Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- કેન્દ્ર સરકાર ઇથેનોલ મિશ્રણો, ફ્લેક્સ-ફ્યુઅલ વાહનોને પ્રોત્સાહન આપવા માટે ઉત્સર્જન નિયમમાં ફેરફારની વિચારણા
- મની લોન્ડરિંગ કેસમાં I-PAC ડિરેક્ટર વિનેશ ચંદેલને જામીન મળ્યા
- આજનું રાશિફળ (૦૧/૦૫/૨૦૨૬)
- આજ નું પંચાંગ (૦૧/૦૫/૨૦૨૬)
- પોષણ ક્ષેત્રે અમદાવાદ ઝોન બનશે વધુ મજબૂત: પોષણ સંગમ વર્કશોપમાં માઇક્રો પ્લાનિંગ અને પરિણામલક્ષી કામગીરી પર ભાર મુકાયો
- સુરતના આંગણે ગુજરાત ગૌરવ દિન-૨૦૨૬ની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી થશે
- પંજાબ કિંગ્સ સામેની મેચ દરમિયાન ડ્રેસિંગ રૂમમાં ‘ધૂમ્રપાન’ કરવા બદલ રિયાન પરાગને મોટો દંડ ફટકારવામાં આવ્યો
- દિલ્હી હાઈકોર્ટે કરિશ્મા કપૂરના બાળકોને વચગાળાની રાહત આપી, પ્રિયા કપૂરને સંજય કપૂરની સંપત્તિમાંથી રોકી
- એક યાત્રી બેભાન થઈ જતાં ઇન્ડિગો ફ્લાઇટનું રાયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ
- સુપ્રીમ કોર્ટે કોંગ્રેસ નેતા પવન ખેરાની આગોતરા જામીન અરજી પર ચુકાદો અનામત રાખ્યો
- ‘નાગરિકોને માન આપો’: સગીરાના ગર્ભપાત અંગેની અરજી પર સુપ્રીમ કોર્ટની કેન્દ્રને ફટકાર
- ઈરાન યુદ્ધ માટે અમેરિકન સૈન્ય ટ્રમ્પ સમક્ષ ત્રણ નવી યોજનાઓ રજૂ કરે તેવી શક્યતા
Author: devarshi
અમદાવાદના પાલડીમાં શેરબજાર ઓપરેટરના ખાલી ફ્લેટમાં ડીઆરઆઈ અને એટીએસના દરોડા; 100 કિલોથી વધુ સોનુ જપ્ત
(જી.એન.એસ) તા. 17 અમદાવાદ, અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલ શેરબજાર ઓપરેટરના એક બંધ, ખાલી ફ્લેટમાં ડીઆરઆઈ અને એટીએસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં એજન્સીઓએ 100 કિલો સોનું અને જંગી રોકડ જપ્ત કર્યાના અહેવાલ છે. આ અંગે એજન્સીઓ અને પોલીસને બાતમી મળતા દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. પાલડી વિસ્તારમાં એક શેરબજાર ઓપરેટરના આવિષ્કાર એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 104માં બપોરે અઢી વાગ્યે 25 જેટલા અધિકારીઓએ દરોડા પાડ્યા હતા. આ ફ્લેટ મહેન્દ્ર શાહ અને મેઘ શાહ નામની વ્યક્તિઓએ ભાડે લીધો હતો. તેઓ પિતા-પુત્રનો સંબંધ ધરાવે છે. આ તપાસમાં હજુ પણ વધારે મુદ્દામાલ ઝડપાય તેવી શક્યતા છે. દરોડાની કાર્યવાહી દરમિયાન ચલણી નોટો ગણવા બે મશીન…
અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેના બાંધકામમાં આશરે ૩૫ લાખ ઘન મીટર રિસાઇકલ વેસ્ટનો અને ૧૭૩.૮૨ લાખ ઘન મીટર જેટલા ફ્લાયએશના જથ્થાનો ઉપયોગ કરાશે ધોલેરા SIR સંપૂર્ણ રીતે કાર્યરત્ થતાં ૮ લાખ જેટલી રોજગારીનું સર્જન થશે: રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા (જી.એન.એસ) તા. 17 અમદાવાદ, વિધાનસભા ગૃહમાં અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ વેથી ધોલેરા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અંગેના પ્રશ્નનો મુખ્યમંત્રીશ્રી વતી પ્રત્યુત્તર આપતાં રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે ગ્રીન ફિલ્ડ અલાયમેન્ટમાં રૂ. ૫૫૦.૪૯ કરોડના ખર્ચે ૯.૫૬ કી.મી. લંબાઇના લિંક રોડનું બાંધકામ હાથ ધરવામાં આવનાર છે. ધોલેરા SIRની વિગતો આપતાં મંત્રીશ્રીએ જણાવ્યું કે અમદાવાદ જિલ્લાના ધોલેરા ખાતે આશરે ૯૨૦ ચોરસ કિલોમીટર વિસ્તારમાં ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન તરીકે એક ગ્રીનફિલ્ડ…
