Author: devarshi

ભારતીય સંવિધાન આપણો પવિત્ર દસ્તાવેજ: મંત્રી શ્રી ઋષિકેશ પટેલ વિધાનસભા ગૃહમાં  “હમારા સંવિધાન હમારા સ્વાભિમાન” બિન સરકારી સંકલ્પ સર્વાનુમતે સ્વીકારાયો (જી.એન.એસ) તા. 20 ગાંધીનગર, ભારતીય બંધારણ સંદર્ભે ધારાસભ્ય શ્રી કિરીટસિંહ ડાભી દ્વારા વિધાનસભા ગૃહમાં લાવવામાં આવેલ “હમારા સંવિધાન હમારા સ્વાભિમાન” બિન સરકારી સંકલ્પ સંદર્ભે મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ભારતીય સંવિધાન એ આપણો પવિત્ર દસ્તાવેજ છે. આપણું બંધારણ વૈશ્વિક લોકશાહીની સર્વોત્કૃષ્ટ સિદ્ધિ છે. ભારતની એકતા, અખંડીતતા અને સંપ્રભુતાને કાયમ રાખવા માટે સંવિધાન સૌને દિશા દર્શન કરે છે. ભારતનું બંધારણ ઘડવાનું નક્કી થયું ત્યારે બંધારણ કોણ ઘડે તે બાબતે પ્રશ્ન ઊભો થયો ત્યારે પંડિત નહેરૂએ વિદેશી બંધારણ નિષ્ણાતોના નામ સુચવ્યા હતા. જ્યારે ગાંધીજીએ…

Read More

ભરવાડ સમાજની ૭૫,૦૦૦થી વધુ બહેનોએ પરંપરાગત હૂડો રાસ રમી વિક્રમ સર્જ્યો (જી.એન.એસ) તા. 20 ધોલેરા, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ધોલેરા નજીક બાવળીયાળીમાં સંત શ્રી નગાલખા બાપા-ઠાકરધામના પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને ગોપજ્ઞાન ગાથામાં ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે મોટી સંખ્યામાં ઉપસ્થિત ભરવાડ સમાજના લોકોને સંબોધિત કરતા તેમણે જણાવ્યું હતું કે, ભરવાડ સમાજ ‘ઠાકર કરે ઈ ઠીક’ના વિચાર સાથે ભગવાન સઘળું સારું કરશે તેવી આસ્થા રાખનારો સમાજ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારતીય સનાતન સંસ્કૃતિના પુનઃસ્થાપનનો યુગ શરૂ થયો છે. દેશભરના દેવસ્થાનોને આધુનિક થવા સાથે ભવ્ય અને દિવ્ય બની રહ્યા છે. વિરાસતથી વિકાસની આ યાત્રામાં નાનામાં નાનો નાગરિક પણ જોડાય તે…

Read More

સુરતમાં એક હૃદયદ્રાવક અકસ્માત ની ઘટના બની (જી.એન.એસ) તા. 20 સુરત, સુરતના સચિન GIDC વિસ્તારમાં રોડ નંબર 13 પર પેપર મીલમાં કામ કરતાં મહિલાના બાળકને પોતાની આંખ સામે એક ટેમ્પોચાલકે ગાડી ચઢાવી અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર મામલે પરિવારમાં શોકનો માહોલ છે. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. સચિન GIDC વિસ્તારમાં રોડ નંબર 13 પર આવેલ એક પેપરમીલ ખાતે એક મહિલા કામ કરતી હતી. મહિલા પોતાના બાળકને વ્યવસ્થિત જગ્યાએ સૂવડાવીને કામ કરી રહી હતી. એવામાં પેપરમીલનો જ ટેમ્પોચાલક આવ્યો અને બાળકને કચડીને ત્યાંથી ફરાર થઈ ગયો. સામેથી તેની માતા ટેમ્પોચાલકને બૂમો પાડતી દોડીને આવી ત્યાં સુધી…

