Author: devarshi

(જી.એન.એસ) તા. 19 મુંબઈ, મુંબઈના વિલે પાર્લેના કાંબલીવાડીમાં સ્થિત વર્ષો જૂના પાર્શ્વનાથ દિગંબર જૈન મંદિર ને બુધવારે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું. આ પછી દેશભરમાં જૈન સમુદાય ગુસ્સે છે. જૈન મંદિર પર બુલડોઝર ફેરવતા જૈન સમુદાય અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મ્યુનિસિપલ કાર્યાલય સુધી મૌન રેલી કાઢવામાં આવી. જૈન સમાજના અગ્રણીઓએ મ્યુનિસિપલ કોર્પોરેશનના આ પગલાને વખોડતા ધાર્મિક આસ્થા સાથે ખિલવાડ કર્યો હોવાનો આક્ષેપ લગાવ્યો. બીએમસી દ્વારા કોર્ટના આદેશનો અનાદર કરી 16 એપ્રિલ, 2025ના રોજ જૈન મંદિર તોડી પાડવામાં આવ્યું હતું. આ જૈન મંદિર નેમિનાથ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી, કંબલીવાડીમાં સ્થિત હતું. મંદિરના ટ્રસ્ટી અનિલ શાહે કહ્યું કે…

Read More

(જી.એન.એસ) તા. 19 જબલપુર, છેલ્લા 2 વર્ષથી હાર્ટ એટેકના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે આવો જ એક મામલો મધ્યપ્રદેશના જબલપુરથી સામે આવ્યો હતો જેમાં એક યુવકને જીમમાં વર્કઆઉટ કરતી વખતે હાર્ટ એટેક આવી ગયો. જેના કારણે યુવક બેભાન થઈ ગયો અને નીચે ઢળી ગયો અને તેનું મૃત્યુ થઈ ગયું. આ દુ:ખદ ઘટના જીમમાં લગાવેલા CCTVમાં કેદ થઈ ગઈ હતી. આ ઘટના જબલપુરના ગોરખપુર વિસ્તારમાં આવેલા ગોલ્ડ જીમની હોવાની માહિતી મળી રહી છે. મૃત્યુ પામેલા યુવકની ઓળખ 52 વર્ષીય યતીશ સિંઘઈ તરીકે થઈ છે. વીડિયોમાં જોઈ શકાય છે કે યતીશ સફેદ ટી-શર્ટ પહેરીને જીમમાં વર્કઆઉટ કરી રહ્યો છે. આ…

Read More

(જી.એન.એસ) તા. 19 વોશિંગ્ટન, અમેરિકામાં રહેતા વિદેશી વિદ્યાર્થીઓ માટે વધુ એક મોટો ચિંતા નો વિષય, થોડા દિવસ અગાઉ અમેરિકાએ 10000થી વધુ વિદેશી વિદ્યાર્થીઓના વિઝા પર પ્રતિબંધ લગાવી દીધો હતો, હવે તેમને દેશમાં રહેવાની મંજૂરી પાછી ખેંચી લીધી છે. આ વિદ્યાર્થીઓ સંકટમાં ફસાઈ ગયા છે. આમાંથી કેટલાક વિદ્યાર્થીઓએ ટ્રમ્પ વહિવટીતંત્ર વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે અને દલીલ કરી છે કે, સરકારે અચાનક તેમની અમેરિકામાં રહેવાની પરવાનગી પાછી ખેંચી લીધી છે. સંઘીય સરકારે અમેરિકામાં રહેવાની કાયદાકીય પરવાનગી પાછી ખેંચી લેતા અનેક વિદ્યાર્થીઓ ચિંતામાં મુકાયા છે. તેમના પર કસ્ટડી અને દેશનિકાલ કરવાનું સંકટ ઉભું થયું છે. આ વિદ્યાર્થીઓમાં હાર્વર્ડ અને સ્ટૈનફોર્ડ જેવી ખાનગી…

