમ થયેલા બાળકો અને મહિલાઓના કિસ્સામાં અત્યંત સંવેદનશીલતા અને ત્વરિતતાથી કામગીરી કરી રહ્યું છે અને તેના સારા પરિણામો પણ મળી રહ્યા છે. રાજ્ય…
(જી.એન.એસ) તા. ૯ ગાંધીનગર, સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રીશ્રી અર્જુન મોઢવાડિયા તેમજ શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાની વિશેષ ઉપસ્થિતિ વિશ્વમાં બદલાતા પ્રવાહની સાથે રીસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ક્ષેત્રે રાજ્યની યુનિવર્સિટીઓની ભૂમિકા અગત્યની છે. નવા બદલાવની સાથે આપણી યુનિવર્સિટીઓએ તાલ મિલાવવો પડશે. યુનિવર્સિટીઓ માત્ર શિક્ષણ કેન્દ્રો નહીં પરંતુ શોધ, નવીનતા અને ઉદ્યોગસાહસિકતાના સશક્ત કેન્દ્રો તરીકે વિકસવી જોઈએ. વૈજ્ઞાનિક ચેતના અને ટેકનોલોજીકલ નેતૃત્વનું સંવર્ધન વડાપ્રધાનશ્રીના “વિકસિત ગુજરાત અને વિકસિત ભારત @૨૦૪૭”ના સપનાને સાકાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેમ, સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું. સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયાની અધ્યક્ષતામાં તેમજ શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાની વિશેષ ઉપસ્થિતિમાં રાજ્યમાં…
(G.N.S) Dt. 7 ગાંધીનગર, “સ્ત્રી શક્તિ એ સમાજની સાચી શક્તિ” કહેવતને સાચા અર્થમાં સાર્થક કરે છે ગુજરાતના ચિખલી તાલુકાના સોલધરા ગામના અસ્મિતાબેન અશોકભાઈ પટેલ. આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિતે અસ્મિતાબેન અને એમની આત્મનિર્ભરતાની સફર વિષે જાણતા નવાઈ લાગશે કે, એક ખેડૂત પરિવારમાંથી હોવા છતાં આજે તેઓ પોતાનો ઉદ્યોગ ચલાવી અન્ય 10 મહિલાઓને પોતાની સાથે આત્મનિર્ભર બનાવી છે. જે આપણા દેશના માનનીય વડાપ્રધાનશ્રીના “આત્મનિર્ભર ભારત મિશન” ને સાકાર કરે છે. ઉલ્લેખનીય છે કે, એપ્રિલ 2026માં સુરત ખાતે વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRC) દક્ષિણ ગુજરાતનું આયોજન કરવામાં આવનાર છે. જેમાં સ્થાનિક મહિલા સ્વસહાય જૂથો અને ગ્રામીણ ઉદ્યોગકારોને વૈશ્વિક બજાર સાથે જોડવા પર…
(G.N.S) Dt. 7 અમરેલી, કૃષિ મંત્રીશ્રીએ ખેડૂતો સાથે આત્મીયતાપૂર્વક ગોઠડી માંડી, ખેતી-વાડીની વર્તમાન સ્થિતિ અને પાક વિશે ચર્ચા કરી ગુજરાતના કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ એક રાજનેતાની છબી બાજુ પર મૂકીને સાચા અર્થમાં ‘ખેડૂતપુત્ર’ હોવાનો પરિચય આપ્યો છે. પોતાના પ્રભારી જિલ્લા અમરેલીના સનાળા ગામે ખેડૂત મિત્ર રમેશભાઈના ખેતરે પહોંચેલા કૃષિ મંત્રીશ્રીએ ખેતરની ધૂળ અને માટી વચ્ચે રહીને પોતીકાપણાનો અહેસાસ કરાવ્યો હતો. કૃષિ મંત્રીશ્રીએ ખેતરમાં પહોંચીને માત્ર મુલાકાત જ ન લીધી, પરંતુ સ્વયં ટ્રેક્ટરના સ્ટિયરિંગ પર બેસીને ખેતરમાં સવડું એટલે કે, હળ હાંક્યું હતું. એક કુશળ ખેડૂતની જેમ જમીન ખેડતા કૃષિ મંત્રીશ્રીને જોઈને ત્યાં હાજર અન્ય ખેડૂતો પણ ગદગદિત થયા હતા.…