Read More

(જી.એન.એસ) તા. 20 મુંબઈ, ભારતીય સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના 20 એપ્રિલ, 2025 ને ગુરુવારના રોજ સત્તાવાર રીતે છૂટાછેડા થયા છે. ક્રિકેટર ચહલ મુંબઈ ની બાંદ્રા ફેમિલી કોર્ટ પહોંચનારા સૌપ્રથમ હતા. પરંતુ જ્યારે ધનશ્રી ત્યાં ન પહોંચી, ત્યારે તેને થોડી રાહ જોઈ અને આખરે ધનશ્રી પણ સવારે 11 વાગ્યા પછી પહોંચી ગઈ હતી. બંને મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર થયા અને તેમને છૂટાછેડા મંજૂર કરવામાં આવ્યા. વકીલે કહ્યું કે “છૂટાછેડા થઈ ગયા છે, લગ્નનો અંત આવી ગયો છે. લગ્નના 51 મહિના પછી, તેમનો સંબંધ તૂટી ગયો.” ચહલ અને ધનશ્રી ઘણા મહિનાઓથી અલગ હતા. જ્યારથી બંને વચ્ચે છૂટાછેડાના સમાચાર આવ્યા છે, ત્યારથી…

Read More

બાળકોને આજે ગોખણ પટ્ટી કરતા અનુભવ આધારિત શિક્ષણની તાતી જરૂરિયાત :-  શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા મંત્રી શ્રી પાનશેરીયાના હસ્તે NEP ૨૦૨૦ના અમલમાં સહાયક ૧૧ બાળકેન્દ્રી પુસ્તકો, શિશુ સંગોપન તેમજ  પ્લે – પ્રેક્ટિસ – પરસ્યુ પુસ્તકોનું વિમોચન કરાયું  (જી.એન.એસ) તા. 20 ગાંધીનગર, ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ સાયન્સ રિસર્ચ (ICSSR) અને સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે સાંસ્કૃતિક સમન્વય વૈશ્વિક પ્રવેશદ્વાર તરીકે ‘બાળ સાહિત્ય’ વિષય પર એક દિવસીય આંતરરાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, શિક્ષણ માટેની જૂની પરંપરા આજના બાળકો…

Read More

અમદાવાદ શહેરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ઝોન-2 ને મળી મોટી સફળતા (જી.એન.એસ) તા. 20 અમદાવાદ, 15 વર્ષ જૂના કેસમાં અમદાવાદ શહેરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ઝોન-2 ના અધિકારીઓ ને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે જેમાં, 15 વર્ષથી ફરાર ડબલ મર્ડર કેસના મુખ્ય બે આરોપીની પોલીસે રાજ્ય બહારથી ઝડપી પાડયા હતા. એલસીબી પોલીસની ટીમ દ્વારા આરોપીઓને રાજસ્થાનના ધોલપુર અને મધ્યપ્રદેશના મુરેનાથી ફિલ્મી ઢબે વેશ બદલી ને ઝડપી લેવામાં સફળતા મળી હતી. ડબલ મર્ડર કેસ ઉકેલવા માટે LCBએ બાતમીના આધારે આરોપીના ઠેકાણાની શોધ કરી હતી અને બંને આરોપીને ઝડપી પાડવા માટે અધિકારીઓએ ફિલ્મી ઢબે દૂધવાળા, ટ્રેક્ટર ડ્રાઇવરો અને વિક્રેતાઓનો વેશ ધારણ કર્યો હતો. આ કેસ…

Read More

(જી.એન.એસ) તા. 20 બનાસકાંઠા, રાજ્યના ગૃહમંત્રીશ્રી હર્ષ સંઘવી અને રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા હાલ અસામાજિક તત્વો અને બુટલેગરો પર યોગ્ય અને કડક પગલાં લેવાના આદેશ પર બનાસકાંઠા પોલીસ ફરી એવાર એક્શનમાં આવી છે જેમાં રીઢા ગુનેગારો અને બુટલેગરોના લિસ્ટ તૈયાર કરવામાં આવ્યા છે અને હવે એક એક બુટલેગર અને રીઢા ગુનેગારોના ઘરે તપાસ કરી તેમના ઘરે રહેલા ગેરકાયદેસર પાણી, ઈલેક્ટ્રીક કનેક્શન તેમજ ગેરકાયદેસર દબાણ ઉપર દાદાનું બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે. ત્યારે પાલનપુર પોલીસ દ્વારા પણ સતત ત્રીજે દિવસે દાદાનું બુલડોઝર પાલનપુરના સોનબાગ વિસ્તારમાં ફરી વળ્યું, સોનબાગ વિસ્તારમાં રહેતા બાદલ દેસાઈ નામના રીઢા ગુનેગારના ઘરે કરાયેલા ગેરકાયદેસર દબાણ…

