Author: devarshi

(જી.એન.એસ) તા. 17 વોશિંગ્ટન, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ પર હજારો ઇમિગ્રન્ટ્સ ને અલ સાલ્વાડોરમાં ડિપોર્ટ કર્યા છે. ખૂબ મહત્વનું છે કે ટ્રમ્પ વહીવટીતંત્રનો આ નિર્ણય યુએસ ફેડરલ કોર્ટના ન્યાયાધીશે વિદેશી દુશ્મન કાયદા હેઠળ દેશનિકાલ પર અસ્થાયી રૂપે રોક લગાવવાનો આદેશ જારી કર્યા બાદ આવ્યો છે. ફેડરલ કોર્ટના નિર્ણય ને અવગણી લેવામાં આવેલા પગલાંનો બચાવ કરતા, ટ્રમ્પ વહીવટીતંત્રના અધિકારીઓએ કહ્યું કે કોર્ટ પોતાનો નિર્ણય સંભળાવી રહી હતી ત્યાં સુધીમાં આ ગેરકાયદે વસાહતીઓને લઈ જતા વિમાનો ઉડાન ભરી ચૂક્યું હતું. એક રિપોર્ટ અનુસાર, અમેરિકાના ડિસ્ટ્રિક્ટ જજ જેમ્સ ઈ બોસબર્ગે શનિવારે ઇમિગ્રેશન પર અસ્થાયી રૂપે પ્રતિબંધ લાદવાનો આદેશ આપ્યો હતો. જો કે,…

Read More

(જી.એન.એસ) તા. 17 કૂપવાડા, જમ્મુ કાશ્મીરના કૂપવાડામાં 2-3 આતંકીઓ છુપાયા હોઈ શકે છે અને તપાસ હાથ ધરતા સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલુ થઈ હતી. આતંકી અને સુરક્ષાદળો વચ્ચે અથડામણમાં એક પોલીસ જવાન ઇજાગ્રસ્ત થયા હોવાનુ સામે આવ્યું છે. તેઓને સારવાર અર્થે હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યો હતો. આ અથડામણ મામલે મળતી માહિતી અનુસાર, ગુપ્તચર એજન્સીઓએ 2-3 આતંકવાદીઓની હાજરી હોવાની પુષ્ટિ કરી છે. ત્યારબાદ ભારતીય સેના જમ્મુ-કાશ્મીર પોલીસ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની સંયુક્ત ટીમે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું અને સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો. આ મામલે એક અધિકારીએ જણાવ્યું હતું કે, સુરક્ષાદળો દ્વારા ઘેરાયેલા વિસ્તારમાં 2-3 આતંકવાદીઓ છૂપાયા હોવાની…

Read More

(જી.એન.એસ) તા. 17 વડોદરા, વહેલી સવારના સમયે વડોદરા ગ્રામ્યમાં આવતા ડેસર તાલુકાના શિહોરાથી ડાકોર જવા ના રસ્તે શિહોરા રાણીયા ને જોડતા મહીસાગર નદી મા બ્રિજ ઉપરથી હત્યા કરી નીચે ફેંકી દીધો હોય તે હાલતમાં યુવાન નો મૃતદેહ નદીમાં મળી આવ્યો હતો. આ મામલે સૂત્રો થકી મળતી પ્રાથમિક માહિતી મુજબ, ડેસર તાલુકાના નવાશિહોરા પ્રાથમિક શાળાની પાછળના ભાગે રહેતા ધનાભાઈ જાયાભાઈ ચુનારા ના ચાર સંતાનો પૈકી મોટો દીકરો દિનેશભાઈ ચુનારા ( ઉં. વ. ૩૩) ની 16 માર્ચના રોજ વહેલી સવારે કોઈ કારણોસર અજાણ્યા હત્યારાઓ દ્વારા તેની હત્યા કરાઈ હતી. હત્યા કરીને દિનેશના મૃતદેહ ને સગે વગે કરવા માટે શિહોરા થી રાણીયા જવાના માર્ગે…

