Author: devarshi

(જી.એન.એસ) તા. 6 ગાંધીનગર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને ગુજરાત રાજય બીજ નિગમ લિ. દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪ના વર્ષના ડિવિડન્ડનો રૂા.૧૦.૬૫ કરોડનો ચેક ગાંધીનગરમાં અર્પણ કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીશ્રીને રાજ્ય સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના ગુજરાત રાજય બીજ નિગમ લિ.ના ડિવિડન્ડનો આ ચેક કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, કૃષિ રાજ્ય મંત્રી શ્રી બચુભાઈ ખાબડ, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી એમ.કે.દાસ, ગુજરાત રાજય બીજ નિગમના ચેરમેન અને અધિક મુખ્ય સચિવ શ્રી અંજૂ શર્મા, વહીવટી સંચાલક શ્રી પી.એસ.રબારીની ઉપસ્થિતિમાં અર્પણ કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દૃષ્ટિવંત નેતૃત્વમાં ગુજરાત રાજય બીજ નિગમ “ગુરાબીનિ” બ્રાન્ડથી ખેડૂતોને ઉચ્ચ ગુણવત્તાવાળું બિયારણ પુરું પાડી રહ્યું…

Read More

(જી.એન.એસ) તા. 6 ગાંધીનગર, ગુજરાત ભાજપ દ્વારા જિલ્લામાં અને શહેરમાં નવા ભાજપ પ્રમુખોના નામોને લઈને મહત્વપૂર્ણ પ્રકિયા હાથ ધરાઈ છે. લીલીઝંડી આપ્યા બાદ, પ્રસંગે પ્રધાન રુપી પ્રમુખોના નામોનો લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. આજે 60 થી 70 ટકા જેટલા શહેર-જિલ્લા પ્રમુખોના નામ જાહેર થવાની છે.જેમાં કેટલાક શહેરમાં ભાજપ પ્રમુખના નામ સામે આવી ગયાં છે. જો કે, ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલ યાદીમાં ઉડીને આંખે વળગે તેવી એક બાબત સંઘ સાથેનો સબંધ પણ જોવા મળે છે. મોટાભાગના પ્રમુખ સંઘ પરિવાર, તેમની સંસ્થા કે તેમના વિચારો સાથે જોડાયેલા છે. એટલે કે ભાજપમાં આંતરીક કલેહ કે જૂથબંધી ટાળવા માટે સંઘના અગ્રણીઓ પ્રાધાન્ય આપવામાં…

Read More

(જી.એન.એસ.) તા.5 પોરબંદર, પોરબંદરના પૂર્વ વિસ્તારમાં આવેલી બિરલા સ્કૂલની પાછળ બાવળના જંગલમાં બપોરના સમયે આગ ફાટી નીકળી હતી. જો કે, આ વિસ્તારમાં પવનની ગતિ સામાન્ય કરતાં ઘણી વધારે હતી જેના કારણે આગે ટૂંકજ સમયમાં ભયંકર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આસપાસના વિસ્તારોમાં પણ ઝડપથી ફેલાવા લાગી હતી. બાવળના ગાઢ જંગલમાં આગની ભીષણતા એટલી હદે હતી કે આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી જોઈ શકાતા હતા. આગની જાણ થતાં જ સ્થાનિક ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. પરંતુ, ભારે પવન અને બાવળના કારણે આગ પર કાબૂ મેળવવો મુશ્કેલ બની ગયો હતો. આગની જ્વાળાઓ બિરલા કોલોનીના રહેણાંક…

Read More

(જી.એન.એસ.) તા.5 હવામાન વિભાગ દ્વારા ગરમીથી આંશિક રાહત મળે એવી આગાહી કરવામાં આવી છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો થશે અને સાથે લઘુતમ તાપમાનમાં પણ આગામી 5 દિવસ દરમિયાન 2થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો થવાની શક્યતા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં આજે 45થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે માટે સમગ્ર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો માટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે તથા યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. ગયા અઠવાડિયે ઉત્તર ભારતના વિસ્તારમાં ભારે હિમવર્ષાની પરીસ્થિતિ સર્જાઇ હતી તથા તે દિશા તરફથી ગુજરાત ઉપર પવન આવી રહ્યા છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર એ.કે.દાસના જણાવ્યા…

