Author: devarshi

(જી.એન.એસ) તા.16 મુંબઈ, ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા મહારાષ્ટ્રમાં યોજાનાર વિધાન પરિષદની પેટાચૂંટણી માટે ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે જેમાં ત્રણ નામોને સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં સંદીપ દિવાકરરાવ જોશી, સંજય કિશનરાવ કેનેકર અને દાદારાવ યાદવરાવ કેચેના નામનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્ર વિધાન પરિષદની પાંચ બેઠકો પર પેટાચૂંટણીઓ યોજાવાની છે. પેટાચૂંટણી માટેનું જાહેરનામું 10 માર્ચે બહાર પાડવામાં આવ્યું હતું. ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ 17 માર્ચ છે. ઉમેદવારી પત્રોની ચકાસણીની છેલ્લી તારીખ 18 માર્ચ છે. 20 માર્ચ સુધી નામ પાછા ખેંચી શકાશે. જો જરૂર પડશે તો 27 માર્ચે મતદાન થશે. ભાજપ દ્વારા જાહેર કરાયેલી આ યાદીમાં સંદીપ દિવાકરરાવ જોશી, સંજય કિશનરાવ કેનેકર,…

Read More

(જી.એન.એસ) તા.16 વોશિંગ્ટન, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ પર યમનના હુથી બળવાખોરો સામે લશ્કરી હુમલો કરવામાં આવ્યો હતો, આમાં યમનના 9 લોકો મૃત્યુ પામ્યા છે. હુથી બળવાખોર જૂથે લાલ સમુદ્રમાં શિપિંગ સામે હુમલા કર્યા હતા. અમેરિકાએ ચેતવણી આપી હતી કે જો હુથીઓ તેમનું અભિયાન બંધ નહીં કરે તો કાર્યવાહી કરવામાં આવશે. ટ્રમ્પે હુથીઓના મુખ્ય સમર્થક ઈરાનને પણ ચેતવણી આપી હતી કે તેણે તાત્કાલિક આ જૂથને ટેકો આપવાનું બંધ કરી દેવું જોઈએ. ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને સંબોધતા કહ્યું, “જો તમે અમેરિકાને ધમકી આપો છો, તો અમેરિકા તમને સંપૂર્ણપણે જવાબદાર ઠેરવશે અને અમે તેને દયાથી નહીં લઈએ.” હુથી સંચાલિત આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર,…

Read More

(જી.એન.એસ) તા. 16 જામનગર, જામનગરની મહાનગર પાલિકાની એસ્ટેટ વિભાગ ફરી એકવાર ગેરકાયદેસર દબાણ મુદ્દે એક્શનમાં આવ્યું હતું જેમાં, તળાવની પાળે જૂની આરટીઓ કચેરીના આસપાસના વિસ્તારમાં અડીંગો જમાવીને પડી રહેતી 20 જેટલી રેકડીઓ કબજે કરી લેવામાં આવી છે, ઉપરાંત તે સ્થળે ફરીથી ગેરકાયદે રીતે ચાલુ કરી દેવામાં આવેલી બાળકો માટેની નાની ૪ રાઈડ પણ કબજે કરી લઇ મહાનગરપાલિકાની કચેરીમાં જમા કરાવી દેવામાં આવી છે. એસ્ટેટ વિભાગની આ કામગીરી જોવા આસપાસ ના લોકો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા, જૂની આરટીઓ કચેરીના માર્ગ પાસે તળાવની પાળે પ્રતિદિન ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. તે સ્થળે અનેક રેકડીઓના જંગલ ખડકાઈ જતા હોવાના કારણે આ સમસ્યા…

Read More

(જી.એન.એસ) તા. 16 સુરત, નશાનો ગેરકાયદેસર વેપલો કરનારા ને ઝડપી લેવામાં સુરત પોલીસની મળી છે મોટી સફળતા, પોલીસ ને મળેલી બાતમી ના આધારે લીંબાયતમાં 3.94 કિલો ગાંજા સાથે સલમાન શેખ અને હુસેન નામના આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે મળતી માહિતી મુજબ, લીંબાયત પોલીસની ટીમે, મળેલ બાતમીના આધારે સલમાન શેખ અને હુસેનની ગાંજા સાથે ધરપકડ કરી હતી. આરોપી મોપેડની ડેકીમાં ગાંજો મૂકીને લાવ્યા હતા અને ગાંજો વેચે તે પહેલા જ પોલીસે તેમને ઝડપી પાડયા હતા. ગાંજો ક્યાંથી લાવ્યા અને કોને આપવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ હાથધરી છે.