Read More

(જી.એન.એસ) તા. 17 ભુજ, ગુજરાતના કચ્છમાં મોડી રાત્રે એક અજીબ ઘટના બની હતી જેમાં ભુજ તાલુકાના પૈયા વરનોરા ગામ નજીક રાત્રે અચાનક એક મોટો પ્રકાશનો ચમકારો જોવા મળ્યો હતો. આ વિચિત્ર દ્રશ્ય જોઈને લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું હતું અને લોકો અચંબિત થઈ ગયા છે. સાથે લોકો મૂંઝવણમાં પણ મૂકાયા છે કે આ શું હતું? ઉલ્કા હતી કે એલિયન? જો કે, સત્તાવાર રીતે આ અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી. આ ઘટના કેમેરામાં કેદ થઈ છે અને તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. કચ્છ જિલ્લામાં ભુજથી લઈ ભચાઉ અને લખપત સુધીમાં વહેલી સવારે 3.12 વાગ્યે કેટલીક ક્ષણો માટે આકાશમાં અચાનક…

Read More

(જી.એન.એસ) તા. 16 વડોદરા, શહેરમાં આવેલી એસએસજી હોસ્પિટલમાં સિક્યોરીટી માટે એક ખાનગી સંસ્થાને કામ આપવામાં આવેલું છે. એક કિસ્સો સામે આવ્યો હતો તેમાં ઇમરજન્સી વોર્ડમાં દર્દીના સગાને ટોકવા જતા તેમણે સિક્યોરીટી જવાન પર હુમલો કરી દીધો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના બાદ મોટી સંખ્યામાં સિક્ટોરીયી જવાનો એકત્ર થયા છે. અને ત્યાર બાદ તેઓ રાવપુરા પોલીસ મથક પહોંચીને આ મામલે વધુ કાર્યવાહી કરવાની માંગણી કરી રહ્યા છે. અગાઉ પણ એસએસજી હોસ્પિટલમાં હુમલાની ઘટનાઓ સામે આવી ચુકી છે. જે સિક્યોરીટી પર હુમલો થયો હતો તેને આ મામલે જણાવ્યું હતું કે, ઇમરજન્સી વિભાગમાં બીજા માળે આવેલા MICU માં હું ફરજ બજાવું…

Read More

(જી.એન.એસ) તા. 16 અમદાવાદ, શહેરના નરોડા વિસ્તારમાં આવેલ સંતોષી માતા મંદિરના પરિસરમાં જ મહંતના આપઘાતથી આખા વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી, તેમજ મંદિરને તોડી પાડવા દબાણ કરાતું હોવાનો આરોપ પણ કરવામાં આવ્યો છે. તંત્રના દબાણથી કંટાળીને આપઘાત કર્યાનો આરોપ પરિવારજનો કરી રહ્યો છે. ડેમાં આપઘાત પહેલા મહંતે લખેલી સુસાઇડ નોટ મળી આવી છે. મહંતની સુસાઇડ નોટ માં મંદિર બચાવવાની લડાઈ અધૂરી રહ્યાંનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મહંતના આપઘાત અંગે તેમના પુત્ર બ્રિજેશનો દાવો છે કે બિલ્ડર, કોર્પોરેશન અને પોલીસ હેરાન કરી રહ્યાં હતા. તેમજ આ સપ્તાહમાં મંદિર તોડવાની ચીમકી આપ્યાનો દાવો પણ કરાયો છે. છેલ્લા 4-5 વર્ષથી હેરાનગતિ…

Read More

(જી.એન.એસ) તા. 16 ગાંધીનગર, થોડા દિવસ અગાઉ ગુજરાત વિધાનસભા ગૃહની કાર્યવાહીને નિહાળવા માટે ગુજરાતભરના ખ્યાતનામ કલાકારોને બોલાવવામાં આવ્યા હતા તે પછી વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ તમામ કલાકારોનું બહુમાન કર્યું હતું. જેમાં ઠાકોર સમાજના કોઈ કલાકારોને ન બોલાવવાના મામલે ગુજરાતી ફિલ્મ કલાકાર વિક્રમ ઠાકોરે નારાજગી વ્યક્ત કરી હતી, ત્યારે હવે ભારે વિવાદ બાદ આખરે આ મુદ્દે સરકારની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે. આ મુદ્દે ગુજરાત સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, ‘કલાકારોની કોઇ જ્ઞાતિ હોતી નથી. આ અચાનક ઉભો થયેલો પ્રસંગ હતો, અચાનક યાદ આવ્યું એટલે આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન જેટલા કલાકારો યાદ આવ્યા તેમને આમંત્રણ આપી દેવામાં…

