Author: devarshi

(જી.એન.એસ) તા. 20 અમદાવાદ, ભારત સરકારના યુવા બાબતો અને ખેલ મંત્રાલય અંતર્ગત મેરા યુવા ભારત – જિલ્લા યુવા અધિકારીની કચેરી, નહેરૂ યુવા કેન્દ્ર, અમદાવાદ દ્વારા જામનગરથી કાર્યક્રમમાં ભાગ લેવા આવેલ યુવાનોને અમદાવાદની કલા,સંસ્કૃતિ, શિક્ષણ , ખાન-પાન, વિકાસ અને અન્ય અનેક મુદ્દાઓ વિશે અનુભવ આધારિત શિક્ષણ આપવાના હેતુથી જિલ્લા યુવા અધિકારી શ્રી પ્રિતેશ કુમાર ઝવેરીના નેતૃત્વમાં યુવક વિકાસ ટ્રસ્ટ ભવનના સભાખંડમાં તા. 19.03.2025થી 23.03.2025 સુધી ચાલનારા પાંચ દિવસીય રહેણાંક શિબિરનો ઉદ્ઘાટન સમારોહ અમદાવાદના લોકલાડીલા મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈનના અધ્યક્ષસ્થાને યોજવામા આવ્યો. આ કાર્યક્રમના મુખ્ય અતિથિ અમદાવાદ મેયરશ્રી તથા વિશેષ અતિથિરૂપે પધારેલ યુવક વિકાસ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી ડૉ મંદાબેન પરીખ તથા કાર્યક્રમ આયોજક પ્રિતેશ કુમાર ઝવેરી, જિલ્લા યુવા અધિકારી…

Read More

પ્રકૃતિના વિકાસ અને સંવર્ધન માટેની વન અને પર્યાવરણ વિભાગની માંગણીઓ આજે વિધાનસભા ગૃહમાં પસાર (જી.એન.એસ) તા. 20 ગાંધીનગર, વન બહારના વિસ્તારોમાં ૧૧૪૩ ચો.કિ.ના વન આવરણ વધારા સાથે ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને છે.મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર દ્વારા વર્ષ-૨૦૨૪-૨૫માં વન અને પર્યાવરણ વિભાગનું બજેટ જે રૂ.૨,૫૮૬ કરોડ હતું જે આ વર્ષે ૨૦ ટકા વધારીને રૂ.૩,૧૩૯ કરોડ કરાયું છે, આ અત્યાર સુધીનું આ ઐતિહાસિક બજેટ છે, તેમ‌ વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ વિભાગની માંગણીઓ પરની ચર્ચામાં વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું. વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈએ કહ્યું કે,વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પહેલ “એક પેડ માં કે નામ”ને દેશભરમાં…

Read More

(જી.એન.એસ) તા. 20 જયપુર, જયપુર જિલ્લાના ચોમુ તહસીલના અશોક વિહાર કોલોનીમાં સોમવારે મોડી રાત સુધી શ્યામ બાબાના સત્સંગ, ભજન અને કીર્તનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે, વસાહતની સ્ત્રીઓ, પુરુષો અને બાળકોએ નૃત્ય કરીને શ્યામ બાબાને ખૂબ ખુશ કર્યા. કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય ભગવાન સહાય સૈની, નગર પરિષદના પ્રમુખ વિષ્ણુ સૈની, સવારમલ મહેશ્વરી, રામકૃષ્ણ દુસાદ, દિનેશ ખેમા વાલા, માંગીલાલ કાસલીવાલ, નારાયણ મહેશ્વરી, મનીષ ગોયલ, દામોદર રાવત, રાજેન્દ્ર ધામોડ, રાજેન્દ્ર અગ્રવાલ, વિમલ શર્મા, બનવારી શર્મા, સોનુ કામદાર, આનંદ કાસલીવાલ, ડોક્ટર રવિ ગોયલ, દેવકી નંદન અગ્રવાલ, ગોવિંદ ઝાલાની, બનવારી એડવોકેટ, મહેશ અગ્રવાલ, રાકેશ અગ્રવાલ, રાજુ હલવાઈ, રમેશ બજાજ, સુરેશ અગ્રવાલ, હરિ રાવત, કિશન…

