Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- ૬૬માં ‘ગુજરાત ગૌરવ દિવસ’ નિમિત્તે મુખ્યમંત્રીશ્રીનો પ્રજાજોગ સંદેશ
- કેન્દ્ર સરકાર ઇથેનોલ મિશ્રણો, ફ્લેક્સ-ફ્યુઅલ વાહનોને પ્રોત્સાહન આપવા માટે ઉત્સર્જન નિયમમાં ફેરફારની વિચારણા
- મની લોન્ડરિંગ કેસમાં I-PAC ડિરેક્ટર વિનેશ ચંદેલને જામીન મળ્યા
- આજનું રાશિફળ (૦૧/૦૫/૨૦૨૬)
- આજ નું પંચાંગ (૦૧/૦૫/૨૦૨૬)
- પોષણ ક્ષેત્રે અમદાવાદ ઝોન બનશે વધુ મજબૂત: પોષણ સંગમ વર્કશોપમાં માઇક્રો પ્લાનિંગ અને પરિણામલક્ષી કામગીરી પર ભાર મુકાયો
- સુરતના આંગણે ગુજરાત ગૌરવ દિન-૨૦૨૬ની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી થશે
- પંજાબ કિંગ્સ સામેની મેચ દરમિયાન ડ્રેસિંગ રૂમમાં ‘ધૂમ્રપાન’ કરવા બદલ રિયાન પરાગને મોટો દંડ ફટકારવામાં આવ્યો
- દિલ્હી હાઈકોર્ટે કરિશ્મા કપૂરના બાળકોને વચગાળાની રાહત આપી, પ્રિયા કપૂરને સંજય કપૂરની સંપત્તિમાંથી રોકી
- એક યાત્રી બેભાન થઈ જતાં ઇન્ડિગો ફ્લાઇટનું રાયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ
- સુપ્રીમ કોર્ટે કોંગ્રેસ નેતા પવન ખેરાની આગોતરા જામીન અરજી પર ચુકાદો અનામત રાખ્યો
- ‘નાગરિકોને માન આપો’: સગીરાના ગર્ભપાત અંગેની અરજી પર સુપ્રીમ કોર્ટની કેન્દ્રને ફટકાર
Author: devarshi
ફાયર બ્રિગેડની ટીમ આગ ઓલવવા પહોંચી, ત્યારે તેમને ઘરમાં મોટી માત્રામાં રોકડ મળી આવી (જી.એન.એસ) તા. 21 નવી દિલ્હી, દેશની રાજધાનીમાં એક ચોંકાવનારી ઘટના બની હતી જેમાં દિલ્હી હાઈકોર્ટના જજ યશવંત શર્માના બંગલામાં આગ લાગ્યા બાદ, જ્યારે ફાયર બ્રિગેડની ટીમ આગ ઓલવવા પહોંચી, ત્યારે તેમને ઘરમાં મોટી માત્રામાં રોકડ મળી આવી. આ ઘટના બની ત્યારે જસ્ટિસ શર્મા દિલ્હીની બહાર હતા. સુપ્રીમ કોર્ટની કોલેજિયમે દિલ્હી હાઇકોર્ટના જજ યશવંત શર્માની બદલીની ભલામણ કરી દીધી છે. ચીફ જસ્ટિસ સંજીવ ખન્નાની આગેવાની હેઠળની ત્રણ જજોની કોલેજિયમે જસ્ટિસ વર્માને પાછા અલ્લાહાબાદ હાઇકોર્ટ મોકલવાની ભલામણ કરી છે. સૂત્રો અનુસાર જસ્ટિસ યશવંત વર્માના સરકારી બંગલામાં આગ લાગી…
(જી.એન.એસ) તા. 21 ખાર્તુમ, લગભગ બે વર્ષના ગૃહ યુદ્ધ બાદ સુદાનની સેનાએ રાજધાની ખાર્તુમમાં રાષ્ટ્રપતિ નિવાસસ્થાન પર કબજો કરી લીધાની જાહેરાત કરી હતી. હવે સેનાએ રાષ્ટ્રપતિ મહેલ પર કબજો કરી લીધો છે. સૂત્રો અનુસાર સુદાનની સેના હવે પેરામિલિટરી રેપિડ સપોર્ટ ફોર્સ (RSF)ના સભ્યોની શોધમાં મહેલની આસપાસના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. છેલ્લા બે વર્ષથી સુદાનમાં ચાલી રહેલા ગૃહયુદ્ધમાં એક તરફ સુદાન આર્મી છે અને બીજી તરફ રેપિડ સપોર્ટ ફોર્સ (RSF) છે. બંનેનો ઉદ્દેશ્ય દેશની સત્તા કબજે કરવાનો છે અને આ લડાઈમાં હજારો નાગરિકો માર્યા ગયા છે. રાષ્ટ્રપતિ ભવન પર સેનાના કબજા પછી, અત્યાર સુધી રેપિડ સપોર્ટ ફોર્સ (RSF) તરફથી કોઈ નિવેદન…