Read More

(જી.એન.એસ) તા. 16 વડોદરા, વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિ.ના પૂર્વ વીસી વિજયકુમાર શ્રીવાસ્તવે રાજીનામું આપ્યા બાદ તેઓ યુનિ.ના સત્તાવાર બંગલો ખાલી કર્યો ન હતો, જે બાબતે વિદ્યાર્થીઓ દ્વારા ભારે વિરોધ પણ કરવામાં આવ્યો હતો. લગાતાર વિરોધ બાદ હવે આખરે પૂર્વ વીસીએ બંગલો ખાલી કરી દીધો છે. જો કે હવે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, પૂર્વ વીસીએ વિદેશ પ્રવાસ પાછળ યુનિ.ના રૂ. 21 લાખનો ખર્ચ કર્યો હતો. તે સહિત લાખો રૂપિયાનો ખર્ચ તેમની પાસેથી વસુલવા માટેની લોકમાંગ ઉઠવા પામી છે. વર્ષ 2022 થી 2024 સુધીમાં યુનિ.ના પૂર્વ વીસી વિજય કુમાર શ્રીવાસ્તવે યુનિ.ના ખર્ચે નેપાળ, જાપાન, યુકે, ફ્રાન્સ, યુએઇ અને સ્પેઇનની મુલાકાત લીધી…

Read More

(જી.એન.એસ) તા.16 પટણા, બિહારમાંથી એક ચોંકાવદેનારી ઘટના સામે આવી છે જેમાં, હોળીની રાત્રે કહલગાંવના એન્ટિચક પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના કસારી માધોરામપુર ગામમાં લોકો અને બાળકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. આ હુમલા ની ઘટનામાં એક એએસઆઇ સહિત 5 પોલીસકર્મી ઘાયલ થયા હતા. આ ઘટના અંગે મેજિસ્ટ્રેટના નિવેદન પર FIR નોંધવામાં આવી હતી. પોલીસે 24 નામજોગ અને 10 અજાણ્યા લોકો સામે કેસ નોંધ્યો છે. આ ઉપરાંત પોલીસે 5 અજાણ્યા પથ્થરબાજોની ધરપકડ કરીને તેમને કસ્ટડીમાં રાખ્યા છે. ધરપકડ કરાયેલા લોકોના પરિવારજનું કહેવું છે કે તેમનું બાળક કે પરિવારનો સભ્ય નિર્દોષ છે અને પોલીસ તેને બળજબરીથી લઈ ગઈ છે. પોલીસે પહેલા તેમને માર…

Read More

(જી.એન.એસ) તા.16 ગિરિડીહ, ઝારખંડના ગિરિડીહ જિલ્લામાં એક હૃદયદ્રાવક ઘટના બની હતી જેમાં, એક ઘરમાંથી ચાર મૃતદેહ મળી આવ્યા હતા. ઘટના અંગે માહિતી આપતા પોલીસે જણાવ્યું કે મૃતકોમાં ત્રણ બાળકો અને એક 36 વર્ષીય પુરુષના મૃતદેહ મળી આવ્યા છે. પોલીસે જણાવ્યું હતું કે પ્રથમ દ્રષ્ટિએ એવું લાગે છે કે પિતાએ પહેલા તેના ત્રણ બાળકોને ફાંસી આપીને મારી નાખ્યા અને પછી પોતે પણ ફાંસી લગાવી લીધી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને મામલાની તપાસ ચાલી રહી છે. આ મામલે માહિતી આપતા પોલીસે જણાવ્યું હતું કે, આ મામલો ગિરિડીહના ખુખરા પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. ગ્રામજનો પાસેથી મળેલી માહિતી મુજબ, આ વ્યક્તિ કડિયાકામનું કામ કરતો…

Read More