Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- ૬૬માં ‘ગુજરાત ગૌરવ દિવસ’ નિમિત્તે મુખ્યમંત્રીશ્રીનો પ્રજાજોગ સંદેશ
- કેન્દ્ર સરકાર ઇથેનોલ મિશ્રણો, ફ્લેક્સ-ફ્યુઅલ વાહનોને પ્રોત્સાહન આપવા માટે ઉત્સર્જન નિયમમાં ફેરફારની વિચારણા
- મની લોન્ડરિંગ કેસમાં I-PAC ડિરેક્ટર વિનેશ ચંદેલને જામીન મળ્યા
- આજનું રાશિફળ (૦૧/૦૫/૨૦૨૬)
- આજ નું પંચાંગ (૦૧/૦૫/૨૦૨૬)
- પોષણ ક્ષેત્રે અમદાવાદ ઝોન બનશે વધુ મજબૂત: પોષણ સંગમ વર્કશોપમાં માઇક્રો પ્લાનિંગ અને પરિણામલક્ષી કામગીરી પર ભાર મુકાયો
- સુરતના આંગણે ગુજરાત ગૌરવ દિન-૨૦૨૬ની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી થશે
- પંજાબ કિંગ્સ સામેની મેચ દરમિયાન ડ્રેસિંગ રૂમમાં ‘ધૂમ્રપાન’ કરવા બદલ રિયાન પરાગને મોટો દંડ ફટકારવામાં આવ્યો
- દિલ્હી હાઈકોર્ટે કરિશ્મા કપૂરના બાળકોને વચગાળાની રાહત આપી, પ્રિયા કપૂરને સંજય કપૂરની સંપત્તિમાંથી રોકી
- એક યાત્રી બેભાન થઈ જતાં ઇન્ડિગો ફ્લાઇટનું રાયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ
- સુપ્રીમ કોર્ટે કોંગ્રેસ નેતા પવન ખેરાની આગોતરા જામીન અરજી પર ચુકાદો અનામત રાખ્યો
- ‘નાગરિકોને માન આપો’: સગીરાના ગર્ભપાત અંગેની અરજી પર સુપ્રીમ કોર્ટની કેન્દ્રને ફટકાર
Author: devarshi
(જી.એન.એસ) તા. 22 મુંબઈ, ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ શોમાં ખરાબ અને અશ્લીલ ટિપ્પણી કરવાના કેસમાં કોમેડિયન સમય રૈના ને મહારાષ્ટ્ર સાયબર સેલ દ્વારા ત્રીજું સમન્સ મોકલવામાં આવ્યું છે. આ બાબતે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સમય રૈના ને પહેલા પણ બે વાર સમન્સ પાઠવવામાં આવ્યા હતા, પરંતુ તે હાજર થયો ન હતો. હવે વિવાદો વચ્ચે રૈનાએ ભારતમાં તેના બધા શો થોડા સમય માટે રદ કરી દીધા છે. સમય રૈનાએ તાજેતરમાં જ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી જાહેરાત કરી હતી કે, નમસ્તે મિત્રો, હું મારી તમામ ઇન્ડિયા ટૂર રિશેડયૂલ કરી રહ્યો છું. આપ સૌને જલદી પૈસા પાછા મળી જશે, જલદી મળીશું. ઉલ્લેખનીય છે કે…
(જી.એન.એસ) તા. 22 પેશાવર, પાકિસ્તાનના પેશાવરમાં જુમ્માની નમાઝ દરમિયાન કિસ્સાખાની બજારની જામા મસ્જિદમાં એક મોટો બ્લાસ્ટ થયો હતો, આ ઘટના બાબતે મીડિયા સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ બ્લાસ્ટમાં પાંચથી વધુ લોકોના મોત થયા હતા અને અનેક લોકો ઇજાગ્રસ્ત પણ થયા હતા, આ બ્લાસ્ટ એવા સમયે થયો હતો જ્યારે ખૂબ મોટી સંખ્યામાં લોકો નમાઝ અદા કરી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, પેશાવર પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતની રાજધાની છે. આ શહેર પાકિસ્તાન માટે ઐતિહાસિક, સાંસ્કૃતિક અને વ્યાપારિક રીતે અત્યંત મહત્વપૂર્ણ છે. પેશાવર પાકિસ્તાનના સૌથી જૂના શહેરોમાંનું એક છે. આ ઉપરાંત, આ પ્રાંત લાંબા સમયથી આતંકવાદી પ્રવૃત્તિઓનું કેન્દ્ર રહ્યું છે. બ્લાસ્ટ થયા બાદ…