Read More

(જી.એન.એસ) તા. 16 વડોદરા, વડોદરા શહેરમાં કારેલીબાગ વિસ્તારમાં આવેલા આમ્રપાલી કોમ્પલેક્ષ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં કાર ચાલક રક્ષિત ચૌરસિયાએ ત્રણ ટુ વ્હીલરને અડફેટે લીધી હતા જે મામલે વડોદરા પોલીસ દ્વારા રક્ષિતને કોર્ટમાં રજુ કરીને વધુ બે દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. આ દરમિયાન રક્ષિતને પોતાની સાચી-ખોટી વાત મીડિયા સમક્ષ રજુ કરવા માટે મદદગારી કરનાર સહિત ત્રણ એએસઆઇ જવાનોની ટ્રાફિક શાખામાં બદલી કરી દેવામાં આવી છે. રિમાન્ડ દરમિયાન અનધર રાઉન્ડ અને નિકિતાની પણ તપાસ કરવામાં આવનાર હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આ ઘટનામાં પહેલી વખતમાં આરોપીના એક દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. ત્યાર બાદ ગતરોજ કોર્ટમાં…

Read More

(જી.એન.એસ) તા.16 બેંગલુરુ, કર્ણાટકમાં યાદગીર જિલ્લાના શાહપુર વિસ્તારમાં આવેલા સદ્યાપુરા ગામ પાસે રવિવારે સવારે ડબલ મર્ડરનો મામલો સામે આવ્યો છે, ત્યારે ડબલ મર્ડરની ઘટનાને પગલે આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. મૃતકોની ઓળખ માપન્ના (52) અને અલીસાબા (55) તરીકે થઈ છે. જ્યારે તેઓ સવારે 8 વાગ્યે શાહપુરથી બાઇક પર તેમના ગામ પરત ફરી રહી હતા ત્યારે તેમની ક્રૂરતાથી હત્યા કરવામાં આવી હતી. આ ઘટના બાબતે સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, બે લોકોની હત્યા પાછળ આરોપીનો હેતુ શું હતો? તે વિશે હજુ સુધી કંઈ જાણી શકાયું નથી. પોલીસ કેસનો ઉકેલ લાવવા કામે લાગી છે. શાહપુર પોલીસે ગુનેગારોને પકડવા માટે…

Read More

(જી.એન.એસ) તા.16 દિબ્રુગઢની જેલમાં બંધ પંજાબમાં ખાલિસ્તાનવાદી નેતા અને સાંસદ અમૃતપાલ સિંહના સાત સાથીઓ અંગે હવે પંજાબ સરકાર એક મોટો નિર્ણય લીધો હતો જેમાં NSA હેઠળ અમૃતપાલના 7 સાથીઓ સામે NSAની અવધિ ન વધારવાનો અને તેમની સામે કેસ ચલાવાનો નિર્ણય લીધો છે. આ તમામ આરોપીઓ અજનાલા પોલીસ સ્ટેશન પર હુમલાના આરોપી છે. વારિસ પંજાબ દે સંગઠનનો પ્રમુખ અમૃતપાલ સિંહ રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ દિબ્રુગઢની જેલમાં બંધ છે. તેણે અરજી કરીને લોકસભા સત્રમાં ભાગ લેવા માટે મંજૂરી માંગી હતી. તેનું કહેવું હતું કે, મારી સતત ગેરહાજરીના કારણે બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે, જેના કારણે તેમના ક્ષેત્રના લોકો પ્રતિનિધિત્ત્વ વગર રહી…