Read More

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે સરકારી મહિલા અધિકારી/કર્મચારીઓ માટે ત્રિ- દિવસીય વિશિષ્ટ તાલીમ કાર્યક્રમનો અધિક મુખ્ય સચિવ શ્રી જયંતી રવિએ કરાવ્યો શુભારંભ (જી.એન.એસ.) તા.5 ગાંધીનગર,   સચિવાલય તાલીમ કેંદ્ર ગાંધીનગર, દ્વારા સચિવાલયના કર્મચારીઓ માટે પૂર્વ સેવા તાલીમ ઉપરાંત સચિવાલય અને ગાંધીનગર સ્થિત ખાતાના વડા અને અન્ય કચેરીઓના અધિકારી- કર્મચારીઓ માટે રાજ્ય સરકારની તાલીમ નિતીને સફળ બનાવવા વિવિધ તાલીમ કાર્યક્રમો આયોજિત કરવામાં આવે છે.  સચિવાલય તાલીમ કેંદ્રના સંયુક્ત નિયામકશ્રી સુ શ્રી મનીષાબેન પટેલ દ્વારા કર્મચારીઓની તાલીમ અસરકારક બનાવવા સેવાને લગતા વિષયો ઉપરાંત નવતર બાબતો જેવી કે,વ્યાવસાયિક નિતિમત્તા, યોગા, આયુર્વેદ, યોગ્ય આહાર, પ્રેરણાત્મક અને તનાવ સંતુલન જેવા તાલીમ કાર્યક્રમો તૈયાર કરાયા છે, જેના ભાગરુપે…

Read More

(જી.એન.એસ.) તા.5 કચ્છ/વડોદરા ગુજરાતમાં બે અલગ-અલગ અકસ્માતની ઘટના બની છે જેમાં કચ્છના સામખિયાળી-માળિયા હાઇવે પાસે અકસ્માત નો બનાવ બન્યો છે. આ અકસ્માતમાં એક સાથે 7 વાહનો એક બીજા સાથે ટકરાયા હતા. જેમાં એક વ્યક્તિનું ગંભીર ઇજાઓના કારણે ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યું હતું. હાઇવે પર વહેલી સવારના ગંભીર અકસ્માતમાં એકસાથે 7 વાહનો એકબીજા સાથે ટકરાયા હતા જેમાં ટ્રક, ટેમ્પો, બસ સહિત નાના વાહનોનો સમાવેશ થાય છે જેના કારણે હાઇવે પર ટ્રાફિકજામ સર્જાયો હતો. આ ઉપરાંત અકસ્માતમાં અન્ય લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી. અને ડોદરાના ગોરવા મધુનગર બ્રિજ ઉપર કરચિયા ગામનો થી અભ્યાસ માટે બાઈક પર જઇ રહેલા વિદ્યાર્થી ને અકસ્માત નડ્યો…

Read More

આ બ્લાસ્ટમાં CRPF કોબરા બટાલિયનના 1 આસિસ્ટન્ટ કમાન્ડન્ટ સહિત સુરક્ષા દળના ત્રણ જવાનો ઘાયલ  (જી.એન.એસ) તા. 5 નક્સલવાદીઓની વધુ એક નાપાક હરકત સામે આવી હતી જેમાં, ઝારખંડના ચાઈબાસા જિલ્લામાં નક્સલીઓ દ્વારા જમીનમાં છુપાયેલો IED બ્લાસ્ટ થતાં સીઆરપીએફ કોબરા બટાલિયનના એક આસિસ્ટન્ટ કમાન્ડન્ટ સહિત સુરક્ષા દળના ત્રણ જવાનો ઘાયલ થયા છે. ઘાયલોને એરલિફ્ટ કરીને તુરંત રાંચીની હોસ્પિટલમાં લઈ જવાયા છે. વાસ્તવમાં સુરક્ષા દળના જવાનો અને પોલીસની સંયુક્ત ટીમ જરાઈકેલા પોલીસ સ્ટેશન વિસ્તારના બલીબામાં નક્સલીઓ વિરુદ્ધના અભિયાન હેઠળ સર્ચ ઓપરેશન કરી રહી હતી. આ દરમિયાન જમીનમાં છુપાવેલો બોંબ અચાનક વિસ્ફોટ થયો હતો. તપાસ કરવામાં આવતા IED બ્લાસ્ટ થયો હોવાનો ખુલાસો થયો છે.…