Read More

(જી.એન.એસ) તા. 19 હેમિલ્ટન, કેનેડાના ઓન્ટારિયો પ્રાંતના હેમિલ્ટન શહેરમાં એક ભારતીય વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. વિદ્યાર્થીની કામ પર જઈ રહી હતી ત્યારે તેને ગોળી મારી દેવામાં આવી હતી. આ દરમિયાન તે બસની રાહ જોઈ રહી હતી. કારમાં સવાર એક વ્યક્તિએ તેમના પર ગોળીબાર કર્યો, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના અંગે મળતા અહેવાલો અનુસાર, કેનેડાના હેમિલ્ટન શહેરમાં હરસિમરત રંધાવા નામની ભારતીય વિદ્યાર્થિનીની હત્યા કરવામાં આવી હતી. જે ત્યાં મોહૌક કોલેજમાં અભ્યાસ કરી રહી હતી. આ ઘટના બાદ ભારતીય દૂતાવાસે આ મામલે સંપૂર્ણ મદદનું વચન આપ્યું છે. આ મામલે હેમિલ્ટન પોલીસે જણાવ્યું હતું કે,…

Read More

(જી.એન.એસ) તા. 19 કાબુલ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન ની બોર્ડર પર આવેલા એક વિસ્તારમાં 5.9 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો, જેની અસર પાડોશી દેશ ભારતના જમ્મુ કાશમીર સુધી અનુભવાઈ હતી. આ બાબતે માહિતી અનુસાર અફઘાનિસ્તાન અને તાજિકિસ્તાનની બોર્ડર વિસ્તારમાં આ વખતે ભૂકંપનો જોરદાર ઝટકો આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર જમીનથી 86 કિલોમીટર ઊંડે હોવાની જાણકારી મળી છે. જેના કારણે કાશ્મીર સુધી ભૂકંપના આફ્ટરશૉક આવતા લોકો ઘર છોડીને બહાર મેદાનોમાં દોડી આવ્યા હતા. પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ અને આસપાસના વિસ્તારોમાં જોવ મળી. લોકો ભૂકંપના આંચકાઓથી ગભરાઈ ગયા. અફઘાનિસ્તાનના કેટલાક શહેરોમાં પણ આ ભૂકંપની અસર અનુભવાઈ, પરંતુ ઊંડા કેન્દ્રબિંદુના કારણે તેની વિનાશક અસર ઓછી રહી. બંને…

Read More

(જી.એન.એસ) તા. 19 નવી દિલ્હી, શુક્રવારે દિલ્હીમાં હવામાનમાં અચાનક ફેરફાર થયો હતો, જેમાં ઘણા વિસ્તારોમાં વાવાઝોડા અને ભારે વરસાદ નોંધાયો હતો. દિલ્હીના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં આવેલા મુસ્તફાબાદના શક્તિ વિહારમાં શનિવારે, 19 એપ્રિલ 2025ની વહેલી સવારે ચાર માળની એક ઇમારત ધરાશાયી થવાણી ઘટના બની હતી જેમાં 4 લોકોનાં મોત થયાં અને ઘણા લોકો કાટમાળ નીચે ફસાયેલા હોવાની શંકા છે. આ દુર્ઘટના રાત્રે 3 વાગ્યાની આજુબાજુ સર્જાઈ હતી. શક્તિ વિહાર વિસ્તારમાં આ ઈમારત પત્તાંના મહેલની જેમ ધરાશાયી થયાની માહિતી મળી રહી છે. ઘટનાની જાણ થતાં એડિશનલ ડીસીપી સંદીપ લાંબા ઘટનાસ્થળે ધસી ગયા હતા. તેમણે જણાવ્યું કે આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં કુલ 4 લોકો જીવ…

Read More

કોઈ મૂળ કાસ્ટ રીપિટ નહિ, હીરો તરીકે અર્જુન કપૂર, વરુણ ધવન અને દિલજીત દોસાંજ (જી.એન.એસ) તા. 18 મીડિયા સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, વર્ષ ૨૦૦૫ની નો એન્ટ્રી ફિલ્મની સીકવલ ‘નો એન્ટ્રી 2’ની તૈયારીઓ જેમ કે કાસ્ટિંગ અને પ્રિ પ્રોડક્શન નું કામ હાલ પૂર જોશમાં ચાલી રહ્યું છે. જેમાં વરુણ ધવન, અર્જુન કપૂર અને દિલજીત દોસાંજ કામ કરી રહ્યા છે. હવે તેમાં તમન્ના ભાટીયાની મુખ્ય હિરોઈન તરીકે એન્ટ્રી થઇ ગઇ હતી ત્યારે હવે બીજી મુખ્ય અભિનેત્રી તરીકે અદિતી રાવ હૈદરીનો પણ અન્ય રોલ માટે સંપર્ક કરાયો છે. મૂળ ફિલ્મ ‘નો એન્ટ્રી’માં બિપાશા બાસુએ જે રોલ ભજવ્યો હતો તે હવે તમન્ના ભાટીયા ભજવશે.…