Read More

(જી.એન.એસ) તા.16 ટોરન્ટો/ઑન્ટારિઓ, આંતરરાષ્ટ્રીય સ્તરે ફરી એકવાર મહિલાઓ દ્વારા ભારત નું નામ રોશન કરવામાં આવ્યું છે, ભારતીય મૂળના કેનેડિયન નાગરિક અનિતા આનંદ અને દિલ્હીમાં જન્મેલા કમલ ખેરા કેનેડિયન સંસદમાં ચૂંટાયેલી સૌથી નાની ઉંમરની મહિલાઓ છે. હવે તેમને કેનેડાના નવા વડાપ્રધાન માર્ક કાર્નીના મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. ગવર્નર જનરલ મેરી સિમોનની અધ્યક્ષતામાં યોજાયેલા સમારોહમાં લિબરલ પાર્ટીના પૂર્વ સેન્ટ્રલ બેંકર કાર્નીએ 30મા કેનેડિયન મંત્રાલયના સભ્યો સાથે શપથ લીધા હતા. 58 વર્ષીય અનિતા આનંદ વિજ્ઞાન અને ઉદ્યોગ મંત્રી છે, જ્યારે 36 વર્ષીય કમલ ખેરા આરોગ્ય મંત્રી છે. કેનેડાના પૂર્વ વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના મંત્રીમંડળમાંથી અલગ અલગ વિભાગો સાથે પોતાના મંત્રી પદ જાળવી રાખનારા થોડા…

Read More

(જી.એન.એસ) તા.16 ક્વેટા, પાકિસ્તાનમાં આતંકી દ્વારા ક્વેટાથી તાફ્તાન જતા સૈન્યા કાફલા પર મોટો હુમલો કરાયો હતો જેમાં, 7 સૈનિકોના મોત થયા હતા અને 21 ઇજાગ્રસ્ત થયા હતા, જ્યારે બલૂચ લિબરેશન આર્મી (BLA) દ્વારા 90 પાકિસ્તાની સૈનિકોને મોતને ઘાટ ઉતારી દીધાનો દાવો કરાયો છે. આ મામલે બલૂચ લિબરેશન આર્મીએ પાકિસ્તાની સૈન્યના કાફલા પર થયેલા આ હુમલાની જવાબદારી સ્વીકારી લીધી છે. હુમલો ક્વેટાથી 150 કિ.મી. દૂર નોશકીમાં થયો હતો. આ હુમલા બાદ સૈન્યએ વિસ્તારમાં હેલિકોપ્ટર અને ડ્રોન તહેનાત કરવાની ફરજ પડી હતી. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા જ BLA દ્વારા પાકિસ્તાનની જાફર એક્સપ્રેસને હાઈજેક કરી લીધી હતી અને આ ઘટનામાં અનેક…

Read More

હોળી-ધુળેટીના પવિત્ર દિવસે સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં વહી અંગદાનની સરવાણી સિવિલ હોસ્પિટલ માં અત્યાર સુધીમાં કુલ ૧૮૪ અંગદાન થકી ૬૦૦ અંગોનુ દાન મળ્યુ જેના થકી ૫૮૨ જરૂરીયાતમંદને મળ્યું નવજીવન (જી.એન.એસ) તા.15 અમદાવાદ,અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હોળી-ધુળેટી ના પવિત્ર દિવસે દાનની સરવાણી વહી છે. ૨૪ કલાકમાં કુલ ત્રણ અંગદાન થયા છે. પ્રથમ અંગદાન:- ૫૫ વર્ષના વયોવૃદ્ધ પડી જતા માથાના ભાગે ઇજા થઇ .તારીખ ૧૦ માર્ચ ના રોજ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ માં દાખલ કરાયા ‌ જ્યાં સારવાર દરમ્યાન ૧૪ માર્ચના રોજ સિવિલના ડોક્ટરો ની ટીમે દર્દી બ્રેઇન ડેડ હોવાનું પરીવારજનોને જણાવતા પરીવારજનોએ તેમના અંગદાન થકી બીજા કોઇનો જીવ બચાવવા ગુપ્ત અંગદાન કરવાનો નિર્ણય…

Read More