(જી.એન.એસ) તા. 21 મુંબઈ, મહારાષ્ટ્રની બોમ્બે હાઈકોર્ટમાં ઔરંગઝેબની કબર હટાવવા બાબતે એક પીઆઈએલ પણ દાખલ કરવામાં આવી છે. કેતન તિરોડકર નામના વ્યક્તિએ બોમ્બે હાઈકોર્ટમાં ઔરંગઝેબની કબર તોડી પાડવા અને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગને ઔરંગઝેબની કબરને રાષ્ટ્રીય સ્મારકોની યાદીમાંથી દૂર કરવાનો નિર્દેશ આપવા માટે પીઆઈએલ દાખલ કરી છે કારણ કે, તે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ અધિનિયમ 1958ની કલમ 3 સાથે અનુરૂપ નથી. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, , તાજેતરમાં બોલિવૂડ ફિલ્મ ‘છાવા’ રિલીઝ થઈ હતી, જેમાં છત્રપતિ સંભાજી મહારાજ અને ઔરંગઝેબ વચ્ચેના હિંસક સંઘર્ષને દર્શાવવામાં આવ્યો હતો. આ ફિલ્મ દ્વારા લોકોને ખબર પડી કે ઔરંગઝેબે છત્રપતિ સંભાજી મહારાજ સાથે ક્રૂરતાની બધી હદો પાર…
(જી.એન.એસ) તા. 21 કોસ્ટા નાવારિનો ગ્રીસ, ગ્રીસના કોસ્ટા નાવારિનોમાં 144મી આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક એસોસિએશન (IOC) બેઠકમાં ઝિમ્બાબ્વેના રમતગમત મંત્રી અને બે વખતના ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા ક્રિસ્ટી કોવેન્ટ્રીને નવા પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. બેઠક દરમિયાન, 7 ઉમેદવારો વચ્ચે મતદાન થયું જેમાં ક્રિસ્ટી કોવેન્ટ્રીને આગામી 8 વર્ષ માટે આ પદની જવાબદારી સોંપવામાં આવી છે. ખાસ વાત એ છે કે તે આ પદ પર ચૂંટાયેલી પ્રથમ મહિલા છે. ક્રિસ્ટી કોવેન્ટ્રી વર્તમાન IOC પ્રમુખ થોમસ બાકનું સ્થાન લેશે, જેમણે પહેલી વાર 2013 માં આ પદ સંભાળ્યું હતું અને 2021 માં ફરીથી ચૂંટાયા હતા. આ પહેલી વાર છે જ્યારે આફ્રિકાના કોઈ સભ્યને IOC પ્રમુખ તરીકે…
(જી.એન.એસ) તા. 21 ગાઝા, છેલ્લા બે દિવસથી સતત ઇઝરાયેલ દ્વારા ગાઝા પર કરવામાં આવેલ હુમલામાં લગભગ ૬૦૦ના મોત નીપજ્યા છે. તેમા બુધવારે કરેલા હુમલામાં ૮૫ના મોત નીપજ્યા છે. ઇઝરાયેલે અગાઉ એરસ્ટ્રાકિ કરી હતી અને આ વખતે ઇઝરાયેલનું લશ્કર ફરીથી ગાઝામાં ઘૂસી ગયું છે. ઇઝરાયેલે રાત્રે કરેલા હુમલામાં કેટલાય પુરુષો, મહિલાઓ અને બાળકો ઊંઘમાં હતાં ત્યારે જ મૃત્યુ પામ્યા. ઇઝરાયેલના લશ્કરનું કહેવું છે કે તેણે લશ્કરી લક્ષ્યાંકો પર હુમલા કર્યા છે. તેણે જણાવ્યું હતું કે દિવસના અંત ભાગમાં ગાઝામાંથી છોડવામાં આવેલારોકેટના લીધે સેન્ટ્રલ ઇઝરાયેલમાં સાયરન વાગી હતી. ઇઝરાયેલ યુદ્ધવિરામ પૂરો થયા પછી ગાઝામાં દાખલ થયું તેના પછી તેના પર આ પ્રથમ…
(જી.એન.એસ) તા. 21 વોશિંગ્ટન, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વધુ એક મોટો અને સૌને ચોંકાવિદેનારો નિર્ણય લીધો છે જેમાં તેમણે હવે અમેરિકાના શિક્ષણ વિભાગને બંધ કરવાનો આદેશ કર્યો છે. આ મામલે તેમણે એક આદેશ પર હસ્તાક્ષર પણ કરીને સૌને આશ્ચર્યચકિત કરી દીધા છે. વ્હાઈટ હાઉસના ઈસ્ટ રૂમમાં ડેસ્ક પર બેસેલા વિદ્યાર્થીઓ સામે જ ટ્રમ્પે એક વિશેષ સમારોહ દરમિયાન આ આદેશ પર હસ્તાક્ષર કરતાં કહ્યું કે આ આદેશથી સંઘીય શિક્ષણ વિભાગને હંમેશા માટે ખતમ કરવામાં આવે છે. શિક્ષણ વિભાગ નકામો અને ઉદાર વિચારધારાથી દૂષિત થઈ ગયો હતો. વર્ષ 1979માં રચાયેલા શિક્ષણ વિભાગને કોંગ્રેસની મંજૂરી વિના બંધ કરવું શક્ય નથી તેમ છતાં રિપબ્લિકન્સનું…