Read More

(જી.એન.એસ) તા. 20 ગાંધીનગર, કલેક્ટરશ્રી,ગાંધીનગર મેહુલ દવે ના માર્ગદર્શન અને મદદનીશ ભુસ્તરશાસ્ત્રી પ્રણવ સિંહ ની સુચના હેઠળ ગાંધીનગર જીલ્લાના મદદનીશ ભુસ્તરશાસ્ત્રીની કચેરી, ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતું ની ક્ષેત્રીયટીમ દ્વારાજિલ્લામાં ખનિજના બિનઅધિકૃત ખનન, વહન અને સંગ્રહ અટકાવવા કરવામાં આવતી સતત કામગીરી દરમ્યાન તા.૨૦/૦૩/૨૦૨૫ ના રોજકાર્બોસેલ ખનિજના બિનઅધિકૃત વહન સબબ ૦૨ વાહન ડમ્પરો જપ્ત કરવામાં આવેલ છે. જેકાર્બોસેલ ખનિજ ભરેલા ડમ્પરો થાનગઢથી આવતા હોઈ અત્રેની કચેરીના માઈન્સ સુપરવાઈઝર શ્રી રણછોડભાઈ આયર દ્વારા જપ્ત કરવામા આવેલ. તેમજ અન્ય એક ડમ્પરમાં સાદીરેતી ખનીજનું રોયલ્ટી પાસ કરતા વધુ ઓવરલોડ વહનકરતા પકડવામાં આવ્યા છે. જેમાં તારાપુર પાટીયા,તા. જી. ગાંધીનગર ખાતેથી ડમ્પર નં GJ-13-AW-7177માં કાર્બોસેલ ખનીજનું…

Read More

અગ્નિવીર જનરલ ડ્યૂડી તેમજ સિપોઈ ફાર્મા સહિતની જગ્યાઓ માટે ભરતી યોજાશે (જી.એન.એસ) તા. 20 ગાંધીનગર, આર્મી રિકૂટીંગ ઓફીસ, અમદાવાદ દ્વારા અપરણિત પુરૂષ ઉમેદવારો માટે અગ્નિવીર ભરતી જાહેરાત પ્રસિધ્ધ થયેલ છે . અરજી કરવાં માટે ઉમેદવારની જન્મ તા. ૦૧/૧૦/૨૦૦૪ થી ૦૧/૦૪/૨૦૦૮ હોવી જરૂરી છે. પરીક્ષા ફી રૂ.૨૫૦/- છે અને ઓનલાઈન અરજી કરવા માટેની છેલ્લી તા.૧૦/૦૪/૨૦૨૫ છે. ૧) જરનલ ડ્યૂટી: લઘુતમ ૪૫ % અને દરેક વિષયમાં ૩૩ % માર્કસ સાથે ધોરણ-૧૦ પાસ, ઉચાઈ: १७८ સે.મી., છાતી: ૭૭(+૫) ૨) ટેકનિકલ: લઘુતમ ૫૦ % અને દરેક વિષયમાં ૪૦ % માર્કસ સાથે ફિઝીક્સ, કેમેસ્ટ્રી, ગણિત અને અંગ્રેજી વિષય સાથે ધોરણ-૧૨ પાસ અથવા લઘુતમ ૫૦ %…

Read More

(જી.એન.એસ) તા. 20 અમદાવાદ, શહેરમાં આવેલ સિવિલ હોસ્પિટલમાં 10મું સ્કિન ડોનેશન કરવામાં આવ્યું હતું જેમાં ઘરે જઇને સ્કિન ડોનેશન મેળવવામા આવ્યું હોવાનો આ ચોથો કિસ્સો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 10 સ્કિન દાન થયા છે, જેમાંથી કેટલાક લોકોની સ્કિનમાં નવો જીવ આવ્યો છે. લોકો અંગદાન તો કરતા હોય છે પરંતુ હવે સ્કિન દાનની જાગૃતતા જરૂરી છે. સિવિલ હોસ્પિટલના પ્લાસ્ટિક સર્જરી વિભાગના વડા ડૉ. જયેશ સચદે દ્વારા આ બાબતે વિગતો આપતા જણાવેલ કે, તા.19/03/2025ના રોજ રાત્રે 12 કલાકે સિવિલ હોસ્પિટલના સ્કિન બેંકના હેલ્પલાઇન નંબર ઉપર કોલ આવ્યો હતો. પારેવડા ગ્રુપ દ્વારા અમદાવાદ શહેરના નવા નરોડા વિસ્તારમાં 97 વર્ષના ચંપાબેન નારાયણભાઇ…

Read More