(G.N.S) St. 7 અમદાવાદ, તા. 24/03/26ના રોજ તાલુકા કક્ષાનો તથા તા. 25/03/26ના રોજ જિલ્લા કક્ષાનો ‘સ્વાગત’ કાર્યક્રમ યોજાશે આ ચાલુ મહિનામાં તા. 24/03/26ના રોજ તાલુકા કક્ષાનો તથા તા. 25/03/26ના રોજ જિલ્લા કક્ષાનો ‘સ્વાગત’ કાર્યક્રમ યોજાશે જેમાં અરજદારોને તા.10/03/26 સુધીમાં તાલુકા કક્ષાના પ્રશ્નો મામલતદારશ્રી અને જિલ્લા કક્ષાના પ્રશ્નો કલેક્ટરશ્રીને મોકલી આપવા અનુરોધ રાજ્ય સરકાર દ્વારા લોક ફરિયાદોનું સમયસર અને અસરકારક નિવારણ થાય તે માટે ‘સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’નું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે રાજ્યના તમામ જિલ્લા અને તાલુકા કક્ષાએ દર મહિને સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવે છે. આ અંતર્ગત અમદાવાદ જિલ્લામાં પણ માર્ચ મહિનાનો તાલુકા અને જિલ્લા કક્ષાનો ‘સ્વાગત ફરિયાદ નિવારણ…
ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીનીઓની સંખ્યા એક વર્ષમાં ૮.૮૨ લાખથી વધીને ૯. ૦૭ લાખ સુધી પહોંચી ગાંધીનગર, ‘સા વિદ્યા યા વિમુક્તયે’ – એટલે કે વિદ્યા તે છે જે સર્વે બંધનોમાંથી મુક્તિ અપાવે છે. આ ઉક્તિ આજના યુગમાં મહિલાઓના જીવનમાં શિક્ષણની નિર્ણાયક ભૂમિકાને સચોટ રીતે ચરિતાર્થ કરે છે. દર વર્ષે તા. ૮ માર્ચના રોજ ગુજરાત સહિત વિશ્વભરમાં ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ઉજવવામાં આવે છે. માનવ સભ્યતાના અભ્યુદય કાળથી જ ઇતિહાસના નિર્માણમાં નારી શક્તિનું પ્રદાન પાયાનું રહ્યું છે. વૈદિક કાળના પ્રખર તત્વચિંતક ગાર્ગી, મૈત્રેયી, લોપામુદ્રાનું ભારતીય દર્શનશાસ્ત્રમાં વિશેષ સ્થાન છે. આ વારસો ઇસરોના ચંદ્રયાન-૩ મિશન માટે કાર્યરત મહિલા વૈજ્ઞાનિકોમાં પણ દ્રશ્યમાન થાય છે. ચંદ્રયાન-૩ મિશનના…
(G.N.S) Dt. 7 આણંદ, તમામ ૭ કેસોમાં ગુનો નોંધાયાના મહત્તમ ૪૫ દિવસમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી: મહત્તમ કેસમાં માત્ર ૮ થી ૯ મહિનાના ટૂંકા ગાળામાં ચુકાદાઓ આવ્યા ગુજરાત પોલીસની આ સજ્જતા અને સંવેદનશીલતા રાજ્યની દીકરીઓ અને તેમના પરિવારજનોમાં સુરક્ષાનો વિશ્વાસ વધુ મજબૂત કરે છે: નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી આણંદ જિલ્લાના તપાસ અધિકારી તત્કાલિન સીપીઆઈ તથા તેમની ટીમ દ્વારા આ તમામ કેસની કરવામાં આવેલી બારીક પરિણામલક્ષી તપાસ બદલ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ પાઠવ્યા અભિનંદન ગુજરાત સરકાર મહિલા સુરક્ષા અને સગીરા પર દુષ્કર્મના ગુનેગારો સામે ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ સાથે મક્કમતાથી કામગીરી કરી રહી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં…