Read More

કોંગ્રેસમાં હવે ધરમૂળથી ફેરફારની તૈયારીઓ શરૂ! (જી.એન.એસ) તા. 20 નવી દિલ્હી, હમણાં થોડા દિવસ અગાઉ રાહુલ ગાંધી ગુજરાતમાં પાર્ટીના નેતાઓની મુલાકાત લીધી હતી અને બેઠકો પણ કરી હતી, ત્યારે હવે કોંગ્રેસે દેશભરમાંથી 700 જેટલા જિલ્લા સ્તરના અધ્યક્ષને દિલ્હી બોલાવ્યા છે. જોકે આ એક્શનનો ઉદ્દેશ્ય કોંગ્રેસ સંગઠનને ફરી પગભર કરીને મજબૂત કરવાનો હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે સૂત્રો થકી મળતી માહિતી મુજબ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ દ્વારા દેશભરમાંથી આવનારા 700 જિલ્લા કોંગ્રેસ પ્રમુખો સાથે 3 દિવસ માટે મહામંથન યોજાવાનું છે. સૂત્રોએ જણાવ્યું કે કોંગ્રેસ ત્રણ બેચમાં આ બેઠક કરશે અને તમામને કોંગ્રેસના નવા સંગઠનીય માળખાની ઓળખ કરાવશે. તેનો ઉદ્દેશ્ય પાર્ટીને ધરમૂળથી…

Read More

(જી.એન.એસ) તા. 20 બીજાપુર, છત્તીસગઢના બીજાપુર અને કાંકેર જિલ્લામાં નક્સલીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ ની ઘટના બની હતી જેમાં સુરક્ષા દળોએ બીજાપુરમાં 18 અને કાંકેરમાં 4 નક્સલીઓને ઠાર કરવામાં આવ્યા હતા. સુરક્ષા દળોની એક ટીમ બીજાપુર અને દાંતેવાડાની સરહદ પર આવેલા ગંગલુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નક્સલ વિરોધી કાર્યવાહી પર નીકળી હતી. આ દરમિયાન સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે અથડામણ થઈ હતી. ટીમે બે અલગ અલગ કાર્યવાહીમાં 22 નક્સલીઓને ઠાર માર્યા છે. સુરક્ષા દળોની ટીમે બીજાપુરમાં 18 અને કાંકેરમાં 4 નક્સલીઓને ઠાર માર્યા છે. જ્યારે ઓપરેશન દરમિયાન એક સૈનિક પણ શહીદ થયો છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં 17…

Read More

(જી.એન.એસ) તા. 20 નાસિક, મ્હારાષ્ટ્રમાંથી ફરી એકવાર મોટા સમાચાર આવ્યા છે જેમાં, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી-એસસીપી) ના નેતા રોહિત પવારે નાસિકમાં અનુસૂચિત જનજાતિ (એસટી) સમુદાયના બે લોકોની હત્યાને લઈને મહારાષ્ટ્ર સરકારની ટીકા કરી છે. તેમાં અજીત પવારની પાર્ટી એનસીપીના ઉપાધ્યક્ષ પણ સામેલ છે. રાજ્યના નાગપુરમાં થયેલી એક ઘટનાનો ઉલ્લેખ કરતાં પવારે બુધવારે આરોપ લગાવ્યો કે પોલીસ કમિશનરે વિરોધાભાષી નિવેદન જારી કર્યાં છે, જેનાથી આવા મામલામાં પારદર્શિતાને લઈને ચિંતાઓ વધી ગઈ છે. તેમણે કહ્યું, ‘કાલે નાસિકમાં થયેલી ઘટનામાં અજીત પવારની પાર્ટીના ઉપાધ્યક્ષ સહિત એસટી સમુદાયના બે લોકોની હત્યા કરી દેવાઈ. અમને સરખા જવાબ આપવામાં આવ્યા નથી. જ્યારે નાગપુરમાં ઘટના થઈ તો…

Read More

(જી.એન.એસ) તા. 20 રાષ્ટ્રના સંરક્ષણ કર્મચારીઓની માનસિક સુખાકારીમાં સુધારો કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરતાં આર્મ્ડ ફોર્સિસ મેડિકલ સર્વિસીસ(AFMS) અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરોસાયન્સિસ (NIMHANS)એ સશસ્ત્ર દળો માટે માનસિક સ્વાસ્થ્ય સહાય અને સારસંભાળ વધારવાના ઉદ્દેશ સાથે સહયોગી સંશોધન અને તાલીમ માટે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા છે. સર્જન વાઇસ એડમિરલ આરતી સરીન, AVSM, VSM, ડાયરેક્ટર જનરલ આર્મ્ડ ફોર્સિસ મેડિકલ સર્વિસીસ અને નિમહન્સના ડાયરેક્ટર ડૉ. પ્રતિમા મૂર્તિએ એક સમારોહમાં આ MoU પર હસ્તાક્ષર કર્યા, જેમાં બંને સંસ્થાઓના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યાં હતા. AFMS અને NIMHANS વચ્ચેનો સહયોગ માનસિક સ્વાસ્થ્ય સેવાઓને મજબૂત બનાવવા, તબીબી કર્મચારીઓ માટે વિશેષ તાલીમ આપવા અને સૈનિકો, ખલાસીઓ, વાયુસેનાઓ, તેમના પરિવારો અને આશ્રિતો દ્વારા સામનો કરવામાં આવતી માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓના ઉકેલ…