Read More

(જી.એન.એસ) તા. 5 ઇમ્ફાલ, મણીપુરમાં બે વાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેની અસર આસામ સહિત અનેક પૂર્વોત્તર રાજ્યોમાં થઈ છે. ભૂકંપના કારણે અનેક લોકો ઘરનો બહાર દોડી આવ્યા છે. આજે સવારે 5.6ની તીવ્રતાનો આંચકો આવ્યા બાદ બપોરે 12.20 કલાકે 4.1ની તીવ્રતાનો ફરી ભૂકંપ આવ્યો છે. ભૂકંપના આંચકા પૂર્વોત્તરના અનેક રાજ્યોમાં અનુભવાયા છે. યુનાઈટેડ સ્ટેટ્સ જિયોલૉજિકલ સર્વેનેએ કહ્યું કે, ભૂકંપનું કેન્દ્ર બિંદુ મણિપુરનું ઈમ્ફાલ છે, જ્યાં 10 કિલોમીટર ઊંડાણમાં તીવ્રતા નોંધાઈ છે. આ મામલે અધિકારીઓએ કહ્યું હતું કે, મણિપુર, આસામ સહિત પડોશી દેશ મ્યાંમારમાં પણ ભૂકંપ અનુભવાયો છે. ભૂકંપમાં કોઈ જાનહાનીને નુકસાન થયું હોવાની હાલ કોઈ માહિતી સામે આવી નથી. જર્મન…

Read More

(જી.એન.એસ) તા. 5 વોશિંગ્ટન, બીજીવાર અમેરિકાના પ્રમુખબન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પ્રથમ વખત યુએસ કોંગ્રેસનું સંબોધન કર્યું હતું. સંબોધન કરતાં પહેલા જ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આખી દુનિયામાં ચર્ચા જગાવી હતી કે મારા સંબંધોનમાં કંઇક મોટું થવાનું છે અને તેની થીમ ધ રિન્યૂઅલ ઓફ ધી અમેરિકન ડ્રીમ રહેવાની છે. એવી ચર્ચા છે કે તેઓ ટેરિફ વૉરથી માંડીને યુક્રેન યુદ્ધ અને ભારત પર ટેરિફ સહિતના અનેક મહત્ત્વના મુદ્દાઓ પર તેમણે મોટી જાહેરાત કરી. આ સાથે તેમણે અમેરિકન ઈતિહાસનું સૌથી લાંબુ ભાષણ પણ આપ્યું હતું. ડોનાલ્ડ ટ્રમ્પે આ સૌથી લાંબુ ભાષણ આપીને તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. અગાઉ અમેરિકાના પૂર્વ…

Read More

અમેરિકા અને ઉત્તર કોરિયા ફરી એકવાર સામસામે  (જી.એન.એસ) તા. 5 ઉત્તર કોરિયા અને અમેરિકા ફરી એકવાર સામસામે આવી ગયા હોય તેમ લાગી રહ્યું છે કારણ કે, કિમ જોંગ-ઉનની બહેન કિમ યો જોંગે દક્ષિણ કોરિયામાં યુએસ એરક્રાફ્ટ કેરિયર અને અન્ય યુએસ સૈન્ય પ્રવૃત્તિઓના જવાબમાં કાર્યવાહીની ધમકી આપવામાં આવી છે. ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ-ઉનની બહેન કિમ યો જોંગની ધમકી બાદ એવું માનવામાં આવે છે કે ઉત્તર કોરિયા હવે હથિયાર પરીક્ષણની કામગીરીને વેગ આપશે. બીજી તરફ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે, ‘હું બંને દેશો વચ્ચેના સંબંધો સુધારવા માટે કિમ જોંગ ઉનનો સંપર્ક કરીશ.’ આ સમગ્ર મામલે મીડિયા સૂત્રો અનુસાર, એક નિવેદનમાં કિમ…

Read More