(જી.એન.એસ) તા. 17 મેનગલુરુ, કર્ણાટકની પોલીસ દ્વારા અત્યાર સુધીના સૌથી મોટી ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે જેમાં મેંગાલુરુ પોલીસે ૭૫ કરોડ રૃપિયાની કીંમતનું ૩૭ કીલો એમડીએમએ જપ્ત કર્યુ છે તેમ પોલીસ અધિકારીએ એક નિવેદનમાં જણાવ્યું હતું. આ ડ્રગ્સ કેસ બાબતે એક અધિકારીના જણાવ્યા અનુસાર; આ સંબધમાં બે દક્ષિણ આફ્રિકન મહિલાઓેની ધરપકડ કરવામાં આવી છે. પત્રકાર પરિષદને સંબોધતા મેંગાલુરુ પોલીસ કમિશનર અનુપમ અગ્રવાલે જણાવ્યું હતું કે છ મહિના અગાઉ કરવામાં આવેલી ધરપકડથી આ ઓપરેશન ઉદ્ભવ્યું હતું. સપ્ટેમ્બરમાં પોલીસે મેંગાલુરુના પંપવેલમાંથી હૈદર અલીની ધરપકડ કરી હતી. તેની પાસેથી ૧૫ ગ્રામ એમડીએમએ મળી આવ્યું હતું. આ સંદર્ભમાં વધુ તપાસ કરવામાં આવતા બેંગાલુરુમાંથી નાઇજિરિયાના…
ઉત્તર પ્રદેશની યોગી સરકારને મોટી રાહત (જી.એન.એસ) તા. 17 લખનૌ, ઉત્તર પ્રદેશની યોગી સરકારને મોટી રાહત મળી છે, અલ્હાબાદ હાઇકોર્ટે પ્રયાગરાજ ખાતે જોયાએલ મહાકુંભમાં નાસભાગની સીબીઆઈ તપાસની માંગ કરતી અરજી ફગાવી દીધી છે. આ અરજી યોગેન્દ્ર પાંડે અને અન્ય લોકો દ્વારા જાહેર હિતમાં દાખલ કરવામાં આવી હતી, જેમાં મહાકુંભ દરમિયાન નાસભાગની ઘટનાઓની સીબીઆઈ દ્વારા તપાસ કરવાની માંગ કરવામાં આવી હતી. અલ્હાબાદ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે આ કેસની સુનાવણી કરી હતી. ચીફ જસ્ટિસ અરુણ ભણસાલીની બેન્ચે આ અરજીને ગેરવાજબી અને પાયાવિહોણી ગણાવીને ફગાવી દીધી હતી. હાઈકોર્ટે કહ્યું કે આ કેસમાં સીબીઆઈ તપાસની કોઈ જરૂર નથી અને અરજીમાં કોઈ નક્કર કારણ કે પુરાવા…
(જી.એન.એસ) તા. 17 અમદાવાદ, અમદાવાદમાં વધુ એક વખત યુવતીની હત્યાની ઘટના સામે આવી હતી. અમદાવાદ એરપોર્ટ પાસે આવેલી તંદુર પેલેસ નામની હોટલમાં યુવતીની હત્યા કરવામાં આવી હતી. જેમાં ગળે ટૂંપો દઈને યુવતીની હત્યા કર્યા હોવાની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. આ સમગ્ર મામલે એરપોર્ટ પોલીસે વધુ ઝીણવટપૂર્વક તપાસ શરૂ કરી હતી જેમાં યુવતી રામોલના મદનીનગરમાં રહેતી હતી અને અમદાવાદ એરપોર્ટ પર કામ કરતી હતી, તેનું નામ નસરીનબાનું અખ્તર હતું. આ મામલે પોલીસ દ્વારા હોટલ સ્ટાફ અને અન્ય શંકાસ્પદ લોકોની કડક પુછપરછ કરી રહી છે અને યુવતી સાથે આવેલા યુવકની શોધખોળ શરૂ કરી હતી. તેમજ પોલીસે યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં…
(જી.એન.એસ) તા. 17 અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ તેના બે અંતરિક્ષયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરના પૃથ્વી પર પાછા ફરવાની પુષ્ટિ કરી છે. છેલ્લા નવ મહિનાથી અંતરિક્ષમાં ફસાયેલા સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર હવે બહુ જલ્દી જ પૃથ્વી પર પરત ફરશે. નાસાએ અગત્યની જાહેરાત કરતા જણાવ્યું કે આ બંને અંતરિક્ષ યાત્રી મંગળવારે પૃથ્વી પર પરત ફરશે.સુનિતા વિલિયમ્સ અને વિલ્મોર સ્પેસએક્સ ક્રૂ ડ્રેગન અવકાશયાનમાં નિક હેગ અને રોસકોસ્મોસ અવકાશયાત્રી એલેક્ઝાન્ડર ગોર્બુનોવ સાથે પૃથ્વી પર પાછા ફરવાના છે. આ બાબતે નાસા એ જણાવ્યું હતું કે, આ અવકાશયાત્રીઓનો પરત ફરવાનો સમય મંગળવારે ફ્લોરિડા કિનારાથી દૂર સમુદ્રમાં સાંજે 5:57 વાગ્યાનો છે. એટલે જો ભારતીય સમય…
(જી.એન.એસ) તા. 17 વડોદરા, વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં હોળી પર્વની રાત્રે પુરપાટે ગાડી હંકારી આઠ વ્યક્તિઓને અડફેટમાં લેનાર રક્ષિત ચોરસિયાને એમ.એસ.યુનિવર્સિટીની લો ફેકલ્ટીમાંથી સસ્પેન્ડ કરવાની માગ સાથે એનએસયુઆઈ દ્વારા આજે હેડ ઓફિસ ખાતે દેખાવો કરવામાં આવ્યા હતા. આ બાબતે એનએસયુઆઈ દ્વારા MSU ના ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું. એનએસયુઆઈએ કહ્યું હતું કે, તા.13 માર્ચના રોજ રક્ષિત ચોરસિયાએ બેફામ કાર હંકારીને સર્જેલા અકસ્માતમાં એક મહિલાનું મોત નીપજ્યું છે. બીજા સાત લોકો ગંભીર રીતે ઘાયલ છે. આરોપી રક્ષિત એમ.એસ.યુનિવર્સિટીની લો ફેકલ્ટીમાં અભ્યાસ કરે છે. તેના કુકર્મના કારણે યુનિવર્સિટીનું નામ પણ ખરડાયું છે. કાયદાનો અભ્યાસ કરતો વિદ્યાર્થી જ કાયદાનું પાલન નથી…
ઔરંગઝેબની કબરને લઈને મહારાષ્ટ્રમાં રાજકારણ ફરી એકવાર ગરમાયું બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ પુણે જિલ્લા મેજિસ્ટ્રેટની ઓફિસ સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું અને ઔરંગઝેબની કબર હટાવવાની માંગ કરી (જી.એન.એસ) તા. 17 થાણે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ભિવંડીના શિવક્ષેત્ર મરાડે પાડા ખાતે છત્રપતિ શિવાજી મહારાજ મંદિર (શક્તિપીઠ) ના ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમિયાન સીએમ ફડણવીસે કહ્યું કે છત્રપતિ શિવાજી મહારાજના કારણે જ આપણે આ દેશમાં આપણા પ્રિય દેવતાઓના મંદિરોમાં દર્શન કરી શક્યા. તેમણે દેશ અને ધર્મ માટે લડાઈ કરીને સ્વરાજ્યની સ્થાપના કરી. મુખ્યમંત્રીએ કહ્યું કે જેમ હનુમાનજીના દર્શન વિના ભગવાન શ્રી રામના દર્શન પૂર્ણ થતા નથી, તેવી…
(જી.એન.એસ) તા. 17 ક્વેટા, પાકિસ્તાનમાં વધુ એક હાઈપ્રોફાઈલ હત્યાનો મામલો સામે આવ્યો છે જેમાં અજાણ્યા હુમલાખોરોએ જમીયત ઉલેમા-એ-ઈસ્લામ (JUI) ના એક વરિષ્ઠ લીડર પર અંધાધૂંધ ગોળીબાર કરી દીધો હતો. આ ઘટનામાં વરિષ્ઠ લીડર મુફ્તી અબ્દુલ બાકી મૃત્યુ પામી ગયા. પોલીસે આ મામલે કહ્યું કે આ હુમલામાં મુફ્તી અબ્દુલ બાકી નુરઝઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તેમને અનેક ગોળીઓ વાગી હતી જેના બાદ તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમણે દમ તોડ્યો હતો. સુરક્ષાદળોએ હુમલાની પુષ્ટી કરતાં વધુ તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં રવિવારે ક્વેટાથી તાફ્તાન જતા સૈન્ય કાફલા પર મોટો આતંકી હુમલો કરાયો હતો. જેમાં સાત સૈનિકોના…
(જી.એન.એસ) તા. 17 ગ્રીસ નજીકના દેશ મેસેડોનિયાના કોકેની શહેરની એક નાઈટ ક્લબમાં અચાનક ભયાનક આગ લાગતાં 51થી વધુ લોકો જીવતાં સળગી ગયાં હતા અને મોટી સંખ્યામાં લોકો દાઝ્યાં હતા. ભયાનક આગ લાગી ત્યારે નાઈટ ક્લબમાં 1500થી વધુ લોકો હાજર હતા. આ ઘટના ના સોશિયલ મીડિયા પર વાઈરલ વીડિયોમાં નાઈટ ક્લબને આગની જ્વાળાઓમાં ઘેરાયેલી જોઈ શકાય છે. જોકે રાતના સમયે પણ ધૂમાડાના ગોટેગોટા આકાશમાં દેખાઈ રહ્યા હતા. આ દુર્ઘટનામાં 50 થી વધુ લોકો મૃત્યુ પામી ચૂક્યાની માહિતી છે જ્યારે ઘાયલોનો આંકડો પણ મોટો છે. જોકે હજુ સુધી મોતનો સાચો આંકડો સામે આવી શક્યો નથી. આ નાઈટક્લબ રાજધાની સ્કોપજેથી લગભગ 100 કિલોમીટર…