Read More

(જી.એન.એસ) તા. 20 ભાગલપુર, કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાય (Cabinet Minister Nityanand)ના બે ભત્રીજાઓ જયજીત યાદવ અને વિશ્વજીત યાદવ વચ્ચે થયેલા વિવાદ વકર્યા બાદ ગોળીબાર થયો હતો. માતાએ બંનેને મનાવવા માટે દરમિયાનગીરી કરી. બંને તરફથી થયેલા ગોળીબારમાં કુલ ત્રણ લોકોને ગોળી વાગી હતી. ત્રણેયને ભાગલપુરની એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં વિશ્વજીત યાદવનું મૃત્યુ થયું હતું. જયજીતની હાલત પણ ગંભીર હોવાનું કહેવાય છે. જ્યારે માતાના હાથમાં ગોળી વાગી હતી. આ ઘટના નિત્યાનંદ રાયના બનેવી નવગછિયાના જગતપુર રહેવાસી ગુલ્લો યાદવના ઘરે ગુરુવારે સવારે થઈ. મળતી જાણકારી અનુસાર બંનેએ સામાન્ય વિવાદમાં એકબીજા પર ગોળી ચલાવી દીધી. પ્રત્યક્ષદર્શીઓ અનુસાર સવારે સાડા…

Read More

(જી.એન.એસ) તા. 20 લાસ વેગાસ, ઈલોન મસ્કની કંપની ટેસ્લા અને તેના વાહનો તથા કારની ડિલરશિપ ધરાવતાં લોકોને અમેરિકામાં સતત હિંસાના લક્ષ્ય બનાવવામાં આવતાં ઇલોન મસ્કે આ હુમલાઓની પોડકાસ્ટ દ્વારા જાહેર ટીકા કરી છે તો ટ્રમ્પ વહીવટીતંત્રએ આ તોફાની તત્વો સામે કડક હાથે કામ લેવામાં આવશે તેવી ધમકી આપવી પડી છે. સિયેટલમાં અને લાસ વેગાસમાં એક સાયબર ટ્રક તથા કારને આગ ચાંપવામાં આવી હતી તો દેશભરમાં આવેલાં ટેસ્લાના શો રૂમ્સ અને ડિલરશિપ્સ પર મોલોટોવ કોકટેઇલ- એકપ્રકારના હાથબોમ્બ- ફેંકી હિંસક હુમલા કરવાની તથા ગોળીબાર કરવામાં આવ્યા હોવાની ઘટનાઓ બની છે. સલામતિના કારણોસર કેનેડામાં ઇન્ટરનેશનલ ઓટો શોમાંથી પણ ટેસ્લાને દૂર કરાઇ છે. વોશિંગ્ટન…

Read More

(જી.એન.એસ) તા. 20 લીમા, પેરુમાં ફરી એકવાર શાંતિ ડહોળાઈ છે, રાજધાની લીમામાં લોહિયાળ હિંસાને જોતા રાષ્ટ્રપતિએ કટોકટીની સ્થિતિ જાહેર કરી છે. જેથી બગડતી પરિસ્થિતિને નિયંત્રણમાં લાવી શકાય. તમને જણાવી દઈએ કે લોકપ્રિય ગાયકની હત્યાના એક દિવસ બાદ શરૂ થયેલી વ્યાપક હિંસા વચ્ચે રાષ્ટ્રપતિએ સોમવારે રાજધાનીમાં કટોકટીની સ્થિતિ જાહેર કરી હતી અને હિંસાની વધતી ઘટનાઓ સામે પોલીસને મદદ કરવા માટે સૈનિકો તૈનાત કરવાનો આદેશ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, પેરુની હિંસાનો અંદાજ એ વાત પરથી પણ લગાવી શકાય છે કે 1 જાન્યુઆરીથી 16 માર્ચ સુધીમાં પોલીસે હત્યાના 459 કેસ નોંધ્યા હતા, જ્યારે એકલા જાન્યુઆરી મહિનામાં જ ખંડણીના 1,909 કેસ નોંધાયા હતા.…

Read More