Read More

મુંબઈની એક સોસાયટીમાં મરાઠી અને ગુજરાતી સમાજમાં ખાણી-પીણીને લઈને વિવાદ  (જી.એન.એસ) તા. 18 મુંબઈ, એક વાત સૌ કોઈ જાણે છે કે, મહારાષ્ટ્રમાં ભાષાને લઈને ઘણા લાંબા સમયથી વિવાદ થઈ રહ્યો છે. હાલમાં જ MNS ના વડા રાજ ઠાકરેએ મરાઠી ભાષાને લઈને આંદોલન કરવાનું આહ્વાન કર્યું હતું, અનેક જગ્યાએથી અત્યાચારના સમાચાર આવ્યા બાદ તેમણે ખુદ આંદોલન પરત લેવાની અપીલ કરી છે. હવે મુંબઈની એક સોસાયટીમાં મરાઠી અને ગુજરાતી સમાજમાં ખાણી-પીણીને લઈને વિવાદ થયો છે. આરોપ છે કે, ગુજરાતી પરિવારે એક મરાઠી પરિવારને ગંદો કહી દીધો હતો. મળતી માહિતી મુજબ નોનવેજ ખાવાને લઈને ગુજરાતી પરિવારે આ પ્રકારની વિવાદાસ્પદ શબ્દો બોલવામાં આવ્યા હતા.…

Read More

(જી.એન.એસ) તા. 18 પંજાબમાં થયેલા 14 ગ્રેનેડ એટેકનો મુખ્ય સૂત્રધાર બબ્બર ખાલસાનો આતંકવાદી હરપ્રીત સિંહ ઉર્ફે હેપ્પી પાસિયાની અમેરિકામાં ધરપકડ કરવામાં આવી છે. અમેરિકામાં બેસીને તે પંજાબમાં હુમલાનું કાવતરું ઘડી રહ્યો હતો. ભાજપ નેતા મનોરંજન કાલિયાના ઘરની બહાર પણ તેણે ગ્રેનેડ એટેક કરાવ્યો હતો. ગત સાત મહિનામાં પંજાબમાં ઓછામાં ઓછા 16 ગ્રેનેડ એટેક થયા છે. તેમાંથી 14નો માસ્ટર માઇન્ડ હેપ્પી પાસિયા જ હતો. પાસિયા પર ગેરકાયદે રીતે અમેરિકામાં ઘૂસવાનો પણ આરોપ છે. આ મામલે અહેવાલોનું માનીએ તો તેને ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એનફોર્સમેન્ટ (ICE) એ કસ્ટડીમાં લીધો છે. પંજાબ પોલીસ અને એનઆઇએ ઘણા મહિનાઓથી તેની તલાશ હતી. આ વર્ષની શરૂઆતમાં NIAએ…

Read More

ગુજરાત ટાઈટન્સે ગ્લેન ફિલિપ્સને રિપ્લેસમેન્ટ કરવાની જાહેરાત કરી દીધી (જી.એન.એસ) તા. 18 આઈપીએલ 2025માં ગુજરાત ટાઈટન્સે ગ્લેન ફિલિપ્સને રિપ્લેસમેન્ટ કરવાની જાહેરાત કરી દીધી છે. ગુજરાતે શ્રીલંકન ખેલાડી દાસુન શનાકાની ટીમમાં શામેલ કર્યો છે. આ કર્ષની સિઝનમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે મેચ દરમિયાન ફિલિપ્સને ઈજા પહોંચી હતી. ત્યાર બાદ ટીમે શનાકાને તક આપી હતી. શનાકા ઓલરાઉન્ડર ખેલાડી છે અને ઘણીવાર તેણે પોતાનું અદ્દભુત પ્રદર્શન બતાવ્યું છે. તેણે બેટિંગ સાથે સાથે બોલિંગમાં પણ સારો રેકોર્ડ બનાવ્યો છે. ગુજરાતે હવે ગ્લેન ફિલિપ્સના સ્થાને શનાકાનો ટીમમાં સમાવેશ કર્યો છે. અને તેને પગાર તરીકે 75 લાખ રૂપિયા આપવામાં આવશે. શનાકા અત્યાર સુધી આઈપીએલમાં ફક્ત એક જ વાર…

Read More