(જી.એન.એસ) તા.16
મુંબઈ,
ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા મહારાષ્ટ્રમાં યોજાનાર વિધાન પરિષદની પેટાચૂંટણી માટે ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે જેમાં ત્રણ નામોને સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં સંદીપ દિવાકરરાવ જોશી, સંજય કિશનરાવ કેનેકર અને દાદારાવ યાદવરાવ કેચેના નામનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્ર વિધાન પરિષદની પાંચ બેઠકો પર પેટાચૂંટણીઓ યોજાવાની છે.
પેટાચૂંટણી માટેનું જાહેરનામું 10 માર્ચે બહાર પાડવામાં આવ્યું હતું. ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ 17 માર્ચ છે. ઉમેદવારી પત્રોની ચકાસણીની છેલ્લી તારીખ 18 માર્ચ છે. 20 માર્ચ સુધી નામ પાછા ખેંચી શકાશે. જો જરૂર પડશે તો 27 માર્ચે મતદાન થશે.
ભાજપ દ્વારા જાહેર કરાયેલી આ યાદીમાં સંદીપ દિવાકરરાવ જોશી, સંજય કિશનરાવ કેનેકર, દાદારાવ યાદવરાવ કેચેના નામનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે અહીં પાંચ બેઠકો માટે પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે.
મહારાષ્ટ્ર વિધાનસભામાં 288 ધારાસભ્યો છે. ભાજપ પાસે 132 ધારાસભ્યો, શિવસેના પાસે 57 અને એનસીપી પાસે 41 ધારાસભ્યો છે. શાસક ભાજપ, શિવસેના અને એનસીપી ગઠબંધન પાંચ ખાલી બેઠકો જીતે તેવી શક્યતા છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર પેટાચૂંટણી 27 માર્ચે યોજાવાની છે. નવેમ્બર 2024ની વિધાનસભા ચૂંટણીમાં પાંચ MLCની જીતને કારણે આ ચૂંટણી જરૂરી બની ગઈ છે. ચૂંટણી જીતનારા MLCમાંથી ત્રણ ભાજપના, એક શિવસેના અને એક NCPના હતા.