(જી.એન.એસ) તા. 21 વડોદરા, વડોદરા મહાનગર પાલિકા દ્વારા શહેરના ઉત્તર છેવાડે છાણી ટ્રાફિક સર્કલ આસપાસમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથધરી હતી. આ ઉપરાંત મોડી રાત્રે કડક બજારથી રેલવે સ્ટેશન વિસ્તારના રોડ રસ્તાની બંને બાજુ ખડકાયેલી ખાણીપીણીની લારીઓ સહિત ગલ્લાનો સફાયો કરતા વિસ્તારના રસ્તા ખુલ્લા થયા હતા. ઉલ્લેખનીય છે કે, શહેરના છેવાડે ઉત્તર વિભાગમાં છાણીના વિશાળ સર્કલની આસપાસના રોડ રસ્તા પર ચારે બાજુએ ખૂબ મોટા પ્રમાણમાં લારી-ગલ્લા સહિત મોટર ગેરેજના શેડ, ફ્રુટ સહિત વિવિધ જ્યુસ સેન્ટરોના અનેક શેડના કારણે છાણી સર્કલના આસપાસના વિસ્તારનો રસ્તો ખૂબ જ નાનો થઈ ગયો હતો. પરિણામે અવારનવાર નાના-મોટા અકસ્માતો સર્જાતા હતા. આ અંગેની અનેક ફરિયાદો…
દિલ્હી હાઇકોર્ટ જસ્ટિસ યશવંત વર્માના ઘરે કેશ મળવા મામલે હવે નવો વળાંક (જી.એન.એસ) તા. 21 નવી દિલ્હી, દિલ્હી હાઇકોર્ટ જસ્ટિસ યશવંત વર્માના ઘરે આગ લાગવાની ઘટનામાં ફાયર ઓફિસરોને મોટી માત્રામાં રોકડ મળી હોવાના મુદ્દે હવે એક નવો વળાંક આવ્યો છે જેમાં દિલ્હીના ફાયર વિભાગના પ્રમુખ અતુલ ગર્ગ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, જજ યશવંત વર્માના ઘરમાં કોઈ કેશ ( રોકડ ) મળી જ નથી. મીડિયા સૂત્રો સાથેની વાતચીતમાં દિલ્હી ફાયર વિભાગના ચીફે જણાવ્યું હતું કે, ’14 માર્ચે રાતના 11.35 વાગ્યે આગની સૂચના મળતા જ અગ્નિશામક દળની બે ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. સ્ટેશનરી અને ઘરેલુ સામાનવાળા એક સ્ટોર રૂમમાં…
(જી.એન.એસ) તા. 21 નવી દિલ્હી/લખનૌ, ઉત્તર પ્રદેશમાં 2027 માં યોજાનારી વિધાનસભા ની ચૂંટણી માટે કોંગ્રેસે અત્યારથી નવી ટીમ બનાવવાની કવાયત શરૂ કરી છે, જેમાં રાજ્યના તમામ 75 જિલ્લા અધ્યક્ષો અને મહાનગર અધ્યક્ષના નામની જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસે ઉત્તર પ્રદેશના પાટનગર લખનૌમાં જિલ્લા અધ્યક્ષની જવાબદારી રુદ્ર દમન સિંહને સોંપી છે. પાર્ટીએ પ્રયાગરાજમાં ત્રણ પ્રમુખોની નિમણૂક કરી છે. મહાનગર ઉપરાંત ગંગા ક્રોસિંગ અને યમુના ક્રોસિંગ માટે અલગ-અલગ જિલ્લા પ્રમુખોની નિમણૂક કરવામાં આવી છે. મેટ્રોપોલિટન કોંગ્રેસ કમિટીની જવાબદારી પાર્ટીના જૂના નેતા ફુઝૈલ હાશ્મીને સોંપવામાં આવી છે. કોંગ્રેસે એક્સ હેન્ડલ પર પોસ્ટ કરીને કહ્યું છે કે, ‘કોંગ્રેસ અધ્યક્ષે ઉત્તર પ્રદેશ કોંગ્રેસ સમિતિની જિલ્લા…
(જી.એન.એસ) તા. 21 ખેડબ્રમ્હા, શેરના ભાવોમાં કૃત્રિમ ઉછાળા પ્રકરણમાં SEBI દ્વારા તપાસ કરવામાં આવી રહી છે જેમાં સાધના બ્રોડકાસ્ટ કંપનીના શેરોની લેવડદેવડ મામલે અલગઅલગ મુદ્દાઓ અને દૃષ્ટિકોણ થી તપાસ કરવામાં આવી રહી છે જેમાં IPS રવીન્દ્ર પટેલના ખેડબ્રહ્મામાં ખાતે રોધરા ગામે આવેલા ઘરે સેબીના દરોડા પાડવામાં આવ્યા હતા. સાધના બ્રોડકાસ્ટ લિમિટેડ કંપની કૃત્રિમ ઉછાળો લાવવામાં ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં કૃત્રિમ ઉછાળો લાવવામાં જુલાઈ-સપ્ટેમ્બર 2022માં સેબીને ફરિયાદ મળી હતી. જેને પગલે સેબીએ 9 જાન્યુ. 2024માં કારણદર્શક નોટિસ પણ ફટકારી હતી. સાધના બ્રોડકાસ્ટ કેસ સંબંધિત નાણાકીય ગેરરીતિઓમાં સેબી દ્વારા ચાલી રહેલી તપાસનો એક ભાગ આ શોધ હતી. આ કેસમાં સાધના બ્રોડકાસ્ટ…
(જી.એન.એસ) તા. 21 નવી દિલ્હી, દેશની રાજધાની દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ હવે આમ આદમી પાર્ટી સંગઠનાત્મક ફેરફારો કરી નેતૃત્વમાં નવા પ્રાણ ફૂંકવાના પ્રયાસો કરી રહી છે. આમ આદમી પાર્ટીની પોલિટિકલ અફેર્સ કમિટી(PAC)ની બેઠકમાં ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. આ બેઠક પાર્ટીના સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે થઈ હતી. પાર્ટીએ દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાને પંજાબના પ્રભારી બનાવ્યા છે. જ્યારે ગોપાલ રાયને ગુજરાતના પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ગોપાલ રાયને ગુજરાતના પ્રભારી બનાવવામાં આવ્યા છે. આ નિર્ણયથી સ્પષ્ટ થાય છે કે આમ આદમી પાર્ટી ગુજરાત, ગોવા અને છત્તીસગઢમાં પણ પોતાનો વિસ્તાર કરવા માંગે છે.…
(જી.એન.એસ) તા. 21 કોડીનાર, કોડીનાર તાલુકામાં શોકની લાગણી ફરીવળી હતી જ્યારે માઢવાડ ગામે બે બાળકોના ડૂબી જવાથી મોત થયાના સમાચાર વહેતા થયા હતા. માઢવાડ ગામે બે બાળકો શાળાએથી છૂટયા બાદ દરિયામાં થરમોકોલના ટુકડા ઉપર બેસી રમતા હતા. આ દરમિયાન પવન નો વેગ વધતાં બન્ને બાળકો દરિયાની અંદર તણાયા હતા, જેના કારણે બંનેના મૃત્યુ થયા હતા. ભારે શોધખોળ બાદ સાહિલ અને દેવરાજનો મૃતદેહ દરિયામાંથી મળી આવ્યા હતા. બાળકોના મોતથી પરિવાર સહિત ગ્રામજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. આ સમગ્ર મામલે સૂત્રો થકી મળી રહેલી માહિતી મુજબ, માઢવાડ ગામના 8 વર્ષીય સાહિલ પાંજરી અને 12 વર્ષીય દેવરાજ ગોહિલ શાળાએથી છૂટીને દરિયામાં થર્મોકોલ…
(જી.એન.એસ) તા. 21 પટણા, રાજધાની પટનામાં આયોજિત સેપક ટાકરા વર્લ્ડ કપ-2025ના ઉદ્ઘાટન સમારોહમાં રાષ્ટ્રગીત વાગી રહ્યું હતું ત્યારે મુખ્યમંત્રી નીતિશ કુમારે પોતાની પાસે ઊભેલા પ્રધાન સચિવ દીપક કુમારને વારંવાર ટોકી રહ્યા હતા અને કંઈક વાત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. નીતિશ કુમાર જ્યારે દીપક કુમારને વારંવાર હાથ લગાવીને બોલાવવાનો પ્રયાસ કરતા હતા ત્યારે દીપક થોડા અસહજ જોવા મળ્યા હતાં અને તેમણે નીતિશ કુમારને સાવધાનની મુદ્રામાં ઊભા રહેવાનું કહ્યું હતું. પરંતુ, નીતિશ કુમાર તેમ છતાં ન માન્યા અને ફરી એ જ વાતનું પુનરાવર્તન કર્યું. મુખ્યમંત્રી નીતિશ કુમારની આ હરકત પર આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદે નીતિશ કુમારના આ વીડિયોને ટ્વિટ કરીને કહ્યું…
(જી.એન.એસ) તા. 21 લંડન, બ્રિટનનું સૌથી મોટું એરપોર્ટ હીથ્રો એરપોર્ટ શુક્રવારે સંપૂર્ણપણે બંધ રહ્યું હતું અને ત્યાંની તમામ વિમાન ની અવરજવર પણ બંધ રહી હતી કારણ કે લંડનમાં એક પાવર સબસ્ટેશનમાં આગ લાગવાથી એરપોર્ટ પ્રશાસને આ નિર્ણય લેવો પડ્યો હતો. આ આગને કારણે, હીથ્રો એરપોર્ટની આસપાસના 16 હજારથી વધુ ઘરોનો વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો છે. આ ઘટનાને કારણે લગભગ 150 લોકોને સલામત સ્થળોએ લઈ જવા પડ્યા છે. ઉલ્લેખનીય છે કે, હીથ્રો બ્રિટનનું સૌથી મોટું એરપોર્ટ છે, જ્યાં દરરોજ લગભગ 1,300 લેન્ડિંગ અને ટેક-ઓફ થાય છે. ગયા વર્ષે તેના ટર્મિનલ પરથી 83.9 મિલિયન મુસાફરો પસાર થયા હતા, જે એક રેકોર્ડ…