(જી.એન.એસ) તા. 21 વોશિંગ્ટન, ટ્રમ્પ પ્રશાસનને વધુ એક મોટો આંચકો લાગ્યો છે, અમેરિકાની લોકતાંત્રિક વ્યવસ્થા ઘણી મજબૂત અને તે કોઈપણ વ્યક્તિને મનમાનીપૂર્વક નિર્ણય લેવાની છૂટ નથી આપતું તેનું આ સૌથી મોટું ઉદાહરણ છે. ભારતીય રિસર્ચર બદર ખાન સૂરીના દેશનિકાલ પર અમેરિકાની કોર્ટે રોક લગાવી દીધી છે. સૂરી એક પોસ્ટડૉક્ટરલ ફેલો છે અને અમેરિકામાં વિદ્યાર્થી વિઝા પર અભ્યાસ અને શિક્ષણ પર કામ કરી રહ્યો છે. અમેરિકાના DHS એ તેના પર હમાસનો પ્રચાર કરવા અને યહૂદી વિરોધી વાતો ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ ડોનાલ્ડ ટ્રમ્પે તેને દેશમાંથી કાઢવાનો પ્રયાસ કર્યો પરંતુ, હવે કોર્ટે આ કાર્યવાહી પર રોક લગાવી દીધી છે. જૉર્જટાઉન યુનિવર્સિટીમાં…
(જી.એન.એસ) તા. 21 કાબુલ, અફઘાનિસ્તાનમાં ફરી એકવાર ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, શુક્રવારે (21 ફેબ્રુઆરી) રાત્રે અફઘાનિસ્તાનમાં 4.9 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો છે. મોડી રાત્રે આવેલા આ ભૂકંપના કારણે અનેક લોકો ઘરની બહાર દોડતા જોવા મળ્યા હતા. જો કે હજુ સુધી કોઈ નુકસાનના સમાચાર સામે આવ્યા નથી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, આ ભૂકંપ રાત્રે 1 વાગે આવ્યો હતો અને તેની ઊંડાઈ 160 કિમી હતી. 9 ફેબ્રુઆરીએ અફઘાનિસ્તાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.1 માપવામાં આવી હતી. આ ભૂકંપ પૃથ્વીમાં 255 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયો…
સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને બીજા દિગ્ગજોની તકલીફમાં વધારો (જી.એન.એસ) તા. 20 હૈદરાબાદ, તેલંગણા પોલીસે ગેરકાયદેસર બેટિંગ એપનો પ્રચાર કરવાના કેસમાં સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના 6 મોટા સુપરસ્ટાર અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર સહિત 25 લોકો વિરુદ્ધ કેસ નોંધાયા છે. તેલંગણા પોલીસ દ્વારા કરવામાં આવેલ એફઆઇઆરમાં રાણા દગ્ગુબાટી અને વિજય દેવરકોંડા જેવા મોટા સુપરસ્ટાર પણ છે. આ મામલે મીડિયા સૂત્રો થકી મળતી માહિતી મુજબ બિઝનેસમેન ફણીંદ્ર શર્માએ આ તમામ સેલિબ્રિટી વિરુદ્ધ કેસ નોંધાવ્યા બાદ પોલીસે કેસ નોંધ્યો છે. જે લોકો સામે FIR નોંધાઈ છે, તેમાં સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના રાણા અને વિજય ઉપરાંત નિધિ અગ્રવાલ, પ્રકાશ રાજ, માંચૂ લક્ષ્મી અને શોભા શેટ્ટી જેવા મોટા નામ સામેલ…
મગફળીની ખરીદી કરાઈ : કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ (જી.એન.એસ) તા. 20 ગાંધીનગર, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ દેશની શાસનધુરા સંભાળી ત્યારથી ખેડૂતોની આવક બમણી કરવાનો સંકલ્પ કર્યો છે. ખેડૂતોને તેમના પાકના પૂરતા ભાવ મળી રહે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૧૪થી ખેડૂતો પાસેથી વિવિધ જણસી ટેકાના ભાવે ખરીદવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ માટે ભારત સરકાર દ્વારા કુલ ૨૩ પાકો નક્કી કરવામાં આવ્યા છે, તેમાં ગુજરાતમાં ૧૫ જણસી જેવી કે બાજરી, જુવાર, કપાસ, મગ, તલ, ચણા, રાઈ, શેરડી, મગફળી વગેરેનો સમાવેશ થાય છે. આ વ્યવસ્થાના ભાગરૂપે ગત ચોમાસુ સિઝનમાં ગુજરાત સરકારે રાજ્યના ૨.૭૩ લાખથી વધુ ખેડૂતો પાસેથી અંદાજે ૧૨.૨